Recents in Beach

‘ટોળું’ વાર્તા સંગ્રહ કૃતિ પરિચય-ઘનશ્યામ દેસાઈ| Tolu Vaarta Sangrh Ek zhalk


ટોળું (ઘનશ્યામ દેસાઈ)

 

  પશ્ચિમના આધુનીક્તાવાદી વિચાર વલણો અને તેનાથી પ્રેરાયેલા સાહિત્યના પ્રભાવ નીચે ગુજરાતી સાહિત્યમાં અન્ય સ્વરૂપોને મુકાબલે કવિતા અને નવલીકામાં વધારે મૂળગામી પરિવર્તનો આવ્યા.

 

 

  નવી પેઢીના વાર્તાકારોમાં સુરેશ જોશી, મધુરાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, ચન્દ્રકાંત બક્ષી, ઘનશ્યામ દેસાઈ અને રાવજી પટેલની વાર્તાઓમાં જે આમૂલ પરિવર્તન આવ્યું તેની નોંધ લેવા જેવી છે. નવલિકા એ નુતન વિભાવનાના સંદર્ભે એ સમયના આધુનિકતાવાદી સર્જનવૃતિ દેખાતી રીતે જ શુદ્ધ રચનાભૂતિ કે શુદ્ધ કલા નિર્માણનાં ખ્યાલથી પ્રેરિત છે, તેની સાક્ષી ટોળું સંગ્રહની વાર્તાઓ પણ છે.

 

 

   ‘ટોળું’ સંગ્રહની લગભગ અડધો અડધ વાર્તાઓમાં આધુનિક ટૂંકીવાર્તાના લક્ષણો જ મુખ્યત્વે પ્રગટતા જોવા મળે છે. ‘ટોળું’, ‘મૂર્ધા’, કાગડો’, ‘લીલો ફણગો’, ‘પ્રોફેસર એક સફર’, ‘નેપોલિયન એક નપુંસક હતા, અને ગણગણાટ’ આવી વાર્તાઓમાં આધુનિક વાર્તાઓના મિજાજ વર્તાયા વિના રહેતો નથી.

 

 

  એમની ‘ચીસ’ ‘વસંતનું સપનું, ટુકા મ્હેણ, રેણ, ‘ફરી એકવાર’ ‘ગોકળજીનો વેલો, ‘વ્હાલોજી પદાર્થો’, લાલ બોપટ્ટી અને ‘હુંફ’ અહીં અનેક વાર્તાઓમાં સૂચવે છે કે ઘનશ્યામે એના સમયના અન્ય આધુનિક વાર્તાકારોની જેમ અંતિમવાદી વિદ્રોહી વલણ સાથે પરંપરા સાથે વિચ્છેદ સાધ્યો નથી.

 

 

  ‘ટોળું’ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં આધુનિકતાના સ્પર્શ સાથેના પરંપરા વલણો સવિશેષ જણાયા વિના રહેતા નથી. તેની નોંધ લેવી જોઈએ. એમની ‘ચીસ’ હુંફ, ‘વેર’ અને ગોકળજીનો વેલો વાર્તાઓએ વાર્તાકારની નોંધપાત્ર વાર્તાઓ તરીકે વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આધુનિક વાર્તા સાહિત્યમાં એમની ટોળું, મૂર્ચ્છા, ગણગણાટ, કાગડો, કાચિડો કે ‘પ્રોફેસર એક સફર’ ‘પરપોટા ખોવાઈ ગયા’ જેવી આધુનિક રીતિની વાર્તાઓથી જ ઘનશ્યામ દેસાઈએ મોખરાનું સ્થાન મેળવ્યું છે.

 

 

 

   ઘનશ્યામ દેસાઈનું ‘કાગડો’ વાર્તા તો એમને સુરેશ જોશી કે મધુરાય જેવા આધુનિક વાર્તા સર્જકોની હરોળમાં મૂકી આપે છે. એમની એ વાર્તા રમણીય બની રહે એવી ક્ષમતા ધરાવે છે તે જોતા ઘનશ્યામની કેટલીક વાર્તાઓમાં પરંપરા વલણો સવિશેષ જોવા મળતા હોવા છતાં આપણા સાહિત્યમાં એમનું સ્થાન આધુનિક વાર્તાકારોમાં જ છે. તે સ્પષ્ટ થાય છે. એમની ‘કાગડો’, 'સાંગોપાંગ’ એક કપોલ કલ્પિત રચના છે. અસ્તિત્વવાદી કળામાં જોવા મળતી સમપ્રાંતીય દ્રષ્ટિ ઉભી કરવામાં આવી છે.

 

 

  ‘ટોળું’ સંગ્રહની વાર્તાઓને જોતા કવિના વાર્તાના વિષયો તરફ પણ ધ્યાન જાય છે. આ સંગ્રહમાં દાંપત્યજીવનની વિચ્છીન્નતા અને વિષમતાને પ્રગટ કરતી વાર્તાઓ કપોળ કલ્પિતની આધુનિક રીતીવાળી વાર્તાઓ, માનવજીવનની વિસંગતતાની નિરૂપણ કરતી વાર્તાઓ જોવા મળે છે.

 

 

  'ટોળું’ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં કપોળકલ્પીતની આધુનિક રીતિનો વિશિષ્ટ વિનિયોગ કરીને માનવમનનું અતિ વાસ્તવનું દર્શન સફળતાથી કરાવતું છે તો કેટલીક વાર્તાઓમાં આંતર ચેતના પ્રવાહની વાત પણ કરવામાં આવી છે. કાચિડો’ વાર્તામાં કાર્તિકના સ્વપ્ન દ્રશ્યમાં તેના પપ્પાનું અમાન્વીકરણ થઈને તેઓ લોહી તરસ્યા વાદમાં કે રાક્ષસમાં રૂપાંતરિત થતા દર્શાવાયા છે તો ‘કાગડો’ વાર્તામાં વાર્તાનાયકનું ‘કાગડા’માં રુંપાતરણ થાય છે. ગણગણાટ કે ‘લીલો ફણગો’ વાર્તામાં આંતર ચેતના પ્રવાહની રીતિ પાર વાર્તાનાયકોના ચિત્તની વિવિધ ગ્રંથીઓ વૃત્તિઓ વલણો કે વળગણો ફોડીને પ્રત્યક્ષ કરવામાં વાર્તાકારે સફળતા મેળવી છે. ઘનશ્યામ દેસાઈની કેટલીક પરંપરાગત વાર્તાઓમાં પણ આધુનિકતાના કલા સ્પર્શનો આપણને અનુભવ થાય છે.

 

 

  મૃત્યુ, આત્મહત્યા, અવૈધ સેક્સ સબંધ જેવી વજનદાર આ સંગ્રહની આર્તાઓમાં જોવા મળે છે. એમની ‘ચીસ’, મૂર્છા’, ‘ટોળું’, ‘ટૂંકા મ્હેણ’, નેપોલિયન નપુંસક હતો, કાન્ચિડો કે કાગડો વગેરે અનેક વાર્તાઓમાં મૃત્યુ કેન્દ્ર સ્થાને છે. છતાયે બધે મૃત્યુ બોધની ભિન્નતા જુદી જુદી રીતિએ દર્શાવાય હોવાથી મરણથી મરણોત્તર જીવન સુધીના મૃત્યુના વિવિધ રૂપોનું આપણને સાક્ષાત્કાર થાય છે.

 

 

 

 ‘ટોળું’ વાર્તામાં માનવીના વ્યક્તિત્વ હાસની રેઢીયાત જીવનની નીર્થકતા, કલ્પનો દ્વારા નીર્દશાઈ છે. કિક્યારી કરતું, દોડતું અથડા-અથડી કરતુ ધક્કા-મુક્કી કરતુ ટોળું જ અહીં વ્યક્તિત્વ ભિન્નતાનું પ્રતિક છે.

 

 

 

  ‘લીલો ફણગો’માં લીલો ફણગો વૃદ્ધ નાયકના ચીલને રજુ કરે છે. લાલરંગ જીવનનું અને લીલોરંગ મૃત્યુનું પ્રતિક બની રહે છે. ‘ગણગણાટમાં પણ પ્રતિક, કલ્પન યોજાય છે. ‘લાલબોપટ્ટીમાં લાલબોપટ્ટી નાયકના અતીતના મુગ્ધ પ્રણયનું પ્રતિક બની રહે છે. નાયકને ઘર ગુફા જેવું લાગે છે. જંગલી, વિશાળ, કેમીલીયા ફૂલ’ નાયકની આધીન જાતીય આવેલ ધરાવતી પત્નીનું અસાધારણ ધરાવતી કામ-વૃતિનું જ છે. તો ‘હુંફ’માં વાર્તા નાયક રોહિતને સ્વપ્નમાં ચારે તરફ સાપ દેખાયા કરે છે. અહીં સાપનું પ્રતીકની વ્યંજના ઘણું ઘણું સુચવી જાય છે. આમ, વાર્તાકાર આધુનિકતા વાદના વિદ્રોહી વલણ વિના પણ ઉચિત રીતે પ્રતિક અને કલ્પનો આધુનિક રીતિએ વિશિષ્ટ ઉપયોગ કરીને પાત્રોના ચિત્તના વાસ્તવને સૂચવવાનું કામ કર્યું છે. તેની પ્રતીતિઆ વાર્તાઓ કરાવે છે.

 

 

   આમ ‘ટોળું’, ‘કાગડો’, ‘મૂર્ચ્છા’, ‘કાન્ચીડો’, ‘વેર’, ‘લીલો ફણગો’ જેવી આ સંગ્રહની અને ‘કાગડો’ જેવી સમગ્ર આધુનિક સાહિત્યની એક ઉત્તમ વાર્તા સર્જક ઘનશ્યામ દેસાઈનો યશ એકમાત્ર  ‘ટોળું’ વાર્તા સંગ્રહ પર આધારિત છે. નવોદીપ આધુનિક વાર્તાકારની હરોળમાં ઘનશ્યામ દેસાઈએ પણ ‘ટોળું’, 'મૂર્ચ્છા' અને ‘કાગડો’ જેવી પોતાની કેટલીક ઉત્તમ વાર્તાઓથી સ્થાન મેળવ્યું છે. એ એમનો એતિહાસિક યશ છે. સ્વાતાન્ત્ર્યોતર વાર્તા સાહિત્યમાં આધુનિકતાના ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પ્રચંડ આંદોલનની વાત જ્યારે જ્યારે નીકળે ત્યારે ત્યારે કેટલાક અનિવાર્ય લાગે તેવા સર્જકોના નામોની યાદીમાં ઘનશ્યામનું નામ પણ હજું ઘણા વર્ષો સુધી સંભળાતું અને વંચાતું રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ