Recents in Beach

Ganpati bappa gujarati whatsApp status | ગણપતિ બાપા સ્ટેટસ ગણેશજી

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી તે રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી (૧૦ દિવસ) ઉજવવામાં આવે છે. ૧૦ દિવસ સુધી ભગવાન ને અલગ અલગ પ્રસાદ અને વાનગીઓ ધરાવવા માં આવે છે. તો ચાલો ગણેશ ચતુર્થીના પર્વ નિમિતે આ સ્પેશિયલ મેસેજ મોકલીને ગણપતિ ભક્તોને આપો શુભકામના.


 

દેવોના દેવ મહાદેવના એ બાળ છે,
ઉમિયાંજી માતા અને રિદ્ધિ સિદ્ધિ નાર છે,
ગણપતિ એનું નામ છે,
એવા ગજાનનને મારા નમન છે.
ગણેશ ચતુર્થીની શુભકામના




સર્વને ગણેશ જયંતિની હાર્દિક શુભેચ્છા,
આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
સર્વેને સુખ, સમૃદ્ધિ ઐશ્વર્ય, શાંતિ, આરોગ્ય,
લાભો, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના..
ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમુર્તી મોરિયા..





ભગવાન ગજાનંદ, ગણપતિ મહારાજ સૌ મિત્રોને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
Happy Ganesh Chaturthi




Ganpati shayri Gujarati





ગણેશની જ્યોતિથી નૂર મળે છે,
ભક્તના દિલોને સુરૂર મળે છે,
જે પણ જાય છે ગણેશને દ્વાર,
કઈંક ને કઇંક જરૂર મળે છે.




વક્રતુંડ મહાકાય,
સૂર્યકોટી સંપ્રભ...
નિર્વિઘ્ને કરુમે દેવે સર્વ
કાર્યેષુ સર્વદા....
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના..





આજથી શરૂ થતાં ગણેશ ઉત્સવની
તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા
બુદ્ધિના દેવતા શ્રી ગણપતિ બાપ્પા
આપણને બધાને સુખ-સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિ માટે
આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના
ગણપતિ બાપ્પા મોરિયા...





આજના આ મંગલ દિવસે
સર્વ ગણેશ ભક્તોના મનની સર્વ ઇચ્છિત
મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે,
એવી ગણપતિના ચરણોમાં પ્રાર્થના,
સર્વ ગણેશ ભક્તોને
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા.




શ્રી ગણેશજી આપણા સૌના
સર્વ દુઃખ દર્દ દૂર કરી
નવી આશાનો અને ખુશીની લહેર,
પ્રસરાવે તેવી શુભેચ્છા.





હેપ્પી ગણેશ ચતુર્થી
ગણેશજીનું રૂપ અનોખું છે
ચેહરો પણ કેટલો ભોળો છે,
જેના પર પણ આવે છે મુસીબત
તેને ગણેશજીએ જ સાચવ્યા છે.




પ્રભુ તારા દ્વારા આપવામાં
આવેલી અણમોલ ભેટ છે,
વિસર્જન વગર
સર્જન અશક્ય છે.
Happy Ganesh Chaturthi




જે એક દાંતથી સુશોભિત છે,
વિશાળ શરીરવાળા છે,
લંબોદર છે, ગજાનન છે તથા જે
વિધ્નહર્તા દેવ છે,
હું એ દિવ્ય ભગવાનને પ્રણામ કરું છું.






સુપકર્ણ દેવ શુભ સૌનું કરનાર છે,
શુભકાર્ય પૂજનમાં પ્રથમ એનું સ્થાન છે,
એવા મારા સૂંઢાળા દેવને કોટી કોટી નમન.





હેપ્પી અનંત ચતુર્દશી,
પંખો ફરે ઉપર, ગણપતિ બાપ્પા સુપર..





કેવી પરિસ્થિતિનું આજ સર્જન થશે..
ખુદ સર્જનહારનું આજ
વિસર્જન થશે...



વિઘ્ન હરતા ગણેશ મહારાજ
તમારી બધી જ મનોકામના
પૂર્ણ કરે તેવી શુભકામનાઓ..
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના..!! 



ગણપતિ પરિવાર 


પિતા: શંકર 
માતા: પાર્વતી 
ભાઈ: કાર્તિકેય 
બહેન: ઓખા 
પત્ની: રિદ્ધિ અને સિદ્ધિ 
પુત્રી: સંતોષી 
પુત્ર: લાભ અને શુભ 
પુત્રવધૂ: તૃષ્ટિ અને પુષ્ટી 
પોત્ર: અમોદ અને પ્રમોદ 
પ્રપોત્ર: આનંદ અને મંગલ 
યશ અને વૈભવ 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ