રેવેન્યુ તલાટી(Talati) અને જુનિયર ક્લાર્ક માટે કેટલાંક મહત્વના ગાણિતિક વૈકલ્પિક પ્રશ્નો
૧) નીચે પૈકી કઈ સંખ્યાને ૩ વડે નિઃશેષ ભાગી
શકાય?
A) ૧૨૦૨
B) ૧૬૧૪ C) ૧૧૬૩ D) ૧૩૬૩
-માત્ર B વિકલ્પ ૧+૬+૧+૪=૧૨ જે ૩ વડે વિભાજ્ય
છે. (૩ ની ચાવી)
અહીં એ વાત ધ્યાન રાખવું કે જે આપલે સંખ્યા છે
એનો સરવાળો કરીને ભાગવામાં આવેલ છે.
૨) ત્રણ અસમરેખ બિંદુઓથી નિશ્ચિત થતા
રેખાખંડોના યોગ ગણને.......... કહેવાય.
A) લંબઘન
B) વર્તુળ C) ચતુષ્કોણ D) ત્રિકોણ
- ત્રિકોણ કહેવાય, જો ત્રણ સમરેખ બિંદુ આપ્યા
હોત તો રેખા કે રેખાખંડ જ બને. અહીં અ સમરેખ અને નિશ્ચિત આપ્યાં છે.
૩) ૪૦૦ મીટર લન્બીઉ૫ એક ટ્રેન ૮૦ km/hની ઝડપે
દોડતા, ફાટક આગળથી કેટલી સેકંડમાં પસાર થશે?
A) ૨૪ સેકન્ડ
B) ૩૦ સેકન્ડ C) ૧૮
સેકન્ડ D) ૧૨ સેકન્ડ
૪) એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની
ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર....... છે?
A) ૨૫ B) ૩૦
C) ૨૦ D) ૧૫
- છોકરાની હાલની ઉંમર= X વર્ષ
પાંચ વર્ષ પછીની ઉંમર= X+૫ વર્ષ
X+X+૫=35,
2X= 35-5, 2X =૩૦
X=૧૫
૫) જો તમારી પાસે ૧૦૦ રૂપિયાની ૮૦ નોટો સિરિયલ
નંબર પ્રમાણેની છે, જો પ્રથમ નોટ પર ૬૨૪૩૨૮ નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર
હશે?
A) ૬૨૪૪૦૯
B) ૬૨૪૪૦૮ C) ૬૨૪૪૦૫ D) ૬૨૪૪૦૭
પ્રથમ નોટ ૬૨૪૩૨૮ + ૭૯ = ૬૨૪૪૦૭ (અહીં પ્રથમ
નોટ ગણેલી જ બતાવવામાં આવેલ છે.)
૬) ગાણિતિક પ્રક્રિયાઓમાં સરવાળા વિષે તટસ્થ
સંખ્યા ............ છે.
A) ૧/૨
B) 0 C) ૧ D) એકપણ નહી
-સરવાળા માટે તટસ્થ સંખ્યા= 0
ગુણાકાર માટે તટસ્થ સંખ્યા=૧
૭) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ
સાથે જોડતો રેખાખંડ....... છે?
A) જીવા
B) રેખા C)
ત્રિજ્યા D) વ્યાસ
૮) A ની દોડવાની ઝડપ B થી વધુ છે પરંતુ C કરતાં
ઓછી, C ની ઝડપ D થી ઓછી છે તો ઝડપી દોડનાર કોણ?
A) D B) C C) A
D) B
- C>A>B હવે કીધું છે કે C ની ઝડપ D થી
ઓછી છે તો C<D હોવાથી D સૌથી વધુ ઝડપી
છે.
૯) બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના
અંકથી ૩ ગણો છે જો અંકની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા
કરતા ૩૬ જેટલી નાની બને છે તો તે મૂળ સંખ્યા કઈ ?
A) ૩૨
B) ૪૨ C) ૬૨ D) ૫૨
- દશકનો અંક એકમ કરતા ૩ ગણો હોય તેવો એકમાત્ર
વિકલ્પ (C) છે તેથી ગણતરીની જરૂર નથી.
૧૦) કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે
જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા ............... હોય છે?
A)કાટકોણ
B) ગુરુકોણ C) પુરકકોણ D) લઘુકોણ
૧૧) ૧૮, ૩૦, તથા ૪૨ સંખ્યાનો ગુ.સા.અ. તથા
લ.સા.અ. નો તફાવત .......... છે/
A)૬૩૬
B) ૬૩૦ C) ૬ D) ૬૨૪
0 ટિપ્પણીઓ
Please do not Enter any Spam Link in the Comment box.😈