Recents in Beach

કુન્તકનો વક્રોક્તિ વિચાર સમજાવો|Kuntakno vakrokti vichaar samjavo

 

વક્રોક્તિ વિચાર


    ભારતીય કાવ્ય શાસ્ત્રમાં ‘વક્રોક્તિ’ શબ્દનો પ્રયોગ અંત્યત પ્રાચીન કાળથી થતો રહ્યો છે. આચાર્ય વામ્હ, દંડી, વામન વગેરેએ એનો પ્રયોગ એક અલંકારના રૂપમાં જ કર્યો છે. અને અર્થાઅલંકારોમાં એની ગણના કરી છે.


    વક્રોક્તિ માટે જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી વ્યાખ્યા કરી છે. જે નીચે મુજબ છે:-


વાક્રોક્તિની વ્યાખ્યા:-


(૧) વામન:- “લોક વ્યવહારથી જુદી અતિશ્યોક્તિ તે જ વક્રોક્તિ છે.”


(૨) દંડી:- “સ્વભાવથી જુદી અતિશય ઉક્તિને વક્રોક્તિ કહે છે.”


(૩) અલંકારવાદી આચાર્યો:- “જ્યાં શ્રોતા શ્લેષ કે કાકુના આધાર પર વાક્ર્તાના અર્થથી જુદો અર્થ તારવીને ઉક્તિને ચમત્કૃત બનાવે છે ત્યાં વક્રોક્તિ અલંકાર થાય છે.”


(૪) કુન્તક:- “ ‘વક્રોક્તિ કાવ્ય જીવતમ’ એમ કહીને એણે કાવ્યનો આત્મા કહ્યો છે.”


     વાક્રોક્તિનો વાચ્યાર્થ છે. વક્ર+ઉક્તિ અથવા વાંકુ વચન. સાહિત્યમાં એણે આપણે પરીહાસ કથન, વાકછલ અથવા શબ્દનું ક્રિડા કલાપ કહી શકીએ.     આચાર્ય કુંતકે વક્રોક્તિની વ્યાખ્યા આપતા કહ્યું છે કે: “કવિ કોશલ દ્વારા પ્રયોજાયેલ વિચિત્ર અને વિદ્ગ્ધ લોકોને કહેવાનું વિશેષ કથન તે વક્રોક્તિ છે.”
કુંતકનો વક્રોક્તિ વિચાર:-

  ભારતીય કાવ્ય શાસ્ત્રમાં વક્રોક્તિનો પ્રયોગ પ્રાચીન સમયથી થતો રહ્યો છે. પરંતુ વક્રોક્તિના વિચારમાં કુંત્કનો વિચાર મહત્વનો રહ્યો છે. જુદા જુદા આચાર્યોએ વક્રોક્તિને વ્યાપક અર્થમાં લઈને ઉક્તિની વક્રતા કે અસાધારણતા ને જ વક્રોક્તિ કહી છે. પરંતુ આચાર્ય કુન્તકએ વક્રોક્તિ કાવ્ય જીવતમ’ કહી ને એણે કાવ્યનો આત્મા ગણ્યો છે.


   વક્રોક્તિ માત્ર શબ્દાલંકાર કે અર્થાલંકાર છે. એ મતનું કુંતકે સૌપ્રથમ ખંડન કર્યું અને વક્રોક્તિને વ્યાપક અર્થમાં સમજાવવાનું પ્રયત્ન કર્યો.     કુંતક કહે છે કે વક્રોક્તિનું મૂળ કવિ પ્રતિભામાં રહેલું છે. તેમણે કવિ કર્મ ઉપર ભાર મુક્યો છે. તેઓ કહે છે કે વક્રોક્તિનું કાવ્ય સોંદર્ય કવિ પ્રતિભા દ્વારા અવતરે છે. કવિમાં પ્રતિભા ન હોય તો વક્રોક્તિ અસંભવિત છે, તેથી જ કવિની સિદ્ધતા ઉપર કુંતક ભાર મુકે છે. કવિ અને કવિ વ્યાપારને કેન્દ્રમાં રાખીઓ તે વક્રોક્તિને સમજાવે છે.


     કાવ્યની સંજ્ઞા તે આ પ્રમાણે છે: “તદ્દ વિદોને આનંદ આપે એવા વક્ર કવિ વ્યાપાર વાળા ભેગા યોજાયેલા અર્થ માત્રથી કાવ્ય બનતું નથી.”


     “શબ્દાર્થો સહિતો કાવ્યમ” એમ કહિ કાવ્યમાં શબ્દ અને અર્થને સરખું મહત્વ આપે છે. એમણે એમ સમજાવ્યું છે કે: “ જેમ પ્રત્યેક તલમાં તેલ હોય છે તેમ શબ્દ અને અર્થમાં તદ્દવિદોને આહલાદ આપનારું તત્વ હોય છે.” એટલે અર્થમાં માધુર્ય હોય છે. ત્યારે શબ્દો ગેરહાજર હોતા નથી. અને શબ્દમાં માધુર્ય હોય છે ત્યારે અર્થ ગેરહાજર નથી હોતો.


     કુંત્ક કહે છે કે એકલા રમણીય અર્થથી કે એકલા રમણીય શબ્દથી કાવ્ય બનતું નથી. પણ શબ્દ અને અર્થ બંને રમણીય હોય ત્યારે કાવ્ય બને છે. આમ કહીને કુંત્કે શબ્દાર્થમાં અનબંધી સોંદર્યને ટાંક્યું છે.    શબ્દ અને અર્થ જુદા જુદા નહિ પણ ભેગા જોઈએ, એટલું જ નહિ કોઈન પણ રચનામાં શબ્દની સાથે શબ્દનાં મિલનથી, અર્થની સાથે અર્થનાં મિલનથી સ્પષ્ટ ચારુતા ઉત્પન્ન થવી જોઈએ. વાંચક શબ્દ અને વાંચ્ય અર્થ એ બંને તો કાવ્યનું શરીર છે, અને વક્રોક્તિ તેનો અલંકાર છે. કુંત્ક કવિ વ્યાપારને એટલા માટે જ વક્ર કહે છે કે શાસ્ત્ર કે ઈતિહાસ કરતા એમાં જુદા જ ભંગી(શેલી) સ્વીકારવામાં આવી છે. કુંત્ક વાચક શબ્દ અને વાચ્યાર્થમાં લક્ષ શબ્દ અને લક્ષ્યાર્થ તેમજ વ્યંજક શબ્દ અને વ્યંગ્યાર્થનો પણ સમાવેશ કરી દે છે. તેઓ આગળ કહે છે કે શબ્દાર્થથી કાવ્ય બનતું નથી એમાં વક્રતા આવશ્ય હોવી જોઈએ.


 દા.ત.:- રઘુવંશમાં ૧૪માં સર્ગમાં વ્યથિત થયેલી સીતાનું રુદન સાંભળી નજીક જતાં વાલ્મીકિનું વર્ણન છે.”


    ત્યાં કવિએ વાલ્મિકી મુની એવું નામ નથી લીધું, પણ પક્ષી વધ જોતાં અને એમાં અન્યનો ચિત્કાર સાંભળતા જેનો શોક શ્લોકત્વ પામ્યો: ‘શોક: શ્લોક્ત્વમ આગત:’ છે તે મુની એમ કહ્યું છે. અહીં એક કરતા વધારે સંદર્ભો છે એટલે તદવિદોને વધારે આનંદ આપે છે.


   કુંતકે વક્રોક્તિને માત્ર વાંકચાતુર્ય અથવા ઉક્તિ ચમત્કારના રૂપમાં આવકાર્યો નથી. વક્રોક્તિ તો કુંત્કને મન કવિ વ્યાપાર અથવા કવિ કોશલ છે. કુંતકે રસને વક્રોક્તિનો પ્રાણ રસ કહ્યો છે, તો બીજી બાજુ કવિ કલ્પનાનો પણ સ્વીકાર કરે છે.


Kuntakno vakrokti vichaar samjavo*વક્રોક્તિના પ્રકાર જણાવો.

   વક્રોક્તિના છ પ્રકાર કુંતકે ગણાવેલા છે:


(૧) વર્ણ વિન્યાસ વક્રતા

(૨) પદ પૂર્વાર્ધ વક્રતા

(૩) પ્રત્યય વક્રતા

(૪) વાક્ય વક્રતા

(૫) પ્રકરણ વક્રતા

(૬) પ્રબંધ વક્રતા* વક્રોક્તિના વિવિધ માર્ગો જણાવો


    વક્રોક્તિના વિવિધ માર્ગો આ પ્રમાણે છે:

(૧) સુકુમાર માર્ગ

(૨) વેચીત્ર્ય માર્ગ

(૩) મધ્યમ માર્ગ.

   

 મિત્રો આમજ બીજી પોસ્ટ માટે Follow the Gujarati Nots channel on WhatsApp


FAQ/ ટૂંકા પ્રશ્નો અને ઉત્તર 


૧. વક્રોક્તિને અલંકારના રૂપમાં કોણે કોણે પ્રયોજ્યો છે?

-> આચાર્ય વામહ, દંડી, વામન

 


૨. વક્રોક્તિને કયો અલંકાર ગણાવી શકાય?

-> અર્થાલંકાર

 


૩. વક્રોક્તિનો વાચ્યાર્થ જણાવો.

-> વક્ર+ઉક્તિ અથવા વાંકુવચન

 


૪. વક્રોક્તિનાં વિચારોમાં કોનો વિચાર મહત્ત્વનો ગણાય છે?

-> “કુંતક”

 


૫. કુંતક વક્રોક્તિનું મૂળ ક્યાં ગણાવે છે?

-> કવિ પ્રતિભામાં

 


૬. વક્રોક્તિનાં કેટલાં પ્રકાર જણાવ્યાં છે? કયા કયા?

-> વક્રોક્તિનાં છ પ્રકાર છે.

૧.વર્ણવિન્યાસ વક્રતા  ૨.પદ પૂર્વાર્ધ વક્રતા ૩.પ્રત્યય વક્રતા ૪.વાક્ય વક્રતા ૫.પ્રકરણ વક્રતા ૬.પ્રબંધ વક્રતા.

 


૭. વક્રોક્તિનાં કેટલાં માર્ગો છે? કયા કયા?

-> વક્રોક્તિનાં ૩ (ત્રણ) માર્ગો છે.

૧. સુકુમાર માર્ગ ૨.વૈચિત્ર્ય માર્ગ ૩.મધ્યમ માર્ગ

 

 

૮. ભારતીય કાવ્ય શાસ્ત્રમાં વક્રોક્તિનો પ્રયોગ ક્યારથી થતો આવ્યો છે?

-> પ્રાચીન સમયથી

 

૯. કુંતકે કોને પ્રાણ રસ કહ્યો છે?

-> વક્રોક્તિને

 


૧૦. “સ્વભાવથી જુદી અતિશય ઉક્તિને વક્રોક્તિ કહે છે.” આ વ્યાખ્યા કયા વિદ્વાને આપી છે.

->દંડી

 


૧૧. વક્રોક્તિ માત્ર શબ્દાલંકાર કે અર્થાલંકાર છે, એ મતનું ખંડન કોણે કર્યું.

->કુંતકે


ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈