Recents in Beach

કિમ્બલ રેવન્સવુડ (મધુરાય) કૃતિ પરિચય|KIMBAL REVENSWOOD- Madhurye

 કિમ્બલ રેવન્સવુડ (મધુરાય)


 ‘કિમ્બલ રેવન્સવુડ’ મધુરાયની એક પ્રયોગશીલ નવલકથા છે. આધુનિક નવલકથા ક્ષેત્રે અર્થપૂર્ણ મધુરાય એમની વિષય અને રચનારીતીની દ્રષ્ટિએ હંમેશા વિવેચન ક્ષણ રહ્યા છે, તો કથા સંકલના કે વસ્તુ ઘટના ગૂંથણીમાં પણ એવો મોટે ભાગે અરૂઢ પ્રકારની શેલી ઉપજાવે છે. એઓ પુરોગામીઓની કથા અને સંકલનાઓનું પુનરાવર્તન કરતા નથી. અત્યાર સુધી એમની પાસેથી જે નવલકથાઓ મળી છે, એ દરેકમાં વિષયનું વૈવિધ્ય જોવા મળે છે. મધુરાયએ ચહેરા’, ‘કામિની’, ‘સાતબાજી’, ‘કલ્પતરુ અને ‘કિમ્બલ રેવન્સવુડ’ નામની નવલકથાઓ આપી છે.

 

  ‘કિમ્બલ રેવન્સવુડ’ નવલકથામાં પ્રમોસનની આસપાસ કથા ગોઠવીને ગુજરાતી સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનોને વક્રતાથી નિહાળ્યા છે. લગ્ન પ્રસંગ હોવાથી જેમ ફટાણા જોવા મળે છે. ફટાણાં હોય તેમ આ નવલકથામાં લેખકે આ પ્રસંગો યોજ્યા છે. નવલકથામાં લેખકે લગ્ન પ્રસંગની એક રમૂજની વિસ્તારી છે. અહીં સમાજની બંદીઓનો પણ પર્દાફાસ કરવામાં આવ્યો છે.

 

 

  આ નવલકથાના શીર્ષકમાં આકર્ષકતા, જીવંતતા, રસિકતા, સ્પષ્ટતા જોવા મળે છે. પ્રથમ દ્રષ્ટિએ આ નવલકથાનું શીર્ષક અર્થ વગરનું અટપટું અને કઈ વિચિત્ર પ્રકારનું આભાસ જન્માવે એવું છે. પરંતુ નવલકથાના મુખબંધના વાંચન પછી એનો અર્થ તરત સમજાય તેવો છે. આ નવલકથાનું અધ્યયન ઊંડાણથી કરતા જોવા મળે છે કે એ કોઈ ઊંડાહાર્દને પ્રગટ કરે છે. એના મનને ઉપસાવે છે. એ રીતે આ નવલકથાનું શીર્ષક ધ્વનિ પૂર્ણ છે.

 

 

   ‘કિમ્બલ રેવન્સવુડ’એ સિકાન્ગોની લોકલ ટ્રેન છે. એ વિસ્તારોમાં આ નવલકથાના નાયક યોગેશ પટેલ રહ્યો છે. જો કે અમેરિકાથી ઇન્ડિયા બે અઠવાડિયા માટે આવેલ યોગેશની આસપાસ આખી કથા ફરતી રહે છે. ‘કિમ્બલ રેવન્સવુડ’ લોકલ ટ્રેનની જેમ અધ્ધર દોડતી ખાઈઓમાં ભૂસકા મારતી બોધ ભજવતી એક કપોલ કલ્પિત કથા એટલે ‘કિમ્બલ રેવન્સવુડ’.

 

  આ એક પ્રશન્ન પ્રકારની કથા છે. લગ્ન માટે ઉત્સુક યોગેશ ઇન્ડિયા આવીને બાર રાશિની જુદી જુદી કન્યાઓને મળી- વાતચીત કરી પોતાને યોગ્ય કન્યાની શોધમાં છે. આ કન્યાઓ સાથેની મુલાકાત ક્યારેક રમૂજપૂર્ણ અને કટાક્ષયુક્ત હોય છે. લેખકે કપોલ કલ્પના દ્વારા યોગેશ અને કન્યાઓની તો હાંસી ઉડાડી જ છે, પરંતુ આપણી લગ્ન સંસ્થાને પણ રમૂજની નિરાળી છે. કોઈને આ કથા સિધી અને સરળ લાગે પરંતુ કથા એવી નથી. કથામાંથી જેમ જેમ પસાર થતાં જઈએ તેમ તેમ હાસ્ય ઉપહાસ અને કટાક્ષનું તીર આપણી તરફ ટંકાતું રહે છે.

 

 

  ‘કિમ્બલ રેવન્સવુડ’ લોકલ ટ્રેનની જેમ કથા યોગેશ, કન્યાઓ વગેરે ભાવકને સતત ચક્રમાં નાખતા રહે છે. લેખકની કલ્પના નકલી, વાસ્તવ પૂર્ણ નથી છતાં એણે વાસ્તવથી એકદમ દુર રાખી શકાય એવી પણ નથી. આમ તો કથામાં સામાજિક વાસ્તવ હોવા છતાં તેનું પાત્ર કપોળ કલ્પનાથી ભરેલું છે. એક યુવક લગ્ન માટે કન્યાઓના ઈન્ટરવ્યું કરે પરંતુ તેણે થતા અનુભવો આવા પ્રકારના ન હોય એ પણ સ્વાભાવિક છે. એટલે કોઈનેય કથામાં સત્ય-તથ્યના અંશ બાબતે સ્પષ્ટતા ન મળે તે સ્વાભાવિક બાબત છે એટલે ‘કિમ્બલ રેવન્સવુડ’નો કેવળ સાત દિલ અર્થ થતો નથી, પરંતુ સાત દિલ અર્થની સાથે તેના લક્ષણોનું પણ વિચાર કરવો પડે . નવલકથાની કથામાં સરળતા જ જોવા મળે છે.

 

 

   આ નવલકથાના કથાનકને લેખકે નવીનતાવાળી બનાવવા માટે પ્રયત્નો કર્યા છે. તે આ નવલકથાની આખી સૃષ્ટિ અમદાવાદના કે. પટેલ જાતિના લોકોના સંદર્ભમાં એની એક આસ્વાધ્યતા ભાષામાં ફરે છે.

 

 

   આ નવલકથાનું એકદમ સ્પષ્ટ પરક્ષમ તત્વ એ એની ભાષા શૈલી છે. લેખક સંવાદ કે કથન શેલી બંનેએ સઘન અને સભાન વિનિયોગ કર્યો છે. અહીં N.R.I ગુજરાતીઓ દ્વારા નીર્માયેલી એક વિશેષ અંગ્રેજી ગુજરાતી મિશ્રણ સભર બોલી પણ જોવા મળે છે. આ નવલકથાની ભાષા રોજીંદા બોલચાલની ભાષાથી શક્યની નજીક છે. આ હાસ્યરસની નવલકથામાં મૂળતો ગુજરાતી પણ થોડું ઘણું અંગ્રેજી ભણવાને કારણે ગુજરાતી-અંગ્રેજીનું શંકરભાષા સ્વરૂપ ધરાવતા વર્ગ ભાષા છે. મોટાભાગના પાત્રોના મુખમાં ચરોતરી બોલી મુકીને લેખકે હાસ્ય પ્રગટ કર્યું છે. ક્યારેય આ પાત્રો વધુ પ્રયોગશીલ થઇ ગુજરાતી કહેવતોનું અંગ્રેજી રૂપાંતર કરી નાખે છે. આમ આ નવલકથામાં વિવિધ પ્રકારની બોલી અને શબ્દ પ્રયોગોથી લેખકે ભાષાનું નિરૂપણ કર્યું છે.

 

 

 

  આમ, ‘કિમ્બલ રેવન્સવુડ’ મધુરાયની એક વિલજાતી નવલકથા છે. નવલકથાનું બાહ્યરૂપ જોતા એવું લાગે કે એ પરંપરાગત રીતે લખાયેલી હોવી જોઈએ. પરંતુ તેનો વિષય ભાષા કર્મ અને ટેક્નિકની વિશેષતાઓ જોતા જણાય છે, કે આ કૃતિ એની આધુનિક સત્તાને લીધે સોની પ્રસંશનીય બની રહે છે. એ રીતે ‘કિમ્બલ રેવન્સવુડ’ ગુજરાતી ભાષાની એક વિશ્વસ્વ બની રહે છે. એમાં લેખકે આપણી લગ્ન પ્રક્રિયાને એક પ્રહસન તરીકે નિહાળીને હાસ્ય- કટાક્ષની કૃતિ પણ ખડી કરી છે. એ રીતે આકૃતિ ગુજરાતી સાહિત્યની એક અનોખી કૃતિની ભાત પૂરી પાડે છે.

 

 

 ‘કિમ્બલ રેવન્સવુડ નવલકથા પરથી હિન્દી ફિલ્મ વ્હોટ્સ્યો રાશિ નામની ફિલ્મ આશુતોષ ગોવારીકર બની છે.

 


ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય Click Her આ વાંચવા માટે 




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ