Recents in Beach

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક પરિબળો

Madhya kaalin Gujarati saahityna prerak paribalo:-


પ્રસ્તાવના :-

  મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હેમચંદ્રાચાર્યથી માંડીને દયારામ સુધીનું સાહિત્ય ગણાવી શકીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સાચી રીતે સમજવા માટે મધ્યકાળના ગુજરાતનું જીવન જાણવું જરૂરી બને છે. અને એ જાણવા માટે જ તે સમયના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ઈતિહાસ ઉપર દ્રષ્ટિપાત કરવો અનિવાર્ય ગણાય. એ ઈતિહાસ બનાવી આપે છે કે સાહિત્ય સર્જનને અનુકૂળ તેમજ પ્રતિકૂળ વાતાવરણ ઉભું કરતા કેવા સમ-વીસમ સંજોગોમાંથી ગુજરાતને પસાર થવું પડ્યું હતું. તે સમયના સાહિત્યની આંતર-સામગ્રી તથા કાવ્ય પ્રકારો આપણને જોવા મળે છે, તેવા જ કેમ બન્યાં છે તે એના પરિબળોથી સ્પષ્ટ થશે.



રાજકીય પરિસ્થિતિ :-

  હેમચંન્દ્રથી દયારામ સુધીની સમય મર્યાદામાં પ્રથમ સોલંકી અને વાઘેલા રાજપૂત રાજાઓને રાજ્યપાલ આવે છે. પ્રથમ સિદ્ધરાજ અને તેના અનુગામી સોલંકી અને પછી વાઘેલા રાજપૂત રાજાઓના રાજ્યકાળ આવે છે. આ સમય ગુજરાતનો ઉત્કર્ષ અને આબાદીનો હતો. જમીન અને જળ માર્ગએ ગુજરાતનો વેપાર વધ્યો હતો. રાજાઓએ કેટલાક નગરો વસાવ્યા. ઘણી જમીન ખેતીની ઉપયોગમાં આવી બાજુના રાજ્યમાંથી કેટલાક લોકોને લાવીને વસાવવામાં આવ્યા. વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓએ પંડિતોને આશ્રય આપતાં સાહિત્યને વેગ મળ્યો સિદ્ધરાજ ઉપરાંત વીર ધવલ, વત્સલ દેવ જેવાનો ફળો પણ હતો. કેશવલાલ ધ્રુવ કહે છે તેમ:-


“ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ તે

ગુજરાતનો ભવ્ય ઉદયનો હતો.”


   કહેવાય છે કે સુખ લાંબો સમય ટકતું નથી તેમ ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ વાઘેલા પોતાના પ્રધાન માધવ અને માધવનો ભાઈ કેશવની પત્નીને રનીવાસમાં ખેંચી લાવે છે જેથી માધવ દેશદ્રોહી બની દિલ્હીના સુલ્તાનને ચઢાઈ કરવાનું આમત્રણ આપે છે. અલાઉદીન ખીલજીએ કારણ વાઘેલાને હરાવી પાટણ જીતી લે છે. ત્યારથી જ ગુજરાતની રાજકીય સ્વતંત્રતા પૂર્ણ થાય છે. આ રાજાઓ સિવાય આસપાસના પ્રદેશો જીતી ગુજરાતની સીમાને વિસ્તારે છે. અને પાટણ ઉપર રાજ કરે છે.



મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રેરક પરિબળો



   ત્યારબાદ ૧૪થી ૧૬માં સતક સુધી મુસ્લિમ અમલના ત્રણ શતકમાં ગુજરાત સારું એવું સાહિત્ય જન્માવે છે. પણ ઈ.સ.૧૫૩૬મા બહાદુરશાહના મરણ પછી સરદારોની સત્તાની ખેંચા- ખેંચી શરૂ થાય છે. એ પરિસ્થિતિમાં સંવંત ૧૫૭૨મા છેક દિલ્હીથી અકબર પોતાનો ભાવટો અમદાવાદમાં પ્રગટાવે છે. આ મુગલસત્તા ગુજરાત ઉપર આશરે પોણા બે શતક રહે છે. મોગલસત્તા ઓરંગઝેબ સુધી રહે છે. ૧૭૦૭મા ઓરંગઝેબનું મૃત્યુ થતા પહેલા તેના પર અવિશ્વાસની દરખાસ્ત મુકાય છે. સૂબાઓ અને સરદારની જાસુસી ફાટફૂટ, ખટપટ અને તે સાથે બાજુના રાજ્યના મરાઠાઓની ધાડ શરૂ થઇ જાય છે. તેની સાથે જ ગુજરાતે ચાર-ચાર દુકાળો સહન કરવા પડે છે. અને ઓરંગઝેબના અવસાન પછી મોગલસત્તા નબળી પડતા ગુજરાતમાં અવ્યવસ્થા, અંધેર ફેલાઈ છે. પ્રેમની પરિસ્થિતિ લાચાર બની જાય છે. સત્તાને હાટ બદલો થાય છે. મુસલમાન, મરાઠા, મોગલો, પેશ્વા, ગાયકવાડ વગેરે પોતપોતાની સત્તા જન્માવે છે. અને પ્રજા ધાડ, લુંટફાટ, જાનમાલની બિનસલામતી અને પરેશાની વધતી જાય છે. ગુજરાતમાં પેશ્વા અને ગાયકવાડનો અખાડો બને છે. ઈ.સ.૧૭૬૧મા પેશ્વા સરકાર મરણતોલ પટકાય પડે છે. અને ૧૮૧૮માં પુરેપુરી નષ્ટ પામતા ગુજરાતની સત્તાઓ ઉપર પરદેશી અંગ્રેજ કંપની રાજ કરતી થાય છે. આમ ગુજરાતનું વાતાવરણ એકંદરે ક્ષુબ્ધ રહ્યું. દેશની રાજકીય રંગભૂમિ પર આવેલી અંગ્રેજ સત્તાએ ગુજરાતમાં કાયદાના સ્થાયામાંલથી સ્વચ્છતા અને શાંતિ આવે છે.



સામાજિક પરિસ્થિતિ :-

  મધ્યકાલીન યુગનો પ્રારંભનો સમય એટલે કે સોલંકી વાઘેલાયુગમાં સામાજિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતના ઉત્કર્ષ અને આબાદીનો હતો. રજવાડા તરફથી સંસ્કૃત ભાષાને રાજ્યશ્રય મળ્યો. ગુજરાત શિવાયના બીજા રાજ્યોમાં જઈને ધન કમાવી લાવી ગુજરાતને મળતું હતું. પંડિતો, પુરોહિતો, વિદ્યા અને સાહિત્ય પ્રવૃતિઓને પણ વેગ મળતો હતો. સુખ લાંબો સમય રહેતું નથી. ૧૨૯૭માં ઇસ્લામ શાસન સ્થપાય છે અને મુસ્લિમ ધર્મ પ્રચાર સુલતાનોએ એ જ વલણ અપનાવ્યું તેનું પરિણામ શાસિતવર્ગો ઉપર અવરોધ આવ્યો. ગુજરાતની પ્રજા ગમે તેટલી સહનશીલ હોવા છતાં જ્ઞાતિ પ્રથા મજબુત બની એટલું જ નહિ તે દૃઢ થતી ગઈ. ઉચ-નીચના ભેદભાવો વધ્યા.



    ઇસ્લામના સેન્યના રંજાળના કારણે સ્ત્રીઓની સલામતી જોખમાયી. ક્યાંક-ક્યાંક સ્ત્રીઓના અપહરણના કિસ્સા નોંધાયા એના ઉપાય તરીકે આપણે ત્યાં લાજ કાઢવાની પ્રથા ઉદ્ભવી. વરવિક્રય, કન્યા વિક્રય, દહેજ જેવા અનિષ્ઠ પણ દેખાયા. સમય જતા જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓમાં વિભક્ત થતી ચાલી. આમ નાના જ્ઞાતિ સમૂહોમાં વહેંચાયેલી પ્રજા ઉપર ધર્મ તેમજ ધર્માચાર્ય એ પોતાની પકડ જમાવી, અલગ- અલગ જ્ઞાતિઓ વિવિધ ધર્મ પાળતી થઇ. સમાજમાં વહેમ, અંધશ્રધ્ધા,વધતી ગઈ. ભૂતપ્રેત, મંત્ર-તંત્રમાં લોકોએ આંધળી શ્રદ્ધા ધારણ કરી. કેટલીક ચોક્કસ જ્ઞાતિઓ ભીલ, કોળી જેવી કોમો તરફ સુધારક દૃષ્ટિવાળી સમાજની અધોગતિને દુર કરતા સાહિત્યકારો તેમજ ધર્મસંપ્રદાયો આગળ આવ્યો.


   સંવંત ૧૫૭૨માં અકબર પોતાનો વાવટો અમદાવાદમાં ફરકાવે છે ત્યાં સુધી વિપરીત પરિસ્થિતિ રહી. અકબરે ઉદાર્નીતી અને તોડારમલની  નવી મહેસુલ પ્રવૃત્તિએ ગુજરાતમાં શાંતિ સ્વસ્થતા અને આબાદીના યુગનો પ્રારંભ કર્યો. આ સમય દરમિયાન પ્રજાને એક આશાનું કિરણ દેખાય છે.


   રાજ્ય બદલાય તેની સાથે સમાજે પણ બદલાવું પડે છે. પરધર્મીનાં આક્રમણ સાથે પ્રજા પોતાનું આંતર-જીવન પણ બદલી નાખે છે. આચાર-વિચારની પરંપરાઓમાં પણ પરિવર્તન લાવે છે.


ધાર્મિક પરિસ્થિતિ:-

    ૧૧મા શતકથી ૧૮મા શતકનાં સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે સોથી વધુ લાંબો સમય વિધર્મી સત્તાઓ આવે છે. અંધાધુંધીવાળા આ સમય દરમિયાન જેન સાહિત્યમાં ‘શાલીભદ્રસુરી’ જીન પદ્મસૂરી અસાઈત, જયશેખર જેવા જેન સાહિત્યકારો. શામળ, પ્રેમાનંદ જેવા જેનેતર કવિઓ પણ મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે ધર્માંતરણને ભોગ બનવા માંગતા જ્ઞાતિઓ સ્થળાંતર કરી ગઈ હતી. તો કેટલીક કાચબાની જેમ પોતાની જાતને સંકોચી લઇ આંતર પ્રેરણાથી મહાજનો અને પંચાયતોના વાડામાં ભરાઈ જઈ પોતાનું પૂર્વવત જીવન શરૂ કરી દે છે. તેઓ પણ પોતાનું સાહિત્ય જન્માવે છે. આ સાહિત્યમાં ગામડાનાં ધાર્મિક ઉત્સવો કે સામાજિક મેળાઓમાં રચાય છે. નરસિંહ-મીરાના પદો જન હ્રદયને ભક્તિના રંગો ચઢાવી લોકોના ધર્મ સંસ્કાર જાગ્રત રાખે છે. લોકોને થોડાક સંસારી રસમાં લઇ જાય. જેન સાધુઓએ રાસ, બારમાસી, ફાગુ જેવા સાહિત્યની રચના કરે છે.



   ધર્માચાર્ય જે સમાજ પોતાની પકડ જમાવી છે તે સમાજને અખાએ પોતાના છપ્પામાં વણી લીધા છે. એમણે આંધળું અનુકરણ કરનાર પ્રજાની હાંસી પણ ઉડાવી છે. પ્રેમાનંદ આખ્યાન દ્વારા મનોરંજન અને લોક શિક્ષણ આપે છે. તો શામળ વાર્તા દ્વારા ફક્ત મનોરંજન આપવાનું કામ કરે છે. જીવનમાં એકધારા કંટાળાને દૂર કરવા મનોરંજન મેળવવા માટે લોકો કઠપુતળીના ખેલ- ભાટ-ચારાઓની વાર્તાઓ – કથાઓ વગેરેમાંથી પોતાનું જોઈતું મનોરંજન મેળવી લે છે. તદુપરાંત ભવાઈ, રામલીલા કે જેન સાધુઓની કથાઓમાંથી પણ મનોરંજન મેળવે છે.


કવિઓની સંસ્કાર સેવા :-

  મધ્યકાળમાં ગુજરાતની પ્રજાના મન-હ્રદયને પોષણ સ્થાપવામાં તેના કવિઓનો ઘણો મોટો ફાળો છે. ગુજરાતી સાહિત્યને ક્યારે પણ કવિની ખોટ જણાય નથી. રાજકીય પરિસ્થિતિના અવલોકનમાં જે તે સમયના સાહિત્ય સર્જકોએ જે નિર્દેશ કર્યા છે તે જોતા આપણને હેમચંદ્રચાર્યથી દયારામ સુધી કવિઓની સતત ચાલતી વણજારનું દર્શન થાય છે. ૧૪માં શતકથી ૧૮માં શતકના વિષમ સંજોગો વેળા પણ સાહિત્યનુ સર્જન તો થતું જ રહ્યું છે. આદિ કવિ હેમચંદ્રચાર્યથી જેન અને જેનેતર કવિઓએ રાસ, ફાગુ, પ્રબંધ, વાર્તા, પદ, પદ્યવાર્તા, આખ્યાન, રાસ ગરબી, પ્રભાતિયા, ચાબખા, કાફિયો, હાલરડાં, આરતી, થાળ તેમજ કેટલાક લોક સાહિત્ય પણ મળે છે. અર્વાચીન કવિ ગોવર્ધન રામ કહે છે તેમ અંધેરું ધાડ, લુટ-ફાટ વગેરેના કારણે ગામ-ગામ વચ્ચે સંપર્ક રહ્યો નથી, ત્યારે પણ દરેક ગામ પોતાનો કવિ નીપજાવ્યો. એમણે નાનકડો સ્થાનિક દીવો બની લોકોના હેયાને લીલા રાખ્યાં છે.



    એમના કેટલાક કવિઓની પ્રતિષ્ઠા સ્થાનિક ન રહેતા પ્રદેશ વ્યાપી પણ બની. રાજકીય વિપતીવેળા હાસ્યરસ, ધર્મસભ્યો, આશ્વાસન અને નેતીક્બળ આપ્યું છે. સમાજને એક ડગલું આગળ લઇ જવાની સેવા બજાવી છે. જો કવિઓ ન હોત તો ગુજરાતનું લોક જીવન રણ જેવું વેરાન તેમજ શુષ્ક બની ગયું હોત. આજ કવિઓએ લોક શિક્ષણ સાથે ગુજરાતી ભાષાને પોતાના કાવ્ય સર્જનથી ભાવકક્ષમ અર્થવાહી અને મધુર બનાવી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ