Recents in Beach

ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવવા યાદ રાખવાની રીત|STD-12 Gujarat Bord H.S.C

ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સમાજશાસ્ત્ર વિષયમાં સફળતા મેળવવા યાદ રાખવાની રીત

 

 

પાઠ-. ભારતનું વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા.

 

) ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો?


.ઉત્સવો

. ભાષા

. પોશાક

. ખોરાક

. જીવનનિર્વાહની રીત

 

) રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો?

રાષ્ટ્રીય એકતાનો અર્થ:- સમાજશાસ્ત્રી ડૉ. જી.એસ.ધુર્યે રાષ્ટ્રીય એકતાને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષિણ પ્રક્રિયા ગણે છે. તેમનાં મત મુજબ- રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા અને સબંધતાની ભાવના સામેલ છે. જેમાં લોકોના હ્રદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલ છે.

સહાયક પરિબળો-

ભોગોલિક પરિબળ

ભારતનું બંધારણ

નાગરિક ફરજો

કાયદાઓ

. લોકશાહી પ્રણાલી

રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન

રમતગમતની પ્રવૃત્તિઓ

સમૂહસંચારના માધ્યમો

વાહન વ્યવહારના સાધનો

૧૦ પરસ્પરાવલંબન અને સંયોગીકરણ

 

) ભારતમાં અને ગુજરાતમાં ..૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ અનુસુચિત જનજાતીનું પ્રમાણ.

વર્ષ: ૨૦૧૧ ભારતમાં અનુસુચિત જનજાતિઓની સંખ્યા ૧૦,૪૨,૮૧,૦૩૪

કુલ વસ્તીમાં અનુસુચિત જનજાતિઓની વસતી .૬૦ ટકા

 

ગુજરાતમાં વર્ષ ૨૦૧૧ અનુસુચિત જનજાતિઓની જનસંખ્યા ૮૯,૧૭,૧૭૪

કુલ વસ્તીમાં અનુસુચિત જનજાતિઓની વસતી ૧૪.૭૫ ટકા

 

 

પાઠ-. ભારતીય સંસ્કૃતિ અને સમુદાય

 

) ભારતીય સંસ્કૃતિનાં લક્ષણો જણાવો?

.સાતત્ય અને પરિવર્તન

. વિવિધતા અને એકતા

. બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ

. વૈશ્વિક દ્રષ્ટિકોણ

. ભોતિકવાદી અને અધ્યાત્મવાદી

. વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ

 

) ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો?

ગ્રામ સમુદાયનો અર્થ:- ગ્રામ સમુદાય એટલે પ્રકૃત્તિની નજીક વસવાટ કરતા, ખેતી અને ખેતી સાથે જોડાયેલો વ્યવસાય કરતા વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ધરાવતાં લોકોનો પ્રાથમિક સમુદાય છે.

લક્ષણો:-

. પ્રકૃત્તિમય જીવન

. નાનો પ્રાથમિક સમુદાય

. બહુમુખી સમાજ

. એકવિધતા

. કૃષિ આધારિત અર્થવ્યવસ્થા

. જ્ઞાતિ વિભાગો

. કુટુંબવાદ

. ગ્રામીણ ધર્મ

. જ્ઞાતિપંચ, ગ્રામપંચ

 

) શહેર સમુદાયના લક્ષણો સમજાવો?

. અનેકવિધતા

. દૂરવર્તી સંબધો

. વૈયક્તિકરણ

. સામાજિક ગતિશીલતા

. દૂરવર્તી સામાજિક નિયંત્રણ

. સામાજિક સહિષ્ણુતા

. સ્થાનિક પૃથકતા

. યંત્રવત જીવન

. સ્વૈચ્છિક સંગઠન

 

) આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો સમજાવો?

આદિવાસી સંસ્કૃતિનો અર્થ:- ભૂપેન્દ્ર બ્રહ્મ ભટ્ટનાં મતે- પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવનરીતોને મહત્ત્વ આપતી, સામુહિક ઉત્સવ ઉજવણી, નાચ-ગાન અને સામુહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ.

લક્ષણો-

. કદમાં નાની

. વિવિધતા

. વિશિષ્ટતા અને

. સ્વાવલંબન

 

) આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો?

. નિશ્ચિત ભોગોલિક સ્થાન

. વિશિષ્ટ નામ

. સમાન ભાષા કે બોલી

. સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન

. યુવાગૃહો

. સામાજિક નિયંત્રણ

 

) ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ- માર્ગી સ્વરૂપ સમજાવો?

ભારતીય સંસ્કૃતિને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે.

. પ્રશિષ્ટ-ભદ્રવર્ગીય- માર્ગી પરંપરા

. લોકસંસ્કૃતિ અથવા દેશી પરંપરા

. આદિવાસી સંસ્કૃતિ

 

   પ્રશિષ્ટ ભદ્રવર્ગીય- માર્ગી પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે.

. ધર્મશાસ્ત્ર (Religious): ધર્મસંબધી વિગતો

. નીતિશાસ્ત્ર (Ethics): આચારસંબધી વિગતો

. અવકાશ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર (Astronomy and Astrology): અવકાશસંબધી અને જ્યોતિષસંબધી વિગતો.

. દર્શનશાસ્ત્ર (Philosophy): તત્ત્વજ્ઞાનસંબધી વિગતો

. સંગીતશાસ્ત્ર (Music): સંગીતસંબધી વિગતો

. નાટ્યશાસ્ત્ર (Dramatics): નાટ્યવિદ્યાસંબધી વિગતો

. વ્યાકરણશાસ્ત્ર (Grammar): વ્યાકરણસંબધી વિગતો

. ઔષધવિજ્ઞાન (Medicine): આયુર્વેદસંબધી વિગતો

. વાસ્તુ અને શિલ્પશાસ્ત્ર (Architecture and Sculpture): વાસ્તુ અને શિલ્પસંબધી વિગતો.

 

) હિંદુ સમુદાયની સમજૂતી આપો?

. કર્મ

. ધર્મ

. મોક્ષ

 

 

) ભારતીય સંસ્કૃતિનાં સ્વરૂપો કયા છે તે જણાવો?

 ભારતીય સંસ્કૃતિનાં અનેક સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિની સમજ મેળવવા માટે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે:

. પ્રશિષ્ટ- ભદ્રવર્ગીય પરંપરા

. લોકસંસ્કૃતિ અથવા દેશી પરંપરા

. આદિવાસી સંસ્કૃતિ.

 

 

પાઠ-. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો

 

) અનુસુચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો?

ડૉ. મજુમદાર અને મદને લક્ષણો દર્શાવ્યા છે:

. નિશ્ચિત પ્રદેશ

. નિશ્ચિત નામ

. નિશ્ચિત બોલી

. સગાઈ સંબધોનું ગુફ્ન

. આદિજાતી પંચ

. યુવા સંગઠન

. અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ

. અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા

. વિશિષ્ટ નૈતિક નિયમાવલી

૧૦. સામાજિક અને ધાર્મિક નીશેધાવસ્થા

૧૧. ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય

૧૨. મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા

૧૩. ગોત્રચિહ્ન (Totem) નિષેધ (Taboo) અને છુંદણા (Tato)નું મહત્વ

૧૪. ઓછા વસ્ત્રો

૧૫. કેફી પીણાંના ઉપયોગ

૧૬. શિક્ષણનું ઓછું પ્રમાણ

૧૭. સમુહનૃત્ય, સમૂહ સંગીતોનું અસ્તિત્વ

૧૮. મેળાઓ અને ઉત્સવોની મહત્તા

૧૯. જૂથએકતા અને જૂથ સભાનતા

 

 

) પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો?

. સામાજિક માપદંડ

. શૈક્ષણિક માપદંડ

. આર્થિક માપદંડ   

 

) અનુસુચિત જનજાતીનું વર્ગીકરણ કરો.

. ભોગોલિક રહેઠાણની દ્રષ્ટિએ:

A. ઉત્તર અને ઉત્તર પૂર્વનો વિસ્તાર

B. મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર

C. દક્ષિણનો વિસ્તાર

 

. વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ:

A. ખૂબ ઓછી વસ્તીવાળા રાજ્યો અને પ્રદેશો

B. ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરતા રાજ્યો અને પ્રદેશો.

 

. સાંસ્કૃતિક દ્રષ્ટિએ:

A. પ્રથમ વિભાગ

B. બીજો વિભાગ

C. ત્રીજો વિભાગ

D. ચોથો વિભાગ

 

. આર્થિક દ્રષ્ટિએ

 

. ભાષાકીય દ્રષ્ટિએ:

A. ર્આસ્ટ્રીક ભાષાકુટુંબો

B. દ્રવિડિયન ભાષાકુટુંબો

C. સીનો તિબેટ્રેન ભાષાકુટુંબો

 

. જાતિ તત્ત્વોની દ્રષ્ટિએ

 

 

) અનુસુચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો.

.શૈક્ષણિક વિકાસની યોજનાઓ

. આર્થિક વિકાસની યોજનાઓ

. વિકાસની અન્ય યોજનાઓ

 

 

પાઠ- મહિલા સશક્તિકરણ

 

) મહિલા સશક્તિકરણની  વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો?

  મહિલા સશક્તિકરણની વ્યાખ્યા:

 મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમાનતા, મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો માનવીના રૂપમાં સ્વીકાર થવો તે”- રેણુંકા પામેયા

 

 મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે.- સુશીલા પારિક

 

. વ્યક્તિગત મહત્ત્વ

. સામાજિક મહત્ત્વ

. શૈક્ષણિક મહત્ત્વ

. આર્થિક મહત્ત્વ

. રાજકીય મહત્ત્વ

 

 

) મહિલા સશક્તિકરણ માટેનાં મુખ્ય કાર્યક્રમો જણાવો?

. શૈક્ષણિક કાર્યક્રમો

a. કન્યાકેળવણી રથયાત્રા

b. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

c. સર્વ શિક્ષા અભિયાન

d. શાળા લોકાર્પણ

e. સાઈકલ વિતરણ

f. અનાજનું વિતરણ

 

. આર્થિક કાર્યક્રમો:

 રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમો

ગુજરાતમાં આર્થિક કાર્યક્રમો:

A તાલીમ વર્ગો

B વ્યવસાયના ક્ષેત્રે

C. પ્રદર્શન અને વેચાણ

D. કૃષિ રથ

E. મહિલાજૂથ અને રોજગાર કાર્યક્રમો

 

. આરોગ્યલક્ષી કાર્યક્રમો

A. સામાજિક બદીઓ અને મહિલા સ્વાસ્થ્ય

B. માતૃકલ્યાણ કાર્યક્રમો

C. કુટુંબકલ્યાણ કાર્યક્રમો

D. પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો

() બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમો અભિયાન 

() જાગૃતિ કાર્યક્રમો

 

 

પાઠ- પરિવર્તનની સામાજિક-સાંસ્કૃતિક પ્રક્રિયાઓ

 

) સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો?

સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ:- સંસ્કૃતિનો ખ્યાલ ઘણો વિશાળ છે. તેમાં વિજ્ઞાન, યંત્રો, વાહનો, ઉત્પાદનનાં સાધનો, મકાનો, વાસણો, ફર્નિચર, તત્ત્વજ્ઞાન, ભાષા, કલાઓ, સાહિત્ય, સામાજિક ધોરણો, મૂલ્યો, સામાજિક સંગઠનના સ્વરૂપો વગેરે અનેક તત્ત્વોનો સમાવેશ થાય છે.

. સંસ્કૃતિનાં કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન

. સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન

. સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન

 

 

) પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો?

. કૃષિક્ષેત્રે કાયદાઓ

. આધુનિક ન્યાયવ્યવસ્થા

. શિક્ષણવ્યવસ્થા

. છાપખાનાં

. નવી વિચારસરણી

. આધુનિકતાનો વિકાસ

. લોકશાહીનો વિકાસ

 

 

) વૈશ્વીકીકરણનાં લક્ષણો જણાવો?

. જટિલ પ્રક્રિયા છે

. બહુવિધ પાસાં ધરાવતી પ્રક્રિયા છે

. નવીન શોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા

. નાગરિક અધિકારો અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા   

. વૈશ્વિક સંસ્કૃતિ

. સંસ્કૃતિનું સમન્વયીકરણ

. વિનિમયનું સાધન ચલણ

. બજારોનું પ્રભુત્વ

. નવા સામાજિક આંદોલનો

 

 

) સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો?

સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે

સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે

સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે.

સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે.

 

 

પાઠ- સમૂહસંચારના માધ્યમો અને સમાજ

 

) સંચારનો અર્થ સમજાવી, તેની લાક્ષણિકતાઓ સમજાવો?

સંચારનો અર્થ:- સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશનકહે છે. ‘કોમ્યુનીકેશન શબ્દ લેટિન શબ્દ કોમુનીસ થી બન્યો છે તેનો અર્થ સમાન થાય છે.

. સંચાર એક અવરિત પ્રક્રિયા છે

. સંચાર દ્વિતરફી પ્રક્રિયા છે

. સંચાર માટે માધ્યમ આવશ્યક છે

. સંચાર એક પ્રાકૃતિક ગુણ છે

. સંચાર સામાજિક પ્રક્રિયા છે

. સંચાર વિજ્ઞાન અને કલા છે

 

 

) સંચાર માધ્યમોના પ્રકારની છણાવટ કરો.

સંચાર માધ્યમોના બે પ્રકાર છે:

. પારસ્પરિક સંચાર માધ્યમો

. સમૂહસંચાર માધ્યમો

 (a) પરંપરાગત સમૂહસંચાર માધ્યમો

 (b) આધુનિક સમૂહસંચાર માધ્યમો

   () મુદ્રિત માધ્યમો

   () વિજાણું માધ્યમો

 

 

) આધુનિક સંચાર માધ્યમોના વિજાણું સાધનોનો ટૂંકો પરિચય આપો?

 

. રેડિયો

. ફોટોગ્રાફી

. ચલચિત્રો કે સિનેમા

. ટેલીવિઝન

. કમ્પ્યુટર

. ઈન્ટરનેટ

. મોબાઈલ

 

 

) સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો?

. કુટુંબજીવન પર અસર

. લગ્નવ્યવસ્થા પર અસર

. જ્ઞાતિવ્યવસ્થાપર અસર

. સાંસ્કૃતિક પાસાં પર અસર

 

 

) સંચારના માધ્યમોથી આર્થિક ક્ષેત્રોમાં આવેલાં પરિવર્તનોની ચર્ચા કરો?

. કૃષિક્ષેત્રે આવેલાં પરિવર્તનો

. ઉદ્યોગ ક્ષેત્રે આવેલાં પરિવર્તનો

. નોકરી ક્ષેત્રે આવેલાં પરિવર્તનો

. વેપાર- વાણિજ્યનાં ક્ષેત્રે આવેલાં પરિવર્તનો

 

 

) ડેવિડ બર્ગીનું સંચાર મોડેલ સમજાવો?

ડેવિડ બર્ગીએ ‘SMCR’ પ્રત્યાયન મોડેલ રજૂ કરેલ છે.

Source: પ્રેષક

Message: સંદેશો

Channel: માધ્યમ

Receiver: પ્રાપ્તકર્તા

 

 

 

પાઠ- સામાજિક આંદોલન

 

) સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો?

  અર્થ:- સામાજિક આંદોલન એક સામાજિક પ્રક્રિયા છે. સમાજનાં પ્રવર્તમાન દુષણો દૂર કરવા માટે અને નવી જીવનપદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામુહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન કહે છે.

 

સામાજિક આંદોલનના લક્ષણો:-

સામાજિક આંદોલન સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે.

સામાજિક આંદોલન સામુહીક્તાનું લક્ષણ ધરાવે છે.

સામાજિક આંદોલન ધ્યેયલક્ષી હોય છે.

મોટા ભાગના સામાજિક આંદોલનો સામાન્ય રીતે ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે.

દરેક સામાજિક આંદોલનમાં ક્રિયા તરફની અભિમુખતા હોય છે.

મોટા ભાગના બધાં સામાજિક આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે.

પ્રત્યેક સામાજિક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતાઓ ધરાવે છે.

 

 

) વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો?

. અસંતોષ અને અન્યાય માટે

. માંગણીઓ માટે

. પ્રતિરોધ માગણીઓ માટે

 

 

) સામાજિક આંદોલનના પ્રકારો જણાવો? વિભાગ-C

. સુધારાવાદી સામાજિક આંદોલન

. ક્રાંતિકારી સામાજિક આંદોલન

. પ્રતીરોધાત્મક સામાજિક આંદોલન

. વિરોધાત્મક સામાજિક આંદોલન

 

 

) સામાજિક આંદોલનની અસરો જણાવો?

સામાજિક આંદોલન પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

સામાજિક આંદોલનથી લોકોમાં સભાનતા આવે છે.

સામાજિક આંદોલનના કારણે નવી નેતાગિરી ઊભી થાય છે.

સામાજિક આંદોલનથી સમાજમાં વૈચારિક વિકાસ થાય છે.

સામાજિક આંદોલનના કારણે વૈકલ્પિક ઉપાયો વિશે ચર્ચા-વિચારણા થાય છે.

સામાજિક આંદોલનથી સામાજિક બદલાવ આવે છે.

 

 

પાઠ- ભારતમાં પંચાયતી રાજ

 

) પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશો સ્પષ્ટ કરો.

પંચાયતી રાજનો અર્થ: .. ૧૯૫૨માં શરુ થયેલ સામુદાયિક વિકાસ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા અને કાર્યક્રમની ત્રુટીઓ દૂર કરવાના આશયથી .. ૧૯૫૭માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ કરવામાં આવી.

 

  પંચાયતી રાજ શબ્દ માટે બળવંતરાય મહેતા સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દનો પ્રયોગ કર્યો છે.

 

. સત્તાનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ

. સમુદાય વિકાસ કાર્યક્રમોને પુનર્જિવિત કરવા

. લોકોની ભાગીદારી વધારવી

. ગામડાનું નવનિર્માણ કરવું

. લોક સશક્તિકરણ

 

) પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો?

. લોકશાહી મૂલ્યોનો પ્રસાર

. નવા નેતૃત્વનો ઉદ્ભવ

. સત્તાના માળખામાં પરિવર્તન

. સામાજિક ગતીશીલતામાં પરિવર્તન

. રાજકીય જાગૃતિ

. બિનસાંપ્રદાયીકરણ

. સામાજિક અંતરમાં ઘટાડો

. લોકોની ભાગીદારીમાં વધારો

. વિકાસકાર્યોના અમલની ઝડપમાં વૃદ્ધી

 

) ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબના ગ્રામપંચાયતના અંગોની સમજૂતી આપો?

. ગ્રામસભા

. કારોબારી સમિતિ

. સામાજિક ન્યાયસમીતી

. ન્યાય પંચાયત

. સમાધાન પંચ

 

) તાલુકા પંચાયતના કાર્યો જણાવો?

. સ્વાસ્થ્ય અને સફાઈ

. શિક્ષણ

. બાંધકામ

. ગ્રામવસવાટ

. કૃષિ

. પશુસંવર્ધન

. ગ્રામોધોગો

. સહકાર

. રાહત સહાય

૧૦. સમાજકલ્યાણ અને સુરક્ષા

 

 

) ગ્રામપંચાયતના કાર્યો જણાવો?

. નાગરિક કાર્યો

. વિકાસાત્મક કાર્યો

 

) જીલ્લા પંચાયતનું માળખું (રચનાતંત્ર) સ્પષ્ટ કરો.

. જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો

. જીલ્લા પંચાયતના સહસભ્યો અને આમંત્રિત સભ્યો

. જીલ્લા પંચાયતની સમિતિઓ

. જીલ્લા પંચાયતના પ્રમુખ

. જીલ્લા વિકાસ અધિકારી

 

 

) પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો

. જૂથવાદ અને પક્ષાપક્ષી

. જ્ઞાતિવાદને ઉત્તેજન

. આંતરજ્ઞાતિય સંઘર્ષ

 

) તાલુકા પંચાયતનું માળખું સમજાવો?

. ચુંટાયેલા સભ્યો

. સહસભ્યો અને આમંત્રિત સભ્યો

. તાલુકા પંચાયતની સમિતિઓ

 a.કારોબારી b. સામાજિક ન્યાયસમિતિ

. તાલુકા પંચાયતના પ્રમુખ

. તાલુકા વિકાસ અધિકારી

 

) તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો.

. કારોબારી સમિતિ અને

. સામાજિક ન્યાય સમિતિની રચના કરે છે.

 

૧૦) ગ્રામીણ સમાજ પર પંચાયતી રાજની કઈ સામાજિક અસરો જોવા મળે છે?

. લોકશાહી મૂલ્યોનો પ્રસાર

. નવા નેતૃત્વનો ઉદ્ભવ

. સત્તાના માળખામાં પરિવર્તન

. સામાજિક ગતીશીલતામાં વૃદ્ધી

. રાજકીય જાગૃતિ

. બિનસાંપ્રદાયીકરણ

. સામાજિક અંતરમાં ઘટાડો

. લોકોની ભાગીદારીમાં વધારો અને

. વિકાસકાર્યોના અમલની ઝડપમાં વૃદ્ધી

 

 

૧૧) જીલ્લા પંચાયતમાં કઈ અગત્યની સમિતિઓ હોય છે?

. કારોબારી સમિતિ

. સામાજિક ન્યાયસમિતિ

. જાહેર આરોગ્ય સમિતિ

. જાહેર બાંધકામ સમિતિ

. જીલ્લા શિક્ષણ સમિતિ

. ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા

. મહિલા, બાળવિકાસ અને યુવાવીકાસ સમિતિ

 

 

પાઠ- સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો   

 

) બાળ અપરાધના કારણો વિગતે ચર્ચો

. સામાજિક અને આર્થિક કારણો

A. કુટુંબ

B. શાળા

C. સમવયસ્ક જૂથ

D. શહેરી વાતાવરણ

E. સમૂહ માધ્યમો

F. કામકાજના સંજોગો

. વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ

 

) બાળ અપરાધ સુધારણા સંસ્થાઓમાંથી કોઈ પણ પાંચ સંસ્થાઓની સમજૂતી આપો.

. સુધાર શાળાઓ

. પ્રમાણિત શાળાઓ

 A. જુનિયર પ્રમાણિત

 B. સિનીયર પ્રમાણિત શાળા

. પાલક ગૃહો

. રિમાન્ડ હોમ

. બાળ અદાલત

 

 

) યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો સમજાવો?

યુવા અજંપાનો અર્થ:- યુવા વર્ગના માનસમાં ધ્યેયપ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ એટલે યુવા અજંપા યુવાનોની જરૂરિયાતની પૂર્તિ થાય અને તેમની સમસ્યાઓનો ઉકેલ આવે ત્યારે યુવાનો જે વર્તન કરે તે વર્તનમાં તેમની લાગણી, માંગણી અને અસંતોષની જે અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવામાં આવે છે.

. સામાજિક કારણ

 A. કુટુંબ

 B. મૂલ્ય સંઘર્ષ

 C. બદલાયેલા ધ્યેયો

 D. બે પેઢી વચ્ચેનું અંતર

. શૈક્ષણિક કારણ

. જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણ

 

) સામાજિક ધોરણભંગ વર્તનનાં લક્ષણો જણાવો?

. સામાજિક ધોરણભંગ વર્તન, વાર્તનીક ઘટના છે.

. સામાજિક ધોરણભંગ વર્તન સાર્વત્રિક ઘટના છે.

. સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે

. સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય ધરાવે છે.

. સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે.

. સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે.

 

 

) સમાજવ્યવસ્થાની જાળવણી માટે કયા બે પ્રકારનાં ધોરણો જોવા મળે છે?- વિભાગ-c

. હકારાત્મક ધોરણો

. નકારાત્મક ધોરણો

 

 

) બાળ અપરાધ માટે જવાબદાર કારણોને મુખ્યત્વે કયા બે વિભાગમાં વહેંચવામાં આવે છે?

. સામાજિક અને આર્થિક કારણ

. વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ

 

 

પાઠ-૧૦ સામાજિક સમસ્યાઓ

 

) અસમાન જાતિપ્રમાણના કારણો સમજાવો?

. પિતૃ સત્તાક કુટુંબ વ્યવસ્થા

. લિંગ ભેદ

. મહિલા ભ્રૂણહત્યા

. સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ

. પરિવારની આર્થિક સ્થિતિ

. મહિલાઓના અપમૃત્યુ

. સ્થળાંતર

 

) એઇડ્સનાં કારણોની છણાવટ કરો?

. અસલામત જાતીય સબંધ

. લોહીની ફેરબદલ

. માતા દ્વારા બાળકને

. નશીલા પદાર્થોનું વ્યાસન

 

 

) નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો?

. સામાજિક પરિવર્તન

. એનોમિની પરિસ્થિતિ

. સામાજિક વિમુખતા

. મિત્રજૂથ કે સમવયસ્ક જૂથનું દબાણ

. જિજ્ઞાસા અને અજ્ઞાનતા

. ઓધોગિકરણ અને શહેરીકરણ

. બેકારી અને ઓછું વેતન

. આર્થિક સધ્ધરતા

. ભારતનું ભોગોલિક સ્થાન

૧૦. આંતરરાષ્ટ્રીય રાજકારણ

 

 

) નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાની સમજૂતી આપો?

. પીડામાંથી મુક્તિ

. અનિચ્છનીય તથા કષ્ટ આપનારી ક્રિયાઓ અને ભાવનાઓ જેવી ચિંતા, અધીરાઈ, ઉત્તેજના, થાક વગેરેમાં ઘટાડો

. શરીરમાં શક્તિ તથા ઊર્જામાં વૃદ્ધી તથા નિરાશા અને ઊંઘ આવવાની સ્તીથીને દૂર કરવી

. નવી ચેતના તથા અનુભૂતિની પ્રાપ્તિ માટે

. માથા પરથી કામનું ભારણ હળવું કરવા તથા હંમેશા માટે પ્રસન્નતાની ભાવનાને જાગ્રત કરવા.

 

 

) નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો?

. ડેન્જરસ ડ્રગ્સ એક્ટ-૧૯૩૦

. બોમ્બે પ્રોહિબીશન એક્ટ- ૧૯૪૯

. સિંગલ કન્વેન્શન એક્ટ-૧૯૬૧

. ઓપિયમ એક્ટ-૧૯૭૮

. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયનેટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ-૧૯૮૫

 

 

 

) AIDS’ નું પુરૂ નામ જણાવો? વિભાગ-c

AIDS’ એટલે શરીરે મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો

A: Acquired- મેળવેલું

I: Immune- રોગપ્રતિકારક શક્તિ

D: Deficiency- ઉણપ

S: Syndrome- ચિહ્ન

 

એડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતાં અનેક રોગો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ