Recents in Beach

પ્રસ્થાન|Prsthan-ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય

 

પ્રસ્થાન (ઈ.સ.૧૯૨૬)

 

૧) પ્રસ્થાનની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા:-

 

  રામનારાયણ વિશ્વનાથ પાઠક સાડા અગિયાર વર્ષ જ પ્રસ્થાનના તંત્રી પદે રહ્યા પણ એ વર્ષ દરમિયાન પ્રસ્થાનની એવી પ્રતિષ્ઠા જાગી કે જ્યારે તેમાં એકાદ કૃતિ પણ પ્રગટ થાય ત્યારે જ કોઈ પણ લખનારને માથે લેખક કે કવિનું લેબલ લાગી શકે એમ મનાવા લાગ્યું.

 

૨) પ્રસ્થાનના હેતુઓ અને આસયો:-

 

  પાઠક સાહેબ તંત્રી હતા છતાં પ્રસ્થાન કેવળ સાહિત્યિક સામાયિક ન હતું ૧૯૨૬ની દિવાળી ત્રણે પ્રગટ થયેલા અંકમાં હેતુઓ અને આશયો સમજાવતા પાઠક સાહેબ.

 


૩) પ્રસ્થાનના મૂળ ઉદ્દેશ્ય:-

 

  ગુજરાતના પ્રશ્નો ઉકેલવા અને તેની ચર્ચા કરવી એ તેનો મૂળ ઉદ્દેશ્ય છે. ગુજરાતમાંથી નીકળી તે પહોંચે તેટલે નજર કરવા પ્રયત્ન કરશે. અહીં ગુજરાતી સાહિત્યનો ઉલ્લેખ શુદ્ધા નથી. અને ગુજરાતી ભાષાનો ઉલ્લેખ છે તે પણ ત્રીજે ક્રમે એટલું જ નહિ આ લખાણના અંત ભાગમાં તેઓ કહે છે, પ્રસ્થાનમાં પ્રામાણિક રીતે હેતુ સર કરેલી કોઈપણ વિષયની ચર્ચાને સ્થાન છે. પ્રસ્થાન શરુ થયું ત્યારે પાઠક સાહેબ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. પણ પછી જ્યારે કાકાસાહેબ કાલેલકર આચાર્ય પદે આવ્યા ત્યારે એમણે સુચના આપી કે પ્રસ્થાનમાં અસહકાર કે અહિંસા વિરુદ્ધ લેખો આવે તો તંત્રીએ તેમાં પ્રાગટ્ય મૂકી રહ્યો આપવો. આ સુચના પ્રસ્થાનની નિરૂપણ માટે બાધારૂપ લાગતા ૧૯૨૮માં પાઠક સાહેબ વિદ્યાપીઠમાંથી છુટા થયા. ૧૯૩૦માં સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લેતા ૬ મહિનાની જેલની સજા પાઠક સાહેબને થઇ ત્યારે પ્રસ્થાનના પીડા પર તેમના નામ સાથે (જેલમાં) એમ લખાતું. બારમાં વર્ષના સાતમાં અંકના છેવટના ભાગમાં પાઠક સાહેબે લખ્યું:’આ અંકથી હું પ્રસ્થાનના તંત્રીપદેથી નિવૃત થાઉ છું.’ અને પછી ઉમેર્યું હતું: ‘મારા જવાથી પરિસ્થિતિમાં કશું ફેર થવાનો નથી. એમ કહેવાની હું અહીં મારી ફરજ સમજુ છું, પ્રસ્થાનની નીતિમાં કશો ફેર થવાનો નથી. પ્રસ્થાનનો લેખક વર્ગ એનો એજ રહેવાનો છે. પણ હકીકતમાં તેમ બન્યું નહિ. પાઠક સાહેબે પ્રસ્થાન છોડ્યું તે પછી તે ઉત્તરોતર વધુને વધુ નિસ્તેજ બનતું ગયું.

 


 

ગુજરાતી સાહિત્યિક સામાયિક પરિચય




૪) પ્રસ્થાનની વિષય સામગ્રી:-

 

  અન્ય વિષયોને લગતી સામગ્રીને સાથોસાથ પ્રસ્થાનમાં કવિતા, વાર્તા, એકાંકી, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર અને સાહિત્ય વિવેચન પ્રગટ થયા છે. ધારાવાહિક નવલકથાનાં પ્રકાશનથી પ્રસ્થાન સંપૂર્ણપણે દૂર રહ્યું છે.

 

 

૫) ગાંધીયુગના લેખકોનો મળેલો સહકાર:-

 

  પ્રસ્થાનને ગાંધીયુગના અને તે પહેલાના ઘણાં બધા લેખકો, વિચારકો અને અભ્યાસીઓનો સહકાર મળ્યો છે. કવિઓમાં પૂજાલાલ, સુંદરમ, સુંદરજી બેટાઈ, સ્નેહરશ્મિ, બાદરાયણ, સ્વપ્નસ્તર, મનસુખલાલ ઝવેરી અને ઉમાશંકર જોશીના કાવ્યો મોટી સંખ્યામાં પ્રગટ થયા છે. તો ઉમાશંકર જોશીના કાવ્યો સંખ્યામાં પ્રગટ થયા છે. તો ઉમાશંકર, શ્રીધરાણી, રસિકલાલ પરીખ સહીત સત્તર લેખકોના ૨૪ જેટલા નાટક- એકાંકી પ્રગટ થયા છે. ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાઓને સામસામાં પલ્લામાં મૂકીને વાત કરવાની ચાલ આપણા વિવેચનમાં આવી છે. પણ પ્રસ્થાનમાં દ્વિરેફની ૧૩ વાર્તા પ્રગટ થઇ છે, તો ધૂમકેતુની પણ ૧૩ વાર્તા પ્રગટ થઇ છે. તંત્રી લેખે પાઠક સાહેબની તટસ્થતા અને લીક્ષુરુચિનો સમાંતર કરવાની વૃત્તિ શક્તિનો આના પરથી અંદાજ આવે છે. આ ઉપરાંત મેઘાણી, સુંદરમ, ઉમાશંકર, રમણલાલ દેસાઈ, ગુલાબદાસ બ્રોકર અને રસિકલાલ પરીખની પણ સારી સંખ્યામાં વાર્તાઓ પ્રગટ થઇ છે.

 

 

૬) પ્રસ્થાનની નોંધપાત્ર વિશિષ્ટતા:-

 

  પાઠક સાહેબે જુદા- જુદા પ્રકારો ખેડી પુસ્તક લખ્યું છે. વિવેચન લેખો અને સંપાદકીય નોંધો ઉપરાંત ‘શેષ’ ઉપનામથી કાવ્યો ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી હાસ્યલેખો પ્રગટ કર્યા છે. એક ને એક નામનું પુનરાવર્તન ટાળવા આ ઉપનામો અપનાવ્યા હોય એવું બને તો બીજી બાજુ બળવંતરાય ઠાકોરની ‘આપણી કવિતા સમૃદ્ધિ’ જે – તે ચક્રવર્તી લેખમાળા પણ પ્રસ્થાનમાં હપ્તાવાર પ્રગટ થયેલી તેનું પ્રકાશન ૧૯૩૦માં શરુ થઇ લગભગ ૧૦ વર્ષ સુધી ચાલ્યું હતું.

 

 

૭) પ્રસ્થાનના લેખોમાં પ્રગટ થયેલો ગાંધી વિચાર:-

 

  આમ તો પ્રસ્થાનમાં પ્રગટ થતાં હરકોઈ લખાણ હોય ગાંધી વિચારની છાપ વત્તે-ઓછે અંશે જોવા મળે છે. પણ ગાંધીમણી મહોત્સવ, અંત, સ્ત્રીઅંગ અને અસ્પૃશ્યતા, વિચાર અંગ જેવા વિશેષ અંગોમાં પ્રગટ થયેલી સામગ્રી પુરતો ગાંધી વિચારનો પૂરેપૂરો પ્રભાવ જોવા મળે છે.

 

  ૧૦મી સદીના છટ્ઠા દાયકા સુધી પ્રસ્થાન ચાલતું રહ્યું. પણ ગુજરાતી સાહિત્ય પરીસદના ૨૩માં અતીદીશમાં આપેલા વ્યક્તવ્યમાં બચ્ચુભાઈ રાવતે કહ્યું હતું. ‘રા.વી. પાઠકનું પ્રસ્થાન એની જૂની જાહોજલાલીમાં યાદ કરાવવા માટે જાણે જીવતું લાગે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ