Recents in Beach

ICTના કયા કયા સાધનો શિક્ષણમાં લેવાય છે|ICT in Education Gujarati

 વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં થતો ICTનો ઉપયોગ અંગેનો અભ્યાસ :-

EPC Project B.Ed
અનુક્રમણિકા

ક્રમ

વિષય

પેજ.ન.

૧.

પ્રસ્તાવના

 

૨.

વ્યાખ્યા

 

૩.

વિશ્વવ્યાપ

 

૪.

ICTનાં હેતુઓ

 

૫.

ICTનું મહત્ત્વ

 

૬.

ICTનાં સાધનો

 

૭.

તારણો

 

૮.

સમાપન

 

 

 

 

 


 

પ્રસ્તાવના:-

 

 

  વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં થયેલા વિકાસ અને શિક્ષણ સાથે તેનો અનુબંધને કારણે અનેક કઠોર અભિગમ અભિગમ શિક્ષણની પ્રક્રિયામાં યાંત્રિકીકરણનું વધ્યું છે. જેથી શિક્ષક સચોટ અને મહત્તમ વિષય-વસ્તુનું અર્થઘટકમાં સંક્રમણ કરી શકે, ટૂંકમાં વિદ્યાર્થીમાં સંક્રમિત કરવા માટે જે તમામ ભોતિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તે બધાને હાર્ડવેર અંગ ગણી શકાય.

 

  માહિતી અને પ્રત્યાયન પ્રોદ્યોગિકીમાં ત્રણ મૂળભૂત સંકલ્પનાઓ રહેલી છે. માહિતી પ્રત્યાયન અને તેને સબંધિત પ્રોદ્યોગિકી માહિતી, પ્રત્યાયન અને તેને સબંધિત માહિતી એટલે સચોટ રીતે ગોઠવાયેલા હકીકતો કે જે કોઈ બાબત પ્રત્યેની સમજ સ્પસ્ટ કરે છે. ઉદાહરણ તરીકે પરિણામ જેવી હકીકતોની રજૂઆતથી વ્યક્તિના શેક્ષણિક સ્ટાફની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રત્યાયન એટલે લેખિત, મોખિક કે અશાબ્દિક રીતે માહિતીને તેના મૂળભૂત અર્થમાં જ એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિઓ સુધી પહોંચાડવાની ક્રિયા.

 

  Free online dictionary of computaring અનુસાર માહિતીનું નિયંત્રણ કરવાની તથા પ્ર્ત્યાયનને સહાયક હોય તેવી પ્રોદ્યોગિકી એ વ્યાપક શબ્દ છે તેની અંતર્ગત અનેક ઉપકરણો જેવા કે રેડિયો, ટેલીવિઝન, મોબાઈલફોન, કમ્પ્યુટર નેટવર્કના હાર્ડવેર-સોફ્ટવેર, સેટેલાઈટ-ઈન્ટરનેટ વગેરેનો સમાવેશ થાય છે તો સાથે સાથે વિડીયો કોન્ફરસિંગ દૂરવર્તી શિક્ષણ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.

 

આજની ૨૧મી સદીમાં બાળકોને વિવિધ સાધનોનો ઉપયોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તો બાળક ઝડપથી ગ્રહણ કરે છે. અને દરેક માહિતી ઝડપથી મેળવતો થાય છે અને તે માટે શિક્ષકોએ પણ પૂર્વ તૈયારીમાં રહેવું અનિવાર્ય છે. માટે ICTના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.


 

વ્યાખ્યા:-

 

ICT (Information and Communication Technologies) એવો અર્થ થાય છે.

 

 

  Information and Communication Technologies are a diverse set of Technological tools and resorce used to communicated and to create disseminated store and manage information.”

 

-બ્લર્ટન

 

અર્થાત-

    માહિતી અને પ્રત્યાયન પ્રોદ્યોગિકિએ એવા વિવિધ પ્રોદ્યોગિકી ઉપકરણો અને સ્ત્રોતોના સમૂહ છે કે જેનો ઉપયોગ માહિતીના પ્રત્યાયન, સર્જન ,પ્રસાર, સંગ્રહ કરવા માટે થાય છે.


 

વિશ્વવ્યાપ:-

 

 

  ICT નાં સાધનોનો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં થતો ઉપયોગનો અભ્યાસ કરવામાં આવ્યો.


 

ICT નાં હેતુઓ:-

 

  * ICTની સામાન્ય માહિતી જાણવા મળશે.

  * ICTનાં સાધનો અંગે માહિતી પ્રાપ્ત થશે.

  * ICTનો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં થતો ઉપયોગ વિષે માહિતી મળશે.

  * ICTનો શિક્ષણ પદ્ધતિમાં ઉપયોગ કરતાં શીખે.

  *આધુનિક ટેક્નોલોજીથી પરિચિત થશે.

  * ICT દ્વારા શિક્ષણ કાર્ય સરળ થશે.


 

ICTનું મહત્વ:-

 

* ICTનું મહત્વ શિક્ષણ ક્ષેત્રે ઘણું છે, તેના દ્વારા જ શિક્ષણ સરળ બન્યું છે.

 

*ગમે તે સમયે ગમે ત્યાં શિક્ષણની સુવિધા મળી શકે છે.

 

* ICT દ્વારા આજે એવી શિક્ષણ વ્યવસ્થા ઉભી થઇ શકી છે જેની મદદથી વિદ્યાર્થી ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને મોબાઈલની મદદથી વિદ્યાર્થી શાળા-કૉલેજ સમય બાદ પણ પોતાના ઘરેથી મુસાફરી દરમિયાન અને ગમે તે સ્થળેથી શિક્ષણ મેળવી શકે છે. દિવસના ૨૪કલાક અને અઠવાડીયાના સાતેય દિવસ શેક્ષણિક સામગ્રી ઉપલબ્ધ રહી શકે તેવી વ્યવસ્થા ICT થકી ઉભી થઇ શકી છે.

 

*અધ્યેતા સ્વગતિએ અધ્યયન પણ કરી શકે છે જેમ કે કમ્પ્યુટરમાં રજુ થતા અધ્યયન પ્રેઝન્ટેશન – પ્રોગ્રામ, મોબાઈલમાં જોઈ શકાતા વિડીયો કે રેકોર્ડ લેકચર, અધ્યાપકના વ્યાખ્યાનની ઓડિયો ફાઈલ શેક્ષણિક વિડીયો સીડી વગેરે વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે અટકાવી પુનઃ જોઈ કે સાંભળી પોતાની ગતિએ શિક્ષણ મેળવી શકે છે.

 

*માહિતીના સંગ્રહ વિતરણમાં સુલભતા એક સીડીમાં અસંખ્ય પુસ્તકો, રેકોર્ડ વ્યાખ્યાનોના સંગ્રહ થઇ શકે છે. જેને સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને મોકલી શકાય છે, વિશ્વના કોઈ પણ સ્થેળે માહિતી પોહચાડી શકાય છે. વર્તમાન સમયમાં સ્ટોરેજ સ્વરૂપે માહિતી સંગ્રહ-વિતરણ સરળતાથી વૈશ્વિક સ્તરનું બને છે.

 

*પુનઃ ઉપયોગ અને અધ્યતનકરણની ક્ષમતા એકવખત ડિજીટલ સ્વરૂપે શિક્ષણ સામગ્રી બનાવ્યા પછી તેનો ઉપયોગ અનેક વખત થઇ શકે છે. આં ઉપરાંત તેમાં સુધારો-વધારો કરવાનું ખુબજ સરળ છે.

 

*આર્થિક રીતે સસ્તું જેમ કે પ્રારંભિક તબક્કે શેક્ષણિક સ્ત્રોતો બનાવવામાં ખર્ચ આવે છે. પરંતુ સમય જતા આ સ્ત્રોતોનો વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે તેમ હોવાથી સસ્તા પડે છે. અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ મેસેમ્યુસેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીએ પોતાના અત્યંત ખર્ચાળ અભ્યાસક્રમોની શેક્ષણિક સામગ્રી નિઃશુલ્ક ઈન્ટરનેટ ઉપર મુકી જેનો સૌ કોઈ ઉપયોગ કરી શકે છે. શિક્ષણ સામગ્રી NPTEL  http//nptel.ac.in નાં માધ્યમથી નિઃશુલ્ક ઉપલબ્ધ છે.


 

ICTનાં સાધનો:-

 

*ટેલીવિઝન

*કોમ્પ્યુટર

*લેપટોપ

*મોબાઈલ

*ઈન્ટરનેટ

*O.H.P

*E-Book (ડીજીટલ પ્રકાશન)

*પ્રિન્ટર

*પ્રોજેક્ટર

 


 

ટેલિવિઝનનો ઉપયોગ:-

 

ટેલીવિઝન અસરકારક શેક્ષણિક માધ્યમ છે, પણ મનોરંજનના સાધન તરીકે તે વધુ લોકપ્રિય સાધન છે.

 

ટેલીવિઝન દ્વારા અનેક દેશ વિદેશની માહિતી મળી શકે છે.

 

ટેલીવિઝન રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક એમ ત્રિ-સ્તરીય કાર્યક્રમ સેવા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સમાચારો, વર્તમાન બનાવો, વિજ્ઞાન, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય, નાટક અને ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

ગુજરાતમાં શેક્ષણિક ટેલીવિઝન ક્ષેત્રે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટેના શેક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરતી DTH ચેનલ કાર્યરત છે. શિક્ષણના મહત્વના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

 

વિદ્યાર્થીઓએ ઘરબેઠા પણ રજાના દિવસે શિક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત ખાનગી કંપનીની શેક્ષણિક ચેનલો વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે, જેનું નિદર્શન પણ વર્ગખંડમાં કરી શકાય છે. 

ICT મોબાઈલનો ઉપયોગ

કમ્પ્યુટરનો ઉપયોગ:-

 

 કમ્પ્યુટર એ વિજ્ઞાન અને ટેક્નોલોજીની એક ઉત્કૃષ્ટ દેન છે.

 

તેના ઉપયોગથી વિશ્વ અત્યારે એક નવીજ દિશામાં જઈ રહ્યું છે.

 

તેના આધારે શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અનેક મર્યાદાઓને પોહચી શકાયું છે.


 

લેપટોપનો ઉપયોગ:-

લેપટોપનો ઉપયોગ આજે એટલો બધો વધી રહ્યો છે કે શિક્ષણ ક્ષેત્રે કે આની કોઈ પણ જગ્યાએ લેપટોપ ઉપયોગી બનતું જઈ રહ્યું છે.

 

લેપટોપ એ આધુનિક યુગની એક શ્રેષ્ઠ એવી શોધ છે.

 

લેપટોપના કારણે સક્રિય એવી અનેક ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે, તેથી તેનો શિક્ષણમાં પણ બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. 

મોબાઈલનો ઉપયોગ

મોબાઈલનો ઉપયોગ:-

 

સેલફોન એ આજના સમયમાં પ્રત્યાયનનું અગત્યનું માધ્યમ છે.

 

સેલફોન ટેક્નોલોજીના આવિશ્કારને કારણે વ્યક્તિઓ ક્યાંય પણ કોઈ પણ જગ્યા એ સંપર્ક કરી શકે છે.

 

ટૂંકમાં દુનિયાના કોઈ પણ ખૂણે કોઈનો પણ સંપર્ક કરવા માટે મોબાઈલ અગત્યનું સાધન છે.

 

શિક્ષણ ક્ષેત્રમાં ઓનલાઈન ક્લાસ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન શિક્ષણમાં એક મહત્વનું કામ મોબાઈલ એ કર્યું છે.

 

આજે મોબાઈલ ફોનમાં શિક્ષણ મેળવી શકાય તેવી અનેક એપ્સ આવે છે.

 

મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરેલા વિડીયો અને ઓડિયો લેકચર દ્વારા વિદ્યાર્થીઓ મુસાફરી દરમિયાન, ઘરે નવરાશની પળોમાં શિક્ષણ મેળવી શકે છે.

 

સોશિયલ મિડીયાના માધ્યમથી શાળા અને શિક્ષકો શિક્ષણમાં વાલી સમાજની ભાગીદારી મેળવી શકે છે.


 

ઈન્ટરનેટનો ઉપયોગ:-

 

  ઈન્ટરનેટ દ્વારા આપણે આપણા કોમ્પ્યુટરને વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ સ્થાને રહેલા કમ્પ્યુટર સાથે જોડી શકીએ છીએ.

 એક બીજા સાથે આ રીતે સંકળાયેલા વિશ્વના બધા જ કમ્પ્યુટરનું નેટવર્ક ઈન્ટરનેટ તરીકે ઓળખાય છે.

 માહિતીના આ યુગમાં નવું અદ્યતન જ્ઞાન વિદ્યાર્થી પાસે પહોંચવા માટેનું સોથી ઝડપ માધ્યમ ઈન્ટરનેટ જ છે.

 ઈન્ટરનેટ વિશ્વને એક વિશ્વગામ બનાવી દીધું છે.

 વિશ્વ ભરમાં પથરાયેલું- વિકસતું શિક્ષણ ઈન્ટરનેટ દ્વારા વ્યક્તિના ઘરે ટેબલ સુધી પહોચ્યું છે.

 ઈન્ટરનેટ માહિતી મેળવવા માટે અને માહિતીનું આદાન-પ્રદાન માટે એક ઉત્તમ માધ્યમ બન્યું છે.

 વિશ્વની કોઈ પણ માહિતી આજે ઈન્ટરનેટની મદદથી ક્ષણવારમાં જ મેળવી શકાય છે.


 

O.H.P નો ઉપયોગ:-

 

ચોક બોર્ડની જગ્યાએ રાખેલા પડદા પર શિક્ષકના માથા ઉપરથી ચિત્રને અપેક્ષિત કરવામાં આવતું સાધન છે. માટે તેનું નામ ઓવર હેડ પ્રોજેક્ટ છે, શિક્ષક દૈનીક શિક્ષણ કાર્યમાં વર્ગની સન્મુખ રહીને આ સાધન વડે શિક્ષણ કાર્ય કરી શકે છે, તેથી તેને સન્મુખ ચતુર દર્શક તરીકે પણ ઓળખવામાં આવે છે.


 

E-Book (ડિજીટલ પ્રકાશન)નો ઉપયોગ:-

ઈ-બુક એટલે કે ઈન્ટરનેટ બુક મુદ્રણ કળાની શોધથી અધ્યાપન-અધ્યયનના ક્ષેત્રેન ક્રાંતિ થઇ હતી. ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઈન્ટરનેટનાં માધ્યમથી ઉપલબ્ધ કરાવાયા છે. અસંખ્ય વેબસાઈટ પરથી ઉત્તમ શૈક્ષણિક પુસ્તકો પ્રાપ્ત થાય છે. કેટલાક પુસ્તકો ઓડિયો સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જેને સાંભળી શકાય છે. ઈ-બુકનો ઉપયોગ કરી પુસ્તકોનું જ્ઞાન વધારી શકાય છે. ઈ-બુકના ઉપયોગ દ્વારા વિવિધ મલ્ટીપ્રક્રિયાનો લાભ મેળવી શકાય છે.

 વિવિધ મલ્ટીમિડિયાનો લાભ મેળવી પોતાના જ્ઞાનને સમૃદ્ધ બનાવી શકે છે. શિક્ષકો આવા પુસ્તકોની મદદથી અધ્યયન કરી શકે છે. 

પ્રિન્ટર

પ્રિન્ટરનો ઉપયોગ:-

 પ્રિન્ટર આજના જમાનામાં ખુબ જ ઉપયોગી સાબિત થયું છે. વિદ્યાર્થીઓ માટે તેનો ઉપયોગ ખુબજ થાય છે. પ્રિન્ટર દ્વારા મોબાઈલ, કમ્પ્યુટરને પ્રિન્ટર જોડે કનેક્ટ કરી તેની અંદર રહેલા કાગળ પર પ્રિન્ટ લઇ શકાય છે. સંગ્રહિત પ્રિન્ટ હોય તેને પ્રિન્ટર દ્વારા બહાર લાવી શકાય છે.

 પ્રિન્ટર દ્વારા સરેક બાળકને જરૂરી માહિતીના લેખ પોહચાડી શકાય છે.


 

તારણો:-

 

 ICTનાં સાધનોનો વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં થતો ઉપયોગના આધારે સિદ્ધ થયેલા તારણો નીચે પ્રમાણે છે:

 

 વિદ્યાર્થીઓએ ICTનો ઉપયોગ કરી શિક્ષણ મેળવવા માટે જાગૃત થાય છે.

 

 મોબાઈલ દ્વારા કોઈ પણ સ્થળે દ્રશ્યોના ફોટા અને વિડીયો લઇ સમજુતી આપી શકાય.

 

પ્રિન્ટર દ્વારા મોબાઈલની અંદર રહેલ ફોટોગ્રાફ્સ કાઢીને વિદ્યાર્થીને બતાવી શકાય છે.

 

 દુરદર્શન અને બીજી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતા શેક્ષણિક કાર્યક્રમોને પ્રસારણ સમયે ટી.વી. દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ દર્શાવી સમજુતી આપી શકાય છે.

 

 ઈન્ટરનેટની માધ્યમથી વિષ્યાંગને અનુરૂપ વિસ્તૃત માહિતી આપી શકાય છે.

 

E-Bookની મદદથી પુસ્તકમાં ન હોય તેવી બાળકને સમજુતી અનુસાર માહિતી આપી શકાય છે.

 

 ઓડિયો કે વિડીયો દ્વારા સમજુતી આપી શકાય છે.

 

 અધ્યેતામાં સ્વ-અધ્યયનની ટેવ વિકસે છે.

 

 અધ્યેતા વૈશ્વિક હરીફાઈમાં આગળ વધી શકે છે.

 ICT દ્વારા અધ્યાપન કાર્યને વર્ગ-શિક્ષણ સુંદર અસરકારક અને રસપ્રદ બનાવી શકાય.


 

સમાપન:-

 EPCનાં કાર્યક્રમાં પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિમાં થતો ઉપયોગ જાણવા માટે પ્રસ્તાવના બાંધ્યા પછી શાળાની અંદર ઉપયોગમાં કે શિક્ષણ પદ્ધતિના વિવિધ સાધનો જેમ કે લેપટોપ, મોબાઈલ, પ્રિન્ટર, E-Book, ઈન્ટરનેટ વગેરે સાધનોની માહિતી એકત્રિત કાર્ય બાદ સામાન્ય તારણો આપણને જોવા મળે છે. આમ, ICTમાં એ દરેક સાધનો શિક્ષણ ક્ષેત્રે કે બીજા કોઈ અન્ય ક્ષેત્રે ખુબજ ઉપયોગી નીવડે છે.  

 

 

 


 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ