Recents in Beach

સમાવેશી શાળાનું નિર્માણ/સમાવેશી શાળાનું વાતાવરણ

સમાવેશી શાળાનું વાતાવરણ:-સમાવેશી શાળાનાં વાતાવરણમાં કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે, જેવી કે જોડાણ,સશક્તિકરણ સમાવેશ અને પર્યાવરણ. આ સૂચી બનાવવી સરળ લાગે પણ એક હકારાત્મક સમાવિષ્ટ શાળા ભાવાવરણનું નિર્માણ ખુબ જ સખ્ત પરિશ્રમ માંગી લે તેવું લાગે છે.સ્કૂલ કલાઈ મેન્ટ ચેન્જ વિષે લખતા ‘સીન’ નોંધે છે કે “એક હકારાત્મક શાળા પર્યાવરણ એક આવક દાયક બાબત છે. એ તે બાબત છે જ્યાં વિદ્યાર્થીઓ,સ્ટાફ અને વાલીઓ સાથે મળીને કાર્ય કરે છે. જ્યાં શાળાના આગેવાનો શાળાનાં દરેક બાળકને તેના નામથી જાણે અને જ્યાં લોકો ભંવા ચઢાવવાને બદલે સ્મિત કરે છે.”  આ કથનનો છેલ્લો ભાગ થોડોક નિમ્ન સ્તરનો ભલે લાગે પરંતુ તે સમગ્ર વાતાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, શું આપડે એવી જગ્યાએ જવાનું પસંદ કરીએ છીએ જયા લોકો સ્મિત જ નથી કરતાં? અથવા આપડે એવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરીએ છીએ જયાં લોકો સ્મિત કરતા હોય ત્યાં કે પછી તેનાથી વિપરીત.  અહીં આપણે પાંચ સામાન્ય સોપાનોની ચર્ચા કરીશું જેની મદદથી શાળાનાં આગેવાનો એક હકારાત્મક અને આદર્શ સમાવિષ્ટ શાળા વાતાવરણનું સર્જન કરી શકે.સમાવેશી શાળાનું નિર્માણ/સમાવેશી શાળાનું વાતાવરણ
1)શાળાના પ્રત્યેક બાળકોને ઓળખવાનો પ્રયાસ:-   આદર્શ સમાવિષ્ટ શાળાના વાતાવરણ માટે શાળાના આગેવાનો એ શાળાના પ્રત્યેક બાળકને ઓળખવાનો પૂરતો પ્રયાસ કરવો જોઈએ. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ રમતનાં મેદાન પર, શાળાના બગીચામાં, કેન્ટીનમાં તેમજ કોઈક વાર શાળાના બહારનાં બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરી એની વર્તણુંકનો અભ્યાસ કરવો જોઈએ. આમ, તેને સાચા અર્થમાં ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ. શાળાનાં આચાર્યશ્રીએ વર્ગખંડની નિયમિત મુલાકાત લઇ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને સમસ્યાઓ જાણવી જરૂરી છે. વર્ગખંડની મુલાકાત માત્ર શિસ્ત માટે નહિ પરંતુ વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા તપાસવા માટે થાય એ મહત્વનું છે.   જો ઉપરોક્ત બાબતોનું ધ્યાન રખાશે તો બાળકને શાળામાં પરિવાર જેવું વાતાવરણ લાગશે. તેમજ પ્રત્યેક બાળકને વિકાશની પૂરી તકો મળવાને કારણે શાળામાં ઉત્તમ પ્રકારનાં વાતાવરણનું સર્જન કરી શકાશે.
2)વિશ્વસનીય પ્રત્યાયન:-


     શાળાના આચાર્યશ્રી અન્ય સભ્યો તેમજ વિદ્યાર્થીઓ સમક્ષ માત્ર પોતાના વિચારો રજુ કરે એ પૂરતું નથી પરંતુ આચાર્યશ્રી પોતાનાં ઉદેશ્યો, લક્ષ્યાંકો સ્પષ્ટ કરે એ મહત્વનું છે. અહીં વિશ્વસનીય પ્રત્યાયન ખૂબ જરૂરી બની રહે છે. આચાર્યશ્રી માત્ર વ્યાખ્યાન ન આપે પરંતુ ચર્ચા કરે, બધાનાં વિચારોનું મહત્વ જળવાઈ તો જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પૂરતો સંતોષ થાય. આચાર્ય ઓછું બોલે અને વધારે સાંભળે અને પછી જ નિર્ણય લે એ બાબત શાળામાં ઉત્તમ વાતાવરણ સર્જન કરે છે.3)વિદ્યાર્થીઓના અવાજને પ્રોત્સાહન:-   સમાવિષ્ટશાળા માટેના આદર્શ વાતાવરણના નિર્માણ માટે વિદ્યાર્થીઓના અવાજને સ્વીકારવો જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓના અવાજને મોખિક અવાજના રૂપમાં જ જોવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ પોતાની બોડી લેન્ગવેજ દ્વારા પણ પોતાનો અવાજ વ્યક્ત કરે છે. જો કે બોડી લેન્ગવેજનાં માધ્યમથી રજૂ થતો અવાજ તાદ્રશ અને વિશ્વસનીય હોય છે. આદર્શ વાતાવરણના નિર્માણ માટે શિક્ષકો અને શાળાસમાજનાં સભ્યોએ તમામ વિદ્યાર્થીઓના અવાજ પ્રતિ નીશ્બત રાખવાની જરૂર છે.   વિદ્યાર્થીઓને બોલવાની તક આપવી જોઈએ. વિદ્યાર્થીઓને જૂથમાં વિભાજીત કરવા જોઈએ જેથી તેઓ પોતાના વિચારો નિ:સંકોચ અને નિર્ભિક રીતે રજુકરી શકે. એવી પ્રવૃતિઓનું આયોજન કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ ફક્ત એવું સમજે જે નહિ કે તેઓ બોલી શકે એમ છે પરંતુ વાસ્તવમાં તેઓ બોલે.4)વાલીઓની સક્રિય ભાગીદારી:-


  સમાવિષ્ટ શાળામાં સમાજના બધાજ પ્રકારના બાળકો સમાવેશ કરાતો હોવાથી આવી શાળાઓની સમસ્યા સમજવા અને દૂર કરવા માટે વાલીઓ સાથેનો સંપર્ક ખુબ જરૂરી છે. ખાસ કરીને સમાવિષ્ટ શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષકોએ વિશિષ્ટ બાળકોનાં વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને બાળકોની મર્યાદાઓ તેમજ ક્ષમતાઓની ઓળખ મેળવ્યા પછી જ તેનાં વિકાસ માટેની પ્રવૃતિઓનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે શાળાઓમાં વાલીઓને ફોન કરીને એમના ઘેરે જઈને કે પછી શાળાના પરિપત્ર મોકલાવીને તેમની સાથે જોડાણ સાધવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ સમાવિષ્ટ શાળા માટે વાલીઓનો સક્રિય સહકાર નિતાંત આવશ્યક છે. વળી વાલીઓ ફક્ત શાળાની પ્રવૃતિઓથી માહિતગાર રહે એટલું જ પુરતું નથી પરંતુ તેઓ શાળા સાથે ઘનિષ્ઠતા કેળવે અને શાળાનાં પ્રોજેક્ટ પાર પાડવામાં તેમજ શાળાની શક્તિ મર્યાદાઓના સ્વીકારવામાં, સિદ્ધિઓની ઉજવણીમાં કે સમસ્યાનાં સચોટ ઉકેલમાં સહયોગી થાય તે પણ આવશ્યક છે. વાલીઓ શાળા સાથે ચર્ચા અને વિમર્શ કરવા માટે પ્રેરિત થાય તે પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.
5)મીટીંગો અને ઉત્સવોનું આયોજન:-


   શાળાની સિદ્ધિઓ શાળા સાથે સલગ્ન તમામને ઉપયોગી પરિબળ અને પ્રતિપોષણ પાડે છે. વળી સમાવિષ્ટ શાળા, શાળા સમાજ માટે એક પડકારજનક કાર્ય છે. જેને પહોંચી વળવા માટે તમામનો સક્રિય અને હ્રદય પૂર્વકનો સહયોગ નિતાંત આવશ્યક બને છે. દરેકના યોગદાનને બિરદાવી શકાય તેમજ રોજ બરોજની સમસ્યાઓનાં અસરકારક નિરાકરણ માટેનાં દરેકનાં સૂચનોને સાંભળી તેમાંથી શ્રેષ્ઠ સુચન ધ્યાનમાં લઇ શકાય તે માટે નિયમિત મીટીંગો અને ઉત્સવો અથવા કાર્યક્રમોનું આયોજન અગત્યનું પરિબળ સાબિત થાય છે.


   સમાવિષ્ટ શાળાનું આદર્શ વાતાવરણ શાળા શિક્ષકો,વિદ્યાર્થીઓ, બિન શેક્ષણિક કર્મચારીઓ અને વાલીઓમાં વિશ્વાસનું સર્જન કરે છે. શાળાનું આદર્શ વાતાવરણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામતીની લાગણી સાથે પડકારોને આવકારવા માટે પ્રેરે છે. તેઓ અભ્યાસક્રમને સરળતાથી પહોંચી વળે જેનાથી એમનાં જ્ઞાનને વ્યાપક કરી શકે. સમાવિષ્ટ શાળાનું આદર્શ વાતાવરણ વિદ્યાર્થીઓ માટે જરૂરી અસરકારકતા અને નવીન પ્રયુક્તિઓનાં અસરકારક વિનિયોગમાં ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ