Recents in Beach

ટી.એસ.એલિયટનાં કાવ્ય વિચારો જણાવો|T.S.aeliyat

 

ટી.એસ.એલિયટનાં કાવ્ય વિચારો જણાવો.


  પ્રસ્તાવના:-

      વિશ્વ સાહિત્ય ઉપર પ્રભાવ પાડનાર એક માત્ર કવિ-વિવેચક છે ટી.એસ.એલિયટ. વીસમી સદીના છેલ્લા અને અગ્રેસર કાવ્યચાર્ય, કવિ, વિવેચક તરીકે જેને બહુમાન મળ્યું છે તે છે. ટી.એસ.એલિયટ. તેમનો જન્મ ૧૮૮૮માં અમેરિકામાં સેન્ટલુંઈમાં થયો હતો. તેમણે ઉચ્ચ અભ્યાસ સાહિત્યમાં કર્યો અને વિભિન્ન દેશોમાં ફરીને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. તેમના સમયે સાહિત્યમાં સ્વચ્છન્દ્તાવાદ, વ્યક્તિલક્ષી સાહિત્ય લખાતું હતું. તેમણે આધુનિક કવિતાઓનું સર્જન કર્યું, કવિ તરીકે પ્રસિદ્ધી મેળવી પરંતુ આ સર્જન દરમિયાન તેમણે લાગ્યું કે સ્વચ્છંદતાવાદ વકરી ગયો છે. સાહિત્યમાં અવ્યવસ્થા સર્જાય છે તેથી તેને સાહિત્યમાં સુવ્યવસ્થા લાવવા નવા કાવ્યો વિચારો રજુ કર્યા. આધુનિક કવિતાને નવો વળાંક આપ્યો. સાહિત્યની પરંપરા સામે વિરોધ વ્યક્ત કર્યો. વિવેચનમાં નવા માનદંડો(નિયમો) શરુ કર્યા. સંસ્કૃતિનું ચિંતન કર્યું. દરેક મહત્વના મુદ્દાઓ પર તેમણે મંતવ્ય આપ્યાં. પરંપરાના દરેક પ્રમુખ સર્જકોની સમીક્ષા કરી પૂર્વેના સર્જકોને નવા સ્થાન માં આપ્યા. આમ એલિયટએ સાહિત્યમાં નવો યુગ શરુ કર્યો.


    એલિયટનાં આ વિચારોથી સાહિત્યમાં ખળભળાટ થઇ ઉઠ્યો. કેટલાક સાહિત્યકારોએ તેનો વિરોધ કર્યો, તેણે રખડું વિવેચક કહ્યો, તેના વિચારો અસંગત છે એવું જણાવ્યું. જ્યારે કેટલાંક સર્જકોએ તેને માન આપ્યું, ઉચ્ચકોટીના કવિ, વિવેચક કહ્યા.


   સ્કોટ જેમ્સના માટે “ટી.એસ.એલિયટએ સાહિત્યમાં નિયમના પ્રતિક સમાન ખાડો છે.” ખરેખર એલિયટએ ‘પ્રતિભા’ હતો. સાહિત્યની પરંપરામાં ધડમૂળમાંથી ફેરફાર કર્યા. સમગ્ર વિશ્વના સાહિત્યે આજ સુધી તેનો સ્વીકાર કર્યો છે.


પ્રશિષ્ટતા વાદ (ક્લાસિકલ વાદ):-

    ટી.એસ.એલિયટની આધુનિક સાહિત્યને આ મોટી ભેટ છે. એલિયટનાં સમયમાં સાહિત્યમાં બે પ્રવાહો હતાં. સ્વચ્છંદતાવાદ અને પ્રશિષ્ટતાવાદ. એલિયટએ આ બે માંથી પ્રશિષ્ટતાવાદ સ્વીકાર્યો. એલિયટ સુવ્યવસ્થાનો આગ્રહી હતો. સ્વચ્છંદતાવાદથી સાહિત્યમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. કવિઓ આડેધડ વ્યક્તિલક્ષી કવિતાઓ લખતા હતા. અંગત લાગણીને પ્રગટ કરતાં હતા. આ અવ્યવસ્થાને જોઈ એલિયટએ ૧૯૨૮માં જાહેરાત કરી: “હું રાજકારણમાં રોયેલિસ્ટ છું, ધર્મમાં એન્ગલો કેથોલિક છું, અને સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદી છું.”


    એલિયટે પ્રશિષ્ટતાવાદને સાહિત્યમાં અપનાવ્યો જેનાથી આત્મલક્ષી સાહિત્ય મંદ પડ્યો સ્વચ્છંદતાને ત્રીલાંજલિ આપી. એલિયટે પરંપરા સાથે નાતો બાંધ્યો, પરંપરાને અપનાવી. વ્યક્તિગત પ્રતિભાને સ્થાન આપ્યું. એલિયટનાં સમયમાં સ્વચ્છંદતાવાદ જ્યારે એલિયટે પરંપરાને જાળવી નવું પરિવર્તન કર્યું. તેમની પ્રશિષ્ટતાની સમજ કેવી છે તે જાણવી જરૂરી છે.


  પ્રશિષ્ટતાની વ્યાખ્યા:-

   “ પ્રશિષ્ટતા એટલે પરિપક્વ+પ્રોષ્ટના તેમજ મનની, શીલની અને ભાષાની પરિપક્વતાની અપેક્ષા રાખે છે. પ્રશિષ્ટ સાહિત્ય પરંપરાનો વિકાસ કરે છે, અને સર્જકની પ્રતિભાને પ્રગટ કરે છે જે સાહિત્યમાં આદર્શ પાત્રો ઇતિહાસનું જ્ઞાન હોય અને જેની ભાષાની બધી સ્પષ્ટતાઓ પૂર્ણ થયેલી હોય એ પ્રશિષ્ટ સાહિત્ય કેવાય.”


  ત્રણ પ્રકારની પ્રશિષ્ટતા :-

(૧) માનસિક પરિપક્વતા:-

     એલિયટ સર્જક પાસે મનની પરિપક્વતાની અપેક્ષા રાખે છે, સાહિત્ય લખતા પહેલા ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ. ભૂતકાળથી પરિચિત હોવો જોઈએ. સાહિત્યના પરંપરાથી તે સાહિત્યકાર હોવો જોઈએ. વિશ્વની માહિતી હોવી જોઈએ. આ તેનું મન પરિપક્વ બને અને તે સારું એલિયટ જણાવે છે કે કવિ વજીત પાસે માનસિક પરિપક્વતા હતી તેથી તેનું સર્જન શ્રેષ્ઠ બન્યું.


(૨) શીલની પરિપક્વતા:-

   એલિયટ આદર્શ ચરિત્રનું સર્જન કરવામાં માને છે, જે પાત્રો પ્રાદેશિક ન હોવાની પાત્રો શીલમાં અદ્રશ સાર્વત્રિક સર્વ માન્ય હોવા જોઈએ. વર્જીલના પાત્રો આદર્શ છે. જ્યારે ક્રોપના પાત્રો પ્રદર્શિત હોવાથી પ્રશિષ્ટતા રામાયણ રામ આદી પાત્રો પ્રશિષ્ટ છે. જે સ્થળ દરેક યુગમાં દરેક દેશમાં દરેક સમાજમાં આ પાત્રો છે.


(૩) ભાષાની પરિપક્વતા:-

   એલિયટ જણાવે છે કે જો સર્જકમાં માનસિક અને શીલની પરિપક્વતા હોય તો આપોઆપ તેની ભાષામાં પરિપક્વતા આવે. ભાષાની પરિપક્વતા એટલે ભાષાની તમામ શક્તિ અને શક્યતાને પૂર્ણ કરી પરાકાષ્ઠાએ પહોંચવું પછી કોઈ પણ નવી ભાષા આવી શકે નહિ. એલિયટ ભાષાના શ્રેષ્ઠ રૂપોને પસંદગી આપે તે બોલ-ચાલની ભાષાને આવકારે છે.


પ્રશિષ્ટતાવાદ સામે વાંધા:-

   એલિયટનો પ્રશિષ્ટતાવાદ ખુબ જ વખણાયો છે, પરંતુ આ વાદના કેટલાક વાંધા જણાયા.

(૧) એલિયટ જણાવે છે ભાષાને પરાકાષ્ટાને એટલે કે તેના વિકાસમાં પૂર્ણ વિરામ આવે ત્યારે પ્રશિષ્ઠ કહેવાય. ભાષા તો ગતિશીલ છે એનો કોઈ પણ અંત નથી.


(૨) એલિયટ કહે છે અંગ્રેજી સાહિત્યમાં પ્રશિષ્ઠ કૃતિ લખાય નહિ તો પણ એ થાય છે. ભવિષ્યમાં પ્રશિષ્ઠ કૃતિ ન લખાશે.


(૩) એલિયટનાં મતે સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રશિષ્ઠ કૃતિ લખાય તો પછી ભાષાની પરાકાષ્ઠા કઈ રીતે કહેવાય. ઘણા બધા સર્જકો એક જ ભાષાને પરાકાષ્ઠાને કેવી રીતે પોહચાડે.


(૪) એલિયટનાં માટે બોલ ચાલની ભાષા ઉત્તમ છે. પરંતુ આ સામાન્ય ભાષા હંમેશા સાહિત્યમાં શ્રેષ્ઠ બની શકે ખરી ?


(૫) એલિયટનાં મતે ત્રણ પરિપક્વતા પ્રશિષ્ટ સાહિત્ય માનવ જાતની શક્તિને વાચા આપે તે સાહિત્ય સ્થળ કાળથી પર આવી એલિયટનો પ્રશિષ્ટતાનો મત ઘણા જણાવે છે. મુદ્દાઓ તેમાં જણાવ્યા છે. એલિયટે પહેલીવાર પરંપરાને આવકાર્યો પ્રશિષ્ટતાનો પુરસ્કાર કર્યો.


કવિતાના ત્રણ સ્વર:-

  ૧૯૫૩માં એલીયટે આ મતનો નિબંધ રજુ કર્યો તેને સાહિત્યમાં ત્રણ સ્વર સાંભળ્યા. તેણે જણાવ્યું કે સાહિત્યમાં કવિના ત્રણ અવાજ સંભળાય સ્વગત, પાત્રગત, સર્જકગત લાગણી અભિવ્યક્તિ વ્યક્તિગત વિષય પર લખતો નથી. આત્મલક્ષી સુર વહેવડાવ્યો નથી. કાવ્યની અંગત છે. તેમાં સર્જક કઈ રીતે સર્જન કરે છે તેનો પરિચય આ નિબંધમાં છે.


(૧) સ્વગત સ્વર:-

   અહીં કવિ પોતાની સાથે વાત કરે ભાવકને કશું કહેતો નથી. ઊર્મિ કાવ્ય આ પ્રકારમાં આવે છે. કવિના મનમાં ભાવની ભરતી ચઢે, ઊર્મિનો ઉમળો આવી જાય ત્યારે સ્વયંમભૂ કવિમાં અવતરે છે. આવી ઊર્મિ કવિતા ક્યારે રચાય જાય છે તેની કવિને ખબર હોતી નથી. આપ મેળે રચાય જાય. કવિનો ઈરાદો કાવ્ય લખવાનો નથી. અહી પ્રગટ થાય છે. ઉત્કટ અનુભૂતિ મનમાં ઉભરાયને કાગળ પર વહી આવે છે. આ કવિની સ્વ્ગોપતી છે. પોતે બોલે છે અને પોતે જ સાંભળે.


(૨) પરગત સ્વર:-

  અહી કવિ બીજાની સાથે વાત કરે ભાવકો સાથે આખા સમાજ સાથે વાતો કરે મહાકાવ્ય દીર્ઘ કાવ્ય કે અન્ય સ્વરૂપોમાં કવિ પોતાની લાગણી, વિચારો ભાવનાઓ અન્યને પોહચાડે આવા કાવ્યો આયોજન પૂર્વક લખાય તેના બોધ આપવાનો હેતુ છે.


(૩) નાટ્યગત સ્વર :-

    અહીં કવિ પાત્રોને માધ્યમ બનાવીને ભાવકોને કહેવા માગે છે. નાટકનું સ્વરૂપ આ પ્રકારનું છે. સર્જક પાત્રોને પોતાનો અંશ આપે છે. પાત્રો સર્જ્કથી પોષાય છે. સર્જકના કહેવા પ્રમાણે અને સમાજને સંદેશો પહોચાડે. ઘણીવાર પાત્રો સર્જકને પણ પ્રભાવિત કરે છે. સર્જક ટૂંકમાં અહી પાત્રોના માધ્યમથી સર્જક બોલે છે.


    આમ કાવ્યોના ત્રણ સ્વર છે, પરંતુ દરેક સાહિત્ય સ્વરૂપના ત્રણે સ્વર વધતે ઓછે આવી જાય. આ વિવેચાકમાં નવો વળાંક આ લેખથી એલિયટને વધુ પ્રતિષ્ઠા મળી છે.


પરંપરા અને વ્યક્તિક પ્રતિભા:-

  એલિયટના સમયમાં સાહિત્યમાં આત્મલક્ષી વલણ હતું. વ્યક્તિગત સાહિત્ય લખાતું તેમાં સ્વચ્છંદતાવાદ હતો. આથી એલિયટને જણાયું કે સાહિત્યમાં અનિયમિતતા અરાજકતા વ્યાપી ગઈ છે. તેમણે સાહિત્યમાં સુધારો લાવવા પરંપરાનો નવો સિદ્ધાંત આપ્યો.


    (૧) એલિયટનો આ લેખ શ્રેષ્ઠ ગણાયો તેનાથી સાહિત્યમાં પરિવર્તન આવ્યું. નવા વિચારો રજુ થયાં. આત્મલક્ષી સાહિત્ય પર અંકુશ આવ્યો.


   (૨) એલિયટએ પરંપરાનો નવો અર્થ આપ્યો. પરંપરા એટલે રૂઢી જડતા નહિ. પરંપરા એટલે આપણા સ્વભાવિક કાર્યો. કોઈ એક માનવ સમૂહ એક જ સ્થળે રહીને કાર્યો કરે તે કાર્યો, તે રીતરીવાજો, તે માન્યતાઓ પરંપરા કહેવાય. ‘પરંપરા એટલે સંસ્કૃતિ’ આ સંસ્કૃતિ વ્યક્તિની કે સમાજની હોય શકે. એમાં અનેક કલાઓ, વિદ્યાઓ, ઉદ્યોગો, દર્શન, તત્વજ્ઞાન, શિક્ષણ અને સાહિત્યનો સમાવેશ થાય છે. આથી પરંપરા એટલે સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે માનવીનાં વિવિધ ક્ષેત્રો-કાર્યો. આ સહુ સાહિત્યનો વિષય બને છે.


    (૩) એલિયટ માને છે કે કોઈ પણ સર્જકે પરંપરાનો છેદ ઉડાડવાનો નથી. પણ પરંપરાને અપનાવવાની છે. પરંપરામાંથી જે સારું હોય તે ગ્રહણ કરવાનું છે. પરંપરાની ઈંટ પર નવું સર્જન કરવાનું છે. પરંપરા ખોટી હોય તેને છોડી દેવાની છે. પરંપરામાં પરિવર્તન લાવવાનું છે.


   (૪) એલિયટ વ્યક્તિગત પ્રતિભા માટે કહે છે કે સર્જકની પ્રતિભાને ખીલવા માટે પરંપરાનું ખાતર જોઈએ. ભૂતકાળ વિના વર્તમાન અધુરો છે. વ્યક્તિગત પ્રતિભા એટલે વર્તમાન સર્જકે ત્રણ પ્રકારની પરિપક્વતા કેળવવાની છે.


   (૫) એલિયટ પરંપરા અને વ્યક્તિગત પ્રતિભાનો સરવાળો કરે છે. બંનેને અગત્યતા આપે છે. પરંપરાથી સર્જકમાં પરિપક્વતા આવે છે. માનસિક પરિપક્વતા, શીલની પરિપક્વતા અને ભાષાની પરિપક્વતાથી તેનું સર્જન ઉત્તમ બને છે.


   એલિયટ પરંપરાનો નવો અર્થ કરે છે, કે સર્જકની પ્રતિભા પર ભાર મુકે છે. એલિયટનાં આ લેખથી સાહિત્યને નવો વળાંક મળે છે. સાહિત્ય વ્યક્તિગત નહિ પણ સમષ્ટિગત બને છે.


કલાની બિનઅંગતતા:-

   વિશ્વ સાહિત્યને એલિયટની આ મહત્વની ભેટ ગણાવી શકાય. એલિયટ કલાને બિનઅંગત કહે છે. કલા અંગત નથી. કવિના કાવ્યોમાં વ્યક્તિલક્ષી ભાવો આવતા નથી. એલિયટએ જણાવ્યું છે કે કવિતા એ કવિ દ્વારા રચાય છે, પરંતુ કવિનું મન તેમાં રોકાતું નથી.


   કવિનું મન તો લેપઠઇ નામના તાર જેવું આવે છે, જ્યારે ઓક્સીજનનું દ્રાવણ ભેગું કરીને તેમાં પીલેટી નામનો તાર રાખવામાં આવે છે. આ તાર આમ તો નિષ્ક્રિય છે. પરંતુ તેની હાજરીથી બંને દ્રાવણ ભેગા થઈને રાસાયણિક તાર એ માત્ર માધ્યમ છે, તેમ કવિનું મન એ માત્ર માધ્યમ છે. કવિના મનમાં કાવ્ય રચાય પરંતુ મન તટસ્થ છે, નિષ્ક્રિય છે. કવિને ખબર પણ પડતી નથી કે તેના મનમાં શાનું સર્જન થાય છે. આમ કવિ કાવ્ય સર્જનમાં બિન અંગત છે, પરોક્ષ છે.


   કવિ અને કવિતા એ જુદા છે. કવિએ કવિતામાં અંગત ભાવો રજુ કરવામાં નથી પોતાની લાગણીને સંવેદનાને રજુ કરવાની નથી. કલા બિન અંગત છે.


    એલિયટ કવિઓને બે પ્રકારના ગણાવે છે. પહેલા પ્રકારના કુશળ શિલ્પી જેવા જન્મ જાત પ્રતિભા ધરાવનારા હોય. બીજા પ્રકારમાં કલાકાર જેવા અનુભવથી સિધ્ધી મેળવનાર કલાકાર. એલિયટ જણાવે છે કે મને પાછળથી સમજાયું કે કલાની બિનઅંગતતા એટલે શું. જેમાં કવિ પોતાના અંગત ભાવો પણ બિન અંગત રીતે રજુ કરી શકે. કવિએ પોતાની લાગણીને સ્વ સામાન્યની લાગણી બનાવીને રજુ કરવી જોઈએ. કવિએ કોઈ પણ અનુભવને પોતાના સમાવી બિનઅંગત બનાવ્યો. કાવ્ય સ્વ માટે નથી સર્વ માટે છે. કલા અંગત નથી બિનઅંગત છે. કવિતા વ્યક્તિ ભાવોની સૃષ્ટિની અભિવ્યક્તિ છે. કવિ પોતાની સાથે નહિ પણ બધા સાથે સંવાદ કરવાનો છે. આમ કલાની પરોક્ષતા સિદ્ધાંત સાહિત્યમાં ઘણો મહત્વનો બની રહ્યો.


  વસ્તુગત સમીકરણ:-

   અહીં એલિયટએ ગણિતના શબ્દને સાહિત્ય સમજાવવામાં કામે લગાડ્યો છે. સર્જક પોતાનું સર્જન ભાવકને અર્પણ કરે. સર્જક પોતાની અનુભૂતિ ભાવક સુધી પહોંચાડવા માગે છે. આ ભાવક સંવેદના, લાગણી, અનુભૂતિ સાહિત્ય દ્વારા ભાવકને પહોંચે છે. ભાષા દ્વારા ભાવકને પહોંચે છે. પરંતુ આ અનુભૂતિને અસરકારક અભિવ્યક્તિ આપવા માટે એલિયટએ વસ્તુગત સમીકરણ રચવા કહે છે.


   વસ્તુગત સમીકરણ એટલે કવિએ જોયેલા પદાર્થો વસ્તુઓ દ્રશ્યો, પ્રસંગોને કોઈ ને કોઈ વિષયમાં રજુ કરી ભાવકને પહોંચાડવા જોઈએ. અહીં એલિયટ વસ્તુ વ્યક્તિ કે દ્રશ્યોનું સંકલન કરવા માંગે છે. તેને ભાષાના પ્રતીક્લ્પન, પુરાકલ્પન દ્વારા વ્યક્ત કરવા માગે જેનાથી કવિની અનુભૂતિ ભાવક પ્રતીકમાં રજુ કરે છે. જેનાથી ભાવકને સારી રીતે સમજાય.


   એલિયટ માને છે કે કવિના મનમાં ભાવની ઉત્કંઠતા હોવી જોઈએ. વિષય ગણે તે હોય પણ એ વિચારો ભાવમાં ભીંજાવા જોઈએ. સુગમ વિચારો ન ચાલે ભાવથી રંગાયેલા, લાગણીથી ભીંજાયેલા વિચારો જ સાહિત્યમાં કામ આવે છે. કવિને ઉત્કંઠ ભાવા વેગમાં ભાવ પ્રતીકો મળી જાય છે.


કાવ્યની ભાષા:-

  કવિનું કાવ્ય એ જ ભાષામાં અવતરે છે.

  કાવ્યનું ભાષાનું વાળ થતું નથી.

  કાવ્યની ભાષા એ બોલ-ચાલની ભાષાથી નજીક હોવી જોઈએ.

  કવિ પાસે ભાષાની પરિપક્વતા હોય તો જ તે શ્રેષ્ઠ સર્જન કરી શકે છે.

  કવિ ભાષા સાથે સંઘર્ષ કરવો પડે ભાષાને નવી ધાર પાડવી પડે છે.


     સર્જક કે સાહિત્ય દ્વારા સમાજને પોતાની વાત કરવાની છે. સમાજ અને સંસ્કૃતિના પરિવર્તન સાથે કવિની અનુભૂતિ બદલાય નવા નવા ભાવો જાત જાતની લાગણી અને ઉત્કંઠ સંવેદના વ્યક્ત કરવા માટે ભાષાનું માધ્યમ જોઈએ પરંતુ આ ભાષા જૂની પરંપરા ગત છે. આથી સર્જકે ભાષા સાથે સંઘર્ષ કરવો પડે છે. શબ્દોને નવા અર્થ આપવા પડે શબ્દની શક્તિ વાપરવી પડે છે, ભાષાની પ્રતીકાત્મક બનાવવી પડે છે.


  વિવેચન અને વિવેચક:-

   એલિયટએ ૨૦મી સદીમાં સીમાં સ્તંભરૂપ વિવેચક ગણાય છે. તેમને સાહિત્યના વિવેચક ગણાય છે. તેમણે સાહિત્યના વિવેચનો લખ્યા છે. ઘણા બધા પુર્વેના સર્જકોને મુલવી બતાવ્યાં છે. કાવ્ય વિચારણા રજુ કરી છે. આધુનિક કાવ્ય વિષે નવા વિચારો રજુ કાર્ય છે. સાહિત્યને માપવાનાં નવા નિયમો સિધાંતો બતાવ્યાં છે.


 (૧) પ્રશિષ્ટતાવાદી વિવેચન:-

    એલિયટ પોતાને પ્રશિષ્ટતાવાદી વિવેચક તરીકે ઓળખાવે છે. તેમને સાહિત્યમાં પ્રશિષ્ટતાનો આગ્રહ રાખ્યો. સાહિત્યમાં વ્યવસ્તા જળવાય, આત્મલક્ષી ભાવો પર નિયંત્રણ આવે, વ્યક્તિલક્ષી વિષયો દુર થાય તે માટે સાહિત્યમાં પ્રશિષ્ટતા લાવે છે.


    એલિયટ માને છે કે સર્જકની જેમ વિવેચક પણ પ્રશિષ્ટ હોવો જોઈએ. વિવેચનનું કાર્ય જવાબદારી વાળું છે. તેની ફરજ સારી રીતે નિભાવવાની છે. આથી વિવેચનમાં ભૂતકાળનું જ્ઞાન હોવું જોઈએ. વિશાળ વાંચન હોવું જોઈએ. વિશ્વના સાહિત્યથી તે પરિચિત હોવો જોઈએ. આ ઉપરાંત સાહિત્યનાં તત્વોની જાણકારી હોવી જોઈએ. વિવેચકે સાહિત્યમાં નિયમો ઘડવાના છે. જે નિયમોથી કૃતિનું મૂલ્યાંકન થઇ શકે.


(૨) કૃતિ લક્ષી વિવેચન:-

   એલિયટ વિવેચનની વિવિધ પદ્ધતિઓમાં કૃતીલાક્ષી વિવેચન પદ્ધતિને જ સાચી ગણે છે. વિવેચકે કવિના જીવનને જોવાનું નથી ઇતિહાસને જોવાનું નથી, પરંતુ તેનું મુખ્ય ધ્યેય કૃતિને મુલવવાનું છે. કૃતિને ભાવક ગમ્ય બનાવવાની છે. ભાવકને કૃતિ સમજાય અને ભાવક આનંદ માણે એવો તેનો હેતુ છે. વિવેચકે ભાવકને સર્જક સુધી પહોંચાડવાનું છે.


   વિવેચકએ કૃતિનો ગહન અભ્યાસ કરવાનો છે. કૃતિનાં કેન્દ્ર સુધી પહોંચવાનું છે અને કૃતિનો બોધ અને આનંદ ભાવકને પહોંચાડવાનો છે. આ માટે વિવેચ્કમાં પણ સાહિત્યના ઘટક તત્વો, લક્ષણો પ્રયોજન હેતુ વિષે જાણકારી હોવી જોઈએ. વિવેચકે કૃતિને માપવાની છે. તેના રહસ્યને પ્રગટ કરવાનું છે. તેની રસ સૃષ્ટિને ભાવક સામે મૂકી આપવાની છે. સાચું વિવેચન કૃતીલાક્ષી છે. કૃતિ જ મહત્વની છે. સર્જકની અનુભૂતિ ગમે તેવી હોય પણ અભિવ્યક્તિ નબળી ન હોવી જોઈએ.


 (૩) વીવેચકનો ધર્મ:-

    એલિયટ જણાવે છે કે સાચું વિવેચન કૃતીલાક્ષી છે, પરંતુ ઘણા વિવેચકો કૃતિનું વિવેચન કરવાને બદલે કૃતિનું અર્થ ઘટન સમજુતી, વિવરણ કે સમીક્ષા જ કરે છે. સાચા વિવેચક બનવા માટે વિવેચ્કમાં કેટલાંક ગુણો હોવા જોઈએ. વિવેચક તટસ્થ હોવો જોઈએ. સત્યવકતા અને નિર્ભય હોવો જોઈએ. વિવેચાકમાં ગંભીરતા, નિર્ણયશક્તિ, બુદ્ધીપ્રતિભા, સર્જનશક્તિ, વિનય વિવેક, મનની પવિત્રતા, નિર્મળતા અને રાગ દ્વેષથી પર હોવો જોઈએ. વીવેચકનો ધર્મ કયો? વિવેચકે સાહિત્યકૃતિને સમાજ સુધી પહોંચાડવાની છે. વિવેચક એ સાહિત્યકૃતિને વિશાલ ભાવક વર્ગ સુધી લઇ જવાની છે. સાહિત્યકૃતિના બોધને અને આનંદને ભાવક સુધી પહોંચાડવાનું છે.


   વિવેચકની મુખ્ય બે પદ્ધતિ એલિયટ સ્વીકારે છે.(૧)તુલનાત્મક અને (૨)પ્રશ્નાત્મક કરુણાત્મક વિવેચકે સાહિત્ય કૃતિને અન્ય શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ સાથે તુલના કરવી. વિવેચકે કૃતિનું વિશ્લેષણ કરવાનું છે. સાહિત્ય કૃતિનું વિવેચન એ વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે. વિવેચકએ જૂની કૃતિઓને ફરીથી મુલવી છે.


ઉપસંહાર:-

   ટી.એસ.એલિયટ એ સાહિત્ય જગતની પ્રતિભા છે. ૨૦મી સદીના સીમાં સ્તંભરૂપ વિવેચક છે. અનુગામી વિવેચકો આજે પણ તેમણે અનુસરે છે, તેના પછી આજ સુધી વળાંક આપનાર અન્ય કોઈ વિવેચક થયો નથી. વિશ્વસાહિત્ય પર પ્રભાવ પાડનારા મુખ્ય કવિ વિવેચક છે.


(૧) તેમણે પ્રશિષ્ટતાવાદ સાહિત્યમાં નવો વળાંક લાવે, સ્વચ્છંદતાવાદ અંકુશમાં લાવે છે. ત્રણ પ્રકારની પરિપક્વતાની સર્જકનું સર્જન મુલ્યવાન બને છે.


(૨) પરંપરા અને વ્યક્તિ પ્રતિભાને તેમણે લેખ સમગ્ર સાહિત્યમાં મહત્વનો છે. વ્યક્તિગત પ્રતિભાને ખીલવવા માટે પરંપરાનો આધાર લેવો પડે તેમને પરંપરાની નવી સમજ આપી છે.


(૩) કલાની બિનઅંગતતાનો સિદ્ધાંત એ વિશ્વના સાહિત્યમાં પ્રસન્નતા પાત્ર બન્યો. કળા અંગત નથી પણ બિનઅંગત છે. કવિ એ અંગત લાગણીને બિનઅંગત બનાવી રજુ કરવાનું કહે છે.


(૪) વસ્તુનિષ્ઠ સમીકરણમાં એલિયટ ભાવ, લાગણી, કલ્પના, વિચાર, અનુભૂતિને રજુ કરવા માટે ભાવ પ્રતીકો રચવા કહે છે.


(૫) કવિતાના ત્રણ સ્વરોમાં એલિયટ કવિનો સ્વગત, પરગત, પાત્રગત એમ ત્રણ સ્વરની પાત્રગત સમજાવે છે.   

 


[સંદર્ભ પુસ્તક: ]

૧]  એલિયટનો કાવ્ય વિચાર – સુમન શાહ

૨] કવિ-વિવેચક એલિયટ – સુમન શાહ   


study of poetry by matthew arnold|મેથ્યુ આર્નોલ્ડ Clik Her

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ