Recents in Beach

પ્રિયવંદા-ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય|Priyvanda Gujarati Samayik

 પ્રિયવંદા

૧૮૮૫

તંત્રી- મણિલાલ દ્વિવેદી

 

 

  સાક્ષરયુગમાં મણિલાલ દ્વિવેદી સાહિત્યિક પત્રકારત્વની પ્રવૃત્તિ દ્વારા અગ્રેસર બન્યા હતા. ૧૮૮૪માં ‘ગુજરાતીમાં’ મણિલાલની ‘નારી પ્રતિષ્ઠા લેખમાળા’ પ્રસિદ્ધ થઇ હતી. સ્ત્રી કેળવણી વિષે તેઓ ‘રાસ્તે ગોફતાર’નાં તંત્રી સાથે ઉગ્ર વાળ-વિવાદમાં ઉતર્યો હતો. આમ પત્રકાર મણિલાલની કારકિર્દીનો પ્રારંભ સ્ત્રી કેળવણીનો વિચારથી થયો છે.

 

 

૧) પ્રિયવંદા સામાયિકનો આરંભ:-

 

  સ્ત્રીઓની એ સમયની સ્થિતિ અત્યંત દયાજનક અવસ્થાએ હતી. બાળલગ્નો, વિધવાઓના પ્રશ્નો, સ્ત્રી કેળવણી વિશેના વિચારો, ગમે ત્યાંથી સમાજ સામે મુકવા અને એ રીતે સ્ત્રીઓની દશા સુધારવા ૧૮૮૫માં વાર્ષિક લવાજન રૂપિયા ૧ (એક રૂપિયા) રાખીને મણીલાલે ‘પ્રિયવંદા’ સામાયિકનો આરંભ કર્યો.

 

 


૨) ‘સ્ત્રી બોજ’ પછીનો સ્ત્રી જાગૃતિ માટેનું બીજું સામાયિક પ્રિયવંદા:-

 

  ‘સ્ત્રીબોજ’ પછી સ્ત્રી જાગૃતિ અને સ્ત્રીઓના પ્રશ્નોની માંડણી કરતું આ બીજું સામાયિક હતું.



 

૩) પ્રિયવંદા સામાયિકના પ્રકાશન પાછળનું તંત્રીશ્રીનો ઉદ્દેશ:-

 

  આ સામાયિકના પ્રકાશન અંગે પોતાનો ઉદ્દેશ જણાવતા મણીલાલે લખ્યું છે: ‘એ નિશ્ચય થયો કે એક ઘણું સસ્તું માસિક કાળનું તેમાં સ્ત્રીઓ સબંધી તો ખરું પણ પ્રયાસ: એવી રીતીનું ને એવા વિષયોનું લખાણ કરવું કે જે સ્ત્રીઓ પણ વાંચે. અર્થાત સ્ત્રીઓને વાંચવા લાયક ન હોય તેવા વિષયો એમાં ન આવે.’

 

 

  પ્રિયવંદાનાં પ્રથમ અંકમાં એવા આ રીતે મૂકાય છે: “પ્રિયવંદા પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે. પણ પોતાની સખીઓની તરફ તેની દ્રષ્ટિ વિશેષ રહેશે ખરી, તેમના કલ્યાણમાં, તેમના હ્રદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્નો કરવા એ પોતાનો ધર્મ માનશે ખરી.”

 

 

૪) પ્રિયવંદાનું વિષય વૈવિધ્ય:-

 

  ‘પ્રિયવંદા’નાં ઘર, શ્રદ્ધા, વાંચન સુધારો, જ્ઞાત અને ધર્મ જેવા વિષયો ઉપર ‘આર્ય કુટુંબની બાળા’ને ઉદ્દેશીને લેખો લખાયા છે. એ ઉપરાંત કાવ્યો, બાળ ઉછેર અને શરીર વિદ્યા ઉપરના લખાણો એના મહત્વના વિષયો રહ્યા છે.

 

 

૫) મણિલાલ દ્વારા પ્રિયવંદામાં ‘ગુલાબ સિંહ’ નામની અનુવાદિત નવલકથા હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી:-

 

 

   ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો બોધ કરાવવા અને વાચક વર્ગનો રસ સંતોષવા મણીલાલે ‘ગુલાબસિંહ’ નામની અનુવાદિત નવલકથા હપ્તાવાર પ્રસિદ્ધ કરેલી. નવલરામે શરુ કરેલી ગ્રંથ સમીક્ષાની શ્રેણી પણ પ્રિયવંદાનાં એક અંગરૂપ હતી.

 

 

૬) પ્રિયવંદાની ભાષાની દુર્બોધતા સામે મહિલા વાચક વર્ગે નોંધાવેલી ફરિયાદ:-

 

  પ્રિયવંદા ખાસ સ્ત્રી વર્ગ માટે જ શરુ કરાયેલું હોવા છતાં મણીલાલની લેખન શૈલી પાંડિત્ય સભર રહી હતી. સ્ત્રી સમાજને સ્પર્શે એ પ્રકારની સરળ ભાષાનો બોહળો વ્યવહારને બદલે પ્રિયવંદાનાં કેટલાક લખાણ પાંડિત્ય સભર છે. ભાષાની આ દુર્બોધતા સામે મહિલા વાચક વર્ગે પ્રિયવંદામાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ આ શૈલી અમુક લેખ પુરતી જ રહી છે.

 

 

૭) પ્રિયવંદાનાં લેખો અંગે ધીરુભાઈ ઠાકરની વિચારણા:-

 

   પ્રિયવંદામાં લખાયેલા લેખો તરફ નજર માંડતા ધીરુભાઈ ઠાકર યોગ્ય જ નોંધે છે: નર્મદના ‘દાંડિયો’ની માફક તેમની પ્રિયવંદા પણ સજીવ રૂપ ધારણ કરીને વાચકને પ્રત્યક્ષ સંબોધન કરતી. એમાં વાત-ચિત ઢબની તળપદી ઉપરીઓ અને વાક્ય રૂઢિઓનો બોહળો ઉપયોગ નજરે પડે છે.વજિત ઉત્સાહી ઉપદેશકની ઉદબોધકતા તો વજીજત કુશળ ધર્મ પ્રચારકની શાંત સમજાવટ વજિત હિતેચ્છુ શિક્ષણનો સંગાથ તો વર્જિત કટ્ટર ટીકાખોરની તિક્ષ્ણ-કટાક્ષ વૃતિ તો વર્જિત સ્વજનની પરિચિતતા એમ પ્રસંગોપાત વિવેક ભાવ ભંગીયો ધારણ કરતા મણિલાલની વાદ્છટા વાચકના ચિત્ત પર કસાયેલા વક્તાનો પ્રભાવ પાડે છે. નર્મદના અણઘટ અને અવ્યવસ્થિત લાગતું ગુજરાતી ચિન્તનાત્મક ગદ્ય મણિલાલમાં સોષ્ઠવ, શિષ્ટતા અને વ્યવસ્થિત તર્કબદ્ધતા ધારણ કરે છે.’

 

 

૮. નાદુરસ્ત તબિયતમાં પણ મણિલાલ પ્રિયવંદાને નિયમિત પણે ચલાવે:-

 

  નાદુરસ્ત તબિયતમાં પણ મણિલાલ પ્રિયવંદાને નિયમિત પણે ચલાવી પોતાની સામાયિક નિષ્ઠાને વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે “એનો નફો આવે તે કદાપિ મારે પંડે વાપરી ન ખાવો પણ લોક હિતાર્થે જ વાપરવો એવી મારી પ્રતિજ્ઞા છે.” આવા ધ્યેયલક્ષી સામયિકોને નફો કરવાનું સુખ તો વિરલ જ હોય છે.

 

 

૯) પ્રિયવંદાને મળેલો વિશાળ વાંચક વર્ગ:-

 

  મણિલાલે એ સમયમાં સંતોષપ્રદ કહી શકાય એટલો પ્રિયવંદાનો વિશાળ વાચક વર્ગ મેળવ્યો હતો. સ્ત્રીઓના વર્ગ તરફથી મણિલાલને પ્રસંશા પત્રો પણ મળતાં થયા હતાં અને એમના લખાણો તરફ આદરભાવ શેવનારા વર્ગની સંખ્યા પણ ઘણી મોટી હતી.

 

 

૧૦) પ્રિયવંદાની મર્યાદા:-

 

   પ્રિયવંદા પાંચ વર્ષના અનુભવ મણિલાલને સમજાયું હતું કે માત્ર સ્ત્રીનો વિષયની ચર્ચા કરતુ સામાયિક ચલાવવું દુષ્કર છે, એ એકાકી બની જાય છે અને મર્યાદિત વિષય હોવાના કારણે જોઈએ એટલે વાચકો સાંભળતા નથી.

 

 

  એ સમયનું સાક્ષરે પત્રકારત્વ જે દિશામાં વહેતું હતું એ સંદર્ભ તથા પોતાના વિસરતા જતા વ્યક્તિત્વના કારણે માત્ર સ્ત્રીઓના પ્રશ્નમાં સામાયિકને સીમિત રાખવાનું યોગ્ય ન લાગતા પ્રિયવંદા સામાયિકને ૧૮૯૦માં સમેટી લઈને એ જ વર્ષમાં મણીલાલે સ્ત્રી-પુરુષ વર્ગને ઉપયોગી થઇ પડે તેવા વિચાર કાર્ય પ્રિયવંદાનું આ પરીગત સ્વરૂપ હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ