Recents in Beach

સુંદરમના સાહિત્ય સર્જનને ઘડનારા પરિબળો|Sundramne Ghdnaara Paribalo

 સુંદરમના જીવનનો પરિચય કરાવી એમના સાહિત્ય સર્જનને ઘડનારા પરિબળોનો વિગતે પરિચય કરાવો.

 

 સુંદરમનું જીવન:-

 

  સુંદરમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર. સુંદરમ્ એમનું ઉપનામ છે પરંતુ એ ઉપનામ રહ્યું નથી નામ જ બની ગયું છે.

 

 

 ભરુચ જીલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં એમનો જન્મ ૨૨મી માર્ચ ૧૯૦૮નાં રોજ થયો હતો. એમના પિતાનું નામ પુરુષોત્તમદાસ લુહાર અને માતાનું નામ ઉજમબહેન હતું. બાપદાદાનો ધંધો લુહારી કામનો છતાં પિતા ધીરધારનું પણ કામ કરતા. ઈ.સ.૧૯૧૮ માં ભયંકર પ્લેગ ફાટી નીકળેલો એના ભોગ બનતા સુંદરમના પિતા ત્રણ દિવસની ગંભીર માંદગી બાદ મૃત્યુ પામ્યા પરંતુ એ પહેલા એમણે સુન્દરમનો વિવાહ કરી દીધેલો.

 

  સુંદરમના લગ્ન મંગળાબહેન સાથે ઈ.સ.૧૯૧૭ માં થાય છે. મીયામાતરમાં ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ કરીને આમોધની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી ભણ્યા ત્યાંથી ભરૂચના છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય શાળામાં દાખલ થયેલા બાળપણમાં તેઓ ખુબ તોફાની હતા. આથી જ એમણે ભણવા માટે એમના મોસાળ જંબુસરમાં મુકવામાં આવ્યાં હતા. પણ તેઓ ત્યાં થોડાક જ વખત ત્યાં રહ્યાં. અભ્યાસ દરમ્યાન અગ્રણી અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેઓ પડકાર્યા હતા.

 

 

 નાનપણથી જ વાંચનનો શોખ હોવાને કારણે માતર ગામની લાયબ્રેરીનો પણ એમણે ઉપયોગ કર્યો હતો. ભરુચમાંથી વિનીતની ડીગ્રી લઇ તેઓ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ આવે છે. સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેઓ ભાષા વિષાદ થાય છે. અને સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક તરીકે જોડાય છે. આઝાદીના સ્વતંત્ર સંગમાં પણ તેઓ જોડાય છે. આ દરમ્યાન કેટલાંક સાહિત્યકારના સંપર્કમાં પણ આવે છે. સાથે સાથે એમના સાહિત્યની સર્જનયાત્રા પણ ચાલતી રહે છે. સુંદરમને સુવર્ણચંદ્રક મહિલા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક એવોર્ડ અને ૧૯૯૦ માં ગુજરાત સરકાર તરફથી નરસિંહ મહેતા પુરસ્કાર મળે છે જેમના સર્જનની વિશેષતા સૂચવે છે.

 

  ૧૯૩૭ માં સુધા નામની પુત્રી જન્મે છે. તેમનાં જીવન પર શ્રી અરવિંદનો ખુબ પ્રભાવ હતો. એમના દર્શન માટે તેઓ બે વાર પોંડીચેરી જાય છે અને ૧૯૪૫ માં તેઓ સહપરિવાર કાયમી નિવાસ અર્થે પોંડીચેરી જાય છે.

 

 

 તેમનાં ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ પણ કરે છે. કિશોર અવસ્થામાં ખુબ મસ્તી- તોફાન પણ કર્યા હતા. પિતાનો લુહારનો ધંધો હોવાથી નવરાસના સમયે એમણે લોઢા સાથે પણ કામ કર્યું છે. આમ ગામના એક વ્યક્તિ અભ્યાસ કરીને સાહિત્યકાર બને છે અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર કવિ બની જાય છે. એમના જીવનને ઘડવામાં નીચેના પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

 સુંદરમના સાહિત્ય સર્જનને ઘડનારા પરિબળોસુંદરમના જીવનને ઘડનારા પરિબળો:-

 

 

. ગામના ભક્તિમય વાતાવરણનો સ્પર્શ:-

 

  સુંદરમનું બાળપણ ગામડામાં વીત્યું હતું. તે વખતે એમના ગામમાં ભક્તિમય વાતાવરણ હતું. એ વાતાવરણનો સ્પર્શ એમને થયેલો. છાત્રાલયમાં પાંચ વર્ષ ભણ્યા હતા. તે દરમિયાન દેવ- દેવીઓના ચિત્રો બનાવી છાત્રાલયમાં જ નાનકડું મંદિર બનાવીને ભક્તિ કરતા. એકવાર શરદ પૂનમની રાત્રે અગરબત્તી સળગાવીને દૂધ પોવા ખાવા બહાર ગયા તે દરમિયાન અગરબત્તીના અગ્નિથી બધા દેવોની સબીઓ ભષ્મ થઇ ગઈ ત્યાં મારો ભક્તિયોગ પૂરો થયો એમ સુન્દરમે નોંધ્યું છે.

 

 નાનપણમાં પામેલા આ ભક્તિમય વાતાવરણનો સ્પર્શ એમના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે. એમની પાસેથી પ્રભુ ભક્તિના જે કાવ્યો મળ્યા છે એમાં ભક્તિમય વાતાવરણનો સ્પર્શ જોવા મળે છે.

 

 

. વિશાળ વાંચન:-

 

 સુંદરમના વિકાસના દિવસોમાં તેમની પાસે હથિયારો રૂપે લુહારના સાધનો હતા અને બીજી હતી એમના અભ્યાસની ચોપડીઓ. માતર ગામની લાઈબ્રેરીમાંથી એમણે પુસ્તકો મેળવ્યા હતા. બાળપણથી જ નવા પુસ્તકોનું દર્શન અને નવા પુસ્તકો મેળવવાનું એમણે ખુબ ગમતું. લેખકનો બાળ મિત્ર તાલુકામાંથી પુસ્તકો લાવતા. એમાં ‘ગજરા મારું, ‘સબેવત, ‘સાવડીમાં જેવી ચોપડી કવિ સુંદરમ દીવા દ્વારા વાંચે છે. મિત્ર રાગ તાણીને દુહા લલકારતો ત્યારથી જ કવિએ સાહિત્ય સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. લખાણ અને બોલાતા શબ્દની શક્તિ, સુંદરતા, મધુરતા તેઓ વિવિધ પ્રસંગો આત્મસાત કરતા જાતા હતાં. પોતાની આસપાસ ગવાતાં મરણના અન્ય ગીત, ગામના મંદિરનાં ભજનો અને બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારાતી પંક્તિઓ એમણે પોસે છે.

 

  આમોદમાં ભણવા જતાં પુસ્તકોની દુનિયા ભૂલી જાય છે. ૧૯૨૦ થી ૨૫ દરમિયાન શ્રીમદ્ ભાગવદ, સરસ્વતીચંદ્ર, કલાપીના કાવ્ય, કાવ્ય દોહનનું રસપ્રદ એમણે કરી લીધું હતું. વિદ્યાપીઠમાં ગયા પછી વાંચનની અનુકૂળતા વધી. મુનશીની નવલકથાઓ, અંગ્રેજી નવલકથાઓ, રામાયણ, મહાભારત, અંગ્રેજી લેખકોના પુસ્તકોનું એમણે વાંચન કરી લીધું હતું. આ પુસ્તકોનો પ્રભાવ પણ સુંદરમના સર્જન વ્યક્તિત્વને ઘડવામાં મોટો ભાગ ભજવે છે.

 

 

. વિદ્વાન શિક્ષકોનો લાભ:-

 

  શ્રી સુંદરમના જીવનમાં અને એના સર્જન વ્યક્તિત્વને ઘડવામાં શિક્ષકો અને વિદ્વાન સાહિત્યકારનો પણ પ્રભાવ રહ્યો છે.

 

 શાળાના આચાર્ય છોટુભાઈ પુરાણીનો પણ પ્રભાવ તેમનાં પર છે. તેજસ્વી વિદ્યાર્થી હોવાના કારણે શિક્ષકોની આર્થિક મદદને કારણે તેઓને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મળી શક્યો. વિદ્યાપીઠમાં આચાર્ય ગીદવાની, આચાર્ય કૃપાલાની, કાકાસાહેબ જેવા આચાર્ય તથા રામનારાયણ પાઠક, રસિકલાલ, રામચન્દ્ર આઠવલે, નરહરિ પરિઘ જેવા વિદ્વાન શિક્ષકોનો લાભ મળ્યો. બ.ક.ઠાકોર, કેશવ, હર્ષદ, ધ્રુવ તથા આનંદ શંકર ધ્રુવ જેવા સાક્ષાત વિદ્વાનોના દર્શન વિદ્યાપીઠના અભ્યાસ દરમ્યાન થવા પામેલા જેના પ્રભાવ પર એમના સાહિત્ય સર્જન પર રહેલો છે.

 

 

. સત્યાગ્રહના આંદોલનનો પ્રભાવ:-

 

  શ્રી સુંદરમ ઉપર સત્યાગ્રહના આંદોલનનો પ્રભાવ વિશેષ રહ્યો છે. આંદોલનની અસર હેઠળ તેઓ ૧૯૨૦ની અંદર જોડાય છે. પરદેશી ચીજોની બીજી પોતાની પ્રિય એવી કાળી બેંગ્લોરી ટોપી હોમી દીધેલી. પંડિત ઓમકારનાથના વંદે માતરમના ગાનની ઊંડી અસર થયેલી. બારડોલીના સત્યાગ્રહની આબોહવામાં પણ તેઓ આવ્યાં હતા. ૧૯૩૪ સુધી તેઓ ગાંધીજીએ ચલાવેલા સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક તરીકે પણ અનુભવ લે છે આ દરમ્યાન બે વખત જેલવાસ પણ ભોગવેલો. જેલમાં એમણે ઉમાશંકર જોશી સાથે પરિચય થાય છે. બંને સાથે હતા તે દરમ્યાન કાવ્યમંગલા અને ‘કોયા ભગતની કડવી વાણી ના કેટલાંક કાવ્ય રચેલા હતા.

 

 

૧૯૩૪માં તેઓ ફરી પાછા અમદાવાદ આવે છે વિદ્યાપીઠમાં રામનારાયણ પાઠકથી છંદનો વધુ અભ્યાસ કરે છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની તરીકેની કામગિરી પૂરી કરીને તેઓ ફરી પાછા સાહિત્ય ક્ષેત્રે સક્રિય બને છે.

 

 

. શ્રી અરવિંદનો પ્રભાવ:-

 

  ઈ.સ. ૧૯૩૫માં સુંદરમ દક્ષિણ ભારતનો પ્રવાસ કરે છે આ પ્રવાસ એમણે જીવનની બીજી દિશા ખોલી નાખે છે. પોંડીચેરી આશ્રમની મુલાકાત દરમ્યાન શ્રી અરવિંદના સંપર્કમાં આવે છે. સુંદરમને શ્રી અરવિંદના જીવન કાર્ય વિશે અનેક પ્રશ્નો અને જીજ્ઞાસા હતી. રાષ્ટ્રના સળગતા પ્રશ્નોમાં શ્રી અરવિંદની પ્રવૃત્તિ કેવો ભાગ ભજવી શકે એમ છે? એ પ્રશ્નનું સમાધાન એમણે પોન્ડિચેરીમાં મળે છે. ૧૯૪૦માં પોંડીચેરીમાં શ્રી અરવિંદના દર્શન કરે છે. ૧૯૪૫માં કુટુંબ સાથે પોંડીચેરીમાં આશ્રમમાં કાયમી નિવાસ કરે છે તે પછી યોગ દ્વારા સધાતી અનુભૂતિ એમની કવિતાનો વિષય બનતી ગઈ અને તેમની કવિતાઓ પણ બદલાતી ગઈ અને એનું પ્રતિબિંબ પણ ‘યાત્રા કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે.

 

  સુંદરમના સર્જક વ્યક્તિત્વ પર નર્મદા નદીનો પ્રભાવ પણ રહ્યો છે જેનું દર્શન આપણે પ્રકૃતિ કાવ્યમાં જોઈ શકીએ છીએ.

 

 

  ઉપરના બધા પરિબળો સર્જકના વ્યક્તિત્વને ઘડવાને મહામૂલક ફાળો આપ્યો છે. જેનાથી સુંદરમ સારો સર્જક બની શક્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ