Recents in Beach

ગાણિતિક અને વૈજ્ઞાનિક સાક્ષરતા/Ganitik ane Vegnanik Shakshrta


1.]ગાણિતિક સાક્ષરતા :-

   વ્યાખ્યા:-

  “વ્યક્તિની સક્ષમતા કે જે ગણિતનો ફાળો સમગ્ર વિશ્વમાં કેવો છે તે ઓળખવા અને સમજવા માટે સારી રીતે સ્થાપિત નિર્ણય અને તેનો ઉપયોગ, ઉપરાંત ગણિત સાથેની સુસંગતતા જે વ્યક્તિની જરૂરીયાત અને જીવનની સંરચના, પ્રતિબિંબિત નાગરિકત્વ સાથે જોડાયેલ હોય.”


è ગાણિતિક સાક્ષરતા ગણિતની પ્રક્રિયા અને તેનું મૂળભૂત જ્ઞાન નાગરિક યોગ્ય રીતે મેળવી શે તે છે.


è ગાણિતિક સાક્ષરતા ગણિતના જ્ઞાન, પદ્ધતિ અને પ્રક્રિયાનો વિવિધ ક્ષેત્રોમાં (સંદર્ભોમાં) આંતરિક અને પ્રતિબિંબિત રીતે દાખલ કરવાનો છે.


è દિ લેંગ નાં માટે ગાણિતિક સાક્ષરતા બહુચર્ચિત સાક્ષરતા છે જે સંખ્યાત્મક, માત્રાત્મક અને અવકાશી સાક્ષરતાનો સમાવેશ કરે છે.


è આ દરેક પ્રકારની સાક્ષરતા વ્યક્તિને વિશ્વના દરેક પાસાંઓને સમજવાની તેમજ તે વ્યક્તિના અનુભવોને સમજવા માટે સમર્થ બનાવે છે.


·         ગાણિતિક સાક્ષરતા અભ્યાસક્રમ તેમજ સૂચનોમાં આવરી લેવા ૩ R નો સમાવેશ થાય છે.

1.       સબંધિત ગાણિતિક ખ્યાલો, સીધાંતો અને કાર્યવાહી.

2.       પ્રત્યક્ષ જીવન સંદર્ભમાં તપાસ અને ગાણિતિક મોડેલનો ઉપયોગ.

3.       ઉત્તમ ગાણિતિક કોશલ્ય જે વ્યક્તિની ટેવો અને કોશલ્યોની યોગ્ય સમજ પૂરી પાડે.


2.]વૈજ્ઞાનિક સાક્ષરતા:-

     વૈજ્ઞાનિક સાક્ષરતા વિજ્ઞાનના ખ્યાલો, પ્રક્રિયાઓ, વ્યક્તિગત નિર્ણય, સમાજમાં ભાગીદારી અને સાંસ્કૃતિક બાબતોમાં ભાગીદારી તેમજ આર્થિક ઉત્પાદકતાની સમજ અને જ્ઞાન છે. તે ચોક્કસ પ્રકારોનો પણ સમાવેશ કરે છે.


     વૈજ્ઞાનિક સાક્ષરતાનો અર્થ એ છે કે વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે, શોધ કે પ્રશ્નનો જવાબ વિચારી શકે. જે તેના અનુભવ અને જિજ્ઞાસામાંથી ઉદભવ્યા છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિ વર્ણન કરવાની, સમજાવવાની તેમજ કુદરતી ઘટના વિશેની આગાહી કરવા સક્ષમ બને. વૈજ્ઞાનિક સાક્ષરતા લોકપ્રિય પ્રેસ જે સામાજિક પ્રતિક્રિયામાં તેમજ તારણોમાં સમાવિષ્ટ હોય તેવા લેખોને સમજવા અને વાંચવાની ક્ષમતા પ્રદાન કરે. વૈજ્ઞાનિક સાક્ષરતા તે નિર્દેશ કરે છે કે વ્યક્તિ વૈજ્ઞાનિક બાબતો (મુદ્દા)ને ઓળખી તેને રાષ્ટ્રીય, સ્થાનિક નિર્ણયો અને દેખાયેલી સ્થિતિને વૈજ્ઞાનિક અને ટેકનોલોજીને જાણ કરે. સાક્ષર વ્યક્તિ (નાગરિક) વૈજ્ઞાનિક માહિતીને મૂળભૂત સ્ત્રોત અને પદ્ધતિનો ઉપયોગ કરી મૂલ્યાંકન કરે. અને તેને કાર્યાન્વિત કરે. વૈજ્ઞાનિક સાક્ષરતા દલીલોને મૂલ્યાંકન કરવાની તેના પુરાવાને યોગ્ય રીતે તારણ સુધી લઇ જવાની ક્ષમતા પ્રદાન કરે છે.


     વ્યક્તિઓ પોતાની વૈજ્ઞાનિક સાક્ષરતા અલગ-અલગ રીતે રજુ કરે છે જેમ કે ટેક્નીકલ ખ્યાલનો યોગ્ય ઉપયોગ, વૈજ્ઞાનિક સંકલ્પના તેમજ પ્રક્રિયા પર યોગ્ય કાર્ય. ક્યારેક વ્યક્તિઓને આવી સાક્ષરતાના ભેદ વિષે પણ ખ્યાલ હોય છે. જેમ કે જીવન વિજ્ઞાન વિશેનો ખ્યાલ, સંકલ્પના તેમજ શારીરિક વિજ્ઞાન સંકલ્પના અને શબ્દો વિષે ઓછો ખ્યાલ. વૈજ્ઞાનિક સાક્ષરતા ને ઘણા સ્વરૂપો તેમજ સ્તરો છે. જે આજીવન વિસ્તરતા રહે છે. માત્ર શાળામાં જ વિકસે એવું નથી પણ વલણો અને મૂલ્યો વિજ્ઞાન વિશેના વ્યક્તિના વિકાસ તેમજ પુખ્ત વ્યક્તિના વિકાસ માટે પ્રસ્થાપિત ઘણા સમય પહેલાં થયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ