Recents in Beach

રાસ અને પ્રબંધ સાહિત્ય સ્વરૂપ


*રાસનું સાહિત્ય સ્વરૂપ/તેના લક્ષણો તેમજ પ્રકારો :-


     રાસ એટલે ગાય શકાય તેવો કાવ્ય પ્રકાર, રાસ શબ્દ રાસક એટલે કે એક છંદનું ખાસ નામ માત્રા મીણ જાતિનું સામાન્ય નામ અને નર્તકીઓ તથા યુગલો વડે વિવિધ તાલ અને લયમાં ગવાતું કેય ઉપરૂપક આ શબ્દ પરથી રાસ આવ્યો હોવાનું મનાય છે. રાસ એ આખ્યાન જેવા ગેય કાવ્ય રૂપે અને પાછળથી ટૂંકા ઊર્મિ કાવ્ય રૂપર સાહિત્યમાં રહેલ છે.


  રસેશ્વર કૃષ્ણના સમયથી આજ સુધીનાં જન-જીવનમાં રાસ એક ઘણો જ લોક પ્રિય કાવ્ય પ્રકાર બનતો રહ્યો છે. તેમાં રહેલી ગેયતા અભિનય, તાલ તથા લયનાં લોક હ્રદયને જીત્યું છે, કૃષ્ણ ગોપીનો રાસ, જેન કવિઓની મધ્યકાલીન સાહિત્ય રચનાઓ. અર્વાચીન કવિ ન્હાનાલાલ-બોટાદકરના ગીતો એ ત્રણે અર્થમાં રાસ શબ્દ પ્રયોજાયો છે. રાસનો વર્ણન વિષય તે જન જીવનના ખમીર અને પ્રેમ શોર્યના ભાવો બીરદાવાનો પ્રયાસ છે. કૃષ્ણ જીવન, ગોપી જીવન, સાગર જીવન, સમાજ જીવન તેમજ કુટુંબજીવનના સુખ-દુઃખના ભાવો ઝીલાતા રાસ એ ગુજરાતી સાહિત્યની આગવી વિશેષતા છે. રાસ શબ્દની ઉત્પતિ સંસ્કૃત ‘રસ’ એટલે ગાજવું, વખાણવું કે મોટેથી બુમ પાડવી વગેરે પરથી બતાવાયું છે. સંસ્કૃતમાં તો આ શબ્દ સમૂહ નૃત્યનાં અર્થમાં જાણેલો છે.



     ભાષા શાસ્ત્રી કે.કા.શાસ્ત્રી રાસને ત્રણ અર્થમાં વહેંચી આપે છે. જે નીચે મુજબ છે :

(૧) યુવક અને યુવતીઓ અથવા એકલા પુરુષો કે એકલી સ્ત્રીઓ ગોળ કુંડાળામાં તાળીઓથી તાલ બધ રીતે જે નૃત્ય કરે છે, તે રાસ. કૃષ્ણની રાસલીલા આ પ્રકારની ગણાવી શકાય.


(૨) રાસ એટલે જેન અને જેનેતર ગુજરાતી સાહિત્યમાં જે રીતે મળે છે. તે રીતે જોતા- “રાસ યુક્ત પદ્યમાં થોડે અંશે હોય છે તેવું મળે તો પણ સમકાલીન દેશ સ્થિતિ ઉપરાંત ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતો લાંબુ ગાય શકાય તેવું કાવ્ય.


(૩) સમૂહ નૃત્યમાં તાલ બધ રીતે ગાવામાં આવે છે, તે ગીત વિશેષ આપણા ડાંડિયા રાસ અને માતાજીનાં ગરબી કે ગરબા આ જ રાસના સ્વરૂપો છે.



રાસ અને પ્રબંધ સાહિત્ય સ્વરૂપ



લક્ષણો :-

    સાહિત્ય સ્વરૂપ તરીકે રાસનાં લક્ષણો નીચે મુજબ છે:-


૧) સ્તુતિ:-

     રાસની શરૂઆતમાં જેન કૃતિઓમાં જેન કવિઓએ પોતાના તીર્થનકર ને વંદન કરી વિષયની શરૂઆત કરી છે. તો જેનેતરોએ શિવ, ગણપતી કે સરસ્વતીની સ્તુતિ કરી વિષયની શરૂઆત કરી છે.


૨) માહિતી:-

    કાવ્યને અંતે કવિનો અંગત પરિચય તેના ગુરુનો નામ ઉલેખ ગ્રંથની રચનાસાલ તેમજ ફળ શ્રુતિ વગેરે આવતા હોય.


૩) ધર્મ ઉપદેશ:-

    કથાનું તત્ત્વ ગોણ કયું છે. ખાસ કરીને જેન કર્તાઓના ફાગુમાં જેન ધર્મને ઉપદેશ રૂપે દર્શાવતાં. રાસની અંદર કથાનું તત્વ ગોણ રહે છે. જેન ધર્મનાં જેટલાં રાસ કૃતિઓ છે. તેમાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે, અને તેની સાથે અન્ય ધર્મની નિંદા કરવામાં આવતી હોય છે. પોતાના ધર્મની કથા-વસ્તુ લેવામાં આવે છે. કૃતિનાં અંતભાગમાં કોઈક ને કોઈક પ્રકારનો ઉપદેશ જ સંકળાયેલો છે.


૪) વર્ણનો:-

    રાસ સાહિત્ય સ્વરૂપમાં મોટે ભાગે પ્રકૃતિ, પ્રખ્યાત નગરો, પૂજા વિધિ, સ્ત્રી પુરૂષના પહેરવેશો, આભુષણો વગેરેના વર્ણનો રાસ કૃતિમાં સારો એવો ભાગ રોકે છે.


૫) છંદ અને ઢાળ :-

   રાસ એ ગાય શકાય એવો કાવ્ય પ્રકાર હોવાનાં કારણે વિવિધ પ્રકારનાં ઢાળો વિશેષ પસંદ કરતાં હોય છે. મુખ્યત્વે માત્રમીણ છંદમાં રાસની રચના થતી. અલંકારોની પ્રજ્વલતા વક્તવ્યને ઉઠાવ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે.


૬) સમકાલીન દેશ સ્થિતિ અને ભાષાનો વિકાસ:-

  જુદા જુદા રાસમાંથી જે તે જમાનાની રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિ વિશેના ઉલ્લેખો મળી આવે છે. તેની સાથે ભાષા વિકાસનો ક્રમિક પરિચય પણ પ્રાપ્ત થાય છે.


૭) રાસનું આલેખન:-

    રાસ કૃતિમાં મોટે ભાગે શૃંગાર અને કરુણ રસને વિશેષ મહત્વ અપાતું. રાસ મોટે ભાગે જેન મુન્ની ઓના હાથે રચાયેલ હોવા છતાં ધર્મના પ્રચાર સાથે શૃંગાર રસનું આલેખન મળે અને તેની સાથે કરુણ રસનો પણ અનુભવ થાય છ. બીજા રસોને સામાન્ય સ્થાન મળે છે.


    હેમચંદ્રાચાર્યનાં સમયમાં રાસ કે રાસા ગેય રૂપક તરીકે ઓળખાતાં, ઉત્સવ પ્રસંગો એ જેન દેરા સરોમાં આ રાસ રમાતા અને ખેલાતાં.


રાસના પ્રકારો :-

    રાસના બે પ્રકાર છે:


(૧) તાલા રાસ :-

    જે રાસમાં બે હાથની તાળી પડે, ગાય શકાય તેવા રાસને તાલા રાસમાં ગણવામાં આવે છે.


(૨) લાકુટા રાસ:-

    જે રાસમાં દાંડિયા અથવા લાકુટાનો ઉપયોગ થાય છે તેણે લાકુટા રાસ તરીકે ઓળખવામાં આવે છે.


      ઉપરોક્ત બાબતોને આધારે રાસનો વર્ણન વિષય તો પુરુષ પરાક્રમને બિરદાવવાનો છે. જેથી રાસના બીજા લક્ષણો પરાક્રમના આધારે જ દેખાતાં જેન કવિઓના હાથે રચાયેલ રાસમાં જેન તીર્થન- કરોનો મહત્વ ગણાતું. ફાગુ સાહિત્ય સ્વરૂપની જેમ રાસનાં પૂર્વ ભાગમાં માનવ જીવનનો ઉલ્લાસ અને અંતમાં શૃંગાર રસની વાતો સાથે સંસારની અશ્યતા સમજાવી ધર્મ ઉપદેશ આપવામાં આવે છે. જેનેતર રચનાઓમાં સંસારની અસર સાથે વેરાગ્યનો બોધ હોતો નથી.


રાસનો ઉદભવ અને વિકાસ:-

     રાસનું મૂળ ભગવાન કૃષ્ણની બાળ લીલામાં જોવા મળે છે. સંસ્કૃત કવિ ભાષે પણ પોતાનાં બાલ ચરિત કાવ્યમાં ગોપ કન્યાઓ સાથેનાં કૃષ્ણના નૃત્યને હલ્લીસકક્રીડા કહ્યું છે. અને હરિવંશ કાવ્યમાં તેના પ્રકારો બતાવ્યા છે. શરૂઆતમાં તો રાસ ટૂંકા ઊર્મિકાવ્ય જેવા હતાં. પાછળથી કથાનું તત્વ વધતા રાસની રચના લાંબી બની.


(૧) સંદેશક રાસ:-

    રાસનાં સ્વરૂપની જૂનામાં જૂની બારમાં શ્તાક્નીન જેનેતર કવિ અબ્દુલ રહેમાન મુસ્લિમ કાવ્ય ‘સંદેશ-રાસક’ કૃતિ છે. આ કૃતિ સંસ્કૃત કાવ્ય મેઘ દૂતને અનુસરનારી છે. આ કથામાં ગૂંથાયેલ રસિક દૂત કાવ્ય જુદીજ ભાત પાડે છે. એક વિરહની નાયિકા માર્ગથી પસાર થતો મુસાફર ખંભાતનો છે એમ માણી ખંભાતમાં રહેતા પોતાનાં પતિને આ પંથિક દ્વારા સંદેશો મોકલાવે છે. આ રાસના કેટલાક પ્રસંગો ખુબ જ આકર્ષક બન્યાં છે. જીવનના ઉલ્લાસને કવિએ મન મુકીને ગાયો છે. જેનેતર રચના હોવાથી આ કૃતિમાં ધર્મ ઉપદેશને સ્થાન નથી. આખું કાવ્ય એક સરખાં ઉલ્લાશિત વાતાવરણમાં પુરુથાય છે.


(૨) ભરતેસ્વર બાહુબલી રાસ :-

   ઈ.સ.૧૧૬૯માં રચાયેલ જેન કવિ વ્રજસેન સુરે કૃત ભરતેસ્વર બાહુબલી ઘોર કાવ્ય મળે છે. જ્યારે ઈ.સ.૧૧૮૫માં જેન કવિ સાલીભદ્ર સૂરી રચિત ભરતેસ્વર બાહુબલી રાસ મળી આવે છે. આ રાસ જેન ધર્મનાં પ્રથમ તીર્થનકર વૃષભ દેવના બે પુત્રો ભારત અને બાહુબલી વચ્ચે યુદ્ધ થાય છે. તેનું વર્ણન છે. આ કૃતિનું કથા વસ્તુ જેન ધર્મમાં પ્રચલિત છે. યુદ્ધના વર્ણનો અલંકારો યોજવાની કુશળતા ભાષાપરનો કાબુ ખુબ જ નોંધ પાત્ર છે.


     જેન કવિ રચિત આવા બીજા પણ કેટલાંક રાસ રચના મળે છે. જેમ કે જંબુ સ્વામી રાસ, આબુ રાસ, નેમિનાથ રાસ, સપ્તક્ષેત્રી રાસ, શાળી ભદ્ર રાસ, કચ્છુલી રાસ, સમારા રાસ, વેથળ રાસ, ક્ષેત્રુંજય રાસ, બુદ્ધી રાસ, ગોતમસ્વામીનો રાસ વગેરે નોંધ પાત્ર કૃતિઓ છે. આ રાસમાં ખાસ કરીને જેન ધર્મનો સંઘ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે ત્યારે તેનાં મનોરંજન માટે આ રાસની રચના કરી છે.


     વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે જેન કવિ શાલી ભદ્ર શૂલીએ મહાભારત કથા પર આધારિત પાંચ પાંડવ રાસની રચના કરી છે. જે ઉતમ કૃતિ આલેખાય છે. જેનેતર કવિ ચંદ્ર બરદાય એ ‘પૃથ્વીરાજ રાસો’ કૃતિ આપી છે. નરસીંહ મહેતાનાં સમય સુધીમાં રાસના રચ્ય્તાઓ રાસ કૃતિમાં પૂર લાવે છે. જે થી કે.કા.શાસ્ત્રી આ સમયને રાસયુગ તરીકે ઓળખાવે છે.


    રાસ કે રાસડા એટલે પરાક્રમી વ્યક્તિની વીર ગાથા જેમાં મુખ્યત્વે સમાજ જીવન અને કુટુંબ જીવન સંકળાયેલ હોય ખાસ કરીને જસમાં ઓડણનો રાસ, જેસલ-તોરલનો રાસ, રાણાદેવીનો રાસ વગેરે આજે પણ જીવંત છે.


    વિશિષ્ટ લક્ષણોને આધારે જોઈએ તો આ સ્વરૂપ ‘રાસ’ને મળતું આવે છે. આમ, તો કેટલાંક ‘રાસ’ પ્રબંધને મળતાં પણ આવ્યાં છે.


દા.ત.:-  ઈ.સ.૧૧૮૫માં રચાયેલ કવિ રાજ શેખર કૃત ભરતેસ્વર બાહુબલી રાસ એ ખરેખર પ્રબંધ છે. કારણ કે જેન ધર્મના પ્રથમ તીર્થનકર ઋષભ દેવનાં બંને પુત્ર વચ્ચેના યુદ્ધનું જ આલેખન છે.


·         પ્રબંધનો ઉદભવ અને વિકાસ:-


    સવંત ૧૫૧૨માં રચાયેલ ‘કાન્હડદે પ્રબંધ’ અને ૧૫૬૮માં રચાયેલ ‘વિમલ પ્રબંધ’ એ આપણી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૂનામાં જૂની પ્રબંધ રચનાઓ ગણાય છે.


(૧) કાન્હડદે પ્રબંધ:-

    કવિ પદ્મનાભ વિરચિત કાન્હડદે પ્રબંધ જે મારવાડમાં આવેલ જલોરમાં રહીને રચાયો છે. ચૌહાણ અખેરાયના આશ્રિત વિસનગરા નાગર બ્રાહ્મણો આ પ્રબંધની રચના કરી છે. જેમાં છેક દિલ્લીથી પાટણ ઉપર ચઢાઈ કરવા આવેલા અલ્લાઉદીન ખીલજીને માર્ગમાં આવેલ વેરાવળમાં સોનગીરા કાનળદેહએ યુદ્ધ કર્યું હતું. તે યુદ્ધ ને કેન્દ્રમાં રાખી આ પ્રબંધની રચના થઇ છે. આ પ્રબંધમાં કવિએ કૃતિનો અંત સુખદ લાવવા માટે કવિ પ્દ્મનાભએ કાનળદેનો પુત્ર વિરમદે અને અલ્લાઉદીનની પુત્રી ફિરોજા વચ્ચે જન્મ-જન્માંતરનો પ્રેમ દર્શાવ્યો છે. સાત જન્મની કથા આપી આ પ્રબંધનું કથા વસ્તુ આપ્યું છે. આ પ્રબંધ ઉચ્ચ દેશાભિમાન અને પ્રબળ ધર્માભીમાનનાં આવેશથી જાતિ તુલ્યમાંગ બન્યો છે. બે હજાર પંક્તિ અને ચાર ખંડમાં વહેંચાયેલું છે.


(૨) વિમલ પ્રબંધ:-

    લાવણ્ય સમય ૧૫૬૮માં ‘વિમલ પ્રબંધ’ મળે છે. જેમાં સોલંકી રાજા ભીમદેવના મંત્રી વિમળશાહનાં ચરિત્રને તે આલેખે છે. આ પ્રબંધમાં ભીમદેવના સમયની કેટલીક એતિહાસિક ઘટનાઓ વાણિયાની ઉત્પતી, નાત જાતની રૂઢિગત માન્યતાઓ વગેરે કાવ્યને આકર્ષક તેમ જ સુવાચ્ય બનાવે છે.


(૩) માધવાનલકામકન્દ્લા પ્રબંધ:-

    આ પ્રબંધ કાયસ્ત કવિ ગણપતિએ ઈ.સ.૧૫૭૪માં રચ્યો છે. આ પ્રબંધ ધાર્મિક નથી. ૨૫૦૦ દુહામાં રચાયેલ આંઠ ખંડ પાડી મહા કાવ્યની છેલ્લીમાં રચાયો છે. પ્રબંધનો નાયક માધવ ચાલી કે શુદ્ધ શૃંગાર વીર છે. જ્યારે નાયિકા કામકંદલા અભિજાત ગણિકા પુત્રી છે. આ બંનેનું મિલન પરદુઃખ ભંજન એવા રાજા વિક્રમ દ્વારા થાય છે. કવિ પ્રથમ કામદેવને નમન કરી સરસ્વતી પાસે આશીર્વાદ માંગે છે. જે બધા કાવ્યથી અલગ છે.


(૪) સદય વત્સવીર પ્રબંધ:-

   સંસ્કૃતમાં રત્ન શેખર કવિના શિષ્ય હર્ષવર્ધન ગણીએ સદયવત્સની જેનેતર કવિ ભીમે સદયવત્સ અને સાળીગાની સોથી જુનું લોક કથાનું કાવ્ય રચ્યું છે. આ કાવ્યમાં કવિએ સદયવત્સ અને સાળીગાની આંઠ જેટલા પૂર્વ ભવની વાર્તાનો ગદ્ય-પધ્યાત્મક ઉમેરો કર્યો છે. આ પ્રબંધમાં કવિએ ઉજેની નગરી હર્ષિધી માતા, પ્રતિષ્ઠાન, શાલિવાહન, બાવનવીર, ખાપરો ચોર વગેરે પાત્રોનાં અદભુત પરાક્રમોનું  વર્ણન મળે છે. તેથી કહી શકાય કે આ કથાનો સમય વિક્રમરાજાનાં સમય જેટલો જુનો મનાયો છે.


(૫) ત્રિભુવન દિપક પ્રબંધ:-

    કવિ જયશેખર સૂરીએ આ પ્રબંધ ઈ.સ.૧૪૬૨ પછી રચ્યો છે. સંસ્કૃત ભાષામાં લખાયેલ ગ્રંથમાં કથા વસ્તુ લઇ થોડા ફેરફાર કરી સમકાલીન રંગો પૂરી પ્રાકૃત ભાષામાં તેની રચના કરેલી છે. આ પ્રબંધની વિશિષ્ટતા એ છે કે આ એક રૂપક કાવ્ય છે. જેમાં કવિએ આત્મા રૂપી પરમહંસ રાજાને માયાએ પોતાની જાળમાં ફસાવી પ્રિયાની ચેતનાથી વિખુટો પાડ્યો. રાજાએ કયા નગરી વસાવી માનને કારભારી બનાવી માયા રાણીના ગોંધ-વિલાસમાં ડૂબેલા રાજાને કેદમાં પૂરી મોંન પોતાની રીતે સત્તાધીસ બની બેઠો અને મને પોતાની માણિતી રાણી પ્રવૃતિના પુત્ર મોહને રાજા બનાવ્યો જ્યારે અણ માણીતી એવી નિવૃત અને તેનાં પુત્ર વિવેકને દેશવટો આપ્યો. અંતે યુદ્ધ થતાં મોહનો પરાજય અને વધ થાય છે. જેથી પ્રવૃત્તિ વિરહમાં મૃત્યુ પામે છે. રાજએં પોતાની કાયા નગરીનો ત્યાગ કરી પોતાનું સ્વરાજ્ય પુનઃસિદ્ધ કર્યું છે. કવિ પાત્રોનો સંઘર્ષ કર્ણવીર કરી શબ્દ અલંકાર યોજી પ્રબંધનું કથા-વસ્તુને તેજસ્વી બનાવ્યું છે.


    પ્રબંધના સાહિત્ય સ્વરૂપને જોતા કહી શકાય કે આ સ્વરૂપમાં કોઈ વિશિષ્ટતા દેખાતી નથી કેટલાંક રૂપક કથાઓ તેમજ આખ્યાનોને પણ પ્રબંધમાં ગણાવ્યા છે, જેમાં વલ્લભા આખ્યાનનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતનાં કડી પાસે આવેલ રૂપાલ ગામનાં વણિક ગોપાલ દાસે તૃષ્ટિ સંપ્રદાયના વિષ્ણવચાર્ય વલ્લભાઆચાર્યને બિરદાવવાનું જુદા જુદા રાગમાં ગાય શકાય એવું વલ્લભા આખ્યાન રચ્યું છે. આ આખ્યાન ને પણ પ્રબંધમાં ગણવામાં આવ્યું છે. તો માધવાનલ કામકંદલા પ્રબંધ, સદયવત્સ્વીર પ્રબંધ એ બંને પ્રણય કથાઓ હોવા છતાં તેને પ્રબંધ ગણી લીધા છે. જેથી રૂપક કાવ્ય, પ્રણય કાવ્ય, આખ્યાન વગેરેને પ્રબંધમાં ગણાવ્યાં હોવા છતાં આ પ્રબંધ એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર તો છે જ.




   

     


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ