Recents in Beach

નારી ચેતના એટલે શું?અનુંઆધુનીક સાહિત્યમાં નારીનું નિરૂપણ|naari chetna aetle shu?anuaadhunik saahityma naarinu nirupan


ભૂમિકા:-

   નારી મુક્તિના પ્રથમ હિમાયતી મેરી વોલ્ટોન ક્રાફ્ટ છે. તેમણે ૧૮મી સદીના અંતમાં ‘સ્ત્રીઓના અધિકારને તરફદારી’ના પુસ્તકમાં સ્ત્રી-પુરુષ ભેદભાવમાં વિરોધ કરી સ્ત્રી-પુરુષ સમાનતાની હિમાયત કરી. પરંતુ તેમના વિચારો પ્રત્યે સમાજે લગભગ ઉપેક્ષા કરી પરંતુ ઔધોગિક ક્રાંતિ બાદ સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતાના હકોને સમાજમાં ધીમે ધીમે સ્વીકૃતિ મળવા લાગી હતી.


   આ પછી જો હું સ્ટુઆર્ટ મિલ નામના વિદ્ધવાને “સ્ત્રીઓની પરાધીનતા”નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકએ સ્ત્રી પુરુષ સમાનતાના વિચારોને સામાજિક સ્વીકૃતિ અપાવવા તેમજ નારી મુક્તિની ભાવના જગાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.


    સમયના વહેણમાં ડૉ.નીરા દેસાઈ લખે છે તેમ ૧૯મી સદીમાં સ્ત્રી-પુરુષ સમાનતા માટે અનુકૂળ વાતાવરણ ઉભું થવા પામ્યું. સ્ત્રી-પુરુષથી ગોણ નથી, નીચી નથી, ઉતરતી નથી, એ પ્રકારના વિચારો ધીમે ધીમે પ્રસરતા ગયા અને સ્ત્રી-પુરુષની સેધાંતિક સમાનતાને શરૂઆત થવા લાગી તથા તેની વાસ્તવિક બનાવવા નારીવાદી જૂથો દ્વારા નારીવાદી, નારી ચેતનાની ચળવળ શરુ થવા લાગી.


નારી ચેતના


   બાબરા ડેકાર્ડ નોંધે છે તે બધા નારીવાદીઓ એવી માન્યતા ધરાવે છે કે વર્તમાન સમયમાં પુરુષ કરતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો છે. સ્ત્રીઓ પ્રત્યે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ભેદભાવ રાખવામાં આવે છે. એટલે કે સમાજ જીવનના બધા ક્ષેત્રોમાં પુરુષો જે હકો ધરાવે છે અને ભોગવે છે તથા જે ભૂમિકાઓ ભજવે છે. તેનાથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે. આવા ભેદભાવોની સ્થિતિ અન્યાય કરતાં છે તેથી તેમાં પરિવર્તન લાવવું જરૂરી છે.


   પરંતુ બધા નારીવાદીઓ સ્ત્રીના નીચા સ્થાનના, નારી દમનના મૂળની બાબતમાં એકમત ધરાવતા નથી. સ્ત્રીનું સ્થાન શા માટે નીચું છે, તે અંગે બધા નારીવાદીઓ એકમત દ્ગ્રાવતા નથી. સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવવા કે સ્ત્રી પુરુષ સમાનતા સ્થાપવા શું કરવું જરૂરી છે તે અંગે પણ બધા નારીવાદીઓ એકમત ધરાવતા નથી. જાતિવાદ, ભેદભાવનો અંત લાવવા શું કરવું જોઈએ એ અંગે પણ બધા નારીવાદીઓ એકમત ધરાવતાં નથી.


*નારીવાદ-નારીચેતના વિભાવના:-

    રેન્ડમ ડિક્ષનરી અનુસાર નારીવાદ સ્ત્રીઓ માટે પુરુષોની સમક્ષ સામાજિક અને રાજકીય હકોની હિમાયત કરે છે. કેટલીક વખત સ્ત્રીઓ માટે પુરુષોની સમકક્ષ સામાજિક અને રાજકીય હકોની પ્રાપ્તિ માટેની સંગઠિત ચળવળ તરીકે પણ ગણવામાં આવે છે.


   સ્ત્રીઓને બંધનોમાંથી મુક્તિની અસમાનતા, શોષણ અને દમનમાંથી મુક્તિની હિમાયત કરતી અને સમાજ જીવનના પ્રત્યેક સત્રમાં સ્ત્રી પુરુષ સમાનતાની હિમાયત કરી છે.


   નારીચેતના એક માનવતાવાદી ચળવળ છે તે નારી મુક્તિ માટેની સ્ત્રી-પુરુષ સમાનતા માટેની સ્ત્રીઓની પરિસ્થિતિમાં સુધારણાની ચેતના છે. એટલે કે નારી ચેતનાએ સ્ત્રીઓનો દરજ્જો સુધારવા માટે સ્ત્રીઓને પુરુષો જેવી તકો ઉપલબ્ધ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેની ચેતના છે. તે સ્ત્રીઓને શોષણ, અત્યાચાર, દમન અને અન્યાયમાંથી મુક્ત કરવાની માનવતાવાદી ચળવળ છે.


   *નારીવાદી ચળવળ ચેતના નારીકેન્દ્રી છે જે નીચેની વિગતોથી સ્પષ્ટ થશે:


1.       નારીવાદી સિદ્ધાંતને અનુલક્ષીને થતાં સંશોધનનો મુખ્ય વસ્તુ અને સંશોધનનું પ્રારંભ બિંદુ સમાજમાં સ્ત્રીઓના સંજોગો અને અનુભવો છે.


2.              નારીવાદી સિદ્ધાંતને અનુલક્ષીને થતાં સંશોધનની પ્રક્રિયા સ્ત્રીઓને કેન્દ્રવર્તી વિષયો તરીકે નિરૂપવામાં આવે છે. એટલે કે તેમાં સ્ત્રીઓના વિશિષ્ટ લાભની દ્રષ્ટિથી સ્ત્રીઓના સંજોગો અને અનુભવો જોવા અને સમજવા પ્રયત્ન કરવામાં આવે છે.


3.           નારીવાદી સિદ્ધાંત સ્ત્રીઓવત્તી સમીક્ષાત્મક અને ક્રીયાવાદી છે. તે માનવ જાતિ માટે છે. અને સ્ત્રીઓ માટે વધુ સારા સમાજનું નિર્માણ કરવાનું તેનું ધ્યેય છે. 

 


પ્રશ્ન: ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના પ્રવાહના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા/ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નારીવાદી વલણોના થયેલા નીરુપણનો પરિચય Clik Her 

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. હિન્દીની લેખિકા મહાદેવી વર્મા એ સ્ત્રીઓ પ્રત્યે સમાજમાં ચાલતા દંભ ,અન્યાય ,કુપ્રથા વિશે સારા એવા પ્રશ્નને વાચા આપી છે એને આ લેખમાં સામેલ કરવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈