Recents in Beach

સંગઠિત બજારોના પ્રકાર|Organized markets


 સંગઠિત બજારોના ત્રણ પ્રકારો છે:-

(૧) શેરબજાર (Stock-Exchange)

(૨) સોના-ચાંદી બજાર (Bullion Market)

(૩) વપરાશી ચીજવસ્તુ બજાર (Commodity Market)

 

) શેરબજાર:-

 

  શેરબજારમાં શેર, સ્ટોક અને સિક્યોરીટીનો વેપાર ચાલે છે. કોઈ વ્યક્તિ પોતાની પાસેના શેર વેચવા માગતો હોય તો શેરબજારમાં જ વેચી શકે. બજારમાં પ્રવર્તતી કિંમત તે શેરબજારમાંથી મેળવી શકે છે. કોઈ[પણ દેશની પ્રગતિનો માપદંડ તેનું શેરબજાર હોય છે. સારાં સ્ટોક બજારનું મહત્ત્વનું લક્ષણ એની પરિવર્તનશીલતા (Sensitivity) છે.

 

) સોના-ચાંદી બજાર:-

 

  આ બજારોમાં સોના-ચાંદી જેવા કીમતી ધાતુની લે-વેચ થાય છે. આ બજારો શિવાય નાણા બજારો પણ હોય છે. જેમાં પરદેશી હૂંડિયામણની લે- વેચ થાય છે.


 

Organized markets


) વપરાશી ચીજવસ્તુ બજાર:-

 

 આ પ્રકારના બજારોમાં ચીજવસ્તુ જેવી કે ટેલ, તેલીબિયા, કપાસ, ધાતુઓ અને ખેતીવિષયક પેદાશો વગેરેનો વેપાર થાય છે.

 

  ઉપરોક્ત બજારો માંગ અને પુરવઠાના સામાન્ય નિયમો પ્રમાણે કાર્ય કરે છે, અને તેને પરિણામે કિંમતમાં થતી વધઘટ માટે બીજા પરિબળો પણ જવાબદાર હોય છે. આર્થિક અને રાજકીય પરિસ્થિતિ પણ અગત્યનો ભાગ ભજવે છે. વધુ કરવેરા અથવા કરમાં રાહત અંગેની અફવાઓ પણ બજારોમાં ભારે ફેરફારો લાવે છે. આંતરરાષ્ટ્રીય રાજકીય ઊથલપાથલો પણ આ બજારને ઊંચે કે નીચે લાવવામાં ભાગ ભજવે છે. ટૂંકમાં, આ બજારો એટલાં બધા સ્થિતિસ્થાપક હોય છે કે, એક સામાન્ય બનાવ પણ તેમનાં ઉપર અસર કરી જાય છે.

 

 

માર્કેટ રિપોર્ટના અગત્યના ઉપયોગો:-

 

  (૧) બજારના અહેવાલો કિંમતનાં પ્રવાહો અને બજારની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. તેથી તેઓ ઉત્પાદકો, વેપારીઓ અને ગ્રાહકોને અગત્યની બાબતો ઉપર નિર્ણય કરવા અગત્યના છે.

 

 (૨) સામાન્ય માનવી રોકાણ અંગે માર્ગદર્શન મેળવી શકે છે.

 

 (૩) સટોડિયાઓ (વાયદાવાળાઓ) અગત્યની માહિતી મેળવે છે કે જેના વડે તેઓ કિંમતની વધઘટ ઉપર પોતાની આગાહીઓ આધારિત કરી શકે છે.

 

 (૪) માર્કેટ રિપોર્ટ સામાજિક- આર્થિક બળો પેદા કરવામાં મદદ કરે છે.

 

 (૫) દેશમાં કિંમતને સ્થિર કરવામાં મદદરૂપ બને છે.

 

 (૬) તેઓ ઉત્પાદકોને પોતાના માલ માટે બજાર મેળવવામાં મદદરૂપ થાય છે.  



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ