Recents in Beach

કોશના પ્રકારો|Bhasha Koshna Prkaaro

      પ્રકારની દ્રષ્ટિએ સામાન્ય રીતે આ મુજબના છે:-

(૧) વ્યક્તિ કોશ

(૨) પુસ્તક કોશ

(૩) ભાષા કોશ

(૪) વિષય કોશ

    એમ ચાર પ્રકાર પાડી શકાય.



(૧) વ્યક્તિ કોશ:-

  વ્યક્તિ કોષને બીજા નામે ચરિત્રકોશ તરીકે પણ ઓળખવામાં આવે છે. બધી વિવિધ વ્યક્તિની ટૂંકમાં પણ જરૂરી તેટલી વિગતો એમાં હોય, પોરાણિક કથા કોશ આ પ્રકારના કોશમાં આવે, ગુજરાતી સાહિત્ય અર્વાચીન સાહિત્યમાં, સાહિત્યકારોમાં પરિચય કે વિગત આપતો ચરિત્ર કોશ ઉપલબ્ધ છે.



 

(૨) પુસ્તક કોશ:-

  પુસ્તક કોશમાં ગદ્ય અને પદ્ય કોઈ પણ પુસ્તકનો હોઈ શકે. હિન્દી ભાષામાં તુલસીદાસે વિજય પત્રિકા કોશ રચ્યો તેનો સમાવેશ આ પ્રકારમાં થઇ શકે તદ ઉપરાંત મહાવીર પ્રસાદનું વિનયકોશ, તુલસીદાસ રચિત ‘માનસ’ના શબ્દકોશ અને કેદારનાથ ભટ્ટનો રામાયણ કોશનો સમાવેશ કરી શકાય. તેમાં જ જેઠાલાલ ત્રિવેદીનો સંત સાહિત્ય શબ્દકોશ મહદઅંશે આ પ્રકારનો ગણાય છે.

 

  કોઈ પણ સાહિત્યકારે પ્રયોજેલા શબ્દનો કોશ આ પ્રકારમાં આવી શકે છે.

 

દા.ત.:- કવિ સુરદાસે પ્રયોજેલ વ્રજ ભાષાનો અન્ય શબ્દ સાહિત્યનો કોશ રાસી પ્રભાવનો મીરાંની રચનાઓનો શબ્દનો મીરાકોશ તેમજ પરશુરામ ચતુર્વેદોનો કવિ કોશ આ પ્રકારનો છે. રતિલાલ દવેએ પી.એચ.ડી.નાં વિષય તરીકે નરસિંહ મહેતાની કૃતિમાં શબ્દનો અર્થ સાથે કૃતિમાં રહેલાં શબ્દમાં સમાવેશ પામે છે. આમ, પુસ્તક કોશમાં સાહીત્યકારનો કોશ સાહિત્ય પ્રવાહનો કોશ, કાળનો કોશ. તેમજ વિવિધ પ્રકારની બોલીનો કોશ પણ સમાવેશ કરી શકાય.

 



કોશના પ્રકારો




(૩) ભાષા કોશ:-

  કોઈ પણ ભાષાના કોશનો આપણે ભાષા કોશ કહી શકીએ. ગુજરાતી ભાષાનો સાર્થ ગુજરાતી જોડણી કોશ ભગવત ગોમંડળ, બૃહદ ગુજરાતી કોશ, બૃહદ હિન્દી કોશ દેશ પાંડેનો અંગ્રેજી ગુજરાતી કોશ, સંસ્કૃત વિનીત કોશ, નેપાળી ડીક્ષનરી તેમજ પરિભાષાનો કોશ વગેરેને ભાષા કોશ કહેવા પડે છે.

 


  બોલી અને ભાષાના કોશ આમ તો અનેક દ્રષ્ટિએ એક સરખા છે. જેમાં એતિહાસિક કોશ તુલનાત્મક કોશ, વયુત્પતી કોશ, પર્યાયી કોશ, વિલંબનકોશ, પારિભાષિક કોશ, તુકકોશ (પ્રાસ) વગેરે ભાષા કોશમાં સમાવેશ થાય છે.

 


  એતિહાસિક કોશમાં એક કાળનો નહિ પણ કેટલાક કાળ ખંડનો હોય છે. કોઈ ભાષા કે બોલીના બધા કાળમાં પ્રયોજાયેલા શબ્દો અને એમના બધા અર્થો પણ લેવામાં આવે છે. શબ્દ જે અર્થમાં સૌપ્રથમ પ્રયોજાયો હોય તે પ્રથમ અપાય છે. ત્યારબાદ તેમાં વિકસેલા અર્થો ક્રમિક પણે અપાય છે. શક્ય હોય ત્યાં દરેક અર્થનો પ્રયોગ અને તેના કાળનો પણ સંકેત કરવામાં આવે છે. પૂણેથી પ્રસિદ્ધ થઈ રહેલો સંસ્કૃત ભાષાનો કોશ આજ આદર્શ પર આધારિત છે.

 


  એતિહાસિક કોશની જેમજ તુલનાના આધારે બે, ત્રણ કે ચાર કે તેનાથી વધુ એ ભાષાના કોશ રચાયા છે, જેમાં સામાન્ય શબ્દનો કોશ પારિભાષિક શબ્દોનો કોશ એવા બે પ્રકારના કોશ છે. આમ, કેટલીક ભાષામાં તુલનાત્મક કોશ મળે છે. જેમાં અંગ્રેજી, હિન્દી કોશ તેમજ વડોદરાથી સયાજી શબ્દ શાસન “કલ્પતરું’ કોશ આંઠ ભાષામાં પ્રસિદ્ધ થયો છે. આમ, એકથી વધારે ભાષાઓની તુલના કરતા તુલના કોશો મળે છે.


 

  સામાન્ય રીતે ઉપરોક્ત બધા કોષોમાં ઉચ્ચારણનો નિર્દેશ હોય જ છે. પરંતુ અંગ્રેજી ભાષા વૈજ્ઞાનિક નીયલ જોહન્સે ઉચ્ચારણને ધ્યાનમાં રાખી અલગ કોશ પ્રગટ કર્યો છે. એનું નામ છે. ‘Every mans English Pronaununshi Dixnari (એવરી મેન્સ અંગ્રેજી પ્રોનાઉન્સી ડિક્ષનરી.)


  જેમાં શબ્દોના ઉચ્ચારણમાં સ્વર, વ્યજનનું ઉચ્ચારણ બદલાતા પ્રાદેશિક તેમજ સમાજ સ્તરીય ઉચ્ચારણનો સમાવેશ થાય છે. તે જ પ્રમાણે વયુત્પતિ કોશ પણ જોવા મળે છે.


 

દા.ત.:- હિન્દી ભાષામાં વયુત્પતિ કોશમાં ‘ગાય’ શબ્દની સાથે બતાવવામાં આવેલી વયુત્પતિ મૂળત: ‘સુમેરી’ ગુજરાતી સંસ્કૃતમાં ‘ગો’ અંગ્રેજીમાં ‘Cow’ ફારસીમાં ‘ગાવ’ ‘Goo’ જર્મનમાં ‘કુબો’ ઋષિ ‘ગોબી’ બતાવવામાં આવ્યું છે. નેપાળી ડિક્ષનરીમાં આ પ્રમાણે સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં કે.કા.શાસ્ત્રી તેમજ હરિવલ્લભ ભાયાણીનો વયુત્પતિ કોષને ભાષા કોશમાં સમાવી શકાય.

 


આ ઉપરાંત બીજા કેટલાંક અન્ય કોશોને પણ ભાષા કોશમાં જ સમાવેશ કરી શકાય, જેમાં ઉચ્ચારણ કોશ ઉત્પતિ-કોશ, સંક્ષેપકોશ, વિલોમકોશ, તુકકોશ વગેરેનો સમાવેશ કરી શકાય. સામાન્ય રીતે જોઈએ તો વર્ણનાત્મક, તુલનાત્મક અને એતિહાસિક કોશમાં ઉચ્ચારણનો નિર્દેશ હોય જ છે. તેમ છતાં અંગ્રેજીમાં ભાષા વૈજ્ઞાનિક ‘ડેનિયલ જોન્સે’ એક આગ પ્રકારનો ઉચ્ચારણને ધ્યાનમાં રાખી ઉચ્ચારણ કોશમાં તેયાર કર્યો છે. એ જ પ્રમાણે વર્ણનાત્મક કોશ જેવા કે ગુજરાતીમાં સાર્થ જોડણીકોશ- બૃહદકોશ, હિન્દીમાં મોટો કોશ, એતિહાસિક કોશ વગેરે પ્રસિદ્ધ થયા છે. જેમાં શબ્દની વયુત્પતી પણ આપવામાં આવી છે. પર્યાયવાચી કોષોમાં શબ્દના અર્થ ન આપતાં શબ્દોના સમાન અર્થનો શબ્દ (પર્યાય) જ આપવામાં આવે છે. આ પ્રકારનો ભોલાનાથ તિવારીનો હિન્દી ભાષામાં ‘બૃહદ પર્યાયવાચી’ કોશ મળ્યો છે, એ જ રીતે વિલોમ શબ્દો આપવામાં આવ્યા છે, સંક્ષેપ કોશમાં કેટલીક ભાષાઓ જેવી કે... અંગેરજી, જર્મન, ફ્રેંચ ભાષાઓમાં સગવડ ખાતર સંક્ષેપ અથવા સંકેતના પ્રયોગો થયા છે. હિન્દી ભાષામાં પણ આ પ્રકારના કોષોની રચના થઇ છે, પરંતુ શરૂઆતના એકાદ-બે પૃષ્ઠમાં સુચના આપવામાં આવી હોય પરંતુ આ કોશની સંખ્યા મોટી નથી.

 


  એ જ પ્રમાણે કેટલાક કોષોમાં માત્ર પારિભાષિક શબ્દકોશનો જ સંગ્રહ હોય છે, જેમાં એક ભાષામાંથી બીજી ભાષામાં એટલે કે વધુ ભાષાઓના શબ્દો આપવામાં આવ્યા હોય છે. ‘કેન્દ્રિય વિશ્વ વિદ્યાલય’ તરફથી આવા કેટલાક પારિભાષિક શબ્દ કોશ આપવામાં આવ્યાં છે. ‘ગુજરાત વિદ્યાપીઠ’ તેમજ ‘ગુજરાત યુનિવર્સીટી’ તરફથી પણ પારિભાષિક શબ્દોનો પરિભાષા સહીત પુસ્તકો પ્રસિદ્ધ કરાય છે તે જ પ્રમાણે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી પારિભાષિક શબ્દો ખાસ કરીને વિનયન અને વિજ્ઞાન વિષયક કોશ પ્રસિદ્ધ થયા છે.


 

તુંકકોશ (કાફિયા) એટલે છંદના પ્રકારોના આધારે શબ્દો આપવામાં આવ્યા હોય જેના પ્રાસ મળી શકે. ‘ઉર્દૂભાષામાં આવા અનેક શબ્દોને કાફિયા કહે છે.’

 



(૪)વિષય કોશ:-

   વિષયવાર કોશનું અપાર વૈવિધ્ય છે, જેમાં વિશ્વ કોશનો સમાવેશ થાય છે. વિશ્વકોશના બે મુખ્ય ભાગ પડે છે. ‘સર્વસંગ્રહક વિશ્વકોષ’માં જ્ઞાન- વિજ્ઞાનને લગતા તમામ કોશના વિષયવાર લેખ જેમાં ‘અ’કારાદિ ક્રમે મુકવામાં આવે છે. વિષયવાર વિશ્વકોષ જે-તે વિષય માટે માર્યાદિત કોશ છે. ‘એન્સાઈક્લોપીડિયા’, ‘બ્રિટાનિકાની માઈક્રોપીડિયા રોમીના વિશ્વ કોશ’ સર્વ સંગ્રાહક પ્રકારનાં છે. કેટલાક વિશ્વકોષ વયજૂથ પ્રમાણે તેયાર કરાયા છે.

 


દા.ત.:-  બાળકો માટેના વિશ્વકોષ ચિત્ર સહીત સામગ્રીવાળા હોય છે. આ કોશમાં બાળક સમજી શકે એ રીતે ચિત્રો દ્વારા સમજુતી આપેલી હોય, વયજૂથ પ્રમાણે વિષયની પસંદગી થતી હોય છે.

 


  માધ્યમિક શાળા માટેના જુનીયર સ્ટાફના વિશ્વ કોશમાં લખાણ સરળ અને માર્યાદિત હોય છે. જુનિયરો માટે ચિત્રો, આકૃતિ, આલેખ, વગેરેનો ઉપયોગ થયેલો હોય છે. કેટલાંક કોશમાં રગીન ચિત્રો પણ મુકવામાં આવેલાં હોય છે. યુનીવર્સીટી કક્ષાના કોશમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિ માટે ઉપયોગી ઉચ્ચ સ્તરના વિશ્વ કોશના તમામ કોશના વિષયનું આલેખન ટેકનીક અને છેલ્લામાં છેલ્લા સંશોધનને લક્ષમાં રાખીને કરાય છે. તેની સાથે પારિભાષિક શબ્દનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. ઝેરોક્ષ એજ્યુકેશન પબ્લિકેશન તરફથી પ્રકાશિત થયેલ Yong Student and Saiclopidiya’ની શ્રેણી વિષયવારમાં વાંચકો માટે છે.

 


   વિશ્વકોષમાં ખાસ કરીને જુદી-જુદી વિદ્યા શાખામાં મુખ્ય અભ્યાસ વિષયક અનેક નાના પુસ્તકો જેટલી માહિતી એક સાથે અપાયેલી હોય છે. જેથી જ્ઞાન કોશનો પર્યાય તેની બાબતમાં પૂરેપૂરો સાર્થક નીવડે છે. વિશ્વકોશના પરિણામે વિશ્વના કોઈ પણ વિષય વ્યક્તિ ઘટના વિભાવના શોધખોળ વગેરેની આધારભૂત અને વિગતવાર માહિતી મેળવવાનું સુલક સંધાય છે.

 


  આમ, ‘વિશ્વકોષ એ જ્ઞાનકોષ તરીકે પણ ઓળખાયો છે.’ આ જ્ઞાનનો જ્ઞાનકોષ પણ ઉપલબ્ધ છે. કોશ કહી કે શબ્દ કોશ- વિશ્વ કોશ કહો કે, જ્ઞાનકોષ જેવા સાહિત્ય સ્વરૂપે જ્ઞાન મેળવવાની જથ્થાબંધ સામગ્રી એટલી બધી શુલ્ક થઇ ગઈ છે કે માણસ માટે એ અજ્ઞાત જેવું કશું જ રહ્યું નથી.



FAQ/ ટૂંકા સવાલ જવાબ 



૧. કોશના કેટલાં પ્રકાર પાડી શકાય?

-> ચાર પ્રકાર (૧.વ્યક્તિ કોશ, ૨.પુસ્તક કોશ, ૩.ભાષાકોશ, ૪.વિષયકોશ.)

 


૨.વ્યક્તિ કોષને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

-> ચરિત્ર કોશ

 


૩. હિન્દી ભાષામાં તુલસીદાસે કયો કોશ રચ્યો છે?

-> ‘વિજય પત્રિકા’

 


૪. કયો કોશ આંઠ ભાષામાં પ્રસિદ્ધ થયો છે?

-> ‘કલ્પતરું’

 


૫. “છંદના પ્રકારોના આધારે શબ્દો આપવામાં આવ્યા હોય જેનાં પ્રાસ મળી શકે” તે કેવા પ્રકારનો કોશ છે?

-> ‘તુંકકોશ’



૬. ભોલાનાથ તિવારીનો હિન્દી ભાષામાં કયો કોશ મળ્યો છે?

-> બૃહદ પર્યાયવાંચી’

 


૭. કયા અંગ્રેજી ભાષા વૈજ્ઞાનીકે ઉચ્ચારણને ધ્યાનમાં રાખી અલગ કોશ પ્રગટ કર્યો છે?

-> ડેનિયલ જહોન્સ

 


૮. ગુજરાતી ભાષાના કોઈપણ બે કોશકારના નામ જણાવો.

-> નર્મદ, કે.કા.શાસ્ત્રી, હરિવલ્લભ ભાયાણી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ