Recents in Beach

વિજયરાય વૈદ્ય એ સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે કરેલા પ્રદાન|Vijay Rai Vaidy Gujarati Sahitykaar

 

વિજયરાય વૈદ્ય એ સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે કરેલા પ્રદાનને મૂલવો.

 

ગુજરાતી ભાષામાં સવાસો વર્ષોથી વધુ સમયના સામયિકમાં નવલરામ પંડયા – ગુજરાતી શાળાપાત્ર, મણિલાલ ત્રિવેદી- પ્રિયવંદા, આનંદશંકર ધ્રુવ- વસંત, બચ્ચુભાઈ રાવત- કુમાર, ઉમાશંકર જોશી- સંસ્કૃતિ, સુરેશ જોશી- ક્ષિતિજ, ઉહાપોહ, એતદ જેવા વિવિધ અભિગમો ધરાવતાં સાહિત્યિક પત્રકારોનું પ્રદાન મુલ્યવાન રહ્યું છે. પરંતુ જન્મે ભાવનગરી છતાં ભાવનગર ઉપરાંત મુંબઈ અને સુરતને પણ પોતાની કર્મ ભૂમિ બનાવનારા વિવેચક- પત્રકાર વિજયરાય વૈદ્ય ઈ.સ.૧૮૯૭ થી ૧૯૪૪ નું કાર્ય તો તેમનાં વિશિષ્ટ અને મોલિક અભિગમ નમ્ર કારણે તથા પ્રતિબિંબ ઝીલતું હોવાથી એક આગવી છાપ ઉપછાવતું અત્યંત ધ્યાન આકર્ષક રસપ્રદ બની રહ્યું છે.

 

 

  કેવળ વિવેચના ને એમાંય મુખ્યત્વે પુસ્તકોના અવલોકના એક ત્રેમાસિક સામાયિકની પહલ અનિવાર્ય જણાય હતી. નવલરામને સૌથી પ્રારંભે નવું નવું મુદ્રણયંત્ર એમણે સુધારવાદીને મોટી સુવિધા કરી આપેલી તેમાં ઝડપી બહોળા પ્રસારના પરિણામે પ્રકાશન અને પ્રસિદ્ધિનો ઉત્સાહ તે સમયે ફાટી નિકળ્યો હતો. જે કઈ લાખો તે છપાવો એથી એ છપાવા માટે લખ્યા કરો. આ ગંજાવર પ્રકાશિત સામગ્રીમાંથી શું? વાંચવાનું શું નહિ એની ચિંતા નવલરામને અવલોકનની દિશા તરફ વાળ્યું, આ રીતે પુસ્તક સારું કે ખરાબ છે એ સ્પષ્ટ કરી તરત જ કહેવું એ સામાયિક સંપાદકની નિર્ભીક જાગૃકતા નવલરામમાં હતી. તે પછી વધુ તીવ્ર રીતે કંઈક અભિની વેશના વેગ પૂર્વક વિજયરાય દેખાય છે, વચ્ચેના પંડિતયુગના સંપાદકો સનિષ્ઠ તો હતા જ. આનંદ શંકર જેવા મોકળાશવાળા વસંતની એક મુદ્રા ઉપસાવી તો કલ્પનાશીલ હાજી મહોમ્મદે સચિત્ર વીસમી સદીમાં પ્રસિષ્ઠ રંગદર્શીના સંયોજનનું એક નવું પરિમાણ નવી દિશા પ્રગટાવ્યા પણ સાંપ્રતની એસિડ કસોટી કરવાના શક્તિ, સાહસ વિજયરાયમાં વિદ્ધતા તેમજ રંગદર્શીતાના મજબૂત પાયા વગર પ્રગટ થયાં એ ખાસ્સી નોંધપાત્ર ઘટના ગણાય.

 

 

  ગુજરાતીમાં વિવેચન શબ્દ વખાણનો જ પર્યાય થઇ ગયેલો અને એમને લાગ્યો ત્યારે ‘કોમુદ્દીમાં રોજનીશી વિભાગ શરુ કરીને સાંપ્રતની ચિકિત્સા આરંભેલી. જવાબદારીની સભાનતા સાથે વિજયરાયે લેખ માળા વિશે લખે છે કે ‘કોઈને અન્યાય કરવાની મને મુદ્દલ ઈચ્છા નથી. એવા વિવેચનમાં મને શ્રદ્ધા પણ નથી પરંતુ બીજી તરફ જે પોલમપોલ ચાલે છે જેની સામે કોઈ હરખ કાઢવાની હિંમત કરતું નથી અને જો કોઈ હિંમત કરે તો ઘડીના છઠ્ઠા ભાગમાં સઘળા તંત્રીઓ સઘળી સંસ્થાઓ ડાહ્યામાણસો ભેગા થઈને જેને ઉડાવી દે છે. એ સ્થિતિ પણ આશય લાગી છે. માટે જ મેં લેખમાળા ઉપાડી છે.’ કોમુદ્દી નવેમ્બર ૧૯૩૨માં છપાઈ છે. આખો ધસમસતો પ્રવાહ એમની ઉંધી દિશાનો લાગ્યો ત્યારે એને શોધવા મથવાનો સાહિત્ય ધર્મ પોતાને વાગોળી અને આર્થિક ભિસ ચિંતા કર્યા વગર એ બધું સ્વીકારી લઈને ધર્મ બચાવ્યો હતો.


 કૉલેજ કાળમાં ૧૯-૨૦ વયે યુરોપીય વિવેચકોના અભ્યાસથી તરબતર થવા ઉપરાંત વિજયરાય ‘ધ સ્ટેન્ડ મોર્ડેન રિવ્યું ટાઈમ્સ લિટરરી સપ્લીમેન્ટ બુક્મેન્ટ લંડન મર્ક્યુરી જેવા સામાયિકોનું સતત સેવન કરતા હતાં. એટલે સાહિત્યની દુનિયામાં પહેલું પગલું મુક્યું તે મિત્ર બટુ ઉમરવાડીયા સાથે શરુ કરેલા ચેતન (૧૯૨૦) માં વડ્ફોર વૃતીવાળા વિજયરાયની કલમ જલદ કલાને રમણભાઈ નીલકંઠનાં પરિસરને વ્યાખ્યાને આખરી ટીકા કરીને નરસિંહરાવ સામે પણ અવાજ ઉચક્યો હતો. એની ઉત્સુકતા અભિનિવેશ પાછળ વાંચન અધ્યયનનું બળ હતું જ એથી એમણે ધારદાર વિધાનોથી આ સાક્ષરોની મર્યાદા ચીંધી બતાવેલી. ચેતનામંચ વિવેચક સંપાદક એક સાથે ઉપસ્યા છે. સામાયિકનું સંપાદન એમનું જીવન કાર્ય બની ગયું અને તેથી ૪૦-૪૫ વર્ષ પછી પણ લડાઈ કૃતિથી ટકી ઝગડીને આર્થિક રીતે સાવ ટીપાઈ જઈને પાંચ-પાંચ સામાયિક માંથી સમેટાઈ પછી પણ ૭૨ વર્ષની ઉમરેય વિજયરાયના મનમાંથી સળવળાટ ગયો નથી. ૧૯૬૮ એમણે લખેલું માનશો? મને હજુ પણ એક અનિયતકાલીન સ્વપ્નો આવ્યાં કરે છે. સંપાદન કાર્ય માટે એમાના એક હતા. એનું પહેલું દ્રષ્ટાંત એ કે એના સંપાદન કાર્યથી પ્રભાવિત થઇ સામે ચાલીને મુનશી એમણે ‘ગુજરાતમાં જોડાવા બોલાવતા હતા. ત્યારે એમને ‘હિન્દુસ્તાનમાં ૧૨૫ રુ./ મળતા હતા અને ગુજરાતમાં માત્ર ૧૦૦ રુ. પણ મળ્યા ન હતા. આવી ખોટ ખાઈને પણ સાહિત્ય ખાતર એમણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધેલો. ચેતનમાં આ ક્રિટિક, મયુરાનંદ, વિનોદકાંત એવા વિવિધ ઉપનામથી સર્જનાત્મક, વિવેચનાત્મક લક્ષણોથી વાતાવરણને જીવંત રાખનાર રવિન્દ્રનાથ અને હાજી મોહમ્મદ સાથે સમૃદ્ધ વિશેષકો કરનાર વિજયના ઉત્સાહ, પરિશ્રમ ભર્યા સાહિત્યિક પત્રકારત્વ તરીકે ઉપતંત્રી ‘ગુજરાતને પણ નમૂનેદાર કરવામાં એમનો ઘણો મોટો ફાળો આપ્યો છે. પરંતુ મુનશી સત્તા પ્રભાવમાં પુરાઈ રહેવાનું વિજયરાયને સ્વતંત્ર સ્વમાની સ્વભાવને રાખ્યું. અનુકૂળ ન આવ્યું. એમનું સંપાદન કાર્ય આગ્રહી પણ હતું. ગુજરાતમાં મોડા પડે ક્યારેક એમાં ઉતરતી કાગળ વપરાય એની સાથે પણ તીવ્ર વાંધા હતા. એટલે સંસ્થાગત વ્યવસ્થાની આર્થિક નિશ્ચિતતાને છત્ર છાયા છોડી દઈને ૧૯૨૪ માં છોડી દઈને ‘કોમુદ્દી’ (૧૯૨૪) વીડબણો સ્વીકારવાના બદલામાં મોકળાશ મળી તે એમણે ઇષ્ટ લાગ્યું અને એમની સુહાપણ હતી.

 

 

  નિરવિરોધ સ્વાયતાને લીધે પત્રકાર વિજયરાયની ‘કોમુદ્દી પૂર્ણપણે વિકાસ થયો છે. આ સમયે વ્યાપક પ્રકારના સામાયિક હતા. વસંત, ગુજરાત વગેરે. પરંતુ વિજ્યરાયે સુદ્ધ સાહિત્યિક એ સમયે કરવાનો સંકલ્પ કર્યો હતો. તે માટે ‘કોમુદ્દી નાં પહેલાં અંશ નકશો સ્પષ્ટ કર્યો. સુદ્ધ સાહિત્યકલા અને વિવેચના પૃથ્થક સેવનનો કાળ હવે ગુજરાતમાં આચેલો જણાય છે. એ તેથી તે વિષયને જ ચર્ચવાની યોજના કરી. તેમની ભાષા પર સાક્ષરી ભાવને સદંતર ઓછો કરી નાખવાની વિજયરાય નક્કી કર્યું.

 


  વિશ્વનાથ ભટ્ટ, ચન્દ્રવદન મહેતા, ગગન વિહારી મહેતા, ધનસુખલાલ મહેતા વગેરે. પહેલાં અંકમાં મેઘાણી પણ છે, તો નરસિંહરાવ દિવેટિયાનો ગુજરાતમાં સંગીતકાવ્ય નામનું નોંધપાત્ર લેખ પણ છે. લગભગ પોણા બસો પાનાના લેખમાં ૭૦ પાનાનો સાહિત્ય ચર્ચાના મુદ્દા ને ટૂંકી નોંધો તો નવી દિશાની આકર્ષકતા સાથે સંગીતના પણ છે તો લેખના આરંભે મુકેલા બળવંતરાયનાં ઉદ્ગારોમાં સંગીત પ્રારંભનું અભિવાદન છે. ‘કોમુદ્દીના વર્ષમાં ૧૯૨૪ થી ૩૫ અંકો પર નજર ફરાવતા જ કેટલીક બાબતો ધ્યાનપાત્ર બની રહે છે. જુના પેઢ લેખ સાહિત્ય નવા આશ્ચર્યપદ અને લેખકની પછીથી ઈતિહાસ પ્રતિષ્ઠ થઇ છે. પહેલાં કોમુદ્દીમાં ઉઘડી છે, નરસિંહરાવ, નાનાલાલ, બળવંતરાય, રામનારાયણ, મેઘાણી, તથા નવા લેખકો શ્રી ધરાણી, ઉમાશંકરની કાવ્ય રચનાઓ વારતાઓ, ચન્દ્રવદન, શ્રી ધરાણી, ઉમાશંકરનાં પ્રસિદ્ધ થયેલ શ્રેષ્ઠ એકાંકી નાટકો રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ, ‘ભારેલો અગ્નિ જેવી નવલકથાઓ મુનશીની આત્મકથા, કલાપીના પત્રો, સુન્દરમનો પ્રવાસ પુસ્તક દક્ષિણાયન એવી અનેક પ્રસિષ્ઠ રચનાઓ એ ‘કોમુદ્દીની પ્રભાવક મુદ્રા ઊભી કરેલી જણાય છે.

 

  કોમુદ્દી નાં વિવેચનાત્મક એ વિલક્ષણ ભાત ઊભી થઈને એણે વાતાવરણ ઉષ્મા અને ખળભળાટ મચાવ્યા હતા. સ્પષ્ટ ભાષી તળાફળી વાળા સાપતાહીકોની સામે અવાજ ઉચકનારાઓ અને રંગદર્શી લખાણો પાછળ વિજયરાયનું એક સંકલ્પ સૂત્ર પણ હતું.

 

  ‘નવાની નૈકી જૂના સામે બંડલ ગ્રન્થાવલોકોને અનેક પાનાં આપતાં વિજયરાય દૂબળા થતાં જાય છે. તેમ તેમ અંગો હષ્ઠ પૃષ્ઠ થાય છે. વિવેચના સિદ્ધાંતલક્ષી ગંભીર અભ્યાસ લેખો પણ ‘કોમુદ્દીનાં મુલ્યવાન અંગરૂપો હતા. એમાંથી ઝડપી પસંદગી કરવી હોય તે પણ. દા.ત.- ‘મામેરું વિશે ગજેન્દ્ર પંડયા દીર્ઘલેખન નર્મદની રાજરંગની ચર્ચા તેમજ નર્મકોશની સમૃદ્ધ પ્રસ્તાવના સૌથી વધુ નોંધપાત્ર તો બળવંતરાય ઠાકોર ‘લિરિક વિશેની લેખમાળા એટલાં લેખો ગણાવી શકાય એટલે જ તો બ.ક.ઠાકોર લખે છે ‘કોમુદ્દી હોત નહિ તો આ લેખમાળા લખી ન હોત.

 

  સર્જનાત્મક- વિવેચનાત્મક લખાણો મેળવીને એ પ્રગટ કરવા એ સંપાદકની પ્રાથમિક કામગિરી છે જે કોમુદ્દીનાં સંપાદકની કલ્પના શક્તિ નવનિર્માણની સૂઝ બહુ વિલક્ષણ હતા. સાંપ્રતનું લાક્ષણિક ચિત્ર આપનારા એની ચિકિત્સા કરનારા અનેક જગ્યાએ વેરવિખેર પડેલા કિંમતી સાહિત્યિક દસ્તાવેજી સામગ્રી એક ભીત કરી આપવાની ચીવટ, પરિશ્રમ બનાવનાર અનેકવિધ નિબંધો એ કોમુદ્દીની વિશેષતા છે. ૫૦૧ શબ્દમાં ૧૦૦૦ શબ્દમાં એવી રંગદર્શી છટાવાળા ક્યારેક રંગસઘન સંક્ષિપ્ત લખાણો કરતાં હતા. તેઓ રોજની સીમા તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિનું સમિક્ષિત ચિત્ર રજૂ કરતા તો સાહીત્યકલાનું આંદોલનો એક લાક્ષણિક વિભાગમાં જુદા જુદા લેખકોની યુનિવર્સિટી નિબંધો પ્રો. એમ હબીબે લખેલા ‘ગાંધીજી શૈલી વિશેનો લેખ આર્નોલ્ડનું ગદ્ય ‘સ્પેક્ટર’ જે તે સાહિત્ય ન્યૂ સ્ટેટમેનટમાંથી વિશ્વભારતીમાંથી વગેરે વિવિધ મહત્વના લેખો અનુવાદ રૂપે આપણને અનુકૂળ કરી આપ્યાં છે.

 

  એ સમયે વિજયરાયે જુદા જુદા સમયના વિવેચન લેખોની સુચિ પણ પ્રગટ કરેલી વિદેશી તેમજ અન્ય ભારતીય ભાષામાં પ્રગટ થતાં સામાયિક સાથે લખાણો સંપડાવી આપ્યાં છે. આવી મુલ્યવાન સાહિત્ય સામગ્રીનું દસ્તાવેજી મૂલ્ય પણ ઓછું નથી. એ વિજયરાય બરોબર જાણતા હતા. એથી એમણે ઉત્સાહ ભેર આકરો પરિશ્રમ કરેલો હતો. સાહિત્યલક્ષી આગવી સુઝથી આવા દ્રષ્ટિ સૂઝ ‘કોમુદ્દીનાં વિશેષ અંકોમાં દેખાય છે. વિજયરાયે કલાપી અને નાનાલાલનાં દુર્લભ એવા પત્રો મેળવીને પણ કોમુદ્દીમાં પ્રગટ કર્યા હતા.

 

  કોમુદ્દી સેવક ગણતી યોજના અતિમહત્વકાંક્ષીને દુર્ગમ બની ગયેલી એથી એ ચરિતાર્થ ન થઈ શકી એ બરાબર પણ એ યોજનામાં વિજયરાયે વિવિધ પ્રકારના સર્વસંગ્રહો અને સંદર્ભકોષોની રૂપ રેખા આપીને એનો એને પહેલો અગ્રતાક્રમ આપ્યો એ એની ઝીણી દસ્તાવેજી કરણનો પરિચય કરાવે છે. કોમુદ્દીની આવી વિવિધ પરિમાણીને નિતાંત સક્રિય સંપાદન શક્તિને કારણે વિજયરાયને માટે કૃષ્ણલાલ ઝવેરીએ વિઝનરી ફ્રીલાન્સર એવા શબ્દો યોજ્યા છે. એકદમ ઉચિત પુરવાર થાય છે. એમણે સમકાલીન સામાયિકોની ટીકા કરતા કહેલું કે ‘પહેલાં અંક બહુ સરસ કાઢીને પછી હવાઈ જવું એ જેમ ગુનો છે તેમ પહેલાં જ અંક અતિ ઉતાવળે અધુરી તૈયારીથી સર્વસામાન્ય બેદરકારીથી શીખાવપત્રકારત્વને શોભતી રીતે કાઢવો એ પણ ગુનો છે. નવું સામાયિક શરુ કરનાર ઇચ્છનાર દરેક સંવાદ્કે આ ચેતવણી વાંચીને જ આગળ ડગલું માંડવું જોઈએ. એમ કહેવાનું મન થાય છે.’

 

 

  વિજયરાયના આવા આગ્રહને કોમુદ્દી માટે આર્થિક મુશ્કેલી વધારી હતી. સંપાદન તંત્ર સંભાળવા ઉપરાંત આર્થિક તંત્ર પણ એમણે સંભાળવાનું હતું. એની વ્યવસ્થા અંગે પ્રયાસો કરવા પડતાં, સમયની બાબતે પણ પહોંચી વળાતું ન હતું. તેથી એનું પરિણામ એ આવ્યું કે કોમુદ્દી અનિયમિત થતું હતું. ૧૯૩૫માં વિજયરાય ‘કોમુદ્દીમાંથી છુટા થયાં. એ પછી બે-ત્રણ વર્ષ મૂળશંકર ભટ્ટના તંત્રી પદેથી કોમુદ્દી ચાલતું રહ્યું પણ આસુ તેજ વિનાનું ફિક્કું સાહિત્યપત્રકારત્વમાં મોટો વળાંક લાવનારું કોમુદ્દીનું ચેતનવંતુને પ્રભાવક પ્રદાન તો વિજયરાયને નામે લખાયું.

 

  સામાયિક વિના વિજયરાયને ચાલે એમ હતું જ નહિ, વ્યવસ્થાને તંત્રી કોમુદ્દીના દારુણ અંતથી એ જંપીને બેસીને રહ્યાં એ જ વર્ષે ૧૯૩૫માં એમણે ‘માનસી શરુ કર્યું. વિજયરાય જ લખે છે કોમુદ્દીની ભસ્મમાંથી એના અવતાર સમા ‘માનસીનો જન્મ થયો. વિજયરાયના આગ્રહો, સંકલ્પો, યોજનાઓ, ખુમારી અને શહીદભાવના એના એ જ રહ્યાં.

 

 

  શરૂઆતના વર્ષોમાં ‘માનસી સામગ્રીની ગુણવત્તાની દ્રષ્ટિએ સંપાદક વિજયરાયના મિજાજ ઝીણી શોધ વૃત્તિની દ્રષ્ટિએ કોમુદ્દી કક્ષાનું રહ્યું હતું. કોમુદ્દીના આરંભકાળના નવોદિત લેખકોની હવે થયેલી કલમનો લાભ તો માનસીને મળે જ  છે. ઉમાશંકર જોશી અનુદિત ‘ઉત્તમરામચરિત્ર’ નાં કેટલાંક અંગો માનસીમાં પ્રગટ થાય છે. સર્જન વિવેચનની અનેક નોંધપાત્ર કૃતિઓ ઉપરાંત બે ખૂબ જ જાણિતા થયેલાં વિવાદો માનસીમાં જ પ્રગટ થયેલા.

 

૧) ‘વિવેચન પણ સર્જન છે એવો પ્રતિપાદન કરનારો વિશ્વનાથ ભટ્ટનો જાણીતો લેખ અને ઉમાશંકરનો ઉહાપોહ પણ માનસીમાં છપાયો હતો.

 

  પરંતુ માનસીને વિજ્યરાયે કેવળ સાહિત્યના નહિ સર્જન અને ચિંતનના સામાયિક તરીકે શરુ કરેલું તેથી એનો વ્યાપ કંઈક અંશે વ્યાપક પ્રકાશે બન્યો. વિજયરાયનું સંપાદન લખાણનું કોમુદ્દીમાંનું મનન, વિભા, અહિ ધ્વનિ એવાં નામે પ્રગટ થાય છે. એમાં વિવિધ વિષયો પર વિજયરાયનાં ટૂંકા લખાણો આવે છે. ભાષા સાહિત્ય કેળવણી, કલા, નાટક, ચલચિત્ર, ધર્મતત્વજ્ઞાન એવા અનેકવિધ વિષયો એમાં ઉપસે છે. વિજયરાય પર પડેલાં અરવિંદના પ્રભાવના કારણે માનસીના ઉત્તરકાલીન વર્ષોમાં પોંડીચેરી આશ્રમની પ્રવૃત્તિઓ વગેરે અંગે લેખો પણ એમાં દેખાવા માંડે છે. ક્યારેક માનસી એકાંકી નિસ્તેજ પણ દેખાય છે.

 

   માનસીને ટકાવવા એમણે અનેક પ્રયત્નો કર્યા હતા, મિત્રો હિતેચ્છુઓ, સાહિત્ય સંસ્થાથી મદદ મેળવે છે. એમણે માટે થઈને ઝવેરચંદ મેઘાણીએ જાહેરમાં ગીતો સંભળાવીને ફંડ ભેગું કરી આપ્યું હતું. પંડિત ઓમકારનાથ ઠાકુરે પણ પોતાની એક જલસાની આવક માનસીને આપી હતી. આર્થિક સમર્પણ કર્યું હતું. સુરતની એમ.ટી.બી. કૉલેજના અધ્યાપક થયાં ત્યારથી પોતાને મળતાં ૧૨૦નાં પગારનો લગભગ ત્રીજો ભાગ માનસી ખાતે  નાખતાં. પોતાની પી.એફની રકમ પણ માનસીમાં ખર્ચેલી આમ છતાં વિજયરાય કહેછે કે ન પાતાળ કુવા જેવું ખોટખાટીયું આ સામાયિક આર્થિક રીતે તર્યું નહિ. માનસીને ટકાવવા ગુજરાતની સંસ્કારી સમાજ આર્થિક સહાય ન આપે તો અમરણાત ઉપવાસ કરવાની એમણે જાહેરાત કરેલી પરંતુ ઘણા મિત્રોની સમજાવટથી એમણે પાછી ખેંચી લીધી હતી.  ત્યારે ઉમાશંકર જોશી અકળાયા હતા. એવું નાટક ન કરવું જોઈએ પરંતુ વિજયરાયની આ જીત પત્રકાર અને નર્યા સાહિત્ય પ્રેમમાંથી જાગેલા તંતુ રૂપ હતી.

 

  ૧૯૬૦ સુધી માંડ ચાલીને માનસી પણ સમેટાયું હારી ચુકેલા વિજયરાયની અદમ્ય ઈચ્છાએ બે વર્ષ પછી એક નાનકડો ઉપલો માંથી ૧૯૬૨ થી ‘રોહિણી નામે સંસ્કાર પત્રિકા શરુ કરીને ૬૩ સુધી ચલાવી.

 

  પરંતુ માનસી કાળ દરમિયાન પણ ચાર દાયકા ચાલેલા એમના સંપાદન કાર્યના સાહિત્યિક પત્રકારત્વનાં કેટલાંક મહત્વના ધોરણો ઉભા કર્યા હતા. ખાસ તો વ્યાપક સાહિત્યિક પ્રવૃત્તિ શીલ અને ગોરવ જળવાય એ માટેનાં એક જાગૃત પ્રહરી તરીકે નિર્ભીક સાહસિક કામગિરી બજાવી નાની પણ અગત્યની બાબતોની કાળજી રાખી ભેટ નકલોના આદિ થઇ ગયેલાં સ્નેહીઓને એમણે માનસીના આરંભ કાળે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું ‘મેં મારું લવાજમ મને જ  આજ રોજ ભરી દીધું છે કે એનો અર્થ એ થાય છે, મિત્રો, હિતેચ્છુઓ, મુરબીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તરફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરી. માનસીની ભેટ નકલ મને પણ મળવાની નથી. વ્યક્તિગત સહાયરૂપે ચાલતું એ સામાયિક એ રૂપે ‘સહ્યારું સાહસ (જોઈન્ટ એન્ટર પ્રાઈઝ) છે એ વિજયરાયે આમ સમજાવ્યું હતું.

 

 

  આમ, આવા મુલ્યોના આગ્રહી નિર્ભીક, વિવેચક અને સંપાદકનું મિલન સ્થાન છે. વિજયરાયની બાબતમાં ઘણીવાર વિવેચક સંપાદક અને જુદા પાડી શકાય એવી સુખદ અભિન્ન સ્થિતિ પ્રવર્તી છે. આવા ગુજરાતી સાહિત્ય વિવેચન અને સાહિત્યિક પત્રકારત્વનાં ચાર દાયકાને ઉજાળ્યા છે. અને મુનશી એ ‘એય ને બસ વાંચ્યા જ કરીએ એવા સામાયિકની ઈચ્છા વ્યક્ત કરેલી ત્યારે ઉમાશંકરએ કોમુદ્દી બતાવેલું. કેટલાંક માનસીના અંકો આજે પણ એયને બસ વાંચ્યા જ કરીએ આસ્વાદ અને ઉતેજક અનુભવ કરાવ્યે એ વિજયરાયની ખાસ સિદ્ધી છે એનું મહત્વનું પ્રદાન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ