Recents in Beach

બજાર અહેવાલનું માળખું|Market Report Structure


 

  બજાર-અહેવાલ એટલે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતો અહેવાલ. એનું માળખું રિપોર્ટ જેવું હોય છે. માત્ર ભાષાની બાબતમાં જ તે પ્રેસ રિપોર્ટ કરતાં જુદો પડે છે. પ્રેસ રિપોર્ટની જેમ જ એમાં ત્રણ વિભાગ હોય છે:-

 

(૧) શીર્ષક અથવા મથાળું, (૨) પ્રથમ પેરેગ્રાફ અને (૩) મુખ્ય ભાગ.

 

. શીર્ષક (Head Line):-

 

  બજારમાં પ્રવર્તતું રુખ અથવા વલણ દર્શાવતું એનું મથાળું હોય છે. દા.ત. ‘કપાસમાં મિશ્ર વલણ’, ‘નેશનલ રેયોનમાં વધારો, વગેરે આ અંગેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ તેનું સ્થાન, બજારનું નામ અને જે દિવસે રિપોર્ટ લખવામાં આવ્યો હોય તે તારીખ એમાં આવે છે.

 

. પ્રથમ પ્રેરેગ્રાફ ( Lead):-

 

  બજાર અહેવાલના પ્રથમ પેરેગ્રાફમાં બજારમાં થયેલ ઊથલપાથલ અથવા લે-વેચનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ થાય છે. બજારમાં વલણ વિશે અને તે વલણ પેદા કરનાર પરિબળો અથવા કારણો જણાવે છે.

 

. મુખ્ય ભાગ (The Body):-

 

  અહેવાલના મુખ્ય ભાગમાં બજારના બનાવોની વિગતવાર નોંધ હોય છે. તેમાં શેર અને વપરાશી ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટનું નિરૂપણ કરવામાં આવે છે. તદુપરાંત મહત્વના શેરમાં થયેલા વધઘટનો કોઠો (Table) પણ આપવામાં આવે છે.

 

Market Report Structure



બજાર અહેવાલ કેવીરીતે લખવો:-

 

 માર્કેટ રિપોર્ટ લખતી વખતે નીચેની વિગતો ધ્યાનમાં રાખો:-

 

૧. માળખાના તમામ નિયમોનું પાલન કરો. મથાળા ઉપર બજારનું નામ દર્શાવો, મથાળું આપો, અહેવાલની તારીખ જણાવો. આ અહેવાલ દૈનિક, અઠવાડિક, ત્રિમાસિક કે વાર્ષિક છે તે જણાવો. જે સમય અંગે અહેવાલ આપો છો તે સ્પષ્ટ પણે જણાવો.

 

૨. અગત્યની પ્રવૃત્તિઓનું પૃથ્થકરણ આપો. મહત્વના ફેરફારો જણાવો. આપના રીપોર્ટમાં સ્પષ્ટ અને સાચું ચિત્ર બજારના પ્રવાહનું હોવું જોઈએ.

 

૩. શેરની શરુઆતની અને અંતની કિંમત જણાવો. આ બતાવતું ટેબલ તૈયાર કરો.

 

૪. બજારમાં જે ખરેખર પરિસ્થિતિ પ્રવર્તે છે તેનું ચિત્ર આપો. બજારમાં કયું ચોક્કસ પરિબળ અમુક વલણ સર્જે છે તે દર્શાવો.

 

૫. ભવિષ્યમાં બજારનું વલણ કેવું રહેશે તે માટે આપણી પોતાની ધારણાઓ રજૂ કરો. આ દર્શાવતી વખતે કૃપા કરીને યાદ રાખો કે ઘણા લોકો આપણો અહેવાલ વાંચશે, અને તેઓ આપણી પાસેથી માર્ગદર્શન મેળવશે.





Subscribe to my You tube Channel 


Upstox તમારું Free ડીમેન્ટ એકાઉન્ટ ખોલો અને ટ્રેડ કરો ઇન્વેસ્ટ કરો Upstoxની સાથે હમણાં  ક્લિક કરો અહીં

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ