Recents in Beach

ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વ્યાખ્યા તથા લક્ષણો/નવલિકાની લાક્ષણીકતાઓ /tunki vaartanu svarup lakshno

  

  ‘વાર્તા’ પ્રાચીન અને સર્વકાલીન છે, પણ ‘ટૂંકીવાર્તા’ કે ‘નવલિકા’ એ અર્વાચીન ને આધુનિક, અન્ય સ્વરૂપોની અપેક્ષાએ મોડું કે પાછળથી ઉદ્ભવેલ ટૂંકું કથાત્મક સાહિત્ય સ્વરૂપ છે. કેટલાક વાર્તાને ભારતીય પરંપરાને સ્વરૂપ ગણવા મથે છે તો તેના મૂળ ‘પંચતંત્ર’ની વાર્તાઓ જેવી સંસ્કૃત વાર્તાઓમાં શોધે છે. પણ એ શોધ મિથ્યા છે. કારણ કે ટૂંકીવાર્તા એ સંપૂર્ણ પાશ્ચાત્ય સાહિત્ય સ્વરૂપ છે.


*ટૂંકીવાર્તા: ઉદ્ભવ-વિકાસ:-

    યુરોપમાં પણ ટૂંકીવાર્તાના મૂળ પ્રાચીન કથાત્મક કૃતિઓમાં શોધવાના પ્રયત્ન થયા છે. પ્રાચીન ગ્રીક સંવાદો, રોમના પ્રાચીન ‘રોમાન્સ’ પુનઃજાગૃતિ યુગની ધૂર્ત કથાઓ, સાહસકથાઓ અને પશુ-પંખીની વાર્તાઓ-કથાઓ, ઈશપની બોધકથાઓ જેવી વાર્તાકૃતિઓમાં વાર્તાતત્વ અવશ્ય છે પણ તેમાંના દેવીતત્વ, અદ્ભુત ચમત્કારો, કલ્પના વિલાસ વર્ણન વગેરે અર્વાચીન વાર્તાના લક્ષણો નથી. જૂની વાર્તા પરંપરા છે. તેથી ટૂંકીવાર્તા એ પશ્ચિમમાં સર્જાયેલી પણ અર્વાચીન ને આધુનિક સ્વરૂપ છે. તેનું અનુસંધાન પ્રાચીન વાર્તાકૃતિઓ સાથે નથી.


   ટૂંકીવાર્તા એ ૧૯મી સદીમાં અમેરિકામાં શરુ થયેલું સાહિત્યસવરૂપ છે. ભારતમાં ૨૦મી સદીમાં રવીન્દ્રનાથ ટાગોર ટૂંકીવાર્તાના સર્જક તરીકે પ્રદાન કરે છે ને ગુજરાતમાં તો ૨૦મી સદીની પહેલી ૨૫સી પછી વાર્તા આરંભાઈ છે.


   ટૂંકીવાર્તાનું સ્વરૂપ અમેરિકામાં સૌપ્રથમ ઘડાયું, તેમાં માનવ હેયાની કોમળ લાગણીઓ હાસ્ય-કટાક્ષ, જન-માનસ, ભાવનાઓના સમિશ્રણમાંથી વાર્તાનો પીંડ ઘડાયો. તેણે કથન-વર્ણન ને સંવાદથી કામ લીધું. ભારતના ટાગોર પણ વિશ્વ વાર્તાના વિકાસમાં સીમા-સ્તંભ રૂપ છે. ટાગોરની વાર્તાઓએ ભારતીય ભાષાઓને ટૂંકીવાર્તા તરફ વાળી. એમ ૨૦મી સદીમાં ટૂંકીવાર્તાના સાર્વજનિક રસનો વિષય બન્યો અને તેનું કલાત્મક રૂપ પ્રગટ થયું.


   નવલિકા એ નવલકથાના અનુસંધાનમાં પ્રગટેલું ને લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે. નવલિકાને નવલકથાની લોકપ્રિયતાનો લાભ મળ્યો. ઝડપી જમાનામાં નવલકથા વાંચવાનો સમય ક્યાંથી કાઢવો? ટૂંકીવાર્તા એકીબેઠા કે અડધા-એક કલાકમાં વંચાય જાય, ને પાછી વળી અન્ય સામાયિકોમાં સરળતાથી ઉપલબ્ધ થાય. એથી ભણેલા લોકો ટૂંકીવાર્તાના બંધાણી રસિયા થયા, એમ ટૂંકીવાર્તા નવલકથાનું વિકલ્પ બન્યું, જેમને વાર્તારસની ભૂખ છે એવા રસિક વાંચકોને સંતોષી રહી અને લોકપ્રિય ટૂંકું વાર્તા સ્વરૂપ બન્યું. સાહિત્ય સ્વરૂપોમાં અનોખું સ્થાન પામ્યું.*ટૂંકીવાર્તાની વ્યાખ્યા:-


   ટૂંકી વાર્તાની આરંભની વ્યાખ્યાઓ તેના ટુંકાણને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. 

  એડગર કહે છે- ‘ અડધા કલાકથી માંડીને એક-બે કલાકમાં વાંચી રહેવાય તેવી વાર્તાને ટૂંકી વાર્તા કહેવાય.’

  એચ.જી.વેલ્સ કહે છે- ‘ટૂંકી વાર્તા એક કલાકથી ઓછા સમયમાં વાંચી શકાય એવી હોવી જોઈએ.’

  હડસને કહ્યું છે તેમ- ‘ટૂંકી વાર્તા એકી બેઠકે વાંચી શકાય એવી હોવી જોઈએ.’


   આ ત્રણેય વાખ્યાઓ ટૂંકી વાર્તાના વાચનનો ટૂંકો સમય સૂચવે છે. પણ વાંચન સમયની સંક્ષિપ્તતાની દ્રષ્ટિએ વ્યાખ્યા કરવી એ અ-શાસ્ત્રીય છે.


   ટૂંકી વાર્તાની આકૃતિની દ્રષ્ટિએ તેના કદના ટૂંકાપણની વ્યાખ્યા થઇ છે. પરંતુ ટૂંકી વાર્તાનું કદ કેટલું હોવું જોઈએ તો કહે ‘આંઠ –દસ હજાર શબ્દોથી વધુ શબ્દો નાં આવા જોઈએ.’ હવે તો આ લાંબી વાર્તા કહેવાય. હવે તો એક પાનાની, એક કોલમની ટૂંકી વાર્તા હોય છે.


  નવલિકાની સંક્ષિપ્તતા અને તેની અનુભૂતિની અને અભિવ્યક્તિની સંક્ષિપ્તતા છે.


  આર.એલ.સ્ટી.

   ટૂંકી વાર્તાના વસ્તુ સંદર્ભને વ્યાખ્યા કરે છે. ટૂંકીવાર્તા એ સમગ્ર જીવનનો નિરૂપણથી પણ તેના કોઈ અંશનો સરળ આલેખન છે.” ટૂંકી વાર્તા જીવનના એ પ્રસંગ, એક પરિસ્થિતિ કે એક અનુભૂતિ સમગ્ર દ્રષ્ટિ અને અખંડ છાપ પાડે તેવી નાટ્યાત્મક રજૂઆત છે.


  ટૂંકીવાર્તાની શ્રી મુન્શીએ “અર્વાચીન સાહિત્યનો અપૂર્વ પુષ્પો” તરીકે ઓળખાવી છે. ટૂંકી વાર્તાના મૂળ માનવ જીવનના રસ અને આસપાસના જગતની અંતરનો અને બહિભુંર્ગ એમ બંને પ્રકારની વૃતીઓના રસમાં છે. ટૂંકી વાર્તાનું માનવ સંવેદના સાથેના દોઢ સેકું છે. અને એટલે જ સારું કોઈને પોતીકી લાગે છે. 


   ટૂંકી વાર્તાને આપણે અંગ્રેજીમાં Short Story એમ કહીએ છીએ.


  ગુજરાતી ટૂંકીવાર્તાને લેખક ધૂમકેતુએ ‘તણખો’ કહી છે. “જે વીજળીના ચમકારા પેઠે એક દ્રષ્ટિ બિંદુ રજુ કરતા શોસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લક્ષ વિના અંગુલી નિર્દેશક કરીને સુતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા.” નવલકથા જે કહેવાનું હોય તે કહી નાખે છે. ટૂંકીવાર્તા કલ્પના અને લાગણીઓને જગાડીને જે કહેવાનું હોય તેના માત્ર ધ્વનિ જ તણખો મુકે છે.


   બ.ક.ઠાકોર ટૂંકી વાર્તાની વ્યાખ્યા આપતા કહે છે:-“એક પલાઠીએ વાંચી લેવાય તે નવલિકા.”


   વાર્તાકાર દ્વિરેફ-રા.વી.પાઠક કહે છે:- “ટૂંકીવાર્તા જીવનના કોઇ રહસ્યને ઓછામાં ઓછા શબ્દોમાં નિરુપિત કરે છે તે ટૂંકી વાર્તા ઉપરાંત ટૂંકીવાર્તાની નદીના પુરના પ્રવાહમાં સીધી લીટીમાં નદીપાર કરતા વાઘની ગતિ સાથે સરખાવે છે. આ સાથે એમ પણ કહે છે. “ટૂંકીવાર્તા લાઘવ અને કરકસરનું સ્વરૂપ છે.” ટૂંકીવાર્તાનાં નિર્માણમાં લેખકની અનુભૂતિએ મુખ્ય સામગ્રી ગણાય. આ અનુભૂતિમાં જીવનના કોઈ હાસ્ય, કોઈ ચમત્કાર હોય છે, એને પ્રગટ કરી વાર્તાકાર આખા જીવન પર અજવાળું પાથરી દે છે.


   શ્રી ઉમાશંકર જોશીએ વાર્તાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે – “ટૂંકીવાર્તા એ લેખકની વિશિષ્ટ ભાવ પરીસ્થીતીએ કથ્યવૃતાંતની મદદથી લીધેલો કલાઘાટ.” આ વ્યાખ્યામાં કલાઘાટનો મુદ્દો મહત્વનો છે.


   કથ્યવૃતાંત એટલે કહેવાની રીત સવીધાન.


   કલાઘાટ એટલે તેયાર થયેલી વાર્તાની આકૃતિ એનો કલાદેહ રૂપરંગ આખરે પ્રક્રિયાને અંતે નીપજી આવેલા આકારનો કલાદેહનો મહત્વ. ઉમાશંકર જોશી ટૂંકીવાર્તાને-“અનુભુતીકરણ” કહે છે, એટલે કે અનુભૂતિની સંક્ષિપ્તતાપર ભાર મુકે છે તો ચુનીલાલ મડિયા ટૂંકીવાર્તાની સંદર્ભમાં નોંધ્યું છે કે – સાચી વાત એ છે કે નિયમો વડે વાર્તા લખાતી નથી. પણ લખાયેલી વાર્તાઓમાંથી નિયમો ઉભા થાય છે. તેથી જ ટૂંકી વાર્તા માટે નિયમ સ્થાપીએ તો સવા લાખ થાપવા પડે એવી પરિસ્થિતિ છે.” એમના માટે ટૂંકીવાર્તા એટલે ‘ક્ષણધનીલીલા’ એમ કહી સંક્ષિપ્ત પરિમાણ પર ભાર મુકીએ છે.


 ડૉ. સુરેશ જોશીએ નોધ્યું છે કે – “ટૂંકીવાર્તાની વ્યાખ્યા બાંધવાના અનેક પ્રયત્ન થયા છે. એનો ક્રમિક વિકાસ પણ આલેખ્યો છે. પણ આમ છતાં ટૂંકીવાર્તાને ઓળખવા ટૂંકી વાર્તા પાસે જવું એ જ વધુ અનુકુળ ઉપાય છે. 


   આધુનિક વાર્તાના સર્જક સુરેશ જોશીના મતે વાર્તા એટલે કે- “નિજાનંદની લીલા” ટૂંકીવાર્તામાં ઘટના હાસ કે ઘટનાનું તિરોધાન નીજાનંદનો ધ્યેય એબ્સર્ડ અને ફેન્ટસીમાં રહેલા જીવનના સત્યને પ્રગટ કરવાની અભિશા ભાષાશેલીના અપેક્ષિત છે.


    આમ ટૂંકીવાર્તા એટલે જીવનના નાનકડા અંશકી અનુભૂતિ એક લક્ષ્યતાથી પ્રભાવ કરી તે કલાત્મક રીતે અનુભૂતિ સાથે અભિવ્યક્તિની એકાગ્રતાથી રજુ કરતું લઘુ કથાત્મક ગદ્ય સ્વરૂપ ટૂંકીવાર્તા લક્ષ્યવિધિ કલાસાધના છે. ધ્વનીને સંકેતની કલા છે.


   ટૂંકીવાર્તાના જીવનના નાનકડા ખંડને અનુભૂતિકણને કથાત્મક કલાત્મક સ્વરૂપે અત્યંત પ્રભાવક રીતે આલેખે છે. એના અંતના તત્વરૂપ અનુભૂતિ કદે નાની કે ટૂંકી છે અને તે એક ઘટનાત્મક અનુભૂતિ છે. તેથી વાર્તા બને છે. નાનકડી ઘટનાત્મક અનુભૂતિ એવી છે કે વીજળીની કે તીરની જેમ ચિતને સચોટ સ્પર્શે છે. ચિત્તમાં એક તણખો કે એક ચિનગારી મૂકી જાય છે ને સંવેદનોની પરંપરા- વલયલીલા ચાલ્યા કરે છે. એવી રીતે વાર્તા પૂરી થાય છે કે અંતનો ડંખ ક્યાય સુધી સતાવ્યા કરે છે. વાર્તા પૂરી થયા પછી ભાવકના ચિતમાં વાર્તા શરુ થાય છે. ટૂંકીવાર્તા પોતે ટૂંકી છે, પણ તેની આગળ એક જીવન ધબકે છે અને પાછળ પણ એક હ્રદય ધબકે છે. એ માત્ર ‘ક્ષણાધની લીલા’ તો વાર્તામાં છે. આજુબાજુ તો આખો ભવ સાગર ઉછળે છે. પણ વાર્તા બિંદુમાં સિંધુનું, પાંદડીમાં ઉપવનનું દર્શન કરાવે છે, ટૂંકીવાર્તા ધ્વનિની કે પ્રતીકની કળા છે. એ પ્રસંગો, ઊર્મિકાવ્ય છે. તેનો એક ક્ષણનો અનુભૂતિ કણ પણ કથાત્મક છે. ભલે ઘટના જેવી ઘટના ન હોય. ટુંકીવાર્તા ટૂંકી કથાત્મક ઘટના કે મનોઘટના વિના સર્જાતી નથી.


મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


*ટૂંકીવાર્તાનાં લક્ષણો/ઘટકતત્વો/લાક્ષણીકતા:-


   ટૂંકીવાર્તાના મુખ્ય અંગો કે ઘટકો ત્રણ છે.

(૧) કથાનક-ઘટના

(૨) ચરિત્ર-પાત્રાલેખન 

(૩) પરિવેશ-સ્થળ,કાળ,વાતાવરણ 

  ગોણ ઘટક તત્વોમાં 

(૧)રચના પદ્ધતિ

(૨) કથોપકથન કે સંવાદ 

(૩) શીર્ષક 

(૪) રસનિષ્પતિ 

(૫) ઉપદેશ 

(૬) આરંભ અને અંત 

(૭) ભાષાશેલી 


   આ તત્વો અન્ય સ્વરૂપોમાં પણ હોય છે, પણ ટૂંકીવાર્તામાં વિશિષ્ટ સ્વરૂપ છે. આ બધા ઘટક તત્વોના સરળતાથી તુંન્કીવાર્તાની આકૃતિ સિદ્ધ થતી નથી. વળી ઘટક તત્વોની વિભાવના પણ કૃતિએ કૃતિએ બદલાય છે. એટલે ઘટક તત્વોની ચર્ચા કૃતિના સંદર્ભમાં જ થઇ શકે. સુરેશ જોશી કહે છે તેમ ‘કોઈ પણ વાર્તાને એની રચનાથી સમજી શકાય.’ ટૂંકીવાર્તામાં ઘટના, પાત્રો, વાતાવરણ, સંવાદો, સંઘર્ષો, ગર્ભિત ક્ષણ આ બધા જ લક્ષણો જોવા મળે છે. છતાં પણ બે કૃતિમાં તે કદી સરખા હોતા નથી.


૧) ઘટના:-


    ઘટના ટૂંકીવાર્તાનું સૌથી આવશ્યક અંગ છે. ઘટના નહિ તો ટૂંકીવાર્તા નહિ. ઘટનાને સ્વીકાર્યા પછી ઘટના સ્થૂળ હોય કે ઘટના કુદરતી હોય કે માનવસર્જિત, સાચી હોય કે કાલ્પનિક, વળી તેમાં મનુષ્યના આંતર મનની વાત હોય કે બાહ્ય મનની વાત પણ હોય. રા.વી.પાઠકે વાર્તામાં ઘટનાને શરીરના હાડપિંજર સાથે સરખાવી છે. એ વગર તો પીંડ જ ન બંધાઈ. કહેવાનો અર્થ એ છે કે ઘટના સ્થૂળ હોય કે મનો વ્યાપારરૂપ હોય પણ એ કોઈ ને કોઈ રૂપે દેખાય જ. મનોવેપાર પણ મનુષ્ય ચિતનું આંતર સંકલન હોય કે ક્રિયા કે ઘટના જ છે. વાર્તાકારે વાર્તાના મધ્ય બિંદુ તરફ ચિતને દોરી જવા માટે ઓછામાં ઓછા (ખપ પૂરતા) બનાવને પસંદ કરવા જોઈએ. ઘટનામાં બનાવ ભલે સુંદર હોય પણ તે વાર્તાને પુષ્ટ કરવામાં મદદરૂપ ન બને તો છોડી દેવા જોઈએ. રશિયન વાર્તાકાર યેન યોગ્ય જ કહે છે- “જે કોઈ વસ્તુને વાર્તા સાથે સબંધ ન હોય તેને નિષ્ઠુર બનીને ફેકી દેવી જોઈએ. જો વાર્તાના પહેલા પ્રકરણમાં તમે એમ કહો કે દીવાલ પર બંદુક લટકતી હતી તો ત્રીજા પ્રકરણમાં બંદુક ફૂટવી જોઈએ.”


   ટૂંકીવાર્તાની ઘટના એક જીવતા અણુ સમી છે. તેના ગર્ભમાં વિસ્તૃતનું અલ્પમાં સૂચન થતું હોય છે. ડૉ.સુરેશ જોશી એને માટે કહે છે, ‘બીજાની કલામાં જ પૂર્ણિમાનું ઈંગિત રહ્યું જ હોય છે.’


   ટૂંકીવાર્તા વ્યવહારના જડ, ટૂંકા અને સુનિશ્ચિત અર્થ આપી અટકતી નથી. પણ એક વિશાળ પરીપ્રેક્ષની પોતાના ગર્ભમાં જ સમાવતી હોય છે. નાની જણાતી અમુક ઘટના પણ અમુક સંદર્ભમાં મહત્વની બને છે. ટૂંકીવાર્તામાં ક્રમનું અને વ્યવસ્થાનું મહત્વ હોય છે. સર્જકને અભિપ્રેત રહસ્ય બિંદુએ પહોંચવા પાત્ર અને પ્રસંગ વચ્ચેના ઓચિત્યનો ખ્યાલ સર્જકે રાખવાનો હોય છે. આમ ઘટના ટૂંકીવાર્તાનું બહુ ચર્ચિત સૌથી વ્યાપક ઘટક તત્વની પહેલા જેટલી પ્રતિષ્ઠા કરતાં નથી. વ્યંજના, પ્રતિક કે પ્રતિરૂપોનો લાભ ઉઠાવે છે.


૨) પાત્રાલેખન :-


    માધ્યમ તરીકે ગદ્યને પ્રયોજતી ટૂંકીવાર્તા ગદ્યને કારણે માનવ સંદર્ભને વિગતોને સાથે લઇ આવતી હોય છે. અને આ માનવ સંદર્ભની રચના પાત્ર વડે શક્ય બને છે. ટૂંકીવાર્તામાં પાત્રો આપણા જેવા હોય એ જરૂરી નથી પરંતુ પાત્રો પ્રતીતિકર અને સુસંવાદી હોવા જ જોઈએ. એટલે વાસ્તવિક જીવનમાં આપણા જેવા પાત્રોની અપેક્ષા રાખીએ છીએ. તેમાં જ એના પાત્રો વડે પુરાય છે. 


    ટૂંકીવાર્તા જેવા લઘુ અને કલામયી સ્વરૂપમાં પાત્રનું નિરૂપણ એ તેના સર્જક પાસે ઘટના નિરૂપણ જેટલા જ આવડત અને સંયમ માંગી લે છે. વાર્તામાં મુખ્ય નાયક કે નાયિકા અને બીજા ગોણ પાત્રો પેલા પ્રદાન પાત્રની બળ પૂરું પાડવાના સાધનરૂપ હોય છે. ટૂંકીવાર્તામાં પાત્ર અને વ્યક્તિત્વયુક્ત જોઈએ છે. પાત્ર જાતિગત કે વ્યક્તિચિત્ર હોય પણ જીવનતત્વ તો જોઈએ. રા.વી.પાઠકની “ખેંમી’ વાર્તામાં ખેમીનું પાત્ર વ્યક્તિચિત્ર ગણાય છે. જ્યારે ‘સરકારી નોકરીની સફળતાનો જોધા વાર્તામાની સતીનું પાત્ર જાતીપાત્ર છે.


    ટૂંકીવાર્તામાં મનુષ્યપાત્રની જેની મનુષ્યેતર પાત્ર પણ હોય શકે. ક્યારેક વાર્તાકાર માણસની લાગણીઓને કે વૃતીઓના નિરૂપણ માટે કોઈ પ્રાણીને પાત્ર તરીકે પ્રયોજે છે. દા.ત.- સુંદરમની વાર્તા ‘કુતરા’, મડીયાની વાર્તા ‘કમાઉ દીકરો’, જયંત ખત્રીની ‘હિરોકૂટ’વાર્તા તેના દ્રષ્ટાંતો છે.


   મુખ્ય પાત્રોનો સચોટ રીતે ઉપસાવવા માટે ક્યારેક વાર્તાકાર વિરોધ પાત્રોનું દર્શન કરાવી કે પાત્રને વિષય કે વિકાસ પરિસ્થિતિમાં મુકીને મુખ્યપાત્રોનો રેખાંકન કરે છે.


   આધુનિક ટૂંકીવાર્તામાં ઓછામાં ઓછા પાત્રોથી ચલાવી લેવાનું અને બાહ્ય ઘટનાઓ કરતા ચેતસિક ક્રિયા સંવેગો, આઘાત, પ્રત્યાઘાતો આલેખવાનું ટૂંકી વાર્તાનો વલણ રહ્યું છે. ‘હું’ને પાત્રમાં રાખી લખાતી વાર્તાઓ વધારે મળે છે એ સ્વભાવિક છે. ‘હું’ને મહત્વ અપાતા પાત્રોમાં અગત્યપણનું ભાવ ઉભો કરી શકાય છે.


૩) સંવાદકલા:- 

    નવલિકામાં આવતા સંવાદો પાત્રના વ્યક્તિત્વને પ્રગટ કરી આપે છે. ટૂંકીવાર્તામાં સંવાદો પાત્રોને અનુરૂપ અને પ્રસંગોચિત રચવા જોઈએ. ધારદાર અને તેજસ્વી સંવાદો નવલીકાને વધારે ચોટદાર બનાવે છે. સંવાદો ટૂંકા અને માર્મિક હોવા જોઈએ તો જ તે ચમત્કૃતિ ઉપસાવી શકે છે.


    ટૂંકીવાર્તામાં સંવાદનું મહત્વ સમજાવતા રમેશ શુક્લ કહે છે કે “સંવાદ ન હોય તો લેખકે પાત્રોનો પરિચય આપવા માટે લાંબા વર્ણનો કરવા પડે જે વાર્તા માટે ઇષ્ટ નથી. લાઘવની આપણા સંવાદ ને આક્ષેપ નિર્થક વિગતોને ટાળે છે. પાત્ર પાત્ર વચ્ચે થતો સંવાદ એમની સહજ અભિવ્યક્તિ બની રહેવા ઘટે.”


   જે સ્તર સમાજ કે વાતાવરણમાંથી પાત્ર આવતા હોય એ એમાં પ્રતિબિંબીત થવું જોઈએ. એમની જ બોલચાલની કે વ્યવહારની ભાષા હોય એ જ એમના સંવાદમાં વારક બની રહે એ જરૂરી છે. એમાં લેખકની ભાષા ક્યાંક ડોકાપ તો સંવાદ દુષણ બની જવી સંવાદનું બાહુલ્પ પણું વાર્તાની ગતિને થંભાવી ન દે તે જોવું જોઈએ.


    સંવાદમાં માંનોવેજ્ઞાનીક દ્રષ્ટિ અને નાટ્ય કોશલ્ય જોઈએ. શ્રી રા.વી.પાઠકની વાર્તા ‘ખેમી’નાં સંવાદો સાહજ્ક છતાં વ્યક્તિ પ્રતિક છે તો શ્રી ધૂમકેતુની વાર્તા ‘રજપૂતાણીના’ સંવાદો પાત્રોના મનોભાવને વ્યક્ત કરે છે, તો શ્રી ઉમાશંકર જોશીની નવલિકા ‘મારી ચંપાનોવર’નાં સંવાદો માંનોવેજ્ઞાનીક તત્વથી સભર છે તો ચન્દ્રકાન્ત બક્ષીની વાતો અફેરના સંવાદો ધારદાર છે.


   આધુનિક ટૂંકીવાર્તામાં સંવાદોનું પ્રમાણ ઓછું છે. કિશોર જાદવ કે ઘનશ્યામ દેસાઈની કેટલીક વાર્તાઓમાં સંવાદના નામે શૂન્ય જોવા મળે છે. તેમ છતાં પાત્રોના મનોચિત સંઘર્ષમાં એકોક્તિનો અનુભવ કરાવી જાય છે.૪) સ્થળ-કાળ/ વાતાવરણ:-


    ટૂંકીવાર્તામાં જે કોઈ પ્રસંગો બને છે તે અમુક સ્થળ- સમય કે પરિસ્થિતિમાં બનતા હોય છે. આ વાતાવરણ માનવીય કાર્યોની આસપાસ વિટળાયેલું હોય છે. તેથી સમાજના વિવિધ સ્તરો અને પાત્રના ચિત્તની અવસ્થાઓમાં વાતાવરણનો પ્રભાવ રહેવાનો જ છે. તેથી વાર્તામાં વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. તે નવલિકા વાતાવરણ પ્રધાન ગણાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ઉમાશંકર જોશીની નવલિકા શ્રાવણી મેળોમાં ઈડરના પ્રદેશમાં ભરાતા મેળાને રંગીન વાતાવરણ મુખ્યતત્વ છે. બધી જ વાર્તાઓમાં વાતાવરણ પ્રધાન નથી હોતું પણ વાતાવરણ વાર્તામાં આપોઆપ ઉપસતું જાય છે. ધૂમકેતુની વાર્તા રાજ્પુતાણીમાં મધ્ય્કાળનું વાતાવરણ સુભગતાથી આલેખાયેલું છે. જ્યારે શ્રીકાંત બક્ષી અને શ્રી શિવકુમાર જોશીની વાર્તાઓમાં કલકત્તાઓનું વિશિષ્ટ વાતાવરણ જોવા મળે છે.


  વાર્તાકાર પોતે જ વાતાવરણનું વાર્તામાં આલેખન કરવા માટે પુરેપુરો સભાન હોવો જોઈએ વાતાવરણ તાદ્રશ્ય અનુરૂપ પાત્રોચિત્ત, દેશકાળનું દર્શન અને સ્વભાવિક લાગવું જોઈએ. આ વાતાવરણ નિરૂપણમાં લેખકના વિશાળ અનુભવ અને તેની બહુશ્રુત તેનો ગુણ ખપમાં આવે છે. સ્થળ કાળના સંદર્ભમાં ભોતિક અને પરિસ્થિતિના સંદર્ભમાં પાત્ર ગત માનસિક એક બે પ્રકારના વાતાવરણનું નિરૂપણ થઇ શકે. વાતાવરણ સાંકેતિક હોય શકે પણ વિસ્તાર અપેક્ષિત નથી. હેમાંશી શેલતની વાર્તાઓમાં સ્થળ કાળના વર્ણન નહીવત હોય છે. જ્યારે પાત્રગત માનસિક વાતાવરણ તે ખડું કરી દે છે. 


૫) ભાષાશેલી:-


    ભાષા કે ગદ્ય ઘટનાને વ્યક્ત કરવાનું સાધન છે.

    શબ્દના સ્વામી બન્યા વિના નવલિકાકાર ન થઇ શકાય.

    શેલી જ સર્જક વ્યક્તિત્વની પરિચાયક એવી અનોખી ભાત તેના સર્જનમાં ઉપસાવે છે. 

    વાર્તાકારનું ગદ્ય ચોટદાર, જોમવાળું, સ્પષ્ટ અને સ્વભાવિક લાગવું જોઈએ.

    એડગર એલન ઓં એ ટૂંકીવાર્તાની Prosctale કહે છે ત્યારે પ્રોઝને ‘માનવ સંદર્ભયુક્ત ગદ્ય’ એમ કહે છે.


    વ્યવહારની ભાષામાં રૂઢ, જડ, નિષ્ક્રિય અને તાર્કિકપણું હોય છે. વાર્તાના સંકુલ ચિત્ત વેપારને વ્યક્ત કરવામાં તે મદદરૂપ થઇ શકતું નથી. ચોક્કસ પ્રયોજન સિદ્ધ કરવા મથતું હોય છે.


   ટૂંકીવાર્તામાં નીરુપાયેલી ઘટનાને વ્યંજનાપૂર્ણ બનવાનું કામ ગદ્ય વડે જ સંભવી શકે છે.


   ટૂંકીવાર્તાનાં સર્જકોની ભાષાશેલીમાં ‘ધુમકેતુંનીવાર્તાઓ’ ભાવના, લાગણીનો પ્રવાહ અને કાવ્યમયતા, દ્વિરેફ’ની વાર્તાઓમાં સંચયિકતા વૈવિધ્ય અને પ્રવાહિતતા, મેઘાણીની વાર્તાઓમાં વિશદતા, પારદર્શિતા, શબ્દવાળું તો પન્નાલાલ પટેલની વાર્તાઓમાં લોકબોલીના મૂળ-બળ ભાવ, અને સાદગી દ્રષ્ટિએ જડે છે.


   દરેક લેખકની શેલી આગવી હોય છે કોઈને તેની શેલી છોડવાનું કહી શકાય નહિ.


   ટૂંકીવાર્તાનાં સર્જકની ભાષા મુક્ત પણે વહેવી જોઈએ. શ્રી સુરેશ જોશી કહે છે- ‘હજુ આપણા ભાવોચ્છવાસ પૂરો શ્વાસ ગદ્યને થયો નથી. વ્યાકરણ સાશિત, પદવિન્યાસની ટેકણ લાકડીએ એક ખોળ્ગાતું ચાલે છે.’ શબ્દનો પ્રતીકાત્મક ઉપયોગ કરી લેખક ઘણું સિદ્ધ કરી શકે છે. ધ્વનિ, વ્યંજના, પ્રતિક, કલ્પન, પુરાકલ્પન આદિનો ઉપયોગ દરેક ભાષા પ્રસંગોપાત કરે છે.


૬) રસનિષ્પતિ:-


    કાવ્યની જેમ જ ટૂંકીવાર્તામાં પણ રસનિષ્પતી થઇ શકે છે. નવલિકામાં રસ સંક્રાંતિ સિદ્ધ થઇ શકે. ધૂમકેતુની વાર્તા ‘ભેયાદાદા’માં કરુણ રસ જ સર્વત્ર છે. જ્યારે રાજ્પુતાણી વાર્તામાં અદ્ભુત રસના દર્શન થાય છે. જેમાં ચમત્કાર અંધાર્યા ઓચિંતા તત્વ છે. શાંતરસ નવલિકામાં નીશિધ નથી પણ શાંતરસ નવલિકામાં નહિ પણ શાંતરસમાં નવલિકા રચવી અને રચાય તો તેનો આસ્વાદ કરવો મુશ્કેલ છે. સુન્દરમે ‘નાગરિકા’માં એવા પ્રયોગો કર્યા છે તેઓ વીભત્સ રસમાંથી શાંતરસ તરફ ગયા છે. શરદબાબુના ‘વિપ્રદાસ’જેવું કે મહાભારતના ‘ભીષ્મ’ જેવું પાત્ર વિરલ જ હોય.


૭) કથન કેન્દ્ર:-


      વાંચક ચિત્તમાં વાર્તાના નક્કર પ્રતિભાવને પ્રતિભા સર્જવી હોય તો વાર્તાકારે કથન કેન્દ્ર નક્કી કરવું જોઈએ. વાર્તાકાર નિર્દેશક બની કોઈ એક કેન્દ્ર ઉપર ઉભો રહી વાર્તાનું સંચાલન કરે છે. તે સર્જકની વિવેક બુદ્ધી પર આધાર છે. અનેક દ્રષ્ટિ બિન્દુઓમાથી સર્જક કોઈ એક દ્રષ્ટિ પણ પસંદ કરે છે. પ્રત્યેક દ્રષ્ટિબિંદુ એક અલગ સંપૂર્ણ ટૂંકીવાર્તાનાં સર્જનનું કારણ બની શકે. ટૂંકીવાર્તામાં વસ્તુનું નિરૂપણ વિવિધ પદ્ધતિએ થઇ શકે. વાર્તાને બીજા પુરુષમાં મુકીને કે પોતે જ પોતાને પાત્ર બનાવી હું’ દ્વરા એને રજુ કરે છે. આધુનિક વાર્તાઓમાં તો પાત્રની માનસિક ઘટનાઓમાં ‘હું’નો ઉપયોગ વધતો ગયો. વળી સર્વજ્ઞાના કથન કેન્દ્રમાં થયેલા પ્રથમ પુરુષ એક વચનમાં કથન કેન્દ્રથી થયેલું નિરૂપણ એ રીતે સફળ છે કે તેમાં જે પાત્રો ચેતસિક ગતિવિધિઓનું સીધું ‘Inriotvement’ છે. કેટલીકવાર માનવ પાત્રો સિવાય માનવેત્તર પાત્રોને કથન કેન્દ્ર બનાવાય છે. 

દા.ત.- જયંતી દલાલની ચુંદડીયા’ વાર્તામાં ભુરીયા કુતરા કે ‘મુકમ કરોતિ’ વાર્તામાં ગરુડના પાત્રો જોવા મળે છે.


૮) જીવન સમીક્ષા:-


     કવિતાની જેમ ટૂંકીવાર્તા પણ જીવન સમીક્ષા આપે છે. નાવલીકામાં જીવનનું કોઈ રહસ્ય વ્યક્ત થવું જોઈએ. ટૂંકીવાર્તામાં સત્યનો આવિષ્કાર સુંદર રૂપમાં થવો જોઈએ અને તેનું પરિણામ મંગલરૂપ હોવું જોઈએ. કેટલીકવાર લેખકની જીવન દ્રષ્ટિ અમુક ‘વાળ’, સમાજવાદ, ગાંધીવાદ, અસ્તિત્વવાદ, સામ્યવાદ, વગેરે વાદો ઘડાય છે તેથી સ્વભાવિક રીતે તેનો પ્રભાવ પડે છે. કોઈ વાદમાં બંધાયા વિના મુક્ત સત્યનો શોધક વાર્તાકાર બને તે ઇષ્ટ છે. વાર્તાકારે જીવન સમીક્ષા કરવાની છે એનો અર્થ એ નથી કે જ્યાં તક મળે ત્યાં ફિલસુફી થવાનું કે બધું વાક્યાર્થ મુકવાનું પરંતુ કંઇક વ્યંગ્યાર્થ પણ રહેવું જોઈએ. ધૂમકેતુ કે ઈશ્વર પેટલીકર જેવા સાહિત્યકારો પણ જીવન સમીક્ષાની વાક્યાર્થમાં મુક્યા વિના રહી શકતા નથી.૯) કાકુ-મર્મવચન-વ્યંગ્યમાં બોલવું તે- લાગણીના ઉશ્કેરાટથી અવાજમાં થતો ફેર:-


    કેટલાક વિદ્વાનો ટૂંકીવાર્તામાં કાકુ વચનને મહત્વનું અંગ ગણે છે. અન્ય સર્જનાત્મક સ્વરૂપોની જેમ ટૂંકીવાર્તામાં સાધ્યત પ્રવર્તતું તત્વ છે. વાર્તાકારનો કાકું, વાર્તાકારના અભિગમને અને તેની આંતરિક પૂર્વધારણાને વ્યક્ત કરે છે.


   આમ ઉપરોક્ત જેવા ટૂંકીવાર્તાના મુખ્યત્વે લક્ષણો જોવા મળે છે. આ શિવાય પણ કેટલાક બીજા લક્ષણો નવલિકાના પડે છે. જેવી જેની દ્રષ્ટિ એવા એવા લક્ષણો એમણે તારવી આપ્યા છે.

  ટ્રેજડીના ઘટકતત્વો એરીસ્ટોટલના સંદર્ભમાં સમજાવો.Click HerJoin WhatsApp Channel    

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈