Recents in Beach

કોશલ્ય (Skill) એટલે શું?|koshly aetle shu?

 કોશલ્ય (Skill) એટલે શું? કોશલ્ય (કુશળતા)ના પ્રકાર જણાવો. 

   લોકોમાં ઈરાદા પૂર્વક વ્યવસ્થિત અને સતત પ્રયત્ન દ્વારા ક્ષમતા હસ્તગ્રત કરવા માટે સરળ અને જટિલ પ્રવૃતિઓમાં અનુકૂલન સાધે તે અથવા વ્યાવસાયિક કાર્યો સબંધી (જ્ઞાનાત્મક કુશળતા) વિચારો ટેકનીકલ કુશળતા અને આંતર વ્યક્તિક કુશળતા લાવે તે કોશલ્ય.


 *Soft skill (સુલભ કોશલ્ય):-


   સુલભ કોશલ્ય ઘણીવાર એક વ્યક્તિના IQ (ઈન્ટેલીઝન્સ આંક) (લાગણીનો ભાવ) સાથે સંકળાયેલ એક શબ્દ છે. વ્યક્તિત્વ જૂથની લાક્ષણીકતાઓ સામાન્ય રીતભાત સંચાર ભાષા વ્યક્તિગત ટેવો આંતર વ્યક્તિ કુશળતા વ્યવસ્થિત લોકોનું નેતૃત્વ વગેરે કે જે અન્ય લોકો સાથેનો સબંધ લક્ષિત કરે છે. શોફ્ટ સ્કીલ, હાર્ડ સ્કીલથી વિપરીત હોય છે કે જે સામાન્ય રીતે સરળતાથી પરિણામ યુક્ત હોય છે અને તેને માપી શકાય છે. દા.ત. સોફ્ટવેર નોલેજ, પ્લમ્બીગ.


*ટેકનીકલ કુશળતા (કોશલ્ય):-


   જ્ઞાન અને ક્ષમતા પરિપૂર્ણ કરવા માટે ગાણિતિક, એન્જીનીયરીગ, વેજ્ઞાનિક અથવા કોમ્પ્યુટર સબંધી ફરજો તેમજ અન્ય ચોક્કસ ક્રિયાઓ જરૂરી છે. ટેકનીકલ કુશળતા સાથે તેને ઘણી વખત ‘ટેકનીસીયન’ તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં (ઓડીઓ ટેકનીસીયન) ઈલેક્ટ્રોનિક, ટેકનીસીયન, એક્ષરે વગેરે) તરીકે ઓળખવામાં આવે છે.



*લાઈફ સ્કીલ (જીવન કોશલ્ય) :-


     જ્ઞાન કોશલ્ય સ્વીકૃત યોગ્ય અપ્રાપ્ય, હકારાત્મક વર્તનને તારવવા તથા રોજીંદા જીવનના પડકારો અને માંગ સાથે અસરકારક રીતે કામ કરવા માટે માણસને સક્રિય કરે છે. તેને સામાન્ય રીતે ત્રણ મોટા વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે.

(૧) માહિતીના વિશ્લેષણ અને ઉપ્યોગ માટે જ્ઞાનાત્મક કોશલ્ય.

(૨) વ્યક્તિગત આયોજન અને વ્યક્તિગત સંસ્થાના વિકાસ માટે વ્યક્તિગત કોશલ્ય.

(૩) આંતર વ્યક્તિક કોશલ્ય, પ્રત્યાયન અને અન્ય વ્યક્તિઓ સાથે અસરકારક આંતર ક્રિયાઓ માટે હોય છે.


*હ્યુમન Skill (માનવ કોશલ્ય):-


   માનવ કુશળતા શબ્દ માનવ સંસાધન વ્યવસ્થા [(HRM) હ્યુમન રીસર્સ મેનેજમેન્ટ] HRM માટે વપરાય છે જે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિઓ સાથે સારું કાર્ય કરવાની ક્ષમતાને વર્ણવે છે. જે સારા ગ્રાહક સાથેના સબંધો પુરા પાડવામાં સક્ષમ હોય છે. તેને સામાન્ય રીતે લોક કોશલ્ય તરીકે ઓળખવામાં આવે છે.


*Conceptual Skill ( કલ્પનાત્મક કોશલ્ય):-


   જટિલ અમૂર્ત (કાલ્પનિક) વિચારો સમજી અને વિશ્લેષણ કરી સર્જનાત્મક રીતે વિચારવાની ક્ષમતા છે. જે સુવિકસિત કાલ્પનિક કોશલ્ય સમૂહનો ઉપયોગ કરે છે. ઉચ્ચ સ્તરીય વ્યાવસાયિક મેનેજર પોતાની કંપની ઉપર સાક્લ્યવાદી દ્રષ્ટિકોણ રાખી કંપનીના વિભાગો વચ્ચે સબંધ રાખે છે અને કેવી રીતે કંપની સાથે બંધ બેસે છે. તેમ જ તેની સમગ્ર પર્યાવરણ પરની અસરને સમજવાનો પ્રયત્ન કરે છે.


👉Contemporary India and Education(NCF2005) Clik Her


👉समकालीन भारत और शिक्षा(NCF 2005 in Hindi)Clik Her




Thenk you

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ