Recents in Beach

ગરબીના સ્વરૂપની ચર્ચા કરી એના લક્ષણોની વિગતે ચર્ચા કરો.

 

ગરબીના સ્વરૂપની ચર્ચા કરી એના લક્ષણોની વિગતે ચર્ચા કરો.

પ્રસ્તાવના:-

   મધ્યકાલીન યુગમાં પદ, આખ્યાન, પદ્યવાર્તા, રાશ, ફાગુ વગેરે સાહિત્યનું ખેડાણ થયું હતું. આ બધા જ સ્વરૂપો હતા. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ કેન્દ્ર સ્થાને હતી એટલે તે સમયનાં બધા જ સ્વરૂપો લગભગ ગાય શકાય તેવા હતાં, તેથી લોકો કાંઠોપ કંઠ ગાયને બધા પદ, રાશ, ગરબા, ગરબી વગેરેને યાદ રાખતાં.

    મધ્યકાલીન ગુજરાતી યુગમાં ઉત્સવ સમયે લોકો મનોરંજન માણવા માટે સમુહમાં સંઘગાન અને સંઘ નૃત્ય કરતા હતા. આ રીતે સમુહમાં ગાવાની જરૂરિયાતમાંથી ગરબો અને ગરબીના સ્વરૂપો વિકસ્યો. ગરબો ગરબી વગેરેને યાદ રાખતા.

    મધ્યકાલીન ગુજરાતી યુગમાં ઉત્સવ સમયે લોકો મનોરંજન માણવા માટે સમુહમાં સંઘગાન અને સંઘનૃત્ય કરતાં હતાં. આ રીતે સમુહમાં ગાવાની જરૂરિયાતમાંથી ગરબો અને ગરબીના સ્વરૂપો વિકસ્ય. ગરબો એ મુખ્યત્વે માતાની ભક્તિ સાથે સંકળાયેલો છે. જ્યારે ગરબીનો સંબંધ વિશેષ કરીને કૃષ્ણ ભક્તિ સાથે રહેલું છે.

    ગરબો અને ગરબી બંને સંઘનૃત્યના પ્રકાર હોવાને લીધે તેમજ સંઘગાન હોવાને લીધે તેની રચના ગેયતા પ્રધાન હતી.

   ગરબામાં દેવી પુજા, દેવીના સ્વરૂપ અને શણગારના, કથાનક દેવીની શક્તિ પ્રસંગો, ચમત્કાર વગેરે લંબાણથી વર્ણવાય છે. આ રીતે જોતા ગરબો કથન અને વર્ણન પ્રધાન હોય છે. અને એમાં શૃંગાર, કરુણ, વીર અને અદ્ભુત જેવા રસો નિરૂપાયા છે.

    ગરબીમાં રાધા, કૃષ્ણ વચ્ચેના ભાવોને લલિત, મધુર પદાવલીથી નિરૂપવામાં આવે છે. એમાં શૃંગાર અને પ્રેમ-લક્ષણા ભક્તિનો આલેખન મુખ્ય હોય છે. ગરબીમાં કથન નહિ પણ ભાવની ઊર્મિ અભિવ્યક્ત હોય છે.

    અનંતરાય રાવળના મત મુજબ ગરબો અને ગરબીના મૂળ દેશીઓમાં જોવા મળે છે. ટૂંકી દેશીઓમાંથી પદ બન્યાં આ રીતે પદોમાંથી ગરબી નીપજી અને લાંબા કંડવામાંથી ગરબા બન્યાં.

·         ગરબીનું સ્વરૂપ :-

  ગરબી એ એક ધારી અને ટૂંકી તેમજ ભાવ પ્રધાન રચના છે. કનેયાલાલ મુંશી કહે છે. તેમ ગુજરાતમાં ગરબી એ ઊર્મીગીતનું સુંદર સ્વરૂપ છે. એમાં એને માટે જોઈતા બધા લક્ષણો છે. ગરબી નાની હોવાથી એમાં એક વિશુદ્ધ અનુભવનું કથન સરળતાથી થઇ શકે છે.

ગર્બીનો ઉદ્ભવ અને વિકાસ :-

    કનેયાલાલ મુંશીએ ભાલણનાં કેટલાક પદોને ‘ગરબી’ની સંજ્ઞા આપી છે. ગુજરાતી સાહિત્યમાં જેમ ગરબાની શરૂઆત ભાણાદાસે કરી છે. તેમ ગરબીના ક્ષેત્રમાં પણ સૌથી પહેલું અર્પણ ભાણાદાસ એ જ કર્યું છે.

    ભાણાદાસ પછી પ્રીતમ, રાજેન રણછોડ અને સ્વામીનારાયણ સંપ્રદાયના નિષ્ફળાનંદ, બ્રહ્માનંદ અને પ્રેમાનંદ સખી વગેરેની છૂટી છવાઈ રચનાઓ આ સ્વરૂપમાં મળી આવે છે તો ક્યારેક ઈષ્ટદેવના ગુણગાન ગવાયા છે.

    ગરબીના ક્ષેત્રમાં સૌથી અજોડ કવિ દયારામ છે. નરસીંહરાય દયારામને ‘ગરબીના પિતા’ કહે છે. દયારામની રચેલી લગભગ ૨૦૦ જેટલી ગરબીઓ મળી આવે છે.

     દયારામની ગરબીઓ વિશે નાન્હાલાલ એ યોગ્ય જ કહ્યું છે? જગતભરના સાહિત્યમાં ગુજરાતની ગરબીઓ અને ગુજરાતનાં રાસનું સ્થાન સદા અદભૂત છે. અને એ ગર્બીઓના સમ્રાટ એ ગરબીઓના ગુજરાતનાં રાજવીર દયારામનું સ્થાન મહત્વ છે. એમની એક એક ગરબી ગુજરાતનું મહા મૂલ્ય રાસ મૂર્તિ છે.

·         ગરબીના લક્ષણો (ઘટક તત્વો):-

   ગરબીના કેટલાંક લક્ષણો નીચે મુજબ છે:

(૧) ગરબીમાં ઉર્મિગીતને અનુરૂપ સંક્ષિપ્તતા હોવી જોઈએ એથી એમાં મંગલા ચરણ, ફલશ્રુતિ વગેરે આવે નહિ.

(૨) એમાં બંધારણ અને રચનાત્મક હોવા જોઈએ, એમાં શિથિલતા ચાલે નહિ.

(૩) ગરબીમાં એક જ વિચાર એક જ ઊર્મિ અથવા એક જ પ્રસંગનું આલેખન હોવું જોઈએ લાંબા વર્ણનને ગરબીમાં સ્થાન નથી.

(૪) ગરબીની રચના સંઘનૃત્યને અનુરૂપ હોવી જોઈએ એટલે કે એમાં તાલ અને શૂર બરાબર સમાયેલા હોવા જોઈએ.

(૫) ગરબીનું ધ્રુવપદ ખુબ જ આકર્ષક અને મધુર હોવું જોઈએ.

(૬) ટૂંકમાં થોડામાં થોડા શબ્દોથી જે સચોટ ભાવ જગાડે જેનો રણકાર કાનમાંથી ખસે નહિ, જેમાં શબ્દની વધ ઘટ સઘન કરી શકાય નહિ તે ગરબી. આ ગરબીઓમાં સ્ત્રી હ્રદયનો પોકાર અને હ્રદયના ઊંડાણમાંથી ચાલ્યો આવતો લાગણીનો સરળ મધુર પ્રવાહ નિરૂપણ પામે છે.

ઉપસંહાર :-

      ગરબી એ ગુજરાતની અનેક વિદ્ય સેવા કરે છે. ગુજરાતના હૃદયભાવોને એણે વાચા આપી છે. વર્ષો સુધી સાંભળનારના હેયાંને એણે રસાભિનું કર્યું છે અને આપણા અદ્યેતન માણસને પણ પોતાના તરફ આકર્ષેલ છે. અર્વાચીન યુગના કેટલાય કવિઓએ ગરબીઓને મળતી આવતી રચનાઓ કરી છે. એ જ આ સ્વરૂપની વિશેષતા અને લોકપ્રિયતા છે.


      

   ઉમાશંકર જોશીનું વિવિધ સાહિત્યસ્વરૂપોમાં યોગદાન Clik Her 

-> રાસ અને પ્રબંધ Clik Her

      

      વિવેચન એટલે શું?


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ