Recents in Beach

ભાષાની વ્યાખ્યાઓ અને તેનાં લક્ષણો

 Definitions of language and its features:-

પ્રસ્તાવના :-

  ‘ભાષા’ શબ્દ ‘ભાષ’ એટલે બોલવું પરથી આવ્યો છે. પરંતુ માત્ર બોલવું તેને જ ભાષા કહી શકાય નહિ. ‘ભાષા’ શબ્દ અનેક અર્થોમાં પણ પ્રયોજાય છે. ઘણીવાર આપણે એમ કહીએ કે કવિતા તે આત્માની કલા, ચેષ્ટાએ મૂંગાની ભાષા. કવિતાની ભાષા, સાહિત્યની ભાષા વિદ્વાનોની વિદ્વતાપૂર્ણ ભાષા એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પ્રાપ્ત થાય છે. ભાષાની ખુબજ જાણીતી વ્યાખ્યા.




    “વિચારોનાં આદાન-પ્રદાનનું વહન એટલે ભાષા’ આ વ્યાખ્યા ખૂબ વ્યાપક અર્થે નિર્માણ કરે છે. જો આપણે આ વ્યાખ્યાને સ્વીકારીએ તો ઠેકડા મારીને, તાળી પાડીને, આંખ કાઢીને આપણે આપણા વિચારો બીજા માણસ સુધી પહોચાડવા માટે પ્રયત્નશીલ બનીએ છીએ ત્યારે આ બધાં પ્રયત્નોને પણ ‘ભાષા’ તરીકે જ સ્વીકારવા પડે. ભાષા પ્રાથમિક રીતે ધ્વનિની શ્રેણીનાં રૂપમાં એટલે કે હવાના આંદોલન રૂપે અસ્તિત્વ ધરાવે છે. જગતનાં ભાષા વેજ્ઞાનિકોએ ‘ભાષા’ એટલે શું ? એ પ્રશ્નનાં સંદર્ભમાં જે જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે તે વ્યાખ્યાઓ આપણે એટલાં માટે જોવી પડે કે તેનાં પરથી ભાષાની લાક્ષણીકતાઓ અથવા ભાષાનાં ઘટક અંગોનો પરિચય પ્રાપ્ત કરી શકાય. ભાષાની વ્યાખ્યા નીચે મુજબ છે.



ભાષાની વ્યાખ્યાઓ અને તેનાં લક્ષણો



વ્યાખ્યાઓ:-

(૧) ‘સેપિર’ના મત મુજબ ભાષા સ્વેચ્છિક રીતે પેદા કરેલાં સંકેતો દ્વારા વિચારો લાગણીઓ અને ઇચ્ચાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિન સાહજિક પદ્ધતિ પ્રવૃત્તિ છે.



(૨) ‘રોબર્ટ હોલ’ના મત મુજબ- “ભાષાએ યાદ્ચ્છીક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવીઓ વડે ઉપયોગમાં લેવાતી વાંચ્ય,શ્રાવ્ય આદતોની વ્યવસ્થા છે.”



(૩) ‘જે.બી.કેરોલ’ના મત મુજબ :- “ભાષાએ પ્રાદેશિક વાંચિક ધ્વનીઓ અને ધ્વનિ શ્રંખલાની મૃત થયેલી વ્યવસ્થા છે. જે માનવ વ્યક્તિઓનાં કોઈ જૂથ દ્વારા અરસ-પરસના સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઇ શકાય છે, અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતાં પદાર્થો ઘટનાઓ અને પ્રક્રિયાઓને અરોષ પણે નોંધી આપે છે.”



(૪) ‘સ્તુર્તવા’ના મત મુજબ :- ભાષા પ્રાદેશિક વાંચિક સંકેતોની એક વ્યાખ્યા છે. જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથનાં સભ્યો એક બીજાનો સહકાર સાધે છે અને એક બીજાનાં સંપર્કમાં આવે છે.



    ભાષાની ઉપરોક્ત વ્યાખ્યાઓપરથી એમ કહી શકાય કે ભાષાએ પ્રાદેશિક વાંચિક ધ્વની સંકેતોની વ્યવસ્થા છે. આ વ્યાખ્યા પરથી ભાષાનાં લક્ષણો તારવી શકાય. ભાષા બોલનારના વિચાર અને ભાવ સાંભળનારને પહોચાડવાનો મહત્ત્વ કાગસી કામ બજાવે છે. કારણ કે ભાષા પોતે અર્થવત્તી સાર્થક છે. જો ભાષા અર્થનો ઇન્કાર કરે તો એની મૂળભૂત કામગિરી બજાવવામાં જ નિષ્ફળ નિવડે. ભાષા પોતે મિથ્યા બની જાય એટલે એનું એ મહત્ત્વનું લક્ષણ એ ભાષા અર્થવતી બને તે છે.




૧)  ભાષા એક વ્યવસ્થા છે:-

   ભાષામાં આવતાં ધ્વનિ રૂપોને વાક્ય રચનામાં ગોઠવીને પછી એમાંથી વાક્યાર્થ નિષ્પન કરી શકાય છે. અને એ અર્થમાં જ ભાષાને એક વ્યવસ્થા છે કે તંત્ર છે. ધ્વનિ-રૂપોને એકબીજાની સાથે જોડવામાં પોતાનાં નિયમો હોય છે. ધ્વની-રૂપોની રચના વખતે જ આપણને ભાષાની વ્યવસ્થાનો પરિચય પ્રાપ્ત થાય છે. દરેક ભાષાને પોતાનું એક અલગ તંત્ર કે વ્યવસ્થા હોય છે. ભાષાની વ્યવસ્થામાં પણ ઘણી વખત આપણે અનિયમિતતા કે અપૂર્ણતા જોઈએ છીએ કારણ કે ભાષાની વ્યવસ્થાનો ઉપર રહેલો છે. નિયમિત તંત્રમાં ભલે થોડી ઘણી ખામીઓ હોય પરંતુ ભાષાનું એક મહત્ત્વનું લક્ષણ તે વ્યવસ્થા છે, અને વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.




૨) ભાષા ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે:-

   જગતમાં આપણને અનેક પ્રકારનાં સંકેતો જોવા મળે છે. લાલ-લીલાં ઝંડી-સિગ્નલ બતાવવા, કાળી પટ્ટી ધારણ કરવી વિરોધનું પ્રદર્શન કરવું, મુખ પર આંગળી મુકવી ચુપ રહેવા કહેવું પરંતુ આ બધી સંકેત પદ્ધતિની કાર્યક્ષમતા માર્યાદિત પ્રકારની છે. જયારે ભાષામાં ધ્વનિ-સંકેતો ઉપર આધારિત છે. આવા ધ્વનિ સંકેતો નિશ્ચિત થયેલા છે. પરસ્પર માનવ સમુદાય એક બીજાની સાથે વ્યવહાર કરતા કોઈને કોઈ સામાજિક જુથમાં જ આ ધ્વનિ સંકેતો અસ્તિત્વમાં આવે છે. અને પછી તે રૂઢ બને છે. પરંપરા દ્વારા એ સ્વીકારાય છે. કોઈ પણ ભાષાને ધ્વનિ સંકેતો વિના ક્યારેક ચાલતું નથી. જેથી ધ્વનિ માત્ર સંકેતાત્મક હોય છે.એના આ સંકેતોના આધારે ભાષાનું આખું તંત્ર રચાય છે.




૩) ભાષાએ પ્રાદેશિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે :-

   પશ્ચિમના બધા જ ભાષા વેજ્ઞાનિકોએ ભાષાની પ્રાદેશિક તથ્ય સ્વીકાર કરેલો છે. ભાષામાં જે ધ્વનિ સંકેતો પ્રયોજાય છે તે બધા જ પ્રાદેશિક છે. ધ્વનિ સંકેતો સમૂહરૂપ જે શબ્દો છે તે જે શબ્દનો એક બીજા સાથેનો સંબધ દર્શાવવાની પદ્ધતિ છે. ભાષા કોઈને કોઈ પ્રકારની આંતરિક વ્યવસ્થા છે જે પ્રદેશીક્તાની સાથે સુવ્યય સ્થિતિ રીતે સંકળાયેલી છે.




૪)ભાષા વાંચિક ધ્વનિ સંકેતોની બનેલી છે:-

   ભાષામાં જે ધ્વનિ સંકેતો પ્રયોજાય છે. એ બધા વાંચિક ઉચ્ચારિત ધ્વનિ સંકેતો છે. વાક્ય શ્રાવ્ય પ્રકારના આ સંકેતો દ્વારા જ ભાષાનું સમગ્ર તંત્ર રચાય છે. ક, ખ, ગ જેવા ધ્વનિ ઘટકો કા, ખા, ગા જેવી ધ્વનિ શ્રેણીઓ દ્વારા ભાષાનાં સંકેતો પ્રગટ થતાં હોય છે. એક સામાજિક જુથમાં જૂદી જૂદી રીતે ઉચ્ચારાય ત્યારે જ ભાષાની વ્યવસ્થાનો પાયો નખાય છે. આ ઉચ્ચારિત સંકેતો સંઘટીત હોય છે. અને ભાષામાં એની અનેક સ્તરીય વ્યવસ્થા પણ જોવા મળે છે. ઉચ્ચારિત સંકેતોમાં જે ભેદક ધ્વનિઓ હોય છે તેને લીધે જ દરેક ભાષાની પોતાનું વિશિષ્ટ માળખું હોય છે. આ ભેદક ધ્વનિઓના એવા સંયોજનો નિર્માણ થાય છે. કે તે અર્થ વ્યક્ત કરવા માટે વપરાય છે. ભાષાના ધ્વનિ સંકેતોમાં નવા-નવા અર્થો વ્યક્ત કરવાની ગુજરા હોય છે. એ અર્થોને અલગ-અલગ પ્રકારની વ્યાપક રચનાઓમાં આપણે ઢાળી શકીએ છીએ. અને અનેક વિવિધ પ્રકારનાં વાક્યો નિર્માણ કરી શકીએ છીએ. ભાષાની આ સંકેત પદ્ધતિ ધ્વનિ વ્યવસ્થા પર આધારિત છે.




૫) ભાષા વિચાર-વિનિમયનો માધ્યમ:-

   વિચારોના પ્રત્યાયન માટે સાંકેતિક આંગિક અને લેકિક એવા ત્રણ રૂપો છે. એમાંથી વ્યક્તિ પોતાનાં વિચારો સંવેદનાઓ અભિપ્રાયો અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાના છે. માત્ર બોલાતી ભાષા જ ધ્વનિઓના આરોહ- અવરોહ દ્વારા વ્યક્ત્વ્યને સંપૂર્ણ અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે. બોલાતી ભાષા જીવંત બને છે.  જ્યારે લેખિત ભાષા નિષ્પ્રાણ છે. વિચાર-વિનિમય ભાષાનું મુખ્ય પ્રયોજન છે. તેથી જ તો કહી શકાય કે ભાષા એક રોજિંદા વાણી વ્યવહારનો વિચાર-વિનિમયનું મુખ્ય અને અગત્યનું સાધન છે.




૬) કોઈ પણ એક ભાષાનો પ્રયોગ ખાસ વર્ગ- સમાજ કે જુથમાં જ થાય :-

    જે ભાષાનો વિનિયોગ ખાસ વર્ગ કે સમાજમાં થતો હોય તેને ભાષાનો ભાષા-સમાજ કે વર્ગનાં પ્રતિનિધિઓ વચ્ચે જ ભાષા બોલાય છે, અને સમજાય છે. ગુજરાતી ભાષા બોલનારા ભાષા સમાજની બહાર ગુજરાતી સમજવાનું કે તેનો વ્યવહાર કરવાનો મુશ્કેલ છે. આ લક્ષણમાં આપણે ઉમેરી પણ શકીએ કે દરેક ભાષાની એક સીમાં છે, અને સીમાંની પેલેપાર બધું જ બદલાય જતું હોય છે. કારણ કે બીજી ભાષાની સરહદ શરૂ થઇ જતી હોય છે. તેવી જ રીતે દરેક ભાષાને એતિહાસિક સમય સીમાં હોય છે. દરેક ભાષામાં પોતાની પૂર્વવર્તી અને અર્થવતી વ્યવસ્થા હોય છે.


દા.ત.:-    પ્રાકૃતનું પૂર્વવર્તી સ્વરૂપ અપભ્રંશ છે. આ ભાષા સ્વરૂપો પ્રકૃતિથી ભિન્ન છે. આમ, ભાષાનાં સ્થળ અને કાળ બંનેની ચોક્કસ સરહદો જોવા મળે છે.




૭) ભાષાએ આનુવાંશિક નથી પણ પ્રયત્ન સાધ્ય છે:-

    મનુષ્યને ભાષા જન્મજાત મળતી નથી. પશુઓ કે પક્ષીઓની તુલનાઓ મનુષ્યમાં કેટલીક વિલક્ષણતાઓ અને વિશિષ્ટતાઓ રહેલી છે. મનુષ્યમાં તો ભાષા શીખવાની નેસર્ગિક શક્તિ રહેલી છે. છતાં તે પ્રયત્ન કરીને જ ભાષા શિખી શકે છે, તેથી એમ કહી શકાય કે ભાષા પ્રયત્ન સાધ્ય પદાર્થ છે. બાળકનો જન્મ ગમે તે કુટુંબમાં થયો હોય પરંતુ તેનો ઉચ્છેર જે કુટુંબમાં થાય તે કુટુંબની ભાષા તે શિખે છે. બાળકમાં ભાષા ગ્રહણ કરવાં શક્તિ વિશેષ હોવાથી ગુજરતી ભાષી માં-બાપનું બાળક અમેરિકામાં જન્મ્યું હોય ત્યારે ત્યાનાં સમાજ અને વાતાવરણના પ્રભાવમાં એ અંગ્રેજી બોલતા શિખી જાય છે. આમ, ભાષા સર્વત: પ્રાપ્ત થતી નથી, એના માટે પ્રયત્ન આવશ્યક છે.




૮) ભાષા એક સાહજિક પ્રક્રિયા છે:-

    ભાષા અનુકરણ અથવા બોદ્ધિક પ્રયત્નથી શિખી શકાય છે. અનુકરણ દ્વારા શિખાતી ભાષા સમયે બાળકની બુદ્ધિ અવિકશિત હોય છે. અને ગ્રહણ-શક્તિ તીવ્ર હોવાનાં કારણે શ્રમના અનુભવ થતો નથી. માતૃ-ભાષાના મુકાબલે પર ભાષા શિખવામાં વિશેષ શ્રમ પડે છે. પરંતુ એકવાર ભાષા શિખી લીધા પછી તે આપણે માટે સાહજિક બની જાય છે.




૯) ભાષા એક સામાજિક વસ્તુ છે:-

    ભાષાનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાં થાય છે. સમાજનું અસ્તિત્વ ભાષાને આભારી છે. ભાષા સમાજની, સમાજ માટે અને સમાજ દ્વારા નિર્માણ પામે છે. ભાષાની ઉપલબ્ધી સમગ્ર સમાજ દ્વારા થતી હોય છે. ભાષાનો વિકાસ પણ સમાજમાં જ શક્ય છે. વાક્ય રચનામાં વ્યક્તિ વિશેષની છાપ હોવા છતાં પ્રયોગની દ્રષ્ટિએ તે સામાજિક હોય છે. અથવા વાક્ય રચનામાં ભિન્ન-ભિન્ન શબ્દ ઉચ્ચારણ હોવા છતાં એ સમાજની વયક્તિઓ એને ગ્રહણ કરી શકે છે.


દા.ત.:-    ચાલ્યા શબ્દની જગ્યાએ ચાઈલો કે ચયલો વાપરતાં શબ્દનો અર્થ તો ચાલ્યો જ સ્વીકારાય છે. આ પ્રકારના પ્રયોજન સમાજમાં જ શક્ય છે.




૧૦) ભાષા પરિવર્તન શીલ છે:-

    ભાષાના બે સ્વરૂપ મોખિક અને લેખિક. સામાન્ય માનવી દ્વારા બોલાતું સ્વરૂપ મોખિક છે. પુસ્તકોમાં પ્રગટ થયેલું સ્વરૂપ લેખિત છે. બોલાતી ભાષામાં ભિન્ન-ભિન્ન કારણોને લઈને પરિવર્તન થતું હોય છે. એ કારણ શારીરિક હોય કે માનસિક પણ હોય. પ્રયત્ન, સ્થાન, વાક યંત્ર વગેરેને લઈને પણ પરિવર્તન થાય છે. શબ્દનો અર્થ વિસ્તાર કે અર્થ સંકોચ પણ થાય છે. એક સમયે વપરાતા શબ્દો બંધ થાય તેને સ્થાને નવા શબ્દ વપરાય.


  • દા.ત.:-   સત્યાગ્રહ હડતાલ, અહિંસા વગેરે શબ્દો ગાંધીયુગની શરૂઆતથી વપરાવા લાગ્યા. અલગ-અલગ સંસ્કૃતિના સંપર્કથી પણ ભાષામાં પરિવર્તન સંભવે છે. બોલાતી ભાષાનાં સંદર્ભ લેખિત ભાષામાં પરિવર્તન ઓછું અને લાંબા ગાળે થાય છે.

     





(સોરઠી) સોરાષ્ટ્રની બોલીની લાક્ષણિકતા <- આ પણ વાંચો 


સુરતી બોલીના લક્ષણો <- આ પણ વાંચો


    ટિપ્પણી પોસ્ટ કરો

    0 ટિપ્પણીઓ