Recents in Beach

Gijubhai Badheka|બાળકોનાં ગાંધી ગિજુભાઈ બધેકા

 

Gijju bhai Badheka

બાળ મંદિરના સ્થાપક

બાળકોના ગાંધીના નામથી ઓળખ

 

Life Introduction/ જીવન પરિચય

 

*ભારતીય શિક્ષણના ઇતિહાસમાં બાળકોનાં ગાંધી ગિજુભાઈ બધેકાનું સ્થાન અપ્રતિમ છે.

*તે પ્રખ્યાત દેશભક્ત, સમર્પિત શિક્ષક અને શિક્ષણના પ્રેરણા દાયક કીર્તિ સ્તંભ છે.

*ગીજુભાઈ મહાન શિક્ષાશાસ્ત્રી મરિયા મોન્ટેસરીના વિચારોથી ખુબજ પ્રભાવિત હતા.


*બાળ શિક્ષણ પ્રત્યે ગીજુભાઈનાં લગાવનું મનોવેજ્ઞાનિક કારણ હતું.

*એમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં અને મૃત્યુ ઈ.સ.૧૯૩૯માં થયું.

*એમણે ‘બાલ દેવો ભવ’ વાક્ય પ્રતિપાદિત કર્યું.

 

Major Compositions/ પ્રમુખ રચનાઓ

*મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ

*પ્રાથમિક વિદ્યાલયમાં વ્યવસાયિક શિક્ષણ


*ચાલતું ફ્હરતું શિક્ષણ

*દિવાસ્વપ્ન (M.I.P.)

*શિક્ષકોને

 

Basis of Gijju bhai’s Philosophy/ ગીજુભાઈના દર્શનની પૃષ્ઠભૂમિ


*ગિજુભાઈની દાર્શનિક વિચારધારાનાં મૂળમાં ગાંધીજીનું દર્શન છે. સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, ઉદારતા, મનુષ્ય-મનુષ્ય વચ્ચે પારસ્પરિક સમ્માન, માનવસેવા, શ્રમનું મહત્વ, શ્રમ અને ધનમાં સમન્વય, સ્વાવલંબન વગેરે ગાંધીજીના દર્શનના આધાર છે.

*જુગતરામભાઈ દેવએ ગીજુભાઈને બાળકોના ગાંધીના નામથી સંબોધિત કર્યું.


*ગીજુભાઈના સંદર્ભમાં મોન્ટેસરીના વિચારોથી ખુબા જ પ્રભાવિત હતા એટલે એમણે મોન્ટેસરી સંઘની સ્થાપના કરેલી.

*એમણે કહ્યું કે શિક્ષણ મોન્ટેસરી વિધિ છે, ઉપકરણોનો આધાર બનાવીને શિક્ષણ આપવું જોઈએ.

 


Philosophical Ideas of Gijjubhai/ ગીજુભાઈના દાર્શનિક વિચાર


૧) ગીજુભાઈનાં અનુસાર આ સૃષ્ટિનાં સર્જનકરતાં અને સંહારકર્તા ઈશ્વર જ છે.(એમના વિચારોપર આદર્શવાદનો પ્રભાવ દેખાય છે.)

૨) માનવજીવનનું અંતિમ લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ છે.

૩) ગીજુભાઈના અનુસાર ધર્મ અને નેતિકતા માનવજીવનના આધાર છે.


 

gijubhai badheka



Educational Ideas of Gijjubhai/ ગીજુભાઈના શેક્ષણિક વિચાર

  ગીજુભાઈ ઉચ્ચકોટીના શિક્ષાશાસ્ત્રી હતા. એમણે શેક્ષણિક ચિંતનમાં બાળકને અત્યંત મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

એમણા શેક્ષણિક વિચાર નીચેપ્રમાણે છે:-

(૧) બાળ સ્વતંત્રતાનો સિધાંત:-

    ગીજુભાઈએ કહ્યું છે કે બાળકોને પૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ.


(૨) બાળ સમ્માનનો સિધાંત:-

   ગીજુભાઈ બાળકોને ખુબ જ સમ્માન આપતો હતો.


(૩)સ્વાવલંબનનો સિધાંત:-

    શારીરિક, માનસિક અને બધી ક્રિયાઓને સ્વંય કરવા માટે પ્રેરિત કરવું જોઈએ.( જે પણ બાળક કરવા માંગતું હોય એ કરવામાટે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ)


(૪) સ્વાનુશાસનનો સિધાંત:-

    બાળક સ્વયં એમનાં કાર્યો કરે. એનાથી બાળકોના અંત: શક્તિઓનો સ્વાભાવિક રૂપથી સ્વાભાવિકદિશામાં વધવાનો અવસર પ્રાપ્ત થશે. સ્વાનુંશાસન, સ્વશિક્ષણની દિશામાં ખુબજ મોટું વ્યવહારિક પગલું છે.



(૫) બાળ-અભિવ્યક્તિનો સિધાંત:-


    ગીજુભાઈએ બાળકથા, બાળનાટક, લોકગીત, લોક કથા,કલાસંગ્રહને અભિવ્યક્તિનું સબળ માધ્યમ કહ્યું છે.( આ બધાથી બાળક પોતાને સારીરીતે અભિવ્યક્ત કરી શકશે)


(૬) ઇન્દ્રિય પ્રશિક્ષણનો સિધાંત:-

   બાળકના સર્વાગીણ વિકાસમાટે ઇન્દ્રિય પ્રશિક્ષણ અનિવાર્ય માન્યું છે.


(૭) પ્રકૃતિશિક્ષણનો સિધાંત:-

    પ્રકૃતિ દ્વારા ધેર્યની શિક્ષા મળે છે અને શ્રદ્ધાભાવનો વિકાસ થાય છે.

     એમણે બાળ-પ્રવાસ, પશુ-પક્ષીઓનું પોષણ, વૃક્ષો અને વનસ્પતિઓનો પરિચય, આકાશના તારાઓનો પરિચય, પતંગીયાના જીવન વગેરે બહુવિધ પ્રવૃતિઓથી એમના બાળમંદિરને ભરી દીધું હતું.(બાળકોના નેસર્ગિક વિકાસને ધ્યાનમાં રાખ્યું હતું.)


Aims of Education/ શિક્ષા કે ઉદ્દેશ્ય

૧. બોદ્ધિક ઉદ્દેશ્ય

૨. શારીરિક વિકાસ

૩. સાંસ્કૃતિક વિકાસ


૪. સામાજિક વિકાસ

૫. નેતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ

૬. સૃજનશીલતાનો વિકાસ

૭. શ્રેષ્ઠ નાગરિક ગુણોનો વિકાસ.

 

Curriculum/ પાઠ્યક્રમ

*પાઠ્યક્રમ ઉદ્દેશ્યઉન્મુખ રહેવો જોઈએ.

*પાઠ્યક્રમ પરીક્ષા કેન્દ્રિત નથી પણ અનુભવજન્ય રહેવો જોઈએ.


*પાઠ્યક્રમમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સમાવેશ થવો જોઈએ.

*પાઠ્યક્રમમાં નેતિક મુલ્યોને પર્યાપ્ત સ્થાન અપાવું જોઈએ.

*પાઠ્યક્રમ બાળકોની સ્વભાવિક યોગ્યતાઓ, રુચિઓ અને આવશ્યકતાને અનુસાર હોવો જોઈએ.

 


Methods of Teaching/ શિક્ષણ વિધિ

  ગીજુભાઈ એ બાળકેન્દ્રિત શિક્ષણ વિધિઓ પર જોર આપ્યું છે. એમણે બાળ સ્વભાવાનુંરૂપ ક્રિયાઓ જેમકે ગીત, અભિનય, વાર્તાકથન, બાગવાની, રમત વગેરેને શિક્ષણનો આધાર કહ્યો છે. એમણે ખેલ-ખેલમાં શારીરિક વિકાસ અને ઇન્દ્રિય પ્રશિક્ષણ પર જોર આપ્યું છે.


   આકૃતીઓના માધ્યમથી વર્ણજ્ઞાન અને શ્રુતલેખન કરાવવામાં આવે. ભાષા શિક્ષણમાં સૌથી પહેલાં વાંચન પછી લેખન શીખવાડવું જોઈએ.


 

Discipline/ અનુશાસન

    ગીજુભાઈ સ્વાનુંશાસનના પક્ષમાં હતા અને એમણે દમનયુક્ત અનુશાસનનો ઘોર વિરોધ કર્યો છે.એમણે દમનાત્મક અનુશાસનનો વિરોધ કરતા કહ્યું છે કે એક સારું અનુશાસન તો સ્વાનુશાસન જ હોય છે. ( સ્વાભાવિક વિકાસમાં દમનયુક્ત અનુશાસન બધા લગાડે છે.)


 

School/ વિદ્યાલય

   ગીજુભાઈએ વિદ્યાલયને બાળમંદિર કહ્યું છે. એવું બાળ મંદિર જ્યાં બાળરૂપી ભગવાનની શિક્ષકરૂપી પુજારી સેવા કરે. ગીજુભાઈનાં અનુસાર આ બાળ મંદિર બાળવિકાસનું પ્રયોગ સ્થળ છે.( બાળ મંદિરનું વાતાવરણ ભય મુક્ત હોય, બાળક અહીંથી હસતું હસતું પ્રસ્થાન કરે.)


 

Teacher/ શિક્ષક

   ગીજુભાઈએ શિક્ષકને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. શિક્ષક મિત્ર અને પથ-પ્રદર્શક હોવો જોઈએ. શિક્ષણ પ્રત્યે સમર્પણની ભાવના હોવી જોઈએ. બાળમનોવિજ્ઞાન અને શરીરવિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. શિક્ષક માનવીય ગુણોથી ભરેલો હોવો જોઈએ. શિક્ષકમાં વાણીનો સંયમ હોવો જોઈએ. શિક્ષકની અંત: દ્રષ્ટિ વેજ્ઞાનિકના જેવી સુક્ષ્મ અને તીક્ષ્ણ હોવી જોઈએ.

 


Student/ શીક્ષાર્થી- વિદ્યાર્થી  

   ગીજુભાઈએ શીક્ષાર્થીને સર્વાધિક મહત્વ આપ્યું છે. એમણે શિક્ષણની વ્યવસ્થા બાળકોની આવશ્યકતાઓ, રુચિઓ, રુઝાનો, અભીવૃતિઓ અને અભિરુચીઓના અનુસાર કરવાની વાત કરી છે. શીક્ષાર્થીને શિક્ષકના પ્રત્યે શ્રધા, વિનય અને સેવાથી વ્યવહાર કરવો જોઈએ. શીક્ષાર્થીમાં આત્મ-દ્રઢતા અને આત્માનુભની યોગ્યતા હોવી જોઈએ.

 


Gijju bhai’s contribution to Education/ ગિજુભાઈની શિક્ષણમાં દેણ


   ગીજુભાઈની ભારતીય શિક્ષણજગતમાં બાળશિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ દેન છે.

જે નીચે મુજબ છે:

૧. ગીજુભાઈએ શિક્ષણને મનુષ્યના સર્વાગીણ વિકાસના સાધનના રૂપમાં પરિભાષિત કર્યું છે.

૨. ગીજુભાઈએ બાળ શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી, બાળકના શિક્ષણને બાળકેન્દ્રિત કરવા પર બળ આપ્યું.


૩. ગીજુભાઈએ બાળકના શારીરિક, માનસિક, સામાજિક વિકાસ પર બળ આપ્યું, સર્જનશીલતાના વિકાસને મહત્વપૂર્ણ માન્યો.

૪. ગીજુભાઈએ પરીક્ષા કેન્દ્રિત પાઠ્યક્રમનો વિરોધ કર્યો અને અનુભવજન્ય પાઠ્યક્રમ પર બળ આપ્યું.


૫. ગીજુભાઈ બાળકના સ્વયં શીખવાના પક્ષમાં હતા. રમતા-રમતા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રીયના માધ્યમથી સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવા પર બળ આપ્યું.

૬. ગીજુભાઈએ સ્વાનુશાસન પર જોર આપ્યું.


૭. ગીજુભાઈએ બાળ અભિવ્યક્તિ પર બળ આપ્યું.

૮. ગીજુભાઈએ બાળકના શિક્ષણમાં પ્રકૃતિ પરિચયને મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.


૯. ગીજુભાઈએ વિદ્યાલયને બાળ મંદિરની સંજ્ઞા આપી. જ્યાં બાળક દેવતા અને શિક્ષક પુજારી છે.

૧૦. અભિભાવકએ શિક્ષકના પુરક રૂપે કાર્ય કરવું જોઈએ. અભિભાવક(માતા-પિતા) એમના બાળકો સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરે અને એમણે સ્વતંત્ર અભિવ્યક્તિ તેમજ સૃજનાત્મક કાર્ય કરવા માટે અવસર પ્રદાન કરે.


( ગીજુભાઈ એક વકીલ હતો એમણે વકાલત છોડીને શિક્ષણમાં આવ્યા હતાં, અને એમનું યોગદાન આપ્યું હતું.)



ગીજુભાઈ બધેકાના શિક્ષણદર્શનના સિદ્ધાંતો અથવા શિક્ષણદર્શનની વિશિષ્ટતાઓ clik her

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ