Recents in Beach

Top Best and latest Gujarati ukhana with answer|ગુજરાતી ઉખાણાં

Top Best and latest Gujarati Ukhana (ઉખાણાં) collection with answers only on gujaratinots.com, Lets read new Gujrati Ukhana and ask to other and enjoy with Gujarati Puzzle games. ગુજરાતી ઉખાણાં જવાબ સાથે તમે અહીંથી વાંચી શકો છો, આગળ પણ નવા નવા ઉખાણાં મુકવામાં આવશે તો અમારી મુલાકાત લેતાં રહેજો અને કોમેન્ટ Box માં તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.

 


ગુજરાતી ઉખાણાં લિલી ટોપી રાત ડગલાં,
આવ્યારે પરદેશી સાગલા,
જે કોઈ તે ખાવ ખાવ કરે,
એ તો હાય હાય કરે
બોલો એ શું..?
(મરચાં)


ત્રણ નેત્ર પણ શંકર નહીં,
વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં,
સન્યાસી છે પણ ભગવાન નહીં.
(નારિયેળ)નહીં વાંસલો, નહીં વિઝણો,
નહીં કારીગર સુથાર,
અધ્ધર મહેલ ચણાવ્યો,
રાજા ભોજ કરે વિચાર.
(સુગરીનો માળો)રંગ બેરંગી લકડક નાર,
વાત કરે ન સમજે સાર,
સૌ ભાષામાં બોલે એ,
ચાલે ત્યાં આંસુની ધાર.
(પેન)(બોલપેન)

વડ જેવા પાન ને શેરડી જેવી પેરી,
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.
(આંકડો)ગુજરાતી ઉખાણાં

દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી!!!
(દાદાભાઈ નવરોજી)


Gujarati ukhana with answer
ભેંસ વિયાણી પાડો પેટમાં,
દૂધ દરબારમાં જાય,
ચતુર હોય તો સંજીલ્યો,
મૂરખ ગોથાં ખાય!!
(કેરી)

રાતા રાતા રાતનજી, પેટમાં રાખે પણાં,
વળી ગામે ગામે થાય, એને ખાય રંક ને રાણા!!
(બોર)


અડધું ફળ ને અડધું ફૂલ,
જોવા મળું ના બાગમાં,
રંગે કાળું પણ મધ મીઠું
તો ઝટપટ કહો હું કોણ..?
(ગુલાબ જાંબુ)

એવું શું છે જે આદમી પોતાની
પત્ની અને સાળીની જોઈ શકે
પણ પોતાની સાસુની જોઈ શકતો નથી.
(લગ્ન, સગાઈ) 

વાણી નહીં પણ બોલી શકે,
પગ નથી પણ ચાલી શકે,
વાગે છે પણ કાંટા નહીં,
એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?
(ઘડિયાળ)


બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચ કચ માં
બોલો એ શું..?
(કાતર)


વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી,
દૂધ આપું તોયે હું ગાય નથી,
બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી,
પુંજા માં વપરાવ છું પણ હું દેવ નથી..બોલો હું કોણ.?
(નારિયેળ)


paheli in gujarati
ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે બોલો હું કોણ.?
(ઘન્ટ)

હવા કરતા હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..?
(ફુગ્ગો)


ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય બોલો એ શું..?
(ખુરશી)


પીળા પીળા પદ્મસી
ને પેટમાં રાખે રસ
થોડા ટીપાં વધુ પડે તો
દાંતનો કાઢે કસ! બોલો એ શું..?
(લીંબુ)

ખારા જળમાં બાંધી કાયા
રસોઈમાં રોજ મારી માયા
જન્મ ધર્યાને પારા છોડા,
મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..?
(મીઠું)જો તમારી પાસે ચાર ગાય
અને બે બકરી છે તો
તમારી પાસે કેટલા પગ છે..?
(બે)


એવું શું છે જે પાણીમાં પડે
તોય ભીનું ના થાય..?
(પડછાયો)
એવું શું છે જે જેનું હોય
એ જ જોઈ શકે
અને માત્ર એક જ વાર જોઈ શકે..?
(સપનું)એવું શું છે જે
એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે
એ પણ પોતાની જગ્યાએથી હલ્યા વગર..?
(રસ્તો-રોડ)


એવો કયો દુકાનદાર છે
જે તમારો માલ પણ લઇ લે
અને રૂપિયા પણ લઇ લે..?
(વાળદ)એવી કઈ બેગ છે
જે પલળે તો જ કામમાં આવે.?
(ટી-બેગ)


એવી કઈ ચીજ છે
જે ખાવા માટે ખરીદીએ
પણ તેને ખાતા નથી..?
(પ્લેટ)
Gujarati riddle with answer
એવું કયું જીવ છે
જે ક્યારેય સૂતું નથી..?
(કીડી)

એવી કઈ ચીજ છે
જે છોકરા છુપાવીને ચાલે છે
અને છોકરીઓ દેખાડીને ચાલે
(પર્સ)એવું શું છે
જે વગર પગે ભાગે છે
અને ક્યારેય પાછો નથી આવતો..?
(સમય)


હું તમને એક પ્રશ્ન પૂછું છું;
બતાવો 'ઉત્તર' શું છે.?
(ઉત્તર એક દિશા છે)એ શું છે જે દાદા કહેવાથી ના મળે
પણ બાબા કહેવાથી મળી જાય..?
(હોઠ)

ટિપ્પણી પોસ્ટ કરો

8 ટિપ્પણીઓ

 1. નીચે અંધારું ઊપર અજવાળું
  ફેરા ફરતાં પૂત્ર નો જન્મ થયો

  જવાબ આપોકાઢી નાખો
 2. એક છોકરો લગ્ન મા ગયો...એને એક છોકરી પસંદ આયી..તો છોકરી સામુ જો જો કરતો હતો...છોકરી ના લગન થઇ ગયા હતા..એટલે એને મગલસુત્ર બતાવ્યું..હવે છોકરો કુંવારો છે ..તો છોકરો સુ બતાવે તો એ છોકરી ને ખબર પડે કે આ છોકરો કુંવારો છે...?

  જવાબ આપોકાઢી નાખો
 3. રાજાને જમવાનું પીરસવામાં આવે છે,દુનિયામાં જેટલા પકવાન બને છે,એ બધા જ પકવાન એની આગળ મુકયા છે,પરંતુ રાજા જમતો નથી અને કહે છે "એ" હોય તો જમું.
  હવે એવું તે શું નથી કે રાજજમતો નથી ?

  જવાબ આપોકાઢી નાખો
 4. મેં ચમકદાર હું લેકીન સમજદાર નહીં મેં જલતા હું લેકીન આગ નહીં મેં ટિમટિમાતા હું મગર આંખ નહીં મેં રાત મેં દીખતા હું મગજ ચાંદ નહિ ભટકે હુએ કો રાહ દીખાતા હુ મેરા નામ બતાવો ઉત્તર પે ઈનામ પાઓ

  જવાબ આપોકાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈