Recents in Beach

ગુજરાતી ઉખાણાં અને જવાબ|Ok Google Best Gujarati Ukhana With Answer

 

એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સૌનાં

તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે

(તિજોરી)


 

 

ચાર પાયા પર ઉપર આડી છત,

કરો તેના ઉપર બસ લખ લખ લખ

(ટેબલ)

 


 

ટન ટન બસ નાદ કરે,

ઘડિયાળ જોઈ સાદ કરે,

સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે

(ઘંટ)

 


 

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ

પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ?

(જંગલ)

 

 


એ આપવાથી વધે છે,

એ આવે ત્યારે જન જાગે છે,

એ જાય ત્યારે જન ઊંઘે છે.

(વિદ્યા)

 

 

ગુજરાતી ઉખાણાં અને જવાબ


 

એક એવું અચરજ થાય

જોજન દૂર વાતો થાય.

(ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ)

 

 





બુક લેવા માટે અહીં Click કરો 




અગ, મગ ત્રણ પગ,

લક્કડ ખાય અને પાણી પીએ.

(ઓરસિયો)

 



 

લીલી બસ, લાલ સીટ,

અંદર કાળા બાવા

(તરબૂચ)

 

 



એ તો કોણ જે ઘર લઇ લે છે આખું,

પણ જગ્યા જરાપણ નથી રોકતું

(પ્રકાશ)




ગુજરાતી ઉખાણા


 

એવું કયું ઝાડ જેમાં

લાકડી નથી હોતી?

 

જવાબ:- કેળાનું ઝાડ

 

 

એક ભાઈ ચડે ને

એક ભાઈ ઉતરે

બતાવો શું?

 

જવાબ:- રોટલી

 

 

 

હું મરું છું,

હું કપાવું છું,

પણ રોવો તમે છો

 

જવાબ:- ડુંગળી

 

 

એવું શું છે જે

તડકામાં સુકાતું નથી?

 

જવાબ:- પરસેવો

 

 

એવી કઈ ચીજ છે

જેટલી ખેંચીએ એટલી નાની થઈ જાય?

જવાબ:- સિગરેટ

 

 

એવી કઈ વસ્તુ છે

જે સ્ત્રી ખુલ્લું રાખીને ફરે,

પુરુષો સંતાડીને?

જવાબ:- પર્સ

 

 

એવું શું છે જે

જેટલું વધારે હોય

એટલું ઓછું દેખાય?

 

જવાબ:- અંધારું

 

 

સુગંધ છે પણ ફૂલ નથી,

બળે છે પણ ઈર્ષા નથી?

જવાબ:- અગરબતી

 

 

એ શું છે જે જેનું હોય

એ જ જોઈ શકે?

 

જવાબ:- સપનું

 

 

એવું નામ બતાવો જે બીમાર નથી

છતાં તેને ગોળી આપવામાં આવે છે?

જવાબ:- બંદૂક

 

 

એવું શું છે જેને

છોકરી બઉ પસંદ કરે,

છોકરાઓ તેનાથી દૂર ભાગે?

 

જવાબ:- શોપિંગ

 

 

એવું શું છે જેને

પકડ્યા વગર રોકી શકાય?

જવાબ:- શ્વાસ

 

 

 

એવી કઈ વસ્તુ

જે તૂટે તો જ કામ આવે?

 

જવાબ:- ઈંડું

 

 

એવી કઈ જેલ છે

જ્યાં બધા કેદી બેગુનાહ છે?

 

જવાબ:- Zoo (પ્રાણી સંગ્રાલય)

 

 

 

હું એક વ્યક્તિને

બે બનાવી દઉં

બતાવો કોણ?

 

જવાબ:- અરીસો

 

 

એ શું છે જે આવે તો

લોકો થુક્વાનું કહે છે?

 

 

જવાબ:- ગુસ્સો

 

 

 

એવું કોણ છે

જેને ડૂબતો જોઈ

કોઈ બચાવતું નથી?

 

જવાબ:- સૂરજ

 

 

વધુ ...>>>




Top Best and latest Gujarati Ukhana (ઉખાણાં) collection with answers only on gujaratinots.com, Lets read new Gujrati Ukhana and ask to other and enjoy with Gujarati Puzzle games. ગુજરાતી ઉખાણાં જવાબ સાથે તમે અહીંથી વાંચી શકો છો, આગળ પણ નવા નવા ઉખાણાં મુકવામાં આવશે તો અમારી મુલાકાત લેતાં રહેજો અને કોમેન્ટ Box માં તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહિ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ