Recents in Beach

અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો જણાવો .

 

    અભ્યાસક્રમ એ શિક્ષણમાં આવતાં પરિવર્તનના આધારે તેમાં પણ પરિવર્તન લાવવું જરૂરી બને છે. તે પરિવર્તન માટે અમુક સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા આવશ્યક બની જાય છે. તે માટે અભ્યાસક્રમ વિકાસ માટેના યોગ્ય સિદ્ધાંતો નીચે મુજબ દર્શાવી શકાય.


૧) બાળકેન્દ્રિત સિદ્ધાંત:-

    અભ્યાસક્રમ બાળકના રસ, જરૂરિયાતો, વલણ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉંમરે નિર્માણ થવો જોઈએ. આમ અભ્યાસક્રમ વ્યક્તિગત અને માનસિક એમ બંને બાબતો પર આધારિત છે. બાળકને કયો અનુભવ આપવો તે તેની ઉંમર, પ્રવૃત્તિ અને વિષય સાથે સહસંબંધ ધરાવશે જેનાથી વિદ્યાર્થી દરેક શાળાક્રીયા પ્રવૃતિઓમાં જોડાયેલ રહે.


૨) સમુદાય કેન્દ્રિત સિદ્ધાંત:-

  સમુદાયની જરૂરિયાત અભ્યાસક્રમ પ્રતિબિંબત હોવી જોઈએ. બાળક સમાજમાંથી આવે છે તે જ સમાજમાં રહેવાનું છે તેથી અભ્યાસક્રમ વિદ્યાર્થીને સમાજમાં યોગ્ય રીતે સમાયોજન સાધવા પ્રેરે છે.


૩) એકત્રીકરણનો સિદ્ધાંત :-

            વિવિધ વિષયો દ્વારા નક્કી કરાયેલી વિવિધ પ્રવૃતિઓ એકબીજા સાથે અને પર્યાવરણ કે જેમાં બાળક વસે છે. તેની સાથે સંકલિત હોવો જોઈએ, જે બાળકને અભ્યાસક્રમ દ્વારા જીવન તરફ સાક્લ્યવાદી (Holistic) અભિગમ અપનાવવા સક્રિય કરવામાં આવશે.


અભ્યાસક્રમ વિકાસના સિદ્ધાંતો જણાવો


૪) સંસ્કૃતિ જાળવણી સિદ્ધાંત:-

    સંસ્કૃતિ અનુલક્ષે બાળક દ્વારા સચવાય તેવું હોવું જોઈએ. આ માત્ર ત્યારે જ શક્ય બને જ્યારે અભ્યાસક્રમ જ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે. જો કે સંસ્કૃતિ માત્ર તંદુરસ્ત લોકશાહી અને વૈજ્ઞાનિક કિંમતો પર આધારિત છે તે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.


૫) વેયક્તિક તફાવતોનો સિદ્ધાંત:-

    કેટલાંક બાળકો પ્રતિભાશાળી અને સર્જનાત્મક હોય છે અને કેટલાક સમાજના સામાન્ય બાળકો શિવાય કેટલીક બાબતોમાં અપંગ હોય છે. બાળકો તેમના સર્જનાત્મક સ્થીતીમાનનો વિકાસ કરી શકે તેવી રીતે તેને અભ્યાસક્રમમાં બાંધવામાં આવે છે.


૬) દ્રષ્ટિનો સિદ્ધાંત :-

     એક સમાજને ક્યારેક કોઈપણ રીતે સ્થિર કરવામાં આવતો નથી. તેને સમય પરિવર્તન દ્વારા આગળ જવા દેવામાં આવે છે, તેના લીધે જ્યારે અભ્યાસક્રમ બાંધવામાં આવે ત્યારે બાળકો અને સમાજની ભાવિ જરૂરિયાતો પણ ધ્યાનમાં લેવામાં આવવી જ જોઈએ. બાળક ને વિષય અને અનુભવો આપવા તથા તેમને સ્વપ્નદ્રષ્ટા બને અગમચેતી બનાવવા માટે મદદ કરવી જોઈએ.


૭) પ્રવૃત્તિ સિદ્ધાંત:-

    અભ્યાસક્રમ શિક્ષણ સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ. તે સિદ્ધાંત એકલા યાદ કરવાની ટેવ પર આધારિત ન હોવો જોઈએ, તેમાં શારીરિક અને માનસિક પ્રવૃતિઓમાં વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો જોઈએ.


૮) રાહત સિદ્ધાંત:-

  એક અભ્યાસક્રમ સમાજના કઠોર પડકારરૂપ જરૂરિયાતો પૂરી કરવા માટે માનવામાં આવે છે. જો તે સરળ બને વ્યાપક આધારિત છે. તે નવા વિષયો અને પ્રવૃતિઓ આધારિત વ્યાપક સમાવેશ કરી શકે છે. એક અભ્યાસ રહિત સમાજ અને ગતિશીલ સમય માટે જરૂરી છે.


૯) વ્યાપકતાનો સિદ્ધાંત:-

     અભ્યાસક્રમ જીવનના તમામ પાસાંઓને જોયે છે. વિષય અને વિવિધ અનુભવોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જ જોઈએ. અભ્યાસક્રમ એક બાળકને સંપૂર્ણ માણસમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે.


૧૦) સમતોલાનનો સિદ્ધાંત/સમાનતાનો સિદ્ધાંત:-

    વિવિધ ગ્રેડ વચ્ચે અને શિક્ષણ વચ્ચે સારી રીતે સમતોલન કરવાની પૂર્વશરત અભ્યાસક્રમમાં જરૂરી છે. હિન્દી વિષયમાં સમાવેશ અનુભવો છ મહિનામાં પૂર્ણ થાય છે અને આ જ વાત ગણિત વિષયમાં નવ મહિના પછી પણ પૂર્ણ ન હોય તો તે અભ્યાસક્રમમાં ખામી છે.


૧૧) સંગઠન સિદ્ધાંત :-

   અભ્યાસક્રમ અનેક માર્ગો આયોજિત કરી શકે છે. તે વિષય મુજબના એકમનું આયોજન કરી શકે છે. વિવિધ વિષયો વચ્ચે સંબંધ હોય તેવી રીતેનું આયોજન અભ્યાસક્રમ કરે છે.


૧૨) ઉપયોગિતા સિદ્ધાંત:-

     અભ્યાસક્રમ બાંધવામાં વિદ્યાર્થીઓ અને તેમજ તેમના સમાજ માટે ઉપયોગી બાબતો હોવી જ જોઈએ. તે ભવિષ્યમાં ઉપયોગી બને ઉત્પાદિત નાગરિક તરીકે બાળકને સમર્થ કરતો હોવો જ જોઈએ.



*અભ્યાસક્રમ વિકાસ: સિદ્ધાંતો, સરંચના અને મૂલ્યાંકન (B.Ed માટેની બૂક ખરીદવા માટે અહીં Click કરો)*





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ