Recents in Beach

અનુંઆધુનીકની સંજ્ઞા સપષ્ટ કરી એના સ્વરૂપ અને લક્ષણોની ચર્ચા કરો

 

અનુંઆધુનીકની સંજ્ઞા સપષ્ટ કરી એના સ્વરૂપ અને લક્ષણોની ચર્ચા કરો.

 અનુંઆધુનીક્તાની ભૂમિકા:-

    ૨૦મી સદીના છઠ્ઠા દાયકાને આખરમાં જાગેલું આધુનિકવાદનું આંદોલન આઠમાં દાયકાની આખરમ સુધી પહોંચતા ગણતરીના સર્જકો પુરતું સીમિત રહીને લગભગ લુપ્ત થઇ ગયું હતું.

    સુરેશ જોશીએ શરુ કરેલી આધુનિકતાની જીકરે તેમની હયાતીમાં જ પકડ ગુમાવી દીધી હતી અને નવી અનુંઆધુનીકધારા શરુ થઇ ગઈ હતી. આધુનિકતા એટલે એમ કહી શકાય કે જે ખેતરમાં મકાઈ ઉગતી હતી તે ખેતરમાં મકાનો ઉગવા માંડે તો સમજવું કે અનુંઆધુનીકતા શરુ થઇ ગઈ. આધુનિકતા લાંબા સમય ટકી શકે એમ નહિ. જેને કારણે આજે ૨૧મી સદીના પ્રથમ દાયકા દરમિયાન અનુંઆધુનીકધારા ધીમી ગતિએ વહી રહી છે.


   ૨૦મી સદી અને ૨૧મી સદીના દાયકાનો ગાળો દેશ અને દુનિયાના પ્રજા જીવનના ત્વરિત અને વ્યાપક પરિવર્તન લાવનારો નીવડ્યો છે. આ પરિવર્તને માનવ, સમાજ અને સંસ્કૃતિ પર ઘેરો પ્રત્યાઘાત પાડ્યા છે. ભારતીય પ્રજાને માટે તે એક તરફ રાજકીય ઉથલ પાથલ આર્થિક બહોલી અને સાંસ્કૃતિક કટોકટીનો અનુભવ કરાવતી કપરો કાળ બની રહ્યો. તો બીજી તરફ જ્ઞાન-વિજ્ઞાનના પ્રચંડ વિસ્ફોટનો સાક્ષી બન્યો. શાસકીય કટોકટી (ઈમરજન્સી) ઓપ્રેસન બ્લ્યુ સ્ટાર અને ઇન્દિરા ગાંધી તથા રાજીવ ગાંધીની હત્યા જેવી અસાધારણ આઘાત જનક ઘટનાઓ અને કોમી રમખાણો ભારતીય પ્રજાનું જીવન છિન્ન-ભિન્ન કરી નાખ્યું. રાજકીય અંધાધુંધી, અસલામતી અને કારમી મોંઘવારી વચ્ચે પ્રજા ભીસાતી રહી. તમામ પ્રકારના નેતિક મૂલ્યોનો હાસથતો રહ્યો. દુનિયાની વાત કરીએ તો સોવિયેત, રશિયા જેવા દેશ અનેક ઘટકોમાં વિઘટન પામીને સામ્યવાદનો અંચળો ફેકી દઈને લોકશાહી પ્રવાહમાં ભળી ગયો. બીજી તરફ વિકસિત દેશો વિકાસશીલ ગણાતા ત્રીજી દુનિયાના દેશોના ભોગે આર્થિક સમૃદ્ધી અને રાજકીય આધિપત્ય હાંસલ કરવાની કુટિલ નીતિ અખત્યાર કરી રહ્યા દેખાય છે. શાંતિની હિમાયતની સાથે સાથે શાંતિને ધુંધળાવનારી કુદી ચાલ જગતના ચોકમાં રમાતી ન હોય એમ લાગે છે. આંતકવાદ અને હિંસાખોરીનું જોર દિન પ્રતિદિન વધતું જાય છે. દ્વેષ, દંભ, અસત્ય, અસહિષ્ણુતા, અહંકાર, સ્વાર્થ અને છળકપટથી પ્રેરિત માનવ સંહાર લગભગ રોજનો ક્રમાં બની ગયો. ૨૦મી સદીના અંત તરફ નજર કરીએ તો સામાન્ય માનવીના માટે જીવન સંઘર્ષ વધુને વધુ તીવ્ર અને વિષમ બનતો દેખાય છે. આ પરિસ્થિતિમાં રાજકીય, આર્થિક, સામાજિક ક્ષેત્રમાં જ નહિ પણ ધર્મ, કલા, સાહિત્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન આડી તમામ ક્ષેત્રમાં નવા પરિબળોએ પ્રગટ થઇ આમૂલ પરિવર્તન આણ્યું.


    ભારતમાં ૯માં દાયકા દરમિયાન કોમી હુલ્લડ ઉપરાંત સંવર્ણ અને દલિતો વચ્ચેના સંઘર્ષ જોર પકડ્યો. સરકારી અને અર્ધ સરકારી સંસ્થામાં નોકરી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં પ્રવેશ માટે પછાત ગણાતા વર્ગો માટે અનામત જગ્યાઓ રાખવા અંગેની સરકાર નીતિ વર્ગ વિગ્રહનો ભડકો કર્યો. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક ઉપરાંત દિલ્લી અને ઉત્તરપ્રદેશમાં તેની જ્વાળાઓ ફેલાઈ. ગુજરાતમાં પહેલું અનામત આંદોલન ૧૯૮૧માં અને બીજું ૧૯૮૫માં. પહેલા કરતા બીજું વધારે ઉગ્ર હતું. તેના કારને તે વખતના મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું. આ આંદોલને દલિત ગણાયેલ સંવર્ણ પ્રત્યેનો રોષભાભુકાવ્યો. દલિત પેન્થરની પ્રવૃત્તિને એનાથી વેગ મળ્યો. મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં દલિત સાહિત્યની અભીવૃદ્ધીમાં આ ઘટના મહત્વનું પરિબળ બની રહી. ૨૧મી સદીના આરંભમાં(૨૦૦૨)માં ગુજરાતમાં કોમવાદ એટલો વીફર્યો કે ગોધરા, અમદાવાદ અને ગુજરાતના નાના ગામડા સુધી મોટા પાયા પર હિંસા ફેલાઈ અને દેશ-દુનિયામાં અહિંસાનો ધ્વજ ફરકાવનાર ગુજરાતને પ્રખર કોમવાદી પ્રજા તરીકેનું કલંક લાગ્યું. આ ભયંકર ખુનામારકીની અસર સાહિત્ય અને સાહિત્યકારો પર પડી.


અનુંઆધુનીક્તાના અર્થો:-

   તાજેતરના વર્ષોમાં ખાસ કરીને ૨૦મી સદીના છેલ્લા દાયકાથી શરુ કરીને આજ પર્યત અને હવે પછી આધુનીકથી જે કઈ નવું અને ભિન્ન છે. આધુનીકથી ભિન્ન એવા નવા વિકાસો થયા છે તેને અનુઆધુનિક કહેવાયા છે.

    આધુનિક સાંસ્કૃતિક પેદાશોને વિસ્થાપિત કરીને જે નવી સાંસ્કૃતિક પેદાશો સ્થાન લે છે તેને અનુંઆધુનીક કહેવામાં આવે છે. આ નવી સાંસ્કૃતિક પેદાશોને જેમરશન સાંસ્કૃતિક વર્ચસ્વ (Cultural Dominant) કહે છે. રીત્ઝર અને ગુડમેન કહે છે તેમ અનુંઆધુનીક શબ્દ નવા એતિહાસિક યુગ આરંભ નવી સાંસ્કૃતિક પેદાશો અને સમાજ જીવન અંગેના નવા પ્રકારના સિદ્ધાંતોના ઘડતરને આવરી લેતો શબ્દ છે. અનુંઆધુનીક્વાદ એક બળ ક્ષેત્ર છે. જેમાં તદન ભિન્ન અને નવા પ્રકારની સાંસ્કૃતિક પ્રેરણાઓ કે આવેગો તેમનો માર્ગ શોધી લે છે. આ રીતે અનુંઆધુનીક્વાદ એક નવું પદ્ધતિસરનું સાંસ્કૃતિક ધોરણ છે અને તે તદન નવા અનેકવિધ તત્વોનો બનેલો છે. સાંસ્કૃતિક વર્ચસ્વ તરીકે અનુંઆધુનીક સંસ્કૃતિ માનવ જીવનને નિયંત્રિત કરે છે.

    અનુંઆધુનીક્વાદનો વિષય અનેક વિધતા છે. તેની પદ્ધતિ નિરૂપણો વૃતાતો સિદ્ધાંતો અને સમગ્રની વિરુદ્ધ સંઘર્ષની છે અને તેનો કાર્યક્રમ પ્રતિકાર અને ટુકડે-ટુકડે પરિવર્તનો લાવવાનો છે. લિયોગાર્ડ અનુંઆધુનીક્વાદને એક વલણ મિજાજ અને ચળવળ તરીકે જુએ છે. આ ચળવળ સ્થાપિત જ્ઞાન સહીત સમાજ જીવનના તમામ ક્ષેત્રોને આવરી લે છે. અનુંઆધુનીક્વાદ સનાતન સત્યરૂપ સ્થાપિત જ્ઞાન, સિદ્ધાંતો, વ્યાખ્યાઓ અને પદ્ધતિને પડકારે છે.


    અનુંઆધુનીક સંજ્ઞા કલા અને સાહિત્યમાં વ્યાપેલા પ્રવાહને તેમજ જગત પ્રત્યેના સંપૂર્ણ બદલાયેલા અભિગમને નિર્દેશવા માટે જુદી જુદી રીતે વપરાતી આવી છે. નાવમાં દાયકાનો પ્રારંભથી સાંપ્રત સંસ્કૃતિ અંગેની ચર્ચામાં એની સૌથી વધારી દેખાવી દીધી છે. ઘણીવાર એ સાતમાં દાયકાથી વિકસિત મુડીવાદી સમાજોમાં પ્રવર્તતી સાંસ્કૃતિક સ્થિતિ માટે પણ પ્રયોજાયેલી છે. એટલે કે આ સંજ્ઞા ૨૦મી સદીના આત્યાંતિક આધુનીક્તાવાદ પછીના તબક્કાને સૂચવે છે. આ સંજ્ઞા જે સત્ય, તર્ક, ઓળખ કે વસ્તુ લક્ષીતા અંગેના કે જગતની સમજુતી આપતા મહાવૃતાંતો વિશેના પ્રશિષ્ટ ખ્યાલો અંગે શંકા સેવતો થયો છે. અનુંઆધુનીક્તાવાદ એ આધુનિકતા શેલી છે. અનુંઆધુનીક્તાવાદ એ આધુનીક્તાવાદના થયેલા કાર્ન્તીકારી વિરોધના સંદર્ભમાં જુએ છે. કેટલાક માને છે કે આ સંજ્ઞામાં સર્જકયુગ પછીનો નકારત્મક સંકેત છે, તો કેટલાક માને છે કે એમાં નકારાત્મક વિચાર સરણીઓને અતિક્રમી જવાની વિધેયક લાગણીનો સંકેત છે. કેટલાકને માટે એ આધુનીક્તાવાદને અનુસરતા યુગને નીર્દેશતી સંસ્કૃતિના ઇતિહાસની સંજ્ઞા છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અનુંઆધુનીક્તાવાદ એ પૂર્વના સાહિત્યિક આંદોલનોથી છેડો ફાડ્યો છે. અને ખાસ તો આધુનીક્તાવાદથી છેડો ફાડ્યો છે. પરંતુ એની પ્રણાલીને એની સામે જ પ્રયોજીને એની સામે સાતત્ય પણ રાખ્યું છે. સાથે સાથે તદન અલગ જીવનદ્રષ્ટિ કે જગત દ્રષ્ટિ રજુ કરીને એનાથી વિચ્છેદ પણ ઉભો કર્યો છે, કેટલાક અનુંઆધુનીક્વાદને વિકસતા જતા આધુનીક્તાવાદને એક તબક્કો માત્ર ગણે છે. કેટલાક કહે છે અનુંઆધુનીક જગતમાં વાસ્તવ અદ્રશ્ય થઇ ગયું છે એના ખાલીપાને એ સૂચવે છે.


   અનુંઆધુનીક્તાવાદનો અર્થ એ છે કે તમે ચોક્કસપણે આધુનિકતાને હજી પાછળ છોડી આવ્યા નથી. પણ એમાંથી તમે તમારો રસ્તો કોતર્યો છે. હજી પણ આધુનિકતાની મુદ્રા દ્રઢપણે અંકાયેલી છે. આધુનીક્તાવાદએ છે અને શું હોવું જોઈએના દ્વન્દ પર આધારિત છે. જ્યારે અનુંઆધુનીક્તાવાદ છે અને હેતુના સમાધાન પર આધારિત છે. કોઈ વળી Postmodernism’ સંજ્ઞાને Post modern Ism’ એ રીતે મુદ્રિત કરે છે. અહીં પુર્વેગ અને પ્રત્યેક બંને તરફ ધ્યાન ખેચવાનો પ્રયત્ન છે. Ism એવું સૂચવે છે કે અનુંઆધુનીક્તાવાદ એ અઆધુનીક્તાવાદ પછી જ આવ્યો છે. માત્ર આધુનિક આ modern પછીની Post એમ સૂચવે છે કે માત્ર એતિહાસિક વિલંબન નથી પણ અગાઉના આંદોલન સાથે સંતાપજન્ય સબંધ છે.


   આમ, અનુંઆધુનીકતા સંજ્ઞા એટલી બધી જુદી-જુદી રીતે પ્રયોજાયેલી છે કે એક્ષણે તો એક સંજ્ઞા અર્થહીન છે એવું થાય પણ વિવિધ અભિપ્રાયો જોતા લાગે છે કે અનુંઆધુનીક્તાવાદ સંજ્ઞાએ વર્તમાન તકતા પર ખાસી ચર્ચા જગાવી છે. અનુંઆધુનીક્તાવાદ ધૂંધળી સાગના Nebulous term છે. દરેક વ્યાખ્યાકાર અનુંઆધુનીક્તાવાદને પોતાની રીતે સમજે છે. અનુંઆધુનીક સંજ્ઞા આ સમગ્ર પરિસ્થિતિ કે ઘટના સંકુલ છે એવું ફલિત થાય છે.

   હિલસી મિલરે વિરાચનવાદ અંગે એમ ઉચ્ચારેલું કે એક કરતાં વધુ અર્થઘટનો મળતા હોવાથી વિરાચનવાદ નહિ પણ વિરાચનવાદો એમ કહેવું જોઈએ. એ જ રીતે અનુંઆધુનીક્તાવાદ અંગે પણ કહી શકાય કે અનુંઆધુનીક્વાદ નહિ પણ અનુંઆધુનીકવાદો છે.


  આધુનીક્તાવાદનો વિરોધી અનુંઆધુનીક્તાવાદનું વલણ આ રીતે પહેલ વહેલું સ્થાપત્ય ક્ષેત્રે દેખાયું છે. આમેય અનુંઆધુનીક્તાવાદ જેવી સંજ્ઞાનો બહોળો પ્રચાર પણ સ્થાપત્ય ક્ષેત્રે થયો છે. આ પછી જ આ સંજ્ઞા સોંદર્યનિષ્ઠ શેલી માટે, સાંસ્કૃતિક વિવેચન વ્યવહાર માટે, આર્થિક સ્થિતિ માટે અને રાજકીય વલણ માટે સ્થિર થતી રહી છે.

   અનુંઆધુનીક્તાનાં સંદર્ભમાં બોદ્લેરે આ રીતે અમેરિકા પર મુકેલો ભાર એક રીતે સાચો છે. કારણ કે આધુનીક્તાવાદની ભૂમિ જો યુરોપ હતી તો અનુંઆધુનીક્તાવાદની ભૂમિ અમેરિકા છે. અનુઆધુનિકતવાદિ સંસ્કૃતિના કલાકારો સમસ્ત નવા વસ્તુ જગતથી અંજાઈ ગયા છે. લાસ વેગાસની વેપારી પટ્ટીનું જ નહિ પણ B ગ્રેડની હોલીવુડ ફિલ્મનું આકર્ષણ પણ એવું જ રહ્યું છે. સર્જક સાહિત્ય સદ્તર હાસ્યામય હોય છે. ખપે છે તો રોનકદાર પેપરબેંકો પ્રકાશનો લોકપ્રિય જીવનકથા રહસ્ય નવલો, વિજ્ઞાન નવલો જેવું પર સાહિત્ય ખપે છે.


    આજે ગુજરાતી સાહિત્યમાં અનુંઆધુનીક્તા સંજ્ઞા છૂટથી વપરાવા લાગી છે. સાહિત્યમાં આધુનિકતાને સંકુલ વિભાવ કહ્યો છે. એમ પણ કહ્યું છે કે આધુનિકતા માત્ર સમય વાચક સંજ્ઞા નથી બલકે ગુણ વાચક વધારે છે. અનુંઆધુનીક સંજ્ઞા પણ માત્ર સમય વાચક નથી એ પણ વધારે ગુણ વાચક છે. આધુનિકતાને અનુંઆધુનીકતા બંને સંજ્ઞાઓ સાપેક્ષ સંજ્ઞાઓ છે. અનુંઆધુનીકો આધુનીકોથી છેડો ફાટે, વિચ્છેદ રચે ને એમ અનુંઆધુનીક ગુણ વિશેષોના પ્રાગટ્યને માટેની જગ્યા થાય. અનુંઆધુનીક કહેવાતા સમયગાળામાં મુખ્યત્વે બે ચીજો ખાસ બને છે. એક તો વ્યક્તિ વિશિષ્ટ સૃષ્ટિ ઉભી કરવાને સ્થાને સરેરાશ કે સર્વ સામાન્ય સૃષ્ટિ ઉભી કરવી. જો આધુનિકતા સર્વ સામાન્યથી ખસીને વ્યક્તિ લક્ષી સ્વરૂપે મોહરી હતી તો અનુંઆધુનીક વેયક્તિક અનુભવોથી હતીને સર્વના અનુભવોના વિષે કમર કશી રહી છે.

  બીજી ચીજ એ છે. આધુનિકો રૂપ નીર્મીતના આગ્રહી હતા. એ અર્થે તેમણે પ્રયોગવૃતિનો મહિમા કરેલો જેથી એમની સારી રચનાઓમાં સંકુલતા સમૃદ્ધી બનેલ અનુઆધુનિકોએ વસ્તુ વિષયક વિચ્છેદ જરૂર સાધ્યો છે. પણ આધુનીકોની રૂપ શ્રદ્ધા સાથે તેઓ જાણ્યે-અજાણ્યે સંકળાયેલા રહ્યા છે.


    સુમનશાહના મત મુજબ પશ્ચિમમાં અનુંઆધુનીક્તાનો આવિર્ભાવ ૨૦મી સદીના ઉતરાર્ધની શરૂઆત પછી થયો છે. કઈ નહિ તો ૨૦૦ વર્ષની વયે પહોંચેલી આધુનિકતાને અનુસંધાને જ્યારે આપણે ત્યાં આધુનિકતા હતી પૂર્ણ રૂપે પલ્લવિત થઇ હતી. સુરાષ્ટ્ર જીવનમાં. સમાજ જીવનમાં કે સાહિત્ય જીવનમાં ઘણા લોકો આ સમયે આધુનિકતાનો વિસ્તાર લાકે છે એઓ બધા વ્યાપનનું માંસ ધરાવે છે. જ્યારે આ સમયને અનુંઆધુનીકતા કહેનારા ઓળખ ધરાવે છે. ટૂંકમાં આધુનિકતા બોધ માટે કે અનુંઆધુનીકતા બોધ માટે બંને માન્સીક્તાઓ જરૂરી છે. આધુનીકથી અનુંઆધુનીકને સમજી શકે છે. ટૂંકમાં આ બધી વાતોનો સાર રૂપે એમ કહી શકાય કે કોઈ એકને વળગી પડવું કે જૂથવાદમાં કે જૂથવાદમાંથી જન્મતા રાજકારણમાં દાખલ થવાની માત્ર શરૂઆત છે.


અનુંઆધુનીક્તાના પ્રવાહો/લાક્ષણિકતાઓ/વલણો:-

    સાહિત્યના પ્રવાહનું નદીના પ્રવાહ જેવું જ હોય છે. એમાંય વાટ-ઘાટ, મૂળ અને મરોડ બદલાતા રહે છે. નદીની જેમ અહી પણ નવા, નીતર્યા, વહેતા ઊંડા જળનું મહિમા હોય છે. જેમ કે સાહિત્ય કોઈ નદીની જેમ રાતોરાત પ્રવાહ બદલતું નથી. સાહિત્ય તો હંમેશા પ્રજા જીવન, સાંસ્કૃતિક સંદર્ભો અને વિચારધારાઓ પ્રમાણે રચાતું અને પરિવર્તન પામતું આવ્યું છે. સાહીત્યક યુગો પણ એવી પ્રજા જીવન ચેતના અને નામાવિધાન પામતા રહે છે.

   કોઈ પણ યુગ રાતોરાત અટકી જતો નથી. કવિતામાં ૧૯૪૦નાં ગાળામાં અનુગાંધી યુગની વલણો (સોંદર્યરાગી વલણો) પ્રગટે છે એટલે આપણે ગાંધીયુગની સમાધી માની લઈએ તો એ ભૂલ છે. દર્શક વગેરેના કથા સાહિત્યમાં તો ગાંધીયુગની વલણો કે પછી આલેખાતા વર્તાય છે.


  શેરીકરણનાં અંશોને યંત્ર ચેતનાથી ઘસાતું સહજ જીવન અને મુલ્ય તરફ વધેલા આંક મીચામણા ઉમાશંકર જોશી જેવા ગાંધી યુગના કવિને પણ પ્રભાવિત કરે છે. આ સમયમાં નવી સર્જક પેઢી યંત્ર ચેતના ગ્રસ્ત જીવન સંવેદનાઓ (હતાશા, વિરતી, વિષાદ, એકલતા, સંકુચિતતા) ગાવામાં જ રમ્લાન બની રહે એવો આ ગાળો હતો. આ બધી આધુનિકતા સાહિત્યની મહત્વની ઉપલબ્ધિઓ અનુંઆધુનીક સાહિત્ય પ્રભાવોને ચોક્કસ સ્પર્શે છે. વિજ્ઞાનની પ્રગતિ જીવનને પ્રભાવિત કરે છે. લોકો ભોતીક્વાદ તરફ વધુ ઝુકે છે. અને માનવ મુલ્યો પુનઃ હોડમાં મુકાય છે.

    આધુનિકતાના ગાળામાં જ આઝાદી પછીનું રાજકારણ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનું શિક્ષણ અને વિજ્ઞાને આપેલી સગવડો અને આ બધાની સામે હોડમાં ઉતરતું સમાજ જીવન જ અનુંઆધુનીક સાહિત્ય ધારા માટે જાણે કે ભોય તેયાર કરે છે. ગુજરાતી અનુંઆધુનીક સાહિત્ય આવા પરિબળોની નીપજ છે.


   ગુજરાતી સાહિત્યના એક ભાવક તરીકે અનુંઆધુનીક (આધુનીકોત્તર) કહેવું વધારે ઉચીત્ત છે. અને એ સાહિત્યના વલણો નીચે પ્રમાણે છે.

૧) રચનાના કેન્દ્રમાં ભાષા:-

     શબ્દની સંયોજના એટલી મહત્વની નથી પણ જીવન વિચાર, જીવન પ્રત્યક્ષ પણ રચનામાં કેન્દ્રમાં હોવા જોઈએ. વસ્તુ વિચાર અને ભાષા કર્મ બંનેનું સમતોલન ઉત્તમ કૃતિ સર્જી શકે છે.


૨) પ્રયોગ શીલતા તરફનો પક્ષપાત:-

   પ્રયોગ શીલતા તરફ પક્ષપાત રાખવો એ પણ એક મર્યાદા છે. ગોઠવેલી દુર્બોધતા નહિ પણ જીવન સંવેદનાને નક્કરતાથી પમાડતી શોશરિત સંરચના.


૩) અર્થહીનતાને બદલે અર્થની પૂર્ણ અભિવ્યક્તિ:-

    આધુનિક કવિતાએ બહાલી કરેલી અર્થ હિનતાને બદલે હવે અર્થની પૂર્ણ અભિવ્યક્તિ તરફ જવાનું વલણ અનુંઆધુનીક્તામાં પ્રગટે છે.

૪) સમાજ સંદર્ભ અને માનવતા:-

   કોઈ પણ કૃતિ શૂન્યાવકાશમાં રચાતી નથી. સમાજ સંદર્ભ અને માનવતાને ધ્યાનમાં લઈને જ સાહિત્યકૃતિ પોતાની સ્વાયતતાને જ વધારે દ્રઢ મૂળગામી બનાવી શકે છે.


૫) સમકાલીન જીવન સંવેદન:-

   અનુંઆધુનીક સાહિત્યકારો એ સાહિત્યના મધ્યકાલીન વગેરે વિસરાયેલા સ્વરૂપને સર્જક સમકાલીન જીવન સંવેદનાને વધુ તાર સ્વરે કહેવા રજુ કરવા એને પુનઃ પ્રયોજે છે. પરંતુ એમાં સ્વરૂપ બદલાઈ જાય છે.

દા.ત.:- ‘જટાયુ’ કાવ્ય ‘બાહુક’ તથા ‘તુંન્ડલીતુડીકા’ જેવી કૃતિઓ આનું ઉત્તમ ઉદાહરણ છે.

૬) પૂર્વ સુરીઓની રચનાઓને નૂતન પરિપેક્ષમાં રજુ કરવું:-

    પૂર્વ સુરીની રચનાઓ કે વાસનાઓને કે એવા અંશોને લઈને નવેસર નૂતન પરિપેક્ષમાં કૃતિ રચવા વલણો પણ અનુંઆધુનીકોમાં ધ્યાનપાત્ર રહ્યા છે. અહીં ક્યા મીથ (કલ્પન)ના પ્રયોગો પણ ક્યાંક થયા છે.


૭) અસલ જીવનને પામવાની ખોજ:-

    પોતાના મૂળ તરફ પાછા વળવાનું અને નીજ્ત્વ કુળ, મૂળ તથા એના વિસ્તરણ-પ્રસરણ કે સંકુચન આદિની તથા અસલ જીવનને પામવાની ખોજમાં આગળ વધવાનું વલણ અનુંઆધુનીકકારમાં દેખાય છે.

૮) લોક્તત્વ કે લોકભાષા:-

    લોક્તત્વને પ્રયોજવા લોકભાષા તથા તળ- પરિવેશને લેખે લગાડી આધુનીકોતર સાંપ્રતને ઓળખાવવાનું અને વર્ણવવાનું વલણ, રૂઢિઓ, માન્યતાઓ, ભૂત ડાકણના સંદર્ભો કુળ-મૂળ સાથે જોડાયેલી કથાઓ વગેરેની પ્રયોજતી વાર્તાઓ આપણે ત્યાં આ જ ગાળામાં લખાય છે.


૯) વ્યંગ તથા વિડંબણા દ્વારા બૃહદ માનવ સંદર્ભ:-

   અનુંઆધુનીકકારનું કારણ વ્યંગ તથા વિડંબણા દ્વારા બૃહદ માનવ સંદર્ભને રજુ કરવાનું વલણ એમનામાં દેખાય છે. ‘હરીશમીનાશ્રુ’ દીર્ઘ રચનાઓમાં આ વલણ જોવા મળશે. તેમજ ચિનુ મોદીનું ‘વિનાયક’ દીર્ઘ કાવ્ય પણ અનુઆધુનિકતાના સંદર્ભે જોઈ શકાય.

૧૦) વેશ્વિકતા તરફનો ઝોક:-

     અનુંઆધુનિકકારોનું વલણ વેશ્વિકતા તરફ રહ્યું છે. ગ્લોબલ વિલેજની વાત છે. વળી વિજાણું માધ્યમો દ્વારા કે સામાન્ય પ્રજાજનોને પણ ઊંડાણમાં લઇ જાય છે. ત્યારે પોતાના મૂળમાં જવાની વાત વિચિત્ર લાગવા છતાં એ હકીકત છે અને આ ગાળામાં આવું સાહિત્ય વિશેષતો વાર્તા આદિમાં જોઈ શકાય છે.


૧૧) દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમનો બેફામ ઉપયોગ:-

     આ ગાળા દરમિયાન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોનો વિશેષ ઉપયોગ થયો છે. કૃષ્ણ દવે તથા મુંમઈગરા નવા કવિઓ એ માધ્યમોની સંજ્ઞાઓ, પરિભાષાઓ, પ્રયોજીને કવિતા કરે છે. આ સંદર્ભમાં ચન્દ્રકાંત ટોપીવાલા નોંધે છે તેમ “આ કવિતા જંગલો અને જાહેરાતોની નજીક શરતી ‘પ્રણય’ કવિતા છે.” બોલાતા શબ્દો ચેનલોએ વધારે ગજવેલા છે. ગીત-ગઝલોમાં એનો પ્રયોગ વધી રહ્યો છે.


૧૨) અચ્છંદશ કે દુર્બોધતાને ઓછી કરવી:-

    આધુનીક્તાવાદી વલણોનાં વખતનું અચ્છંદશ કે દુર્બોધ અને કલ્પન પ્રતિક પુરાકલ્પનથી વધારે ખીચોખીચ પણ હોય. અનુવાદની ગાળા અચ્છંદશ પદવિન્યાસની ભૂમિકાએ ઓછું દુર્બોધ રહીને મર્મને જીવન સંવેદનાને પ્રગટાવવામાં સફળ રહ્યું છે.


    ડૉ. ચંદ્રકાંત ટોપીવાલા કહે છે, હવે આધુનીક્તાવાદનો ઓસરતા પાણી છે. આજે હવે આપણે દેશીવાદ તરફ આપણા મુળિયા તરફ દલિતો સહીત આપણી ઓળખ તરફ પાછા વળી રહ્યા છે. આંતરિક એકાગ્રતા તરફ જઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે વિજાણું અને ઈન્ટરનેટની ક્રાંતિના યુગમાં જાય વિશ્વ નાનું ને નાનું થતું આવે છે. વેશ્વીકરણ વધુ ને વધુ વ્યાપક બનતું જાય છે. ઇન્ટર નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓથી ચારેબાજુ વિશ્વ એક બનીને પારાવાર વિનિમય સાધી રહ્યું છે ત્યારે દરેક સાહિત્ય આજે પોતાના મૂળને પોતાના પ્રદેશને પોતાની ઓળખને શોધવામાં પડ્યું છે.


મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


👉રસ એટલે શું? રસ નિષ્પતિની પ્રક્રિયા વિગતે સમજાવો./ રસને સમજાવી ભારત મુનિના રસ સૂત્રની વિસ્તૃત ચર્ચા કરો.Clik Her
   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ