Recents in Beach

What is Micro Teaching Skill in Gujarati|માઈક્રો ટીચિંગ એટલે શું ?


Micro Teaching Skill


શિક્ષક અને શિક્ષણની તાલીમી કોલેજોમાં દરેક તાલીમાર્થીઓને પોતાની યુનીવર્સીટીએ નક્કી કર્યા મુજબ માઈક્રો પાઠ આપવાના ફરજિયાત છે. આ માઈક્રો પાઠ આપતા પહેલા તેનો પરિચય દરેક તાલીમાર્થીએ મેળવવો જરૂરી બને છે.

 

માઈક્રો અધ્યાપનનો ખ્યાલ આપનાર સૌ પ્રથમ વ્યક્તિ એલન ડવાઈટ હતા. તેમણે ઈ.સ.૧૯૬૩માં માઈક્રો ટીચિંગનો સૌ પ્રથમ પ્રયોગ શરુ કર્યો તેઓ કેલીફોર્નીયાના પ્રોફેસર હતા. તેમણે વિવિધ અધ્યાપન કોશ્લ્યની ઘનિષ્ટ તાલીમ આપવા માટે માઈક્રો ટીચિંગની હિમાયત કરી.

 

તાલીમી કોલેજોમાં શરુઆતના તબક્કામાં તાલીમાર્થીઓને ૫-૭ મીનીટને ધ્યાનમાં રાખી પાઠ આપવાના હોય છે. ત્યારબાદ ક્રમશ; ૧૨ થી ૧૫ મિનીટ પછીના શિક્ષણ કાર્યના સારા પરિણામો મેળવ્યા બાદ ક્રમશ; ૩૫ થી ૪૦ મીનીટના પાઠ અંગે તેયાર કરવામાં આવે છે.

 

માઈક્રો ટીચિંગનો અર્થ:

 

માઈક્રો- સૂક્ષ્મ   ટીચિંગ- શિક્ષણ

આમ માઈક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ શિક્ષણ એવો થાય છે.

 

માઈક્રો ટીચિંગ એ વિદ્યાર્થીઓને શીખવવાની અધ્યાપન પદ્ધતિ નથી, પરંતુ અધ્યાપકે અધ્યાપન કાર્ય કરવા માટે જરૂરી એવા કેટલાક કોશ્લ્યો વિકસાવવા માટેની એક પ્રયુક્તિ છે.

 

માઈક્રો ટીચિંગ પ્રયુક્તિ દ્વારા અધ્યાપક એકાદ નાની સંકલ્પના માત્ર પાંચથી સાત વિદ્યાર્થીઓ સાથે સાથે માત્ર પાંચથી સાત મિનીટ માટે અધ્યાપન કાર્ય કરે છે. પાઠનું વિષય વસ્તુ નાનું કે ઓછું, વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી, પાઠનો સમય ઓછો, માઈક્રો ટીચિંગની વિવિધ વ્યાખ્યાઓ નીચે મુજબ આપેલી છે:

 

Micro Teaching Skill in Gujarati|માઈક્રો ટીચિંગ એટલે શું ?


વ્યાખ્યા:

૧) એલન અને ઈવ:

    માઈક્રો ટીચિંગ એ નિયંત્રિત પરિસ્થિતિમાં, અધ્યાપક દ્વારા કરવામાં આવતો મહાવરો છે, જેના દ્વારા એકી વખતે એક જ કોશલ્યની તાલીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને એ કોશલ્યપૂર્ણ રીતે હસ્તગત કર્યા પછી જ બીજા કોશલ્યની તાલીમ લેવા ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

૨) મેરેના:

    માઈક્રો ટીચિંગ એ માપી શકાય એવો અધ્યાપનનો નમૂનો છે.

 

૩) પેક અને ટ્રકર:

   માઈક્રો ટીચિંગ એ અધ્યાપન કોશલ્યના વિકાસને સરળ બનાવવા વિડીઓ રેકોર્ડર વાપરી પ્રતિપોષણ સાથે વિશિષ્ઠ અધ્યાપન કોશલ્યોનો સંક્ષિપ્ત રીતે સમજાવવાની પ્રયુક્તિ છે.

 

૪) કેલન બેક:

  માઈક્રો ટીચિંગ એ વર્ગ શિક્ષણ માટેના શિક્ષકના વર્તનમાં ફેરફાર લાવવા માટેની અસરકારક પ્રયુક્તિ છે.

 

૫) ભટ્ટાચાર્ય:

   શિક્ષકના વર્તનોને પરોક્ષ રીતે વિકસાવવા માટે માઈક્રો ટીચિંગ એક અસરકારક પ્રયુક્તિ છે.

 

માઈક્રો ટીચિંગનાં લક્ષણો:

  એકાદ નાની સંકલ્પના કે મુદ્દાનું શિક્ષણ

  એક જ કોશલ્ય

  નાનું જૂથ ૫ કે ૭ ની સંખ્યા

  ઓછો સમય ૫ કે ૭ મિનીટ

  ચોક્કસ કોશલ્યનો વિકાસ કોઈ પણ એક જ કોશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું

  કૃત્રિમ વર્ગખંડ પરિસ્થિતિ

  તાલીમાર્થીઓને વર્ગ શિક્ષણમાં જે કોશલ્યની વધુ જરૂર હોય તે કોશલ્યની તાલીમ આપવામાં આવે છે.

 

માઈક્રો ટીચિંગ પાઠની ઉપયોગીતા:

 

 સહી સલામત વ્યવહાર

 ધ્યાન કેન્દ્રિત

 પૂર્વ તાલીમ પ્રાપ્ત થાય

 સમયની બચત

 સતત તાલીમ માટેનું વહન

 આત્મ વિશ્વાસમાં વધારો

 શાળાના બીજમાં ઘટાડો

 સ્વ મૂલ્યાંકનની તક

 નિરીક્ષણ માટેની નૂતન અભિગમ

 પ્રતિ પોષણ સ્પષ્ટ અને દિશા સૂચક

  શિક્ષણકાર્યના કોશલ્યો વિકસાવવામાં મદદરૂપ

  મર્યાદા ઝડપથી સમજાય

 

માઈક્રો ટીચિંગની મર્યાદા:-

 ઓછો સમય

 વહીવટી કાર્યમાં વધારો

 શિસ્તના પ્રશ્નો હલ કરવામાં મુશ્કેલી

 શેક્ષણિક સાધનોના ઉપયોગ વગર કાર્ય

 વર્ગ શિક્ષણના પ્રત્યક્ષ અનુભવથી વંચિત

  સાધન સામગ્રીની મર્યાદા

  નિશ્ચિત કોશલ્ય તરફ ધ્યાન

  નિરીક્ષકોની સઘન તાલીમનો અભાવ


 

Features of Micro Teaching/માઈક્રો ટીચિંગનાં વિવિધ કોશલ્યો:

૧) વિષયાભિમુખ કોશલ્ય

૨) સુદ્ર્ઢીકરણ કોશલ્ય

૩) ઉત્તેજના પરિવર્તન કોશલ્ય

૪) ઉદાહરણ કોશલ્ય

૫) કા.પા. કાર્ય નોંધ કોશલ્ય

૬) સ્પષ્ટીકરણ કોશલ્ય

૭) પ્રશ્નપ્રવાહિતા કોશલ્ય




આ પણ વાંચો 

બેંકિગ અને વિત્તિય બજારો



મિત્રો તમારા મતે શું? આપણે પણ you tube🔔 ચેનલ બનાવવી જોઈએ. કોમેન્ટ કરીને તમે જણાવો.



ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈