Recents in Beach

આંબેડકરનાં કેળવણી વિષયક વિચારો પર ચર્ચા કરો|Anbedkarna kelvani Vishyak vicharo

 

આંબેડકરનાં કેળવણી વિષયક વિચારો પર ચર્ચા કરો.

 

Table of Contents

. સમાનતા:-

*સામાજિક અસમાનતા:-


*આર્થિક અસમાનતા:-


. વ્યક્તિગત તકો:-


. સામાજિક ન્યાય:-


 

 

 

 

  ડૉ. ભીમરાવ રામજી આંબેડકર કે જેઓને આપણે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેઓએ શિક્ષણ વિશે પણ પોતાના વિચારો પ્રગટ કર્યા છે, કે જે સમષ્ટિને ધ્યાનમાં રાખીને કર્યા હતા.

 

 આંબેડકરે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય આમ ચાર પ્રકારે આધુનિક મૂલ્યો માટે પોતાના વિચારો પ્રગટ કર્યા છે. તેમજ કેળવણી અંગે પણ તેઓએ પોતાના મંતવ્યો આપ્યાં છે.

 

  કેળવણી એટલે કે સમસ્ત જીવનને જીવવાની કળા કે જીવન જીવવા માટે ઘડવું તે.

 

  આંબેડકરની વિચારધારા અનુસાર કેળવણી વિશેના ૩ વિચારો છે જે નીચે મુજબ છે:

(૧) સમાનતા

(૨) વ્યક્તિગત તકો

(૩) સામાજિક ન્યાય.

 

 

. સમાનતા:-

 

  સમાનતા અને સામાજિક ન્યાય વચ્ચે પાતળી ભેદરેખા છે, કારણકે લોકો સાથે જે સામાજિક અન્યાય થાય કે તેમની સાથે અસમાનતા ભર્યું વર્તન કરનારાઓને સજા કરીને સામાજિક ન્યાય આપી શકાય છે.

 

  આપણા ભારત દેશમાં મુખ્ય બે બાબતોને કારણે અસમાનતા જોવા મળે છે. (૧) સામાજિક અસમાનતા, (૨) આર્થિક અસમાનતા.

  આ બંને પ્રકારની અસમાનતા છે જેને દૂર કરવા માટે ડૉ. બાબા સાહેબ આંબેડકરે શિક્ષણનો સહારો લેવા માટે કહ્યું છે કે જેથી સમાજમાં સ્થાપિત થઇ શકે.

 

*સામાજિક અસમાનતા:-

 

  સમાજમાં કોઈ એક વ્યક્તિ માત્ર તેની જાતી કે કામને કારણે, નીચલી કક્ષાની જ્ઞાતિમાં જન્મી હોય વગેરેને કારણે અપમાનિત થાય તે અસમાનતા એટલે કે સામાજિક અસમાનતા.

 

*આર્થિક અસમાનતા:-

 

  આર્થિક સ્થિતિને કારણે આપણા સમાજમાં બે વર્ગોના ભાગલા પડ્યા છે. એક તવંગર અને બીજું ગરીબ. આ તવંગર લોકો કે જે ગરીબ વર્ગને નીચલી કક્ષાના ગણીને ભેદભાવ કરે છે. અને પરિણામે બંને વર્ગો વચ્ચે આર્થિક અસમાનતા ફેલાય છે.

 

  નીચે પ્રમાણેના કેટલાંક કારણો છે જે આ બંને પ્રકારની અસમાનતા ફેલાવે છે જેને દૂર કરી સમાનતા સ્થાપવી જોઈએ.

 

  જે વ્યક્તિઓ સામાજિક અન્યાય ફેલાવે,જે બીજાનું શોષણ કરે એવાં વ્યક્તિઓને સજા કરીને સમાનતા સ્થાપીં શકાય છે.

  તે જ રીતે સમાજમાં, દેશમાં જે વ્યક્તિઓના કામ પ્રમાણે તેઓને વેતન મળવું જોઈએ. જે કામના બજારમૂલ્ય ઓછા આવે તેમણે ઓછુ વેતન આપવું અને જે કામના બજારમૂલ્ય વધુ આવે તેમણે વધારે વેતન આપવું આ રીતે સમાનતા સ્થાપી શકાય.

 

  આંબેડકર એવું માનતા કે નિરક્ષર અને ઓછું ભણેલાઓનું શોષણ સરળતાથી થાય છે માટે સમાનતા સ્થાપવા તેમજ શોષિતોને શોષિત થવાનો ઇનકાર સમજાવા માટે શિક્ષણ જ શસ્ત્ર રૂપ બની રહેશે.

 

આમ, શિક્ષણને તેઓ આર્થિક અને સામાજિક સમાનતા સ્થાપવાના સાધન તરીકે સ્વીકારતા હતા.

 

  આ માટે તેઓએ પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મફત રાખવાનો આગ્રહ રાખ્યો અને ઉચ્ચ શિક્ષણ સસ્તું રાખવાનો આગ્રહ આપ્યો હતો. આમ કરવાથી જે નીચલા વર્ગના, ગરીબ બાળકો છે જેઓ પણ શિક્ષણ મેળવી શકે અને પોતાની સાથે થઈ રહેલાં દાબ-દબાણો, શોષણને સમજી શકે.

 

બાળ શિક્ષણ અધિકાર કાયદો-૨૦૧૩થી જે અમલમાં આવ્યો હતો, આંબેડકરે પણ એમનો વિચાર રજૂ કર્યો હતો. તેઓ માનતા કે બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવે તો જ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેનો અમલ કરશે પરિણામે સમાનતા અપાશે.

 

 તેઓ એવું માનતા કે શિક્ષણ મેળવવાથી શોષકોએ જ પોતે આવી અસમાનતાને તિલાંજલિ આપવી જોઈએ.

 

  જો અવર્ણો મહિલાઓને શિક્ષણ આપવામાં આવે તો તે સમાજમાં લેન્ગિક અસમાનતા દૂર થશે.

 

  આમ, આંબેડકર શિક્ષણ થઇ સમાનતા સ્થાપવા માટે કહ્યું કે, “શિક્ષણ દ્વારા શાષિતોને તેમનું શોષણ થતું સમજાવો અને શોષિત થવાનો ઇનકાર કરવા આત્મવિશ્વાસ આરોપિત કરો.”

 

  તેમણે સૂત્ર આપ્યું કે ‘ભણો, લડો અને સંગઠીત થાવો.’


 

આંબેડકરનાં કેળવણી વિષયક વિચારો પર ચર્ચા કરો


. વ્યક્તિગત તકો:-

 

  વ્યક્તિને પોતાની ઓળખ પ્રગટ થવા માટે મુશ્કેલીઓનો સામનો કરવા માટે શિક્ષણ થકી મળતી તકો જે વૈયક્તિક હોય છે.

 

  આંબેડકરે આ મુદ્દા પર સમષ્ટિને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો રજૂ કર્યા છે. આ માટે તેમણે શિક્ષણની ગુણવત્તા વિશે વિચારો નીચે પ્રમાણે દર્શાવ્યા છે.

 

એમણે જણાવ્યું કે શિક્ષણ વૈજ્ઞાનિક ઢાંચામાં કોઈ પણ જૂથ કે વ્યક્તિથી અલિપ્ત અને નિષ્પક્ષ હોવું જરૂરી છે તેમજ શિક્ષણ થાકી વ્યક્તિની ઓળખ સાચી પ્રગટ થવી જોઈએ.

 

શેક્ષણિક સંસ્થાઓમાં નાટકો, પરિસ્થિતિના વર્ણનો અને વિદ્યાર્થીઓના પરસ્પર સંવાદ થકી એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી વિદ્યાર્થી માનવશ્રમનું સાચું મૂલ્યાંકન કરી શકે અને પોતાનું વ્યક્તિત્વ ઓળખી શકે.

 

 વિદ્યાર્થીઓને વૈચારિક ક્ષેત્રે પંડિતો અને પ્રવૃત્તિઓના ક્ષેત્રના નેતાઓની સટીક આલોચના કરતા શીખવું, અન્ય દ્વારા થતું શોષણ સામે તેઓ બળવો કરી શકે, વિરોધ સહન ન કરી શકે, આંદોલન  કરી શકે તેવા તાકાતવાન બનાવવા જોઈએ.

  હિંદુ ધર્મમાં ખુબ વધુ પ્રમાણમાં જ્ઞાનીતીવાદ ચાલતું હતું તે સમયે આંબેડકરે ૩ લાખ દલિત લોકો સાથે બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો.

 

 આ બોદ્ધ ધર્મમાં જે ભેદભાવ વિનાના વિચારસરણી ધરાવતાં લોકો હતા અને સમાજવાદી માળખું ધરાવતાં હતા તેથી આંબેડકરે બાળકોને એવું સમાજવાદી વિચારધારા યુક્ત શિક્ષણ આપવાનો આગ્રહ રાખ્યો હતો.

 

  આપણા હિન્દુ ધર્મમાં કેટલીક માન્યતાઓ અને અંધવિશ્વાસના નામે લોકોનું શોષણ થતું હોય છે. શાળામાં વિદ્યાર્થીઓને આવી માન્યતાઓને તિલાંજલિ આપવી એવું શિક્ષણ આપવાનું સૂચવ્યું હતું.

  આમ, આંબેડકરે શિક્ષણ થકી બાળક પોતાના વ્યક્તિત્વને ઓળખી શકે અને વિવેકબુદ્ધિવાળો બને એ માટેનાં વિચારો રજૂ કર્યા હતા.

 

. સામાજિક ન્યાય:-

 

  લોકોમાં સમાનતા સ્થાપવા માટે સામાજિક ન્યાયનો સહારો લેવો પડે છે.

 

  આંબેડકર પોતે પ્રખર ધારાશાસ્ત્રી હતા. માટે તેઓ બંધારણીય જોગવાઈ અને કાયદા દ્વારા શોષિતોને ન્યાય મળી શકે એવું માનતા હતા આ માટે શિક્ષણ જ અસરકારક ઓજાર બની શકે એવું તેમનું મંતવ્ય હતું.

 

  શિક્ષણ થકી વ્યક્તિને સમજાય શકે તે તેઓનું શોષણ થઇ રહ્યું છે માટે તે ન્યાયનો સહારો લઇ શકે.

  કોઈ પણ વ્યક્તિ કે સમૂહનું સતત થતું અપમાન, બધા પ્રકારના દાબદબાણ અને તેમનાં વ્યક્તિત્વને ભૂંસી નાખવાના પ્રયત્નો સામાજિક અન્યાયની નિશાની છે.

  સામાજિક ન્યાય સ્થાપવા માટે કેટલાંક ઉપાયો આંબેડકરે સૂચવ્યા જે નીચે મુજબ છે.

જેમના કામના બજારમૂલ્ય ઓછા આવે તેમનું ઓછું વેતન આપી સામાજિક ન્યાય સ્થાપી શકાય છે.

 નિરક્ષરનું શોષણ સરળતાથી થાય છે આવા શોષિત લોકોને ન્યાય અપાવવા માટે બંધારણીય જોગવાઈઓ અનુસાર શોષકોને સજા કરી સામાજિક ન્યાય સ્થાપી શકાય છે.

  અવર્ણો મહિલાઓને શિક્ષણ મેળવવા માટે કેટલીક વાર લેન્ગિક અસમાનતાનો સામનો કરવો પડે છે. આ સમયે આવી મહિલાઓ શિક્ષણ મેળવવા ન્યાયનો સહારો લઈ શકે છે.

શૈક્ષણિક સંસ્થા કે અન્ય સંસ્થામાં કામ કરતા નીચલા વર્ગના લોકોને કેટલીક વાર જ્ઞાતિવાદનાં કારણે અપમાનિત થાય છે આ માટે બંધારણના કાયદા અનુસાર તેઓને ન્યાય આપી સામાજિક ન્યાય સ્થાપવું જોઈએ.

 

  શાળામાં જ બાળકને વિદ્યાર્થીઓને પોતાની સાથે દાબ-દબાણ કે અપમાનિત પૂર્વક થતો વ્યવહાર અસહ્ય બને એવું શિક્ષણ થકી સમજ આપવી જોઈએ.

 

 આંબેડકરે પોતાના કેળવણી વિષયક વિચારોમાં સામાજિક ન્યાય સ્થાપવા શાળામાંથી જ વિદ્યાર્થીઓને વિવેક બુદ્ધિવાળા, સશક્તિ અને એવી વિચારણી વાળો કે જે સત્ય અને ઉપજાવી કાઢેલ અભિપ્રાયોનો ભેદ સમજી શકે અને વિરોધ સહન કરી, સામાજિક ન્યાય સ્થાપી શકે એવા બનાવવા જોઈએ.

 

 આ માટે આંબેડકરે કહ્યું છે કે “શિક્ષણ દ્વારા શોષિતોને તેમનું થતું શોષણ સમજાવો અને શોષિત થવાનો ઇન્કાર કરવા માટે જરૂરી આત્મવિશ્વાસ આરોપિત કરો.”

 

  સમાનતા અને સામાજિક ન્યાયની સ્થાપના માટે આંબેડકરે નીચે મુજબ સૂત્ર આપ્યું છે:

‘ભણો, લડો અને સંગઠિત થાવો.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ