Recents in Beach

Top Best Gujarati Shayari Sms, Best Two Line Gujarati Shayari

 

૧. ખરીદી શકાય એવું સુખ ક્યાંય વેચાતું નથી,

અને વહેચી શકાય તેવું દુઃખ ક્યાંય હોતું નથી.૨.કિનારે પહોચવું સહેલું નથી સાહેબ,

સાગરનાં મોઢે પણ ફીણ આવી જાય છે. 

૩. હું લખતો રહ્યો એ વાંચતા રહ્યા,

બસ અમે આમ એકબીજાને મળતા રહ્યા. 

૪. ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,

દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહી કરી શકે. 

૫. શબ્દો તો હંમેશા એવા જ હોવા જોઈએ કે

જે વાંચે એને એવું જ લાગે કે

આ મારા માટે જ છે.કાળા ચણાની બનાવો ટેસ્ટી ચટાકેદાર ચાટ

 


૬. શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,

કારણ કે ક્યારેક આપણે સમજી નથી શકતા તો

ક્યારેક આપણે સમજાવી નથી શકતા. 

૭. પરિસ્થિતિ એક જ હોય છે,

તેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે

અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે. 

૮. સમાજનાં ડરથી તમારો સાચો નિર્ણય ન બદલો,

સમાજ તમને શિખામણ આપશે, ખાવા માટે રોટલી નહિ. 

૯. જયારે આખી દુનિયા કહે કે હાર માની લે અને

તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ કર,

તો સમજી લેવાનું કે આ વખતે તમારી જીત પાક્કી છે.


gujarati two Line shayri


 

૧૦. જીવનમાં મળે છે તો ઘણું બધું આપણને

પણ આપણે ગણતરી તો

એની જ કરીએ છીએ જે નથી મળતું. 

૧૧. ઈશ્વર તપાવશે જરૂર પણ દાઝવા નહિ દે,

એટલા માટે મુશ્કેલીમાં શ્રદ્ધા ગુમાવશો નહિ. 

૧૨. સબંધ બાંધવા એ લોન લેવા જેટલા સહેલા હોય છે,

પરંતુ નિભાવવા એ હપ્તા ભરવા જેટલા અઘરા હોય છે. 

૧૩. ઘણી યાદો એવી હોય છે,

જેને યાદ કરીને હોઠ તો હસે છે

પણ આંખો રડી પડે છે. 

૧૪. આ દુનિયામાં ચપ્પલથી મોટું કોઈ કપલ નથી,

એક ખોવાઈ જાય તો

બીજું આપોઆપ અસ્તિત્વ ગુમાવી દે છે. 

૧૫. જે તમારી સાથે હ્રદયની ભાષામાં વાત કરે છે

તેની સાથે બુદ્ધિની ભાષામાં વાત કરવાની ભૂલ ક્યારેય ન કરશો. 

૧૬. વાતો નહી કામ મોટા કરો,

કેમ કે દુનિયાને સંભળાય ઓછું છે અને દેખાય વધારે છે. 

૧૭. એક શાંત અને સ્થિર મગજ,

તમારી દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે. 

૧૮. તમે સફળ નીવડો ત્યારે તમારા પાગલપનને સાહસ કહેવાય

અને નિષ્ફળ નીવડો ત્યારે તમારા સાહસને પાગલપન કહેવાય. 

૧૯. જિંદગીમાં અહીં ક્યાં કોઈ ઈચ્છા પૂરી થાય છે,

સપનાં ને પુરા કરવા એક આખી જિંદગી પૂરી થઇ જાય છે. 

૨૦. ગમ્યું આજે તમને મળીને,

પણ નાં ગમ્યું તેમનાથી છુટા પડીને. 

૨૧. પૈસા અને મજાક વિચારીને ઉડાડજો,

કારણ કે...

આ બે વસ્તુ એવી છે જે તમને સોથી વધુ દુઃખી

કરવાની તાકાત ધરાવે છે !!! 

૨૨. ખિસ્સું ભરેલું હતું ત્યારે સબંધો ઘણાં મળ્યા,

ખિસ્સું ખાલી થયું ત્યારે અનુભવ ઘણાં મળ્યા. 

૨૩. મન હંમેશા મજબુત રાખવું,

કેમ કે દુનિયા ટેલેન્ટની દીવાની છે,

નબળાઈની નહિ. 

૨૪.  તમારું ધારેલું લક્ષ્ય,

ક્યારેય પણ તમારા સાહસથી મોટું નથી હોતું.


 

૨૫. ભગવાનથી ન ડરો તો ચાલશે પણ કર્મોથી જરૂર ડરજો,

કારણ કે કરેલા કર્મો તો ભગવાને પણ ભોગવવા પડે છે. 

૨૬. વિચારો વાંચીને પરિવર્તન નથી આવતું સાહેબ..

વિચારો પર ચાલવાથી પરિવર્તન આવે છે.. 

૨૭. સુખમાં ગ્રહો બધા સુંદર લાગે અને

દુઃખમાં બધા ગ્રહો નડતા લાગે,

સમય જ બળવાન છે માણસ નહિ. 

૨૮. જેને ભૂલી નાં શકો એને માફ કરી દો,

અને માફ નાં કરી શકો અને ભૂલી જાઓ. 

૨૯. જેમની પાસે ઈરાદા હોય છે,

એમની પાસે કોઈ બહાના નથી હોતા. 

૩૦. બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે,

પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે. 

૩૧. જ્યાંથી આપણો સ્વાર્થ પૂરો થઇ જાય છે,

ત્યાંથી આપણી માણસાઈ શરુ થાય છે. 

૩૨. જે રસ્તે આગળ જતાં મુશ્કેલીઓ પડે છે,

એ જ મુશ્કેલીઓ નવો રસ્તો બતાવે છે. 

૩૩. વીતી ગયા પછી જ સમજાય છે કે

વીતી ગઈ એ ક્ષણો અમુલ્ય હતી. 

૩૪. જમાનો બદલાઈ ગયો છે સાહેબ,

પહેલા સબંધ વ્યક્તિ સાથે હતા ને હવે પૈસાથી હોય છે. 

૩૫. વાત એ નથી કે હું રડ્યો,

વાત એ છે કે એને કઈ ફરક નાં પડ્યો.ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ