Recents in Beach

study of poetry by matthew arnold|મેથ્યુ આર્નોલ્ડ

 

મેથ્યુ આર્નોલ્ડ:-

  મેથ્યુ આર્નોલ્ડ કવિ પણ હતો અને વિવેચક પણ હતો. અલબત્ત એની પ્રસિદ્ધી કવિ લેખે ઝાઝી નથી, વિવેચક તરીકેની વધુ છે. એનો સમયગાળો ઈ.સ.૧૮૨૨ થી ઈ.સ.૧૮૮૮નો છે. અંગ્રેજી વિવેચનના ઇતિહાસમાં એને અતિમહત્વનું સ્થાન મળેલું છે એમ નોંધવું જોઈએ કે અંગ્રેજી વિવેચન પર પચાસ-પચાસ જેટલાં વર્ષો સુધી એનો પ્રભાવ રહ્યો હતો. એ એમ માનતો હતો કે સાહિત્ય અને સાહિત્યના પ્રશ્નો જીવન અને જીવનના પ્રશ્નોથી અલગ હોય શકે નહીં એટલે જ સાહિત્યનુ વિવેચન- મૂલ્યાંકન તેને જીવન સાથે સંબંધ ગણી-માનીને જ કરવું જોઈએ. એ સાહિત્ય કે કવિતાને જીવનની સમીક્ષા ગણતો હતો. એના વિવેચાનોના ધોરણો લોક-મંગળની ભાવના તેમજ સાંસ્કૃતિક વિકાસ છે એ કાવ્યનું પ્રયોજન કેવળ આનંદને જ ગણતો નથી બલ્કે માનવ જીવનની પૂર્ણતાને જ્ઞાન કરાવવું માનવનો આત્મ-વિકાસ સાધવો તથા સમાજનું ઉત્થાન કરવું તે માને છે. એટલા માટે તેના વિવેચન-મંતવ્યોનો લાંબા સમય સુધી સન્માન પૂર્વક સ્વીકાર થતો રહ્યો હતો.


આર્નોલ્ડના માટે કાવ્યનો વિષય અને કાવ્યનો આનંદ:-

   આર્નોલ્ડના માટે કેવળ આનંદ જ કાવ્યનું પ્રયોજન નથી. એ આનંદ કાવ્યનો એક મહત્વનો ગુણ ગણે છે. ચોક્કસ પાને આર્નોલ્ડ આનંદને ઉત્કૃષ્ટ કાર્ય અને પ્રતિપાદન-વિરુપકની ઉત્તમ પદ્ધતિ/રીતી સાથે જોડીને જ સ્વીકારે છે. આનંદ વિષે એ એમ માને છે કે આનંદ તો કાવ્ય દ્વારા જન્મેલી એક ગંભીર અને મુલ્યવાન મન:સ્થિતિ છે. કેવળ આનંદ પ્રદાન કરવો કે મનોરંજન કરવું એ તો એક નિમ્ન કક્ષાનો ઉદેશ્ય છે. એની સાથે કાવ્ય/કવિતાનું કાર્ય કે પ્રયોજન વધુ ભવ્ય હોય છે. એ એમ માને છે કે કાવ્યનો વિષય ઉત્કૃષ્ટ હોય છે. તેમાં સત્ય અને ગાંભીર્ય હોય એટલે તેની શેલી આપો આપ જ તેને અનુરૂપ ભવ્ય-ઉત્કૃષ્ટ બની જ જાય. એને કહેવું છે કે કાવ્યના શાશ્વત વિષય તો હમેંશાથી જ માનવીય કાવ્ય-વ્યાપાર જ રહ્યાં છે. આ કાવ્ય-વ્યાપારોમાં ખુદ જ એક પ્રકારની રોચકતા રહેલી હોય છે. કવિ માટે એ જરૂરી બની રહે કે કાવ્ય-વ્યાપારોને રોચક રીતે/રૂપે અભિવ્યક્ત કરે. કવિ જો એમ માને કે તે કોઈ પણ નિષ્ક્રુંષ્ટ કાવ્ય-વ્યાપારને પણ પોતાની શેલી વડે રોચક બનાવી શકે છે, તો તે ખોટો છે, જુઠ્ઠો છે. એટલે જ આર્નોલ્ડ એમ માનતા હતા કે કવિ એ સૌથી પહેલાં ઉત્કૃષ્ટ કાવ્ય-વ્યાપારની પસંદગી કરવી જોઈએ. એના માંત્યે ઉત્કૃષ્ટ કાવ્ય-વ્યાપારમાં માનવમાં સ્થાયી રૂપે રહેલાં માનવનાં સહજ સંસ્કારો તથા મૂળભૂત ભાવનાઓનો સમાવેશ થાય છે. એને લખ્યું છે કે ‘કોઈ પણ કાવ્યનું કાવ્ય-ગત ચિત્રણ(આલેખન-નિરૂપણ) માટે યોગ્ય (પાત્ર-લાયક) થવું તેની પ્રાચીન પુરાતનતા કે અર્વાચીનતા પર અવલંબતું નથી. એ તો તેમાં રહેલા ગુણો પર અવલંબે છે. આપણા સ્વભાવના મૂળભૂત અંશોની સામે આપણી વાસનાઓની સામે જ કાઈ મહાન તથા રાગાત્મક (ભાવાત્મક) હોય છે અને તેની રોચકતા પણ તેની મહાનતા અને રાગાત્મકતા (ભાવનાત્મકતા)ના બરાબર પ્રમાણમાં સપ્રમાણ હોય છે. એક હજાર વર્ષ જુનું કોઈ મહાન કાવ્ય આજના કોઈક લઘુતર કાવ્યની સરખામણીએ બધું રોચક હશે, ભલેને પછી લઘુતર કાવ્યના ચિત્રણ/નિરૂપણમાં અત્યંત સૂક્ષ્મ કોશ્લ્યનો પરિચય અપાયો હોય અને ભલેને પોતાની આધુનિક ભાષા, પરિચિત, આચાર-વ્યવહાર અને સમ-સામયિક ઉલ્લેખોને કારણે તે આપણી ક્ષણિક ભાવનાઓ તથા રુચીઓને પોતાની આકર્ષવાની વધુ ક્ષમતા ધરાવતું કવિ પર તેના લઘુતર કાર્ય કાવ્યકૃતિ પાસે તેમને પરિતૃપ્ત કરે એવી અપેક્ષા રાખી શકે નહિ; તેમના દાવા બીજી દિશા તરફ ઉન્મુખ થઇ શકે ખરા, કાવ્યકૃતિનો સંબંધ આપણી શાશ્વત વાસના(ભાવના)ઓનાં  સામ્રાજ્ય સાથે કવિ જો તે તેમને આકર્ષિત કરી શકે છે, તો બાકીના બધા નાના-મોટા દાવાનો સ્વર આપો આપ મોન થઇ જશે.”


    મેથ્યુ આર્નોલ્ડમાં એક જ મુશ્કેલી છે કે તે સમ-સામયિક જીવનને ઉત્કૃષ્ટ કાવ્ય-વ્યાપાર માટે યોગ્ય ગણતો નથી કેમકે તેની દ્રષ્ટિએ સમકાલીન જીવનમાં કાવ્ય-વ્યાપારની ઉત્કૃષ્ટતા જણાતી ન હોતી.

મેથ્યુ આર્નોલ્ડની દ્રષ્ટિએ કાવ્યનું મૂલ્યાંકન:-

   કવિતા સંબંધી મેથ્યુ આર્નોલ્ડની માન્યતાપરથી જણાય આવે છે કે એ કાવ્યમાં નેતીક્તાને વિશેષ મહત્ત્વ આપે છે. એણે કહ્યું છે કે કવિતા મૂળભૂત પણે જીવનની સમીક્ષા (વિવેચન/મૂલ્યાંકન) છે. એટલા માટે જ એ શેલી, બાયરન, કીટ્સ જેવા કવિઓની ટીકા કરે છે. એ પોતાના યુગના કાવ્ય-પ્રવાહથી અસંતુષ્ટ હતા અને એણે કારણે એ ક્લાસિકતા (શાસ્ત્રવાદીઓ) જેવા બનવાનો અનુરોધ કરતો રહ્યો હતો. એનું મંતવ્ય પ્રાચીન કવિઓના અનુકરણ દ્વારા નહીં પણ તેમના ગુણોને આત્મસાત કરવા સંબંધે છે. એ માનતા હતા કે પ્રાચીન કવિઓ પાસે આજનો કવિ શીખી શકે છે કે કઈ રીતે ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ કાવ્ય-વ્યાપાર દ્વારા ઉદભવેલ નેતિક પ્રભાવ કોઈ એક વિચાર કે સુંદર વિશ્વ કરતાં વધુ ભવ્ય હોય છે.

   આર્નોલ્ડ ગ્રીક કવિઓની ભવ્ય શેલી ભારે ચાહક હતો. એણે શેલીની ભવ્યતા- ઉત્કૃષ્ટતા માટે લયાત્મક્તા ગતિની તીવ્રતા (ઝડપ), ભાષાની સહજતા/સ્વાભાવિક અને સ્પષ્ટતા, પ્રકૃતિનું અભિજાત્ય તેમની મસ્તિષ્કની સહજ સુદ્ધતાને જરૂરી ગણ્યા છે. ભવ્ય શેલીની દ્રષ્ટિ એણે હોમર, દાન્તે અને મિલ્ટનના વખાણ કર્યાં છે.

વિવેચન વિશે આર્નોલ્ડના વિચાર:-

    સાહિત્યના ક્ષેત્રે મેથ્યુ આર્નોલ્ડ મળેલા મહત્વની પાછળ એનાં વિવેચન સંબંધી વિચારોનો બહુ મોટો ફાળો છે. વિવેચન એ સર્જનાત્મક ક્ષમતાનું કાર્ય માને છે અને એ કહે છે કે વિવેચન વગર ઉત્કૃષ્ટ સાહિત્યની રચના શક્ય નથી. વિવેચક માટે એ સાહિત્યનો વ્યાખ્યાતા બની રહેવું પૂરતું માનતા નથી. વિવેચક પાસે સાંસ્કૃતિક ચિંતન હોવું અતિ જરૂરી છે. પોતાના યુગને યોગ્ય આદર્શ (માપદંડ/ધોરણો) મળે એ માટે એ વિવેચક ત્રણ કાર્ય કરવાની સલાહ આપે છે.

(૧) વિવેચકે જીવન અને કાવ્ય બંને મહાન ઉપલબ્ધી (પ્રાપ્તિ)ઓનું જ્ઞાન મેળવી તેમને આત્મ સાત કરવી જોઈએ.

(૨) એ ઉપલબ્ધિઓ (પ્રાપ્તિઓ/સિદ્ધિઓ)અને વિચારોને સશક્તિ-પ્રબળ રૂપે અભિવ્યક્ત કરવા જોઈએ.

(૩) ઉત્કૃષ્ટ વિચારોનો પ્રચાર-પ્રસાર કરી એવા વાતાવરણનું નિર્માણ કરવું/ રચવું જોઈએ કે એ વાતાવરણ સાહિત્યકારોને મહાન સાહિત્યની રચના કરવા માટે પ્રેરી શકે. આ રીતે આર્નોલ્ડે વિવેચનને સર્જનાત્મક સાહિત્ય કરતાં વધુ મહત્વ આપ્યું છે. આ બાબત સામાન્ય કરતાં વિરુદ્ધ છે કે એક સામાન્ય પણે સર્જનાત્મક સાહિત્યને જ મહત્વ અપાતું છે. વિવેચનના ધોરણો (માપદંડો)ની સ્થાપના પણ સર્જનાત્મક સાહિત્યની આધારે જ થતી હોય છે.(સર્જનાત્મક સાહિત્યના આધારે નક્કી થતાં હોય છે.) આર્નોલ્ડની માન્યતા પાછળ આર્નોલ્ડ વિવેચનને પરંપરાગત દાયિત્વ(જવાબદારી) કરતાં વધુ મોટું દાયિત્વ પ્રદાન કરવા માગતા હતાં, તે નોધીએ એણે વિવેચનનો કેવળ કાવ્ય સંદર્ભમાં જ વિચાર કર્યો નથી એ તો કવિતા જીવનની સમીક્ષા કહે છે, એટલું એમનું વિવેચન કેવળ કાવ્ય સુધી જ સીમિત રહેતું નથી. આર્નોલ્ડ કાવ્યના વ્યક્તિગતલક્ષી મૂલ્યાંકન ઉચિત માનતો નથી, કેમકે વ્યક્તિની રૂચી-અરુચિ પર આધારિત વિવેચનમાં કાવ્ય-મહત્વપૂર્ણ રહેતું નથી. વિવેચકની રૂચી જ મહત્વની/મુખ્ય બની જાય છે. વિવેચન માટે નિષ્પક્ષતા/તટસ્થતાને આર્નોલ્ડ જરૂરી તત્ત્વ ગણે છે. નિષ્પક્ષ એટલે નિષ્પક્ષ મૂલ્યાંકન છે. આર્નોલ્ડની આ માન્યતા થોડીક ચર્ચાસ્પદ છે, કેમકે કાવ્યના મૂલ્યાંકનમાં વિવેચકની પોતાની કોઈક દ્રષ્ટિ કે વિવેચકનું પોતાનું કોઈક ધોરણ હોય જ નહીં એવું બની શકતું નથી.


   વિવેચન સંબંધી માન્યતાઓ ચર્ચાસ્પદ હોવા છતાંય આર્નોલ્ડનું મહત્ત્વ એટલા માટે સ્વીકારાતું છે કે એણે કાવ્યને સ્વછંદતાવાદીઓ (રોમાન્ટિક કવિઓ)ની અતિશય વેયક્તિક્તાથી મુક્ત કરી, કાવ્યને જીવન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હતો. વિવેચકના દાયીત્વોની સાથોસાથ વિવેચકની પ્રતિષ્ઠા વધારવાનો એક મહિમતાભાર્યો પ્રયત્ન મેથ્યુ આર્નોલ્ડે કર્યો છે.

 

[સંદર્ભ ગ્રંથ]:-

૧] આર્નોલ્ડનો કાવ્ય વિચાર- ભરત મહેતા

૨] પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા- બહેચરભાઈ પટેલ

૩] પશ્ચિમનું સાહિત્ય વિવેચન-ભાગ-૧-૨-  ડૉ.શિરીષ પંચાલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ