Recents in Beach

Process of Knowledge Management- જ્ઞાન વ્યવસ્થાની પ્રક્રિયા

 Knowledge Management-જ્ઞાન વ્યવસ્થા :-

       જ્ઞાન વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે જે સંસ્થાકીય જ્ઞાન અને ઉદ્દેશોનો વિકાસ કરી સગવડ અને ઉપયોગીતામાં વધારો કરે છે. મૂલ્યના નિર્માણ કરવા માટે અને સંસ્થાગત નીચેના ત્રણ પરિમાણોનાં સોર્ધાત્મક લાભ ટકાવી રાખવા

(૧) વ્યુહાત્મક પરિમાણ:-

   એક કંપનીની વ્યૂહરચના તેના વ્યુહાત્મક જ્ઞાનના મહત્વને અને તેના સંચાલન પ્રકાશિત કરે છે.

(૨) મેનેજરીયલ પરિમાણ (સંચાલનીય પરિમાણ):-

    સંસ્થાકીય જ્ઞાનનું મૂલ્યાંકન કરી તેને મેનેજમેન્ટને પ્રકાશિત કરે છે.

(૩) ઓપરેશનલ પરિમાણ (ક્રિયાત્મક):-

   જ્ઞાન અને બોધિક સંપતિના વિકાસ અને વપરાશ પર ભાર મુકે છે.

    ઉત્પાદન, કોર્ડીફિકેશન (નીતિનિયમો) બદલી અને મુલ્ય નિર્માણ પ્રક્રિયાઓમાં વ્યક્તિગત જ્ઞાનના ઉપયોગ માટે K.M આધાર આપે છે. આ K.M પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીચેના ચાર તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે.


૧) જ્ઞાન નિર્માણ (જનરેશન):-

    કંપનીઓ તેમના દેનિક બિઝનેશ પ્રવૃતિઓમાં એક શ્રેષ્ઠ માહિતીનો અને તથ્યોનો ભંડાર ત્યાર કરે છે. કંપની નવી સમસ્યાઓ ઉકેલવા માટે ફરીથી માહિતી એકત્રિત કરી શકે છે. જેથી નવી બનાવેલી માહિતી વ્યવસ્થાની તે સીસ્ટમ અન્ય બીઝ્નેશની પ્રવૃતિઓમાં મુલ્યો વધારવા માટે જરૂરી હોય છે.

ઉ.દા.:- ઉચ્ચ ટેકનોલોજીવાળી કંપનીઓ ઘણી વખતે તેમના ઉત્પાદનો પર ગ્રાહકો પાસેથી ઘણા પ્રતિભાવો પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારની માહિતી નવા સુધારેલા ઉત્પાદનો સાથે લાવવા માટે RND ટીમ માટે ખુબજ ઉપયોગી હોય શકે છે. કંપનીને પોતાને જરૂરી જ્ઞાન ભંડાર ઉપલબ્ધ નથી થતો ત્યારે તે ઉણપ ક્યાં તો આંતરિક નવા જ્ઞાનથી પૂર્ણતા કરે છે. અથવા બાહ્ય સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરે છે. જ્ઞાન વૃદ્ધી માત્ર સર્જનાત્મક પર્યાવરણ નિર્માણ કરવામાં જ સફળ થતું નથી પરંતુ સાથે સાથે તે ટીમવર્ક અને સંભવિત સર્જનાત્મકતાના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે. જો સફળતા પૂર્વક મેનેજ થાય તો પ્રક્રિયા વિસ્તૃત થઇ શકે છે અથવા આ કંપનીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે કંપનીના નોલેજેબલ બદલી શકો છો.


૨) જ્ઞાન સંહિતા :-

    તથ્યો અને માહિતીને એકઠી કરી તેનું ક્રમિક વિશ્લેષણ કરી ઉપયોગી જ્ઞાનમાં તબદીલ કરવાની જરૂર હોય છે. આ એવો તબક્કો હોય છે કે જ્યાં સૂચિત જ્ઞાનને સુનિશ્ચિત જ્ઞાનમાં તબદીલકરીને બદલવા અને ઉપયોગ કરવાના આ અન્ય બે તબક્કા માટે સફળ થવું ખુબ જ જટિલ છે.


૩) જ્ઞાનની ઉપયોગીતા:-

   કંપનીઓને તેમની પાસેના જ્ઞાનની ક્રીયાત્મકતાનો ઉપયોગ મુલ્ય નિર્ધારિત કરવા માટે કેવી રીતે કરવો તેની ખબર હોતી નથી. માટે તે સામાન્ય કંપની હોય છે. જ્યારે કંપની પાસે તે પ્રકારનું જ્ઞાન હોવા છતાં તેને જાણી શક્તિ નથી ત્યારે તે અતિ ખરાબ કહી શકાય. K.M નોલેજ સંસ્થા કંપની માટે તેની વ્યવસ્થા પ્રણાલીના જ્ઞાન ભંડાર માટે ઓફર કરે છે. ત્યારે તે જ્ઞાન અને યોગ્ય દસ્તાવેજી કરણ વિવિધ કાર્યક્ષેત્રના માલિકોને સંસ્થા દ્વારા વિતરિત કરવામાં આવશે. કંપની દ્વારા સંસ્થા, મિશન અને ગોલ સુધીની ડીરેક્ટ અસર મેળવી શકે છે.


૪) જ્ઞાનની ફેર બદલી :-

     જ્ઞાનનો એકભાગ તો એજ છે કે તે ગતિશીલ(પરિવર્તનશીલ) છે. શિક્ષણ અને પરીક્ષણની પ્રક્રિયાઓ દ્વારા જ્ઞાનને સ્વીકારી શકાય છે. તથા વિકાસ કરી શકાય છે. વ્યક્તિગત જ્ઞાન દ્વારા નિર્મિત પ્રભાવ એ સામુહિક પ્રભાવ કરતા શ્રેષ્ઠ હોતો નથી. જ્યારે કંપની પાસે અસરકારક રીતે અમુક જ્ઞાન વાપરવા માટેની ક્ષમતા માર્યાદિત હોય ત્યારે તે મૂલ્ય નિર્માણ માટેના જ્ઞાનને વાપરવા માટે સ્પર્ધાત્મકતા હોઈ શકે છે. જે ત્રીય પક્ષો માટે બાહ્ય ફેરફારને ધ્યાનમાં રાખવા માટે યોગ્ય હોય શકે છે.

દા.ત.- કોઈ કંપની નવી ટેક્નોલોજી શોધી શકે છે, પરંતુ તે શોધ પર આધારિત ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી નથી. આ ટેક્નોલોજી થર્ડપાર્ટ દ્વારા લાઈસન્સ દારી હોય શકે છે, કે જેની પાસે ઉત્પાદન સુવિધાઓ અને માર્કેટિંગ તથા નવા ઉત્પાદનોના વેચાણની ક્ષમતા હોય. આ ટેકનોલોજીના ટ્રાન્સફરની સફળતા સુનિશ્ચિત કરવા માટે અને તે પ્રક્રિયાગત જ્ઞાન સરળ રીતે શીખવા માટે અનુસરણ અને ઉપયોગ માટે સ્પષ્ટ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં આવે તે જરૂરી છે.


👉ક્ષમતા/શક્તિ,વિચારધારા અને અભ્યાસક્રમ વચ્ચે સબંધClik Her

👉 કોશલ્ય (Skill) એટલે શું? કોશલ્ય (કુશળતા)ના પ્રકાર જણાવો.Clik Her 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ