Recents in Beach

જ્ઞાનની સંકલ્પના અને વ્યાખ્યા / gnanni sankalpna ane vyakhya


Ø 
જ્ઞાન કોઈ વસ્તુ સબંધી જાણકારી છે જે કોઈ પણ હોઈ શકે જેમ કે વાંદરા, બિલાડા, ગધેડા, ગણિત, વિજ્ઞાન, બેંક લોન, મોબાઈલ વગેરે.


Ø  જ્ઞાનનો ઉદેશ કોઈ વસ્તુ સબંધી તે જેવી છે તે વિશેની જાણકારી થવાનો છે.


Ø  જ્ઞાન કૃત્રિમ અને યથાર્થ વચ્ચેનો ભેદ તારવી આપે છે. (દા.ત. અસલી- નકલી વસ્તુ વચ્ચેની સમજ સિલ્ક કપડાનો અનુભવ અને ઉપયોગ.)


Ø  જ્ઞાનની ધારણામાં એ બાબત મહત્વની છે કે તે અંતિમ સત્ય હોય. જ્ઞાતાને તે જ બાબતમાં વિશ્વાસ હોવા જોઈએ. ( આ સુમિત્રા છે. પૂરતા પ્રમાણ હોય કે તે સુમિત્રા જ છે, કારણ કે તેને જાણીએ છીએ, મળીએ છીએ, સાથે ભણીએ છીએ.)


Ø  શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષા નિહિત હોય છે, અને શિક્ષામાં જ્ઞાન હોય છે એવું કહી શકાય.


Ø  વાસ્તવિક ઉદેશ્ય પ્રાપ્ત કરવા જ્ઞાનને શિક્ષણનો ઉદેશ્ય માનવો જોઈએ.(દા.ત. શિક્ષક બનવું છે, એન્જિનયર, ઈલેક્ટ્રીસિયન વગેરે).


Ø  માનવ પ્રગતિ જ્ઞાન પર નિર્ભર છે, તો જ જે તે ક્ષેત્રમાં નિપુણતા મેળવી શકાય.


Ø  જ્ઞાન વ્યક્તિને શક્તિ અને આનંદ બંને તરફ લઇ જાય છે જે ભોતિક સંસાર સબંધી છે, તે શક્તિ તરફ અને જે જ્ઞાન , આત્મા/આત્મજ્ઞાન સબંધી છે તે આનંદ તરફ લઇ જાય છે. [(૧)લગ્ન (૨) કોઈને મદદ કરવી તે હ્રદયથી આનંદ આપે છે. પ્રાચીન હિન્દુઓનો વિશ્વાસ હતો કે તે સફળ વ્યક્તિ પાસે આ બંને જ્ઞાન જરૂરી છે.]


જ્ઞાનની સંકલ્પના અને વ્યાખ્યા 


વ્યાખ્યા:-

   (૧) વેજ મહોદય: જ્ઞાન વહ હૈ જો જ્ઞાત હૈ; જો જ્ઞાત હોને પર સંચરિત રહતા હૈ, યા જ્ઞાન વહ જાનકારી હૈ જો વાસ્તવિક અનુભવ દ્વારા પ્રાપ્ત હોતી હૈ.


  તેમના અનુસાર આને વ્યાવહારીક કુશળતા પણ માની શકાય. દા.ત. એક વિશેષ કોશલ્ય  દરજી, મોચી, ખેડૂત, શિક્ષક વગેરે.


   (૨) ડ્યુવી:- કેવલ વહી જો હમારે સંસ્કારો મેં સંગઠિત હો ગયા હૈ, જિસસે હમ વાતાવરણ કો અપની આવશ્યકતાઓ કે અનુકુલ બનાને મેં સમર્થ હો સકે ઓર અપને આદર્શો તથા ઈચ્છાઓ કો ઉસ સ્થિતિ કે અનુકુલ બનાલે જિસમેં કી હમ રહતે હૈ, વાસ્તવ જ્ઞાન હૈ.


    જ્ઞાન એ કુદરતી શક્તિઓને વ્યક્તિ માટે ઉપયોગી બનાવવા માટે જવાબદાર પરિબળ છે, જે વ્યક્તિને શક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે.


     જ્ઞાન વગર આપણો વર્તમાન સંસાર એવો નાં હોત કે જે હાલ છે નહિ તો પાષાણપુરા માફક અંધ-પરિશ્રમી-દાસ જેવું જીવન વ્યતીત કરતા હોત.( પશુ, પ્રકૃતિ, ભૂત-પ્રેત વગેરેથી ડરતો હોત.૦


     વગર જ્ઞાને નાગરિકનું ચારિત્ર્ય નિર્માણ પણ અસંભવ હોત.

     જ્ઞાન વગર વ્યક્તિ અશિક્ષિત અજ્ઞાની અને અસફળ રહેશે.

     જ્યારે કઠિન પરિસ્થિતિ આવશે ત્યારે નેતિક કર્તવ્ય નિભાવવામાં તે અસફળ રહેશે.

     જ્ઞાન મસ્તિષ્કને અનુશાષિત કરે છે.

     જ્ઞાન પોષણ પણ આપે છે, શિક્ષિત કરે છે અને પૂર્ણ રૂપથી વિકસિત કરે છે.


    (૩) રસેલ:- તેઓ જ્ઞાનને માનવની પૂર્ણતાનો મહ્ત્વતનો ખંડ માને છે.


         જ્ઞાન, સંવેદ તથા શક્તિ તીનો કા અત્યધિક રૂપ સે માનવજાત કી પૂર્ણતા કે લીએ સંગ્રહિત એવં નિયંત્રિત કરના ચાહિએ.

      જ્ઞાન તર્ક શક્તિને વધારે છે અને બોધિક અનુશાસન વિકસાવે છે.
જ્ઞાનની મર્યાદા :-

   શિક્ષણનું સાધ્ય માત્ર જ્ઞાન જ માની લેવામાં આવે અને વિદ્યાર્થીઓના મગજમાં સત્યતા કે અસત્યતા વિશેના ખ્યાલો ભારીદેવામાં આવે તો તે માત્ર એન્જિનયર, ડોક્ટર, વકીલ કે કારીગર જ બની શકે પરંતુ એવા માણસોનું મળવું મુશ્કેલ રહેશે કે જે બીજાના દુઃખ જોઈ રહી ના શકે, બીજાના દુઃખ પોતાના સમજે માનવહિતને જ સૌથી મોટો આદર્શ સમજી ભગવાનથી ડરે અને બુરાઈઓની ઘૃણા કરે.


    જ્ઞાનને જ જો વધુ મહત્વ અપાશે તો શિક્ષક માત્ર સુચના આપનાર જ બની રહેશે અને જ્ઞાનની દુકાનો જ બની જશે. વિદ્યાર્થી વિવિધ વિષય જ શીખશે. તે વિષયોમાં હોશિયાર પણ બનશે પરંતુ પોતાની ચારે બાજુનું વાતાવરણ/સંસાર/દુનિયા નહિ સમજી શકે તેની સાથે સમાયોજિત નહિ કરી શકે અને સમાજ માટે બિનઉપયોગી સાબિત થશે. આપણા દેશમાં જ્ઞાનને જ સાધ્ય માનવાથી દુઃખદ પરિણામ જોઈ શકાય છે. ગામડાનાં વિદ્યાર્થીઓ શહેરમાં આવી પરીક્ષા પાસ કરશે, ડીગ્રીઓ મેળવશે પરંતુ પરત ફરશે અને નોકરીની તલાશમાં ભટકતા રહશે-બેકારની સંખ્યા વધશે શ્રમની મહત્તાને નહિ સમજે તો સમાજમાં અનુકુલન સ્થાપિત નહિ થઇ શકે.


   જ્ઞાન શક્તિ અને શાંતિ બંને લાવે છે પરંતુ મનુષ્યમાં શક્તિશાળી બનવાની મહત્વકાંક્ષા સ્વાભાવિક રૂપે વધુ જ હોય છે. જેથી શક્તિશાળી રાષ્ટ્ર કમજોર રાષ્ટ્રને દબાવવાનો પ્રયાસ કરે છે. તેઓ શાંતિને કમજોરીની નિશાની સમજે છે. અને સદા યુદ્ધના દ્વાર પર ઉભા રહે છે. વિજ્ઞાનના ઉચ્ચતમ જ્ઞાને બે વિશ્વયુધ તો કરાવી દીધા અને ત્રીજા વિશ્વયુદ્ધની તેયારીમાં છે.


 મોલાના રૂમી:- વહ જ્ઞાન જો મુઝે અપને અહં સે મુક્ત નહિ કર દેતા ઉસસે તો અજ્ઞાન હી બહુત અચ્છા રહતા હૈ.


   પ્રક્રીયાલક્ષી વ્યાખ્યા ક્યારેક જ્ઞાનવ્યવસ્થા તરીકે વર્ણવાય છે જેમ કે ‘વ્યવસ્થિત મેનેજમેન્ટની પ્રક્રિયા’ જેના દ્વારા જ્ઞાન ઓળખાય છે નિર્માણ દ્વારા ભેગું કરાય, વહેંચાય અને લાગુ કરાય.


   તક્નીકીલક્ષી  વ્યાખ્યા કદાચ જ્ઞાન વ્યવસ્થાને એક સૂત્ર માટે રજુ કરે છે જેમ કે “વ્યાપાર ચતુરાય+સહયોગ+શોધ યંત્ર+ બુદ્ધિશાળી પ્રતિનિધિઓ.”

 

*જ્ઞાન-વ્યવસ્થાની વ્યાખ્યા:-

૧) “જ્ઞાન –વ્યવસ્થા એ પ્રક્રિયાનો સંગ્રહ છે, જે સર્જન, સંચાલન, પ્રસારણ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે.” – બ્રાયન ન્યુમેન


૨) “જ્ઞાન-વ્યવસ્થા સંસ્થાકીય- સંચાલન આધારિત છે. જે જ્ઞાન-યુક્ત સંસ્થાકીય નવીનીકરણ તરફ નિર્દેશ કરે છે. દા.ત. સહાયક સંસ્થાકીય માળખાનું સર્જન, સંસ્થાકીય સભ્યોને સુવિધા IT સાધનો સાથે જ્ઞાનનું સમુહકાર્ય અને પ્રસારણની જગ્યામાં ભાર મુકવો.” – થોમસ બર્તેલ્સ


૩) “જ્ઞાન-વ્યવસ્થા એ બોદ્ધિક મિલકતની તપાસ છે જે અનન્ય સ્ત્રોતો, વિશેષતા, જટિલ કાર્યો અને સંભવિતત અવરોધો કે જે મુદ્દાના ઉપયોગમાં જ્ઞાનને વહેતું અટકાવે છે.” – ગ્રે


૪) ‘જ્ઞાન-વ્યવસ્થા પોતાના અને બીજાના અનુભવોમાંથી જે તે સંસ્થા જ્ઞાન મેળવે છે, તેની પ્રવૃતિનો સમાવેશ કરે છે. જે જ્ઞાન સંસ્થાનો હેતુ પૂર્ણ કરવા કરાયેલ અરજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.” – ગ્રેગરી વેનીંગ

 

   જ્ઞાન વ્યવસ્થા એ બે પ્રાથમિક પાસા ઓને સાથે રાખનાર વ્યવસાયિક પ્રવૃત્તિ છે.


વ્યવસાયિક પ્રવૃતિની જ્ઞાન પ્રક્રિયા ઘટક જે વ્યૂહ રચનામાં પ્રતિબિંબિત વ્યવસાય, નીતિ અને સંસ્થાના દરેક સ્તરના મહાવરાની સ્પષ્ટ ચિંતા સમાન છે.


B  સંસ્થાની બોધિક મિલકત વચ્ચે સીધું જોડાણ બનાવી (રેકોર્ડ) અને વ્યક્તિગત જાણ જેટલે અંશે હકારાત્મક વ્યવસાયના પરિણામ બંને ને સૂચિત કરે છે. – રીબેકા બારકલે અને ફિલિપ મુરે

 

   જ્ઞાન વ્યવસ્થા એ પ્રક્રિયા છે જેના દ્વારા સંસ્થાઓ તેઓના બોધિક અને જ્ઞાન આધારિત મિલકતમાંથી મુલ્ય ઉત્પન્ન કરે છે. – Megan Santosus & Jon


   જ્ઞાન વ્યવસ્થા એ શોધ, પસંદગી આયોજન પારદર્શકતા અને માહિતી રજુ કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા છે. જે મહત્વના રસપ્રદ વિસ્તારમાં કાર્યોની સમજણ સુધારે છે.” – યુનિવર્સીટી ઓફ ટેક્ષાસ


   જ્ઞાન-વ્યવસ્થા ચાર ભાગ સાથે પ્રક્રિયા છે જે Loop સમયગાળાને સમાવેશ કરે છે. જ્ઞાન સર્જાય છે, પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું વર્ગીકરણ તથા તેમાં સુધારણા થાય છે, અને જ્ઞાન વહેંચાય છે. – વેલી બેક
   

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ