Recents in Beach

ભાષા અને બોલી/Language and dialect

 Language and dialect-


   ગુજરાત પ્રદેશમાં રહેતાં લોકોની ભાષા તે ગુજરાતી. ગુજરાત પ્રદેશ એટલે ડાંગથી માંડી દાંતીવાડા અને સોરાષ્ટ્ર સુધીના આખા ભાષા સમાજની માન્ય ભાષા ગુજરાતી છે. આ માન્ય ભાષાનો ઉપયોગ સાહિત્ય પ્રશાસન તેમજ સમૂહ સંપર્કના પ્રચાર માધ્યમોમાં સુમેરે જોવા મળે છે. છતાં ગુજરાતનાં જ અંગભૂત ઉપપ્રદેશના રોજિંદા વ્યવહારનો વાગ-વ્યાપાર જૂદો- જૂદો જોવા મળે છે. તે પ્રાદેશિક ઉચ્ચારણોનું વૈવિધ્ય છે. પ્રાદેશિક ઉચ્ચારણમાં લોકો તળપદા શબ્દોની સમૃદ્ધિ પણ લાક્ષણિક છે. એક જ ભાષા સમાજના પ્રાદેશિક વાગ-વ્યવહારની વિશિષ્ટતાઓને લોક-બોલી તરીકે ઓળખવામાં આવે છે. ઉપપ્રદેશની માફક વ્યવસાયિક અને જાતિગત ભેદો પણ જૂદી-જૂદી બોલીંઓ સર્જવામાં ભાગ ભજવે છે.


    સમાજમાં જુદા- જુદા વર્ગો વચ્ચે જેમ સંપર્ક વધુ તેમ બોલીઓનું પ્રમાણ ઓછું જોવા માળે. મોટા પ્રદેશ કે મોટા સમાજમાં ઘનિષ્ઠતાનો અભાવ સર્જાતા બોલી ભેદનું પ્રમાણ વધવાનું ક્યારેક પરાસ્પરને ન સમજાય એવાં બોલી ભેદ સંભવી શકે છે.


   “બાર ગાંવ એ બોલી બદલાય” એ કહેવત ભાષા વિજ્ઞાનનું નકર સત્ય છતું કરે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ તેમ જ સોરાષ્ટ્રનું બોલી વૈવિધ્ય ઉડી ને આંખે ચડે તેવો છે, છતાં એક વસ્તુ નોંધ પાત્ર છે કે જેમ રાજ્ય કે રાષ્ટ્રને નિશ્ચિત સીમાંઓ છે, તેમ બોલી કે ભાષાને કોઈ કુદરતી સીમાઓ નથી. સુરતી બોલી ક્યાંથી શરૂ થાય ક્યાં પૂર્ણ થાય એ કહેવું મુશ્કેલ છે. બોલી અને ભાષાની શરહદો એક બીજા સાથે સહજતાથી સુમેળ સાધતી હોય છે.


    ભાષા જે સ્વરૂપ શિષ્ટ સ્વરૂપ સમાજમાં આદર પામતાં સાહિત્યમાં સ્થાન પામે છે. તેણે આપણે સામાન્ય પણે સાહિત્યની ભાષા એ જ શિષ્ટભાષા એવું માનીએ છે. પરંતુ વાસ્તવમાં તો સાહિત્યમાં સંગ્રહ પામેલું ભાષાનું સ્વરૂપ સમય જતાં શિષ્ટ બની જાય ખરું પણ ભાષાનો વિકાશ ત્યાં રૂંધાય છે. ભાષાનું સ્વરૂપ આખા પ્રદેશમાં એક સરખું તેમ જ સમાન ધોરણે હોય છે. બોલીમાંથી ભાષા આવે છે.(ગુજરાતી ભાષાએ મધ્ય ગુજરાતની બોલીમાંથી આવેલી છે.) ભાષા પ્રવાહ વહેતો જ રહેવાનો, ભાષા અને બોલી બંને પરિવર્તન પામે છે. ભાષાને પરિવર્તન પામતાં આશરે એક શતકનો સમય જાય છે, જ્યારે બોલી ઝડપથી બદલાય છે.



ભાષા અને બોલી/Language


   બોલી વિશિષ્ટ રીતે બોલાતી હોવાથી તે સ્થાનિક ગણાય છે. સાહિત્યમાં વપરાતી ભાષા બોલી વડે ઘડાય છે. કાળક્રમે વિકાસ પામીને રાજકીય મહત્તા ધારણ કરીને સાહિત્યિક ભાષા બને છે.


દા.ત.:-  આપણી ગુજરાતી ભાષાની મૂળ જનની રૂપ ભાષા તે સંસ્કૃત અને તે પણ સંસ્કૃત બોલીમાંથી અસ્તિત્વમાં આવેલું જે કાળ ક્રમે તથ્ય સ્વરૂપે વિકસીને પ્રાકૃત બોલીનું સ્વરૂપ ધારણ કરી સાહિત્યમાં સ્થાન પામતું ગયું.


    આમ, જોઈએ તો વૈદિક ભાષામાંથી ઘણી બધી ભાષાઓ ઉદ્ભવી વિકાસ પામી, વિરામ પામી આજે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જે બોલીમાં ઉપલબ્ધ નથી પરંતુ સાહિત્યમાં જ એનું સ્વરૂપ સમજાવ્યુ છે. પાશ્ચાત્ય સાહિત્ય કાર ‘બ્લુ ફિલ્ડ’ ભાષાના પાંચ વિભાગો પાડે છે.


(૧) સાહિત્યની ભાષા,(૨) વ્યવહારની ભાષાનો શિષ્ટ સ્વરૂપ,(૩) પ્રાદેશિક ભાષા, પ્રદેશમાં બોલાતી ભાષા, (૪) આમ જનતાની ભાષા-બોલચાલની તથ્ય ભાષા(બોલી),(૫)સ્થાનિક બોલી.


    ભાષા સમાજના એમ કહીશકાય કે સમાજમાં ભાષાના બે સ્વરૂપો વપરાતા હોય છે. જેમાં એક તો શિષ્ટ માન્ય ભાષા જેમાં સાહિત્ય સર્જાતું રહેતું હોય છે. અને બીજું શિષ્ટ માન્ય ભાષાનું વિકસિત સ્વરૂપ તે બોલી- જે તથ્ય રૂપે હોય છે અને તે સ્થાન ભેદ અને વર્ગ ભેદ જુદી હોય છે. આપણી ગુજરાતી ભાષામાં કેટલીય બોલીઓ, બોલી ભેદ બોલાતી જોવા મળે છે. ગુજરાતનાં ચાર બોલી પ્રદેશ જેમાં દક્ષિણ ગુજરાતની સુરતી બોલી જેમાં વર્ગ ભેદે વિવિધ જાતિગત બોલીઓ ધોડિયા બોલીઓ, કોકણી, વારલી વગેરે જાતિગત બોલીઓ આ સુરતી બોલીને કાનમી બોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સોરાષ્ટ્રની સોરઠી કે કાઠિયાવાડી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી જેમાં પંચમહાલનાં આદિવાસી કોમની ભીલી બોલી, ઉત્તર ગુજરાતની પટણી બોલી, કચ્છની કચ્છી બોલી વગેરે... ગુજરાતના ઉપપ્રદેશોની સ્થાન ભેદે પ્રાદેશિક બોલીઓ છે. તેની સાથે દરેક બોલીઓ છે. તેની સાથે દરેક વિસ્તારમાં વર્ગ ભેદ જાતિગત બોલીઓ પણ રહેલી છે.


    આમ, બોલીની લાક્ષણિકતાના આધારે ગુજરાતના ઉપપ્રદેશો નક્કી થયેલાં છે. ભાષાનું સાહિત્યિક સ્વરૂપ આખાય પ્રદેશમાં એક સરખું અને સમાન ધોરણે હોય છે. અને બોલીનું સ્વરૂપ વર્ગ ભેદે બદલાતું રહે છે. દરેક મનુષ્ય પોતાનું જ્ઞાન અર્થપૂર્ણ રીતે સાહિત્ય મારફતે વ્યક્ત કરે છે. ભાષાનું કાર્ય તો સાહિત્યનુ માધ્યમ બનવાનું છે. જ્યારે બોલીનું માધ્યમ પોતાની લાગણી, વિચાર વ્યક્ત કરવાનું છે.




(સોરઠી) સોરાષ્ટ્રની બોલીની લાક્ષણિકતા <- આ પણ વાંચો 


સુરતી બોલીના લક્ષણો <- આ પણ વાંચો

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈