Recents in Beach

ટૂંકી વાર્તા અને લઘુનવલ વચ્ચે સામ્ય વેશમ્ય|Tunki varta ane laghunaval vachche sbandh

 

ટૂંકી વાર્તા અને લઘુનવલ વચ્ચે સામ્ય વેશમ્ય(સબંધ):-

  લઘુનવલ ટૂંકીવાર્તા અને નવલકથા વચ્ચે મધ્યસ્થ સ્વરૂપ છે. આ સ્વરૂપનો વિચાર પશ્ચિમની કથનાત્મક પરંપરાનાં સંદર્ભમાં કરવો જોઈએ. પશ્ચિમમાં પાંચ હજાર વર્ષ જૂની કથા પરંપરા છે. એ પરંપરાની પુરા કથા, લોકકથા, વીરચરિત કાવ્ય, રંજન કથા, દાંતકથા, કટાક્ષ કથા, નવલકથા, ટૂંકીવાર્તા જેવા કથનાત્મક સ્વરૂપો દ્વારા વિકાસ સાંધ્યો છે.

    અન્ય સાહિત્ય સ્વરૂપોની માફક લઘુનવલનું ઉપાદાન પણ માનવ જીવન છે. પરંતુ એ કયા માનવનું, કેવું જીવન એ વિચારવા આ સ્વરૂપનો વિશેષતાનો ખ્યાલ આવે છે.


    ટૂંકીવાર્તા ભોતિક કે અધ્યાત્મિક એવી કોઈ ઉણપને કારને સમાજ જેની અવગણના કે અવહેલના કરતો હોય એવા મામુલી માણસનું જીવન નિરુપાય છે. જ્યારે લઘુનવલમાં વિષય બનતો માણસ ટૂંકીવાર્તા સ્વરૂપનો વિષય બનતા માણસ કરતાં જુદો છે. તેમાં ટૂંકીવાર્તામાં હોય એવો કોઈક ગુણ કે અવગુણના પ્રતિક સરખો માનવ નથી. તેમાં તો હોય છે, સમાજમાં રહેવા છતાં સમાજ નિરપેક્ષ માનવ.


   સોદાહરણ સમાજનાં ચિત્રને નવલકથા શક્ય નથી. અને ટૂંકીવાર્તા શક્યનથી પરંતુ લઘુનવલ શક્ય છે. સામાજિક પરિવેશના અભાવમાં લઘુનવલમાં એવો એક પણ પાત્ર હોતું નથી કે જે સમાજ અથવા વાંચકને માન્યતાઓ પ્રતિનિધિત્વ રજુ કરી વ્યાપક શક્ય કે અર્થને પ્રગટ કરે. તેમાં તો સમાજથી નિરપેક્ષ પોતાની દુનિયામાં રચ્યું પચ્યું રહેવું એકાકી આત્મકેન્દ્રિત કોઈ એક જ પાત્ર હોય છે.


    ટૂંકીવાર્તાનું સ્વરૂપ અનુભવ નિષ્ઠ કરતાં અમુક અંશોના પ્રાબલ્યવાન અને વળી રુપાત્મક સ્વરૂપ છે. જ્યારે લઘુનવલ અનુભવનિષ્ઠ કથા છે. એ પાત્રનું પક્ષ લઇ શકતા નથી. આપણે એણે સહભાવન અને સમજ પૂર્વક નિહાળીએ છીએ, એની પ્રસન્નસા અને એનો આદર કરીએ છે પરંતુ એની સાથે તાદાત્મ્ય અનુભવી શકતા નથી.


    સંકુલ ભાવ સંવેદનોના ક્ષમતા ધરાવતી એકાદ વિશિષ્ઠ પરિસ્થિતિ સર્જિ એ પરિસ્થિતિમાં મુકાયેલા મનુષ્યનાં જીવન અને માંનોગતમાં મર્મ દર્શન કરાવવાનો લઘુનવલનો પ્રયાસ હોય છે. તેથી એનું રચના નિર્માણ કોઈ એક ચરિત્ર વડે થતું હોય છે.


    આરંભથી અંત સુધી સતત પ્રવાહી રહેતી આ કેન્દ્રસ્થ ચરિત્રની સંમિત ધારા સર્જક અને ભાવકના આકર્ષણનો પ્રધાન અંશ તેમાં બને છે.

   કથાની બધી ઘટનાઓ અને તેમના પરિમાણો આ ચરિત્રના અનુભવમાં કે અનુબંધમાં ઠલવાય છે.


   ટૂંકીવાર્તા અને લઘુનવલ બંનેમાં વાસ્તવને લક્ષ્યતા સ્વરૂપો છે. પરંતુ વાસ્તવને ટાંકવાની રીતિમાં આ બંને સ્વરૂપો જુદા પડે છે. ટૂંકીવાર્તા વાસ્તવનું વિચલણ કરવા તરફ ઢળે છે. કહો કે વાસ્તવ જગતનું એ અનુકરણ કરે છે. ટૂંકીવાર્તા માણસના ચરિત્રમાં ગર્ભાત રહેલા રૂપકો શોધી આપે છે. એટલે કે માનવમાં છુપાઈને પડેલા કસિક નિત્ય તત્વને ઘુંટીને એ બહાર લાવે છે. ટૂંકીવાર્તા આમ અનુકૃત સામાજિક વિનતો સાથે કામ પાડે છે. ટૂંકીવાર્તા વ્યક્તિના ચરિત્રમાં રહેલી ગૃહ્ય વાસ્તવિકતાને રૂપાત્મક ઢબે વિષય બનાવે છે. જ્યારે લઘુનવલ વ્યક્તિમાં આંતર જીવનને વાસ્તવિકતાને ઉર્મીલક્ષી ભૂમિકાએ વિષય બનાવે છે. લઘુનવલમાં વ્યક્તિક રૂતનો મહીમાં છે. તેમાં ભોતિક કે સામાજિક વાસ્તવની નહિ પણ વ્યક્તિનાં ચિત્તની, સંવેદનની, આંતર વાસ્તવની અભિજ્ઞતા પ્રગટતી હોય છે.


   ટૂંકી વાર્તા અને લઘુનવલનાં સ્વરૂપોનું માધ્યમ ભાષા એક સરખું જ છે. પણ ભાષા પ્રયોજનની રીતિમાં આ સ્વરૂપો જુદા પડે છે. ટૂંકીવાર્તા સિનેમાની માફક નમુને દાર, નિર્દેશક અને કરકસર યુક્ત સ્વરૂપ છે. તેથી તેની ભાષા મિત્ત લક્ષી હોય છે. ભાષાનો એકકી સજગતા અને સહેતુકતા સાથે વિનિયોગ કરે છે કે તેમાં અભિવ્યક્તિનો સહેજ પણ દોષ પ્રવેશી ન જાય. ટૂંકીવાર્તા વ્યક્તિ વાસ્તવનું ચિત્ર આપતી હોવાથી ભાષાની અતિવ્યંજના શક્તિનું ત્રેવડ પૂર્વક ઉપયોગ કરે છે. જ્યારે લઘુનવલમાં ભાષાના વિનિયોગ વિશેની દ્રષ્ટિ સૂક્ષ્મ હોય છે. લઘુનવલ પણ વ્યક્તિક સંવેદનાની રચના હોવાને કારણે કવિતાની માફક ભાષાનો ઉપયોગ કરે છે. એટલું જ નહિ પણ પ્રતિયમાન શબ્દ પ્રગટાવવાની તેની નેમ હોય છે. તેમાં કવિતાની જેમ ચુસ્ત સર્જનાત્મક અને પારદર્શક ભાષાનો વિનિયોગ હોય છે. લઘુસ્વરૂપ હોવાને કારણે તેમાં ભાષાની વિવિધ શક્તિઓનું સૂજ પૂર્વકનો ઉપયોગ હોય છે. શબ્દમાં રહેલી ધ્વન્યાત્મક્તા, ચિત્રાત્મકતા અને માર્મિકતા જેવી લાક્ષણીકતાનું તથા એકાગ્રતા અને લાઘવથી અર્થ સૂચન કરતી સંયમ જેવી શક્તિનો કષ્ટ કાઢીને ભાષા પ્રયોગ થતો હોય છે.


   લઘુનવલ એક ચરિત્રને એકાંતિક પરીસ્થીતીમાંથી વ્યક્તિક સંવેદનાનું ચિત્ર અંકિત કરવાનું હોવાથી સ્વભાવિક રીતે જ તેણે સમયના વિશાળ પટની જરૂર પડતી નથી. જ્યારે ટૂંકીવાર્તા અર્થપૂર્ણાંક ક્ષણની કલા છે.    

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. મારે મારા assignment માટે લઘુનવલ અને નવલકથા વચ્ચેનો ભેદ વાળો પ્રશ્ન નો જવાબ જોઈએ છે
    Fyba sem2

    જવાબ આપોકાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈