Recents in Beach

સહ અભ્યાસિક પ્રવૃત્તિ-શીઘ્ર વકૃત્વ સ્પર્ધા|Fast curve competition in Gujarati

B.Ed સહ અભ્યાસિક પ્રવૃત્તિ


શીઘ્ર વકૃત્વ સ્પર્ધા એટ્લે શું?

 

શીઘ્ર વકૃત્વ સ્પર્ધા એટ્લે વિધ્યાર્થીઓને સ્પર્ધા સમયે ટોપિક આપીને એના પર 5 મિનિટ કે તેથી વધુ એ ટોપિક ઉપર લાભ, ગેરલાભ અથવા એની અસર જેવી બાબતો પર બોલવા માટે કહેવું.

શીઘ્ર વકૃત્વ સ્પર્ધા કોણે માટે યોજી શકાય? આ સ્પર્ધા વર્ગને ધ્યાનમાં રાખીને યોજવી જોઈએ.

વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને યોજી શકાય. જેમ કે સ્પર્ધાના ટોપિક વિદ્યાર્થીઓ એ વિષયક થોડો અનુભવ કે જાણકાર હોય.

 

દા.ત. વિદ્યાર્થીજીવનને મોબાઇલના ફાયદા/ગેરફાયદા

ઓનલાઈન શિક્ષણના લાભ/ગેરલાભ

ઇન્ટરનેટ વરદાન કે અભિશાપ

ભ્રષ્ટાચારનું મૂળ કારણ

આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ

વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાનું મહત્ત્વ

 

શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કેમ કરવું:

 

શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરતાં પહેલા એની કેટલીક પૂર્વ તૈયારી કરી લેવી જોઈએ.

સર્વ પ્રથમ તો શાળાના પ્રિન્સિપાલની મંજૂરી મેળવી લેવી અને પછીથી એક તારીખ નક્કી કરી લેવી.

આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ, રોલ નબર, વર્ગ વગેરેની નોંધ કરી લેવી.

જો આ સ્પર્ધા શાળાના સમગ્ર વર્ગ માટે હોય તો એક અનુકૂળ સમય નક્કી કરવો.

અને એક વર્ગ કે ધોરણ માટે મર્યાદિત હોય તો એક તાસ નક્કી કરી લેવો.

સમગ્ર શાળા માટે હોય તો એ માટે તમારે કેટલાક શિક્ષકો અથવા પ્રિન્સિપાલને જજની ભૂમિકામાં નિરૂપવું.

સ્પર્ધાનું પરિણામ નિષ્પક્ષરીતે આપવું જેથી વિદ્યાર્થી નિષ્પક્ષતાનો ગુણ શીખે.

ત્યાર બાદ સ્પર્ધા માટેના ટોપિક નક્કી કરી લેવા.

એક વર્ગ અથવા એક ખંડ એવો પસંદ કરવો જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકોને બેસવાની સુવિધા સારી હોય.

વિદ્યાર્થીઓ માટે ઈનામ રૂપ બોલપેન, નોટબુક કે પછી એ.પી.જે. અબ્દુલકલામની બુક વગેરે આપી શકાય.  

 

શીઘ્ર વકૃત્વ સ્પર્ધાથી વિદ્યાર્થીને થતાં લાભ :-

 

આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ ખીલશે.

આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઑને સ્ટેજ પર બોલવાનો અનુભવ થશે જેથી ભવિષ્યમાં એ એક સારો વક્તા બની શકે.

સ્પર્ધામાં ભાગલીધેલ વિદ્યાર્થી સ્ટેજ પર જે બોલવાનો એમની અંદર ડર/ભય રહેલો હોય એ દૂર થશે.

વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન નો સંચય થશે.

વિદ્યાર્થીઓને એક બીજાના વક્તવ્યથી નવી જાણકારી મળશે.

વિદ્યાર્થીઓ એક બીજાને જોઈને સ્ટેજ આગળ કેમ અને કેવું બોલવું એ શિખશે.

વિદ્યાર્થીઓને એક નવો અનુભવ થશે જેથી એમનામાં શિક્ષણ મેળવવા અને આવી બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તેમજ નવી જાણકારી મેળવવાની પ્રેરણા મળશે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ