Recents in Beach

આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ સવિસ્તાર સમજાવો

 

💃આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ સવિસ્તાર સમજાવો💀


  આત્મકથા-સાચા માનવીની જીવન લીલાનું દર્શન સાહિત્ય માત્રનો વિષય છે. માનવ જીવનનું નિરૂપણ જગતના પદાર્થો અને ઘટનાઓ મનુષ્યના ચિત્રમાં રચનાઘાટો અને સંવેદના જન્માવે તેથી પ્રેરાય માનવી જે રીતે વર્તે તે બધાનું નિરૂપણ સાહિત્યમાં થાય છે. આ જ અર્થમાં મેન્યુલ આર્નોલ્ડ ‘સાહિત્ય માનવ જીવનની સમીક્ષ’- Criticisem a life સાહિત્યમાં નાટક, નવલકથા, નવલિકા વગેરે મોટા ભાગના એવા પ્રકારો છે જેમાં માનવજીવનનું આ અધ્યયન પરોક્ષ રીતે થાય છે. તેમાં માનવીના સંસારલીલાનું નિરૂપણ હોય છે, જ્યારે ચારિત્ર્ય સાહિત્યના બે પ્રકાર- આત્મચરિત્ર અને જીવનચરિત્રમાં સાચા અમુક સ્થળ કાળમાં જ્યારે જીવી ગયેલા ચોક્કસ માનવલીલાનું નિરૂપણ કરવામાં આવે છે. આમ આ સાહિત્ય પ્રકાર સાહિત્યના અન્ય સ્વરૂપોથી જુદા પડે છે.


૧) આત્મ-આવિષ્કરણની વૃતિમાંથી જન્મ:

     કાર્લાઈન કહે છે તેમ આત્મકથાના જન્મના મૂળમાં આત્મ-આવિષ્કરણની વૃતિ પડેલી હોય છે. આત્મ-આવિષ્કરણ એટલે પોતાના બાહ્ય તેમજ આંતર સંયોગનું પ્રગટીકરણ, માણસને બીજાની વાત સાંભળવામાં રસ હોય છે. તેની સાથે તેનામાં પોતાની વાત બીજાને કહીને નિજ(સ્વ)સ્વરૂપને પ્રગટ કર્યાનો આનંદ માણવાની વૃતિ પણ સૂતેલી હોય છે. સાધારણ મનુષ્યમાં પોતાના વિત્તકોની કથા સહ્રદય કે સ્નેહી સમક્ષ કહીને હળવા થવાની સામાન્ય વૃતિ હોય છે. તો કવિઓ અને કલાકારો પોતાના અનુભવો અને સંવેદોને શબ્દોને ઉતારીને એ પ્રકારનો આનંદ મેળવે છે. આમ, આત્મ-આવિષ્કરણ સર્જનના દરેક વ્યાપારમાં હોય છે.


૨) આત્મચરિત્ર- આત્મકથા વ્યાખ્યાઓના વિવિધ રૂપમાં:-

   કોઈ પણ કલા સ્વરૂપની સંતોષકારક વ્યાખ્યા આપવી મુશ્કેલ કાર્ય છે. આત્મકથાની તેના સમગ્ર સાહિત્ય સ્વરૂપને સમજાવે એવી એક વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, પરંતુ વિવિધ પાસાઓને રજુ કરતી વ્યાખ્યા જોઈએ.

“સત્ય સૂત્રથી જોડાયેલો વ્યક્તિનો ચિતાર એટલે આત્મકથા”


૩) આત્મકથા- આડી, મધ્ય અને અંત વગરની આકૃતિ:-

     આત્મ ચરિત્રમાં ચરિત્ર નાયક જ ચરિત્ર લેખક પણ હોય છે, તેથી તેની કેટલીક અનિવાર્ય મર્યાદાઓનો ભોગ બનવું પડે છે. દા.ત. આત્મકથાનો લેખક પોતાના જન્મથી આત્મકથાની શરૂઆત કરી શકતો નથી. કારણ કે તેની સ્મૃતિ તેને ત્યાં સુધી પહોંચવા દેતી નથી. વળી પોતાના મૃત્યુ વિશેની વાત પણ તે આલેખી શકતો નથી. પરિણામે આત્મકથાઓ જીવનના અમુક વર્ષોની કથા બની અટકી જાય છે. મોટા ભાગે એ શરુ થાય છે સ્મૃતિના આરંભથી અને પૂરું થાય છે લેખનકાળમાં. આમ તે જીવનકથા જેવું સંપૂર્ણ છે. સુરેખ ન હોતા માથા અને હાથ-પગ વિનાના ધડ જેવું બને છે.


૪) આત્મકથા-આત્મસાહિત્ય સ્વરૂપ:-

     જીવન તથા પરસાહિત્ય સ્વરૂપ છે. તેમાં તેના લેખકને ચરિત્ર નાયક સાથર સમભાવથી શક્ય તેટલું તાદાત્મ્ય સાધવા પ્રયત્ન કરવો પડે છે. જ્યારે આત્મકથામાં નાયક પોતે જ લેખક હોવાથી તાદાત્મ્ય સ્વયં સિદ્ધ છે. બીજા પક્ષે ચરિત્ર નાયકના સાચા આલેખન થવા માટે વૈજ્ઞાનિક જેવી તટસ્થતા જરૂરી છે. તે જીવન ચરિત્રના લેખનને ચરિત્ર નાટક અને ચરિત્ર-લેખક જુદા હોવાથી સહેલાઈથી મળે છે. જ્યારે આત્મચરિત્ર આત્મ સાહિત્યલક્ષી હોવાથી લેખક અને નાયકને અદ્વેત હોવાથી તેના લેખકને તાદાત્મ્યનો અનાયાસ સિદ્ધ લાભ મળે છે.

    આત્મચરિત્ર જીવન ચરિત્ર જેવુ જ પ્રકાશન છે. ગાંધીજીએ સત્યની શોધ અર્થે આત્મદર્શન. કેટલાંક લેખકે અન્ય કે સ્વ બચાવ અર્થે પણ આત્મકથા લેખન કરી છે. અમૃતા પ્રીતમે તો આત્મચરિત્રને આત્મશ્લાધાનું કલાત્મક માધ્યમ કહીને તેની એક મર્યાદાનો નિર્દેશ પણ કર્યો છે. આત્મસભાનતા કલા માટે અમુક અંશે હાનીકારક હોવા છતાં આવશ્યક છે.

    આત્મચરિત્રને ઈતિહાસ અને નવલકથા આ બે અંતિમોની વચ્ચે ક્યાંક મૂકી શકાય. સદ એડમંડ ગોસ ચરિત્રને ઇતિહાસને અંગ માને છે.

   માત્ર વ્યક્તિમ વૃતાંત અને સમૂહવૃતાંત તે ઈતિહાસ. આત્મકથામાં સત્ય પર ભાર મુકવામાં આવે છે પણ ચન્દ્રકાંત બક્ષી માને છે કે 'સત્ય વિનાની કોઈ કલ્પના હોતી નથી અને કલ્પના વિનાનું કોઈ સત્ય હોતું નથી.'અહેવાલ લેખનનું મહત્વClik Her💥


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ