Recents in Beach

સુરતી બોલીના લક્ષણો|Surati Bolina lakshno

 

સુરતી બોલીના લક્ષણો અથવા લાક્ષણિકતાઓ

 

  દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં બોલાતી બોલીને સુરતી બોલી કહેવામાં આવે છે. આ બોલીના લક્ષણો સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગ જીલ્લામાં જોવા મળે છે. આ વિસ્તારના સરહદી પ્રદેશમાં કેટલીક ભિન્ન- ભિન્ન બોલીઓ પણ જોવા મળે છે. ધરમપુર વિસ્તારની વારલી, ધોડિયા બોલી ડાંગ વિસ્તારની કુંકણી બોલી તેમજ ભીલી બોલીને બાદ કરતા સર્વાસે દક્ષિણ વિસ્તારમાં સુરતી બોલી જોવા મળે છે. સ્થૂળ અર્થમાં કહેવું હોય તો નર્મદા અને તાપીના વિસ્તારથી માંડીને વાપી સુધીના પ્રદેશને સુરતી બોલી કહેવામાં આવે છે. આ બોલીની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

 


*સુરતી બોલીના લક્ષણો:-


  (૧) ઉચ્ચારણ વિષયક મુખ્ય લાક્ષણિકતાઓ


(અ) ‘હા’ શ્રુતિનો અભાવ અને માન્ય ગુજરાતીના ‘હા’ નો લોપ

 

દા.ત.

  હું > ઉં

 ચા > ચાઈ

કહું > કઉં

નહિ > ની

હશે > ઓહે


 

 (બ) દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલાબદલી

દા.ત.

 તમે > ટમે

થોડા > ઠોડા

પંદર > પંડર

બધા > બઢા

 


(ક) ‘ળ’ નો ‘લ’

 

દા.ત.

  મળવા > મલવા

ગળે > ગલે

મળે > મલે

 


(ડ) ‘શ’ નો ‘સ’ થાય તો ક્યારેક અઘોસ ‘હ’ થાય છે.

 

દા.ત.

શાક > હાક

સાળો > હાળો

વલસાડ > વલહાડ

સુરત > હુરત

નવસારી > નવહારી

કરશું > કરહું   વગેરે......

 



(ઈ) અમુક સંજોગોમાં ‘ડ’ અને ‘ન’નો ‘લ’ થાય છે.

દા.ત.

નાનું > નાલ્લું

કડલું > કલ્લું

ગાડલું > ગાલ્લું

નાખે > લાખે  વગેરે....

 



(ઉ) ‘ણ’ ની પૂર્વે ‘ર’ હોય તો સારુખ્ય આવે.

દા.ત.

  પારણું > પાણ્ણું

સાવરણી > હાવણ્ણી

બરણી > બણ્ણી  વગેરે.....

 




સુરતી બોલીના લક્ષણો



 


(૨) વ્યાકરણ વિષયક વિશેષતાઓ:-


(અ) ભવિષ્ય કાળ પ્રથમ પુરુષ એકવચનમાં ‘આ' વાળું રૂપ.

 

દા.ત.

હું લખીશ > ઉં લખા

હું ખાઈશ > ઉં ખાવા

હું આવીશ > ઉં આવા

હું લખીશ > મેં લખા...

 

 


(બ) ચાલુ વર્તમાનકાળનાં રૂપમાં વર્તમાન કૃદંતનો ઉપયોગ જોવા મળે છે.

દા.ત.

હું લખું છું > મેં લખતો છ

હું ખાઉં છું > મેં ખાતો છ

હું આવું છું > મેં આવતો છ

 



(ક) સંકેતાર્થ કે સંભાવના અર્થવાળા રૂપોમાં ‘તે’ વાળા રૂપો જોવા મળે છે.

 

દા.ત.

૧. હું સાંભળતે  તો જરૂર જવાબ દે તે

૨. મને સમય મળતે તો પેપર પૂરેપૂરું લખતે

૩. મારું ચાલતે તો હું એને કાઢી મુકતે.



 

(ડ) ભૂતકૃદંતમાં ‘ય’ ને પૂરેપૂરો બોલવાને બદલે અડધો બોલવામાં આવે છે, તો ક્યારેક ‘ય’ ને બદલે ‘ઈ’ નો ઉપયોગ થાય છે.

દા.ત.

બોલ્યું નું - બોયલું/બોઈલું

આવ્યો નું -આયવો /આઈવો

નાખ્યો નું -નાયખો

 



*દ્વિતીય ભૂત કૃન્દત દ્વારા ભૂતકૃદંતમાંથી ‘એ’ નો લોપ થઇ ‘ઈ’ નો કયારેક ઉપયોગ થાય છે.

 

દા.ત.

છપાયેલું > છપાઈલુ

કીધેલું > કીધલું

ખાધેલું > ખાધલું  વગેરે થાય છે..

 



(૩) સુરતી બોલીનું લાક્ષણિક શબ્દ ભંડોળ :-

 

  સુરતી બોલીને કેટલુંક લાક્ષણિક શબ્દ ભંડોળ છે જે નીચે મુજબ છે.

 

દા.ત.

પૈસા > હવાકો

છોકરો > પોયરો

છોકરી > પોરી

એ > એવણ

પણ > બી

ઉછેરવું > ઉધેરું

ત્યારે > તિયારે        વગેરે.........

 




(સોરઠી) સોરાષ્ટ્રની બોલીની લાક્ષણિકતા <- આ પણ વાંચો  

 


ચરોતરી બોલીની વિશેષતાઓ/ લાક્ષણિકતાઓ<- આ પણ વાંચો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ