Recents in Beach

ગીજુભાઈ બધેકાના શિક્ષણદર્શનના સિદ્ધાંતો|gijubhai badhekana shikashn darshnna sidhhanto

 

ગીજુભાઈ બધેકાના શિક્ષણદર્શનના સિદ્ધાંતો અથવા શિક્ષણદર્શનની વિશિષ્ટતાઓ:-

 

આ પોસ્ટમાં સમાવિષ્ટ બાબતો/ મુદ્દાઓ:-

* કેળવણીની વિભાવના

* શિક્ષણના ઉદ્દેશો

* શિક્ષણ પદ્ધતિઓ

* શિક્ષકની ભૂમિકા

* ગીજુભાઈના અનુસાર શિક્ષક કેવાં હોવા જોઈએ 


*ગીજુભાઈના અનુસાર શિક્ષક કેવાં હોવા જોઈએ/ ગીજુભાઈના અનુસાર એક સારા શિક્ષકના ગુણો:-

 

૧) બાળકનું સ્વતંત્ર વ્યક્તિત્વ:-  બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે. શિક્ષકે બાળકોના ‘સ્વ’ને – સ્વતંત્ર વ્યક્તિત્વને પિછાણીને તેના વ્યક્તિત્વને સ્વીકાર કરીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. શિક્ષણ બાળકેન્દ્રી હોવું જોઈએ. શિક્ષકે બાળકનાં ગમા- અણગમા ઓળખીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ.


૨) પ્રત્યેક બાળકમાં અનેકવિધ અંતગર્ત શક્તિઓ રહેલી છે. બાળકની અંતર્ગત શક્તિઓ, લાગણીઓ વગેરેનો સ્વીકાર કરી, તેમની સાથે સંવાદ સાધી શિક્ષણનું આયોજન કરવું જોઈએ.


૩) શિક્ષણ દ્વારા બાળકને સ્વાવલંબી અથવા આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકો સ્વાશ્રયી બને તે અત્યંત જરૂરી છે.


૪) બાળકના શિક્ષણ માટે ઘર અને શાળામાં યોગ્ય પર્યાવરણનું નિર્માણ કરવું જોઈએ. ઘર અને શાળાનું પર્યાવરણ મુક્ત, પ્રસન્નતા પ્રેરક હોવું જોઈએ.


૫) શિક્ષણ દ્વારા બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ.


૬) બાળકોને શિક્ષણ દ્વારા વિવિધ પ્રકારના જીવનાનુંભવો પૂરા પાડવા જોઈએ.


૭) વિદ્યાર્થીઓને પ્રાકૃતિક વાતાવરણનું સાન્નિધ્ય પ્રાપ્ત થવું જોઈએ.


૮) ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવું જોઈએ. વિદ્યાર્થીઓને ઇન્દ્રિયોના વિકાસની કેળવણી આપવી જોઈએ.


૯) કેળવણી દ્વારા બાળકોની સર્જનાત્મકતાનો વિકાસ થવો જોઈએ. દરેક બાળકમાં સર્જનશીલતા (Creativity) હોય છે. આપણા ઘરો અને શાળાઓ બાળકોની સર્જનાત્મક અભિવ્યક્તિનાં કતલખાનાં બનતાં જાય છે ત્યારે બાળકોનાં હ્રદયની નિર્મળ ભાવનાઓના વિકાસ માટે ચિત્ર, સંગીત જેવી કલાઓ ઉપરાંત બાળવાર્તા, બાળનાટક, લોકગીતો, લોકવાર્તાઓ અને કલાસંગ્રહને ઉત્તેજન આપી તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને વિકસાવવી જોઈએ.


 

gijubhai badhekana


*કેળવણીની વિભાવના/ બાળશિક્ષણની વિભાવના:-


   ગીજુભાઈ બાળકેન્દ્રી શિક્ષણના હિમાયતી હતા. તેમણે બાળકના ‘સ્વતંત્ર વ્યક્તિત્વના સ્વીકાર’નાં સિદ્ધાંતને નજર સમક્ષ રાખ્યો હતો. એટલે તેઓ શિક્ષક સહ બાળક (વિદ્યાર્થી) વચ્ચેના પારસ્પરિકતાને મહત્વ આપતા હતા. તેઓના મંતવ્ય અનુસાર “બાળકોને શીખવવામાં ખરું તો હું જ શીખ્યો છું, તેમને નીચેથી ઉંચે લઇ જતાં સાથે સાથે હું પણ ચડતો ચાલ્યો. તેમનો ગુરુ થતાં મેં તેમનું ગુરુપણું સમજી લીધું.” આ ઉપરથી તેમની બાળશિક્ષણની વિભાવના બાળકોનું શિક્ષણ એટલે....


-     બાળકના ‘સ્વ’ની શોધ (self discovery)

-     બાળક પોતે પોતાની જાતને પિછાણે તે.

-     બાળકમાં રહેલી સુષુપ્ત અંતર્ગત શક્તિઓનો વિકાસ.

-     પર્યાવરણ અને પરિસ્થિતિ સાથે અનુકુલન.

-     બાળશિક્ષણ એટલે પારસ્પરિકતા Mutualityનો વિકાસ.

-     કેળવણી એટલે બાળકોને વિવિધ શિક્ષણાનુભાવો દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન.

-     કેળવણી એટલે બાળકોનો શારીરિક, માનસિક, નેતિક કે આધ્યાત્મિક વિકાસ.



*શિક્ષણનાં ઉદ્દેશો:-

ગીજુભાઈની વિચારધારા અનુસાર શિક્ષણના ઉદ્દેશો નીચે પ્રમાણે ગણાવી શકાય.


-     શિક્ષણ દ્વારા બાળકના સ્વનો વિકાસ સ્વની શોધ.

-     બાળકનો શારીરિક, માનસિક અને નેતિક કે આધ્યાત્મિક વિકાસ કરવો.

-     બાળકોની ઇન્દ્રિયોનો વિકાસ.

-     બાળકોને વિવિધ પરિસ્થિતિઓ અને પર્યાવરણ કે વ્યક્તિઓ સાથે અનુકૂલન સાધવા પ્રેરવા.

-     બાળકોમાં રહેલી વિવિધ અંતર્ગત સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરવો.

-     બાળકોમાં પ્રકૃતિ તરફ પ્રેમ કે અનુરાગ કેળવવા.

-     બાળકોમાં સ્વાવલંબન, આત્મનિર્ભરતા, પ્રેમ, આત્માનુશાસન જેવા ગુણોનો વિકાસ કરવો.

-     વિદ્યાર્થીઓની મોલિક સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેમનો વિકાસ કરવો.

-     વિદ્યાર્થીઓની અવલોકન શક્તિનો વિકાસ કરવો.

-     વિદ્યાર્થીઓમાં વિવિધ કોશલ્યોનો વિકાસ કરવો, સર્જનાત્મકતા, શ્રવણકોશલ્ય,કથનકોશલ્ય, વાંચનકોશલ્ય અને લેખન કોશલ્યનો વિકાસ કરવો.

-     વિદ્યાર્થીઓની સોંદર્યનુભુતીને પ્રોત્સાહન આપવું.


*શિક્ષણ પદ્ધતિઓ:-

૧) ઈન્દ્રિયોનું શિક્ષણ અને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ:-

૨) અવલોકન દ્વારા શિક્ષણ:-

૩) ક્રિયા દ્વારા શિક્ષણ:-

૪) પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ:-

૫) અનુભવ દ્વારા શિક્ષણ:-


 

*શિક્ષકની ભૂમિકા:-

  નાનાં બાળકોના શિક્ષણમાં શિક્ષકનું સ્થાન મહત્વનું છે. શિક્ષક એ બાળકોનો પ્રેરણા સ્ત્રોત છે, તેમનો આરાધ્યદેવ છે. બાળકોના ચારિત્ર્યઘડતરમાં શિક્ષકનો ઊંડો પ્રભાવ હોય છે.

  તેમના મંતવ્ય મુજબ શિક્ષકમાં નીચેના ગુણો અપેક્ષિત છે.


-     -શિક્ષકે બાળકો સાથે સંપૂર્ણ તાદાત્મય સાધવું જોઈએ.

-    - શિક્ષકે બાળકોને વાંચવા જોઈએ, તેમની જરૂરિયાતો, અપેક્ષાઓ આકાંક્ષાઓને સમજી લેવી જોઈએ.

-    - બાળકનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ.

-     -બંને વચ્ચે પારસ્પરિકતાની ભાવના કેળવાવી જોઈએ.

-     -શિક્ષકે બાળક દ્વારા પોતાના ‘સ્વ’ની શોધ આરંભવાની છે.

-     -તે બાળકોની સાથે સદેવ શીખતો રહેતો હોવો જોઈએ, સતત અધ્યયનશીલ હોય.

-     -તેનામાં મોલિક ચિંતનશક્તિ અને મોલિક સર્જનાત્મક શક્તિ હોવાં જોઈએ.

-     -તેનામાં વાર્તાકથન, નાટ્યલેખન, મોખિક અભિવ્યક્તિ જેવાં કોશલ્યો કેળવાયેલા હોવાં જોઈએ, તેનું ચારિત્ર્ય ઉમદા પ્રકારનું હોવું જોઈએ, તે અધ્યાત્મિક્તાનો યાત્રી હોવો જોઈએ.

-     -એવો શિક્ષક શિક્ષક નથી, વૈજ્ઞાનિક હોવો જોઈએ, બાળકોને પોતાની રીતે વિકસતા તેમનું સતત અવલોકન કરતાં રહેવું જોઈએ.

-     -તેનામાં પ્રયોગશીલતા હોવી જોઈએ, તે પરંપરાના પૂજારી ન હોય, પરંતુ તેને પ્રયોગશીલતામાં રસ હોય, નવું કરવાની વૃત્તિવાળો હોય.

-     -તે આત્મસંયમી હોય, વાણીનો સંયમ રાખનારો હોય.

-     -બાળકો તરફ પૂર્વગ્રહ ધરાવનાર ન હોય, બાળકોને ક્યાંક પણ અન્યાય ન થાય તેની સતત કાળજી લેનાર હોવો જોઈએ.

-    -  બાળકોની સ્થૂળ, માનસિક અને આધ્યાત્મિક આવશ્યક્તાઓનું અવલોકન કરી તે આવશ્યકતાઓની પૂર્તિ માટે તે સતત પ્રયત્નશીલ હોય.

 


* ગીજુભાઈના અનુસાર શિક્ષક કેવાં હોવા જોઈએ / આવા શિક્ષક.........

- વાચાળતા કરતાં મોનને મહત્ત્વ આપનાર હોય.

- બાળકોને શીખવવાની ક્ષમતા કરતાં અવલોકન માટે પ્રેરવાની ક્ષમતા ધરાવતો હોય.

- મિથ્યા આત્માભિમાનને બદલે જે નમ્રતાનો ઉપાસક હોય.

- પોતાની ભૂલો સ્વીકારીને તે ભૂલો સુધારવાનો જે સતત પ્રયત્ન કરતો હોય.

- જેનામાં બાળકો માટે માતૃત્વની મમતા હોય અને પિતૃત્વનો પ્યાર હોય.

- બાળકો માટે જે પ્રેમ, સહાનુભૂતિનો ગહન સ્ત્રોત બની રહેલો હોય.

- તેને પોતાના કાર્યમાં શ્રદ્ધા હોય, કર્મયોગી હોય, નિષ્ઠાવાન હોય.

    આવાં લક્ષણો ધરાવતો શિક્ષક બાળકોની ઉજ્જવળ આવતી કાલનો ઘડવેયો બની શકે.

 



 
પ્રશ્ન:- ગીજુભાઈ બધેકાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?/  Where was gijubhai badheka born in Gujarati?

-     ગીજુભાઈનો જન્મ 15 નવેમ્બર, 1845ના રોજ સોરાષ્ટ્રના ભાવનગર જીલ્લાના વળા ગામે થયો હતો. તેઓ ઓદીચ્ય બ્રામણ હતાં.

 

 

   પ્રશ્ન:- ગીજુભાઈ બધેકાનો મૂળ વ્યવસાય શું હતો?

-     ગીજુભાઈ બધેકાનો મૂળ વ્યવસાય વકીલાતનો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ