Recents in Beach

ભાવમાં થતી વધઘટ દર્શાવવા માટે બજાર અહેવાલમાં વપરાતા શબ્દો|Market reports to describe price fluctuations


 

૧) Advance:- 

  ભાવમાં ઉછાળો આવે ત્યારે આ શબ્દ વપરાય છે. ‘બંધ સમયે ટાટા ૬ પોઈન્ટ આગળ હતો.’

 

૨) Look up:-

  ભાવોમાં વધારો થાય. ‘અદાનીમાં રુ. ૨૩૦૦ થયાં હતા.’

 

૩) Harden:-

  ભાવોમાં વધારો થાય. ટકેલા ભાવો ધીરે ધીરે વધે ત્યારે તેને માટે આ શબ્દ વપરાય છે.

 

  ૪) Rally:

   પ્રારંભમાં ઘટાડા બાદ ભાવમાં સુધારો થાય ત્યારે તેને prices rallied કહે છે.

 

૫) Forge ahead:

  વધતા જતા ભાવો માટે આ શબ્દ વપરાય છે.



 

ભાવમાં થતી વધઘટ દર્શાવવા માટે બજાર અહેવાલમાં વપરાતા શબ્દો



૬) Recover:

  શરૂઆતના ઘટાડા બાદ ઝડપી વેચાણને કારણે ભાવમાં વધારો થાય ત્યારે શેરે Recovery કરી અથવા ભાવો Recover થયાં એમ કહેવાય છે.

 

૭) Shoot up:

   એકાએક મોટા પ્રમાણમાં ભાવોમાં વધારો થાય ત્યારે ભાવ Shoot up થયા તેમ કહેવાય છે.

 

૮) Spurt:

  લાંબા સમય નીચા રહેલાં ભાવોમાં અચાનક ઉછાળો આવે તે દર્શાવવા આ શબ્દ વપરાય છે.

 

૯) Revive:-

  ઘણા લાંબા સમય સુધી ભાવો નીચે રહે અને તે પછી સુધરે એટલે કે ઊંચા જાય ત્યારે તેવા શેરને Revive થયો કહેવાય.

 

૧૦) Scale new peaks:

   ભાવમાં મોટો વધારો થાય ત્યારે આ શબ્દો વપરાય છે.

 

૧૧) Soar high:

  ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થાય ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે.

 

૧૨) Register sizeable gains:

   ભાવમાં નજીવો વધારો થાય ત્યારે આ શબ્દ વપરાય છે.

 

૧૩) Modest recovery:

  ભાવમાં નજીવો વધારો થાય ત્યારે આ શબ્દ વપરાય છે.

 

૧૪) Flare up:

   બધા શેરોના ભાવમાં વધારો થાય તેવી પરિસ્થિતિને Flare up કહે છે.

 

૧૫) Depress:

   ભાવો ગગડતાં જાય ત્યારે બજાર માટે આવો શબ્દ વપરાય છે.

 

૧૬) to be marked down:

    ભાવમાં ઘટાડો થાય ત્યારે આ શબ્દ વપરાય છે.

 

૧૭) Lose Ground:

   ભાવમાં ઘટાડો થાય ત્યારે તેવી પરિસ્થિતિ માટે આ શબ્દ પ્રયોજાય છે.

 

૧૮) Drift:

   કિંમત ઘટી જવાના અર્થમાં વપરાય છે.

 

૧૯) Sug:

  શેર વેચવાના પ્રયત્નો છતાં સટોડિયાને લેનાર મળે નહિ ત્યારે ભાવઘટાડાનાં વલણ માટે આ શબ્દ વપરાય છે.

 

 

૨૦) Slide:

  ભાવમાં મોટો ઘટાડો થવો.

 

૨૧) dip to low level:

   ભાવો નીચા જાય ત્યારે તેને માટે આ શબ્દો વપરાય છે.

 

૨૨) Landslide fall:

  ભાવમાં મોટો ઘટાડો થાય ત્યારે આ શબ્દો વપરાય છે.

 

૨૩) slumb:

   ભાવમાં મોટો ઘટાડો થાય ત્યારે slumb શબ્દ વાપરવામાં આવે છે.




 Upstoxતમારું Free ડીમેન્ટ એકાઉન્ટ ખોલો અને ટ્રેડ કરો ઇન્વેસ્ટ કરો Upstoxની સાથે હમણાં  ક્લિક કરો અહીં


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ