Recents in Beach

સોરાષ્ટ્રની (સોરઠી) બોલીની લાક્ષણિકતા| Sorthi boli ni lakshnikta

 

સોરઠી સોરાષ્ટ્રની બોલીની લાક્ષણિકતા :-

 

  રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા જીલ્લામાં વહેંચાયેલા ગુજરાતનો જ એક પ્રદેશ તે સોરાષ્ટ્રનાં નામે ઓળખાય છે. આ પ્રદેશની બોલીને સોરઠી અથવા તો સોરાષ્ટ્રી બોલી કહેવાય છે જેની વિશેષતાઓ નીચે મુજબ જોવા મળે છે, આ સોરાષ્ટ્ર વિસ્તારમાં ઝાલાવાડી, હાલારી, ગોહીલવાડી, સોરઠી અને ઓખા-મંડળની બોલીઓ પણ બોલાય છે, પરંતુ આ સમગ્ર વિસ્તારની એક સામાન્ય બોલીના લીધે સોરઠી બોલી જોવા મળે છે. આ બોલીમાં કેટલાક લક્ષણો નીચે મુજબ છે.



 

*સોરઠી બોલીના લક્ષણો:-

 

૧. ઉચ્ચારણોનાં ધ્વનિઓની ખાસિયત:-

 

(અ) ‘સ’ ને બદલે ‘હ’ બોલાય છે:

દા.ત.;

માણસ > માણહ

થસે > થહે

સાચું > હાચું

 


(બ) ‘ય’ શબ્દ બોલતા વચમાં સંભળાય તેવું ઉચ્ચારણ ‘ય’ શ્રુતિનું

 

દા.ત.:

કર્યું > કયરું

;લખ્યું > લયખું



 

(ક) અનુસ્વાર વાળા શબ્દો સાંભળવા મળે છે.

દા.ત.

હોમેલું > હોંમે

કરીયે > કરિયેં

ત્યાં > તયેં



 

(ડ) દર્શક સર્વનામ રૂપોમાં ‘એ’ ને સ્થાને ‘ઈ’ જોવા મળે છે.

દા.ત.

(૧) એ દેખાય તે મારું ઘર.

ઈ રહ્યું મારું ઘર.

 

(૨) હું કહું તેમ કર.

હું કહું તીમ કર.

 

 


(ઈ) ‘ક, ખ, ગ, ઘ’ એ વ્યંજનોને બદલે તાલવ્ય ‘ચ, છ, જ, ઝ’ નો વપરાશ થાય છે.

દા.ત.:

ગયો > જ્યો

ઘી > ઝી  વગેરે....



 

(ઊ) શબ્દને અંતે આવતા ‘આ-ઈ’ અને ‘આ-ઊ’ નું ‘અ-ઇ’ અને ‘અ-ઉ’માં પરિવર્તન જોવા મળે છે.

દા.ત.:

ભાઈ- ભય, ભૈય

ગાઉ- ગૈય



 

(એ) અનુસ્વારને બદલે અનુંનાશિક વ્યંજન માટે ઉપયોગ થાય છે.

દા.ત.:

ચાંદો > ચાન્દો

ગાંડો > ગાણ્ડો

 

 

સોરાષ્ટ્રી બોલી




૨. વ્યાકરણગત વિશેષતાઓ:-

 

(અ) બહુવચન માટે ‘ઉ’ પ્રત્યય જોવા મળે છે.

દા.ત.:

છોકરીઓ > છોકરીયું

માણસ > માણહું

દીકરી > દીકરીયું

મોટર > મોટરું

બાપડી > બાપડીયું

ગાડી > ગાડીયું



 

(બ) કર્મણી રચનાઓમાં ‘ય’ ને બદલે ‘ણ’ નો ઉપયોગ થાય છે:-

દા.ત.

ખોવાયી > ખોવાણી

 



(ક) ભવિષ્ય દર્શાવવા ‘શ’ને બદલે ‘સ’નો ઉપયોગ.

 

દા.ત.

લઈશું > લેસું

કરીશું > કરસુ  વગેરે....

 

 


*શબ્દભંડોળને જોતા સોરઠી બોલીનું શબ્દભંડોળ નીચે મુજબ છે:-

દા.ત.

પેલું > ઓલું

સાથે > હારે

ચાલવું > હાલવું

અત્યારે > અટાણે

પકડવું > ઝાલવું

બોલાવવું > બરકવું

ચાલી ગયો > વહી ગ્યો

બિચારા > બચારા

ઊંઘ > નિંદર

વરસાદ > મેહ

સાપ > એરું

પહોંચવું > પુગવું  વગેરે....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ