ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ સુદ આઠમના રોજ થયો હતો આ દિવસને
આપણે સૌ ‘જન્માષ્ટમી’ ના રૂપે ઉજવીએ છીએ. જન્માષ્ટમી અંધકારના અંત અને દુષ્ટ શક્તિઓને જડમૂળથી ઉખેડવાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે અને સાથે સાથે
આપણને એ શીખ પણ આપે છે કે ભવિષ્યની ચિંતા ન કરો, ન તો તમારે ભૂતકાળ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ તમે ફક્ત
વર્તમાન પર નિયંત્રણ રાખી શકો છો.
માખણ ચોર નંદકિશોર,
બાંધી જેણે પ્રીતની ડોર,
હરે કૃષ્ણ હરે મુરારી,
પૂજે જેને દુનિયા સારી
આવો એમના ગુણ ગાઈએ
બધા મળીને જન્માષ્ટમી મનાવીએ.
ગોકુળમાં જે કરે વાસ,
ગોપીઓ સંગ જે રમે રાસ,
દેવકી યશોદા જેમની માતા,
એવા અમારા કૃષ્ણ કનૈયા.
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
કૃષ્ણ છે એટલે જ,
જીવનલીલામાં શ્વાસની છે આવન જાવન,
આ ખોળિયું ગોકુળિયું
ને હૃદય જ વૃંદાવન...
કેમ કરીને સમજાવું તને હું મારી ભાષા,
તને કૃષ્ણની તો મને રાધાની આશા,
🦚Happy Krishna Janmashtami🦚
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની
જિંદગીના દરેક પળ સુખમયી બની રહે એવી
આજના જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભકામના
જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
એવા શ્રીકૃષ્ણ ભગવાનને અમારા સહુના પ્રણામ છે👏
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.
👏 હું પ્રાર્થના કરુછું કે
કૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ પ્રસંગે
ભગવાન કૃષ્ણ તમારી બધી ચિંતાઓ ચોરી લે
અને તમને શાંતિ અને સુખ આપે.
હેપ્પી જન્માષ્ટમી
રાધાની ભક્તિ,
મોરલીની મીઠાસ,
ગોપીઓનો રાસ
સહુ મળી ઉજવીએ
જન્માષ્ટમીનો દિવસ ખાસ.
અનેક રંગથી સજ્જ છે આ મોરપીંછ🦚
છતાંય સહુ આકર્ષાય છે શ્યામ રંગથી
Happy Janmashtami
જય યશોદા લાલની
જય હો નંદલાલની
હાથી, ઘોડા, પાલખી
જય કનૈયાલાલની
જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
જય શ્રીકૃષ્ણ🦚
થયા નહીં એક બીજાના
તો પણ એક બીજા માટે પ્રીત છે,
કૃષ્ણ ને રાધા ના મળે એ જ તો
આ જગતની રીત છે.
પ્રેમથી મોટો આકાર અને....
કાન્હાથી મોટો કલાકાર
દુનિયામાં કોઈ નહીં મળે..
કેટલીય ઝખનાં ઓ સ્વપ્નમાં જાગી હશે,
જ્યારે ઊંઘતી રાધા હશે અને વાંસળી વાગી હશે?
રીસાય ને રાધા કહે,
તારી પાછળ તો છે ઘણી ગોપી,
કહે કાન હસીને,
પણ રાધા તારી તો વાત જ અનોખી.
રાધાની વેદના તો દુનિયાએ જાણી,
પણ માધવની વેદના અજાણી
હૈયાના ગોખમહી સાચવીને રાખી
તે હોઠ ઉપર ક્યારેયના આણી.
હૈ કૃષ્ણ મને પણ આપ એક તુજ સમ મિત્ર
જે ચૂકવી શકે મુજ તાન્દુલનું મૂલ્ય.
મને લાગે છે વ્હાલો
યશોદાનો લાલો,
એને જોઈને મનડું નાચી ઉઠે,
એવો છે મારો કાન્હો
Happy Janmashtmi
હું દુઃખી છું એ તને કેવી રીતે ખબર પડશે કાના,
કારણ તને જોઈને તો હું હરખાય જાઉં છું.
જન્માષ્ટમીની હાર્દિક શુભકામના
🌟 ભક્તિ અને આનંદની શાયરી
1. નંદઘરનો આનંદ
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી
હાથી
ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી"
→ આ
શાયરી જન્માષ્ટમીના ઉલ્લાસ અને કૃષ્ણના બાલ રૂપને દર્શાવે છે
2. ગોકુળના વાસી
"ગોકુળમાં કરે જે વાસ, ગોપીઓ સંગ જે રમે રાસ
યશોદા-દેવકી જેમની માતા, એવા અમારા કૃષ્ણ કનૈયા"
→ કૃષ્ણના
બાલલીલા અને ગોકુળના જીવનનું સજીવ વર્ણન
3. કૃષ્ણની મહિમા
"કૃષ્ણ ની મહિમા, કૃષ્ણ નો પ્યાર
કૃષ્ણ માં શ્રદ્ધા, કૃષ્ણ થી સંસાર"
→ ભક્તિભાવ
અને આધ્યાત્મિકતાનો સાર
✨ જીવનદર્શનની શાયરી
1. કૃષ્ણનો સહારો
"શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે: ‘મારા
પર ભરોસો રાખો’
પણ
એવું નથી કહ્યું કે ‘મારા ભરોસે બેસી રહો’"
→ કર્મયોગ
અને ભગવદ્ ગીતાના સંદેશનો સંકેત
2. શક્તિનો સ્રોત
"એવી શક્તિ આપ પ્રભુ કે, અસ્ત સુધી
વ્યસ્ત રહીએ
J મસ્ત
રહીએ અને જબરજસ્ત રહીએ" J
→ કૃષ્ણથી
મળતી આંતરિક શક્તિની પ્રાર્થના
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈