Recents in Beach

વ્યાપારી બેંકો અને શાખસર્જન|Vyapari benko ane shaakh sarjan


બેંકો દ્વારા થતું શાખસર્જન સામાન્ય રીતે બે પ્રકારનું હોય છે:

૧.ગ્રાહકોને લોન આપીને અથવા અતિરિક્ત ઉપાડ (Overdraft)ની સગવડ દ્વારા.

૨. જામીનગીરીઓની ખરીદી અને તેના ઉપાડ દ્વારા અને તેના નાંણા પોતાના ચેકથી ચૂકવીને.


 

 “જ્યારે બેંક ગ્રાહકોને તેમની જમા રકમ કરતાં વધુ રકમનો ઉપાડ કરવાની છૂટ આપીને કે જામીનગીરીઓની ખરીદી કરી તેની કિંમત પોતાની થાપણોમાં વધારો કરે છે અને આ રીતે વ્યાજની કમાણી કરે છે ત્યારે તેણે શાખસર્જન કર્યું કહેવાશે.

 


*બેંકની શાખસર્જન શક્તિની મર્યાદાઓ:-

 

૧. દેશમાં કુલ રોકડ નાણાનું પ્રમાણ

૨. લોકોની રોકડ નાણું રાખવાની વૃત્તિ

૩. રોકડ અનામતનું ન્યૂનતમ પ્રમાણ

૪. આસ્ક્યામતો અને તારણોનું પ્રમાણ

૫. બેંકોની કુલ અનામતો

૬. થાપણોમાં સર્જાતું ભંગાણ

૭. વેપાર-રોજગારની પરિસ્થિતિ


 

બેંક રાષ્ટ્રીય કરણ પૂર્વે વ્યાપારી બેંકોની પરિસ્થિતિ

૧. બેંક રાષ્ટ્રીયકરણ પૂર્વે ભારતમાં વેપારી બેન્કોની માલિકી અમુક જૂથોના હાથમાં કેન્દ્રિત થયેલી હતી.

૨. તે સમયે બેંક ડીરેકટરોની આંતરગુથણીનું અનિષ્ટ પ્રવર્તતું હતું.

૩. બેંક રાષ્ટ્રીયકરણ પૂર્વે વેપારી બેન્કોનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે શહેરી વિસ્તારો પુરતું જ મર્યાદિત હતું. (પ્રાદેશિક અસમતુલા)

૪. ભારતીય અર્થતંત્રના બે મહત્વના ક્ષેત્રો-ખેતી અને નાના ઉદ્યોગોની ધિરાણ-જરૂરીયાત સંતોષવામાં પણ વેપારી બેંકો ખુબ જ ઉંણી ઉતરી. જરૂરીયાત પૂરી પાડવામાં પણ અપૂર્ણ જણાય.

 અગ્રીમ વિભાગ- ખેતી અને નાના ઉદ્યોગ.


 

વ્યાપારી બેંકો અને શાખસર્જન


* બેંક રાષ્ટ્રીયકરણની તરફેણની દલીલો

૧. આર્થિક અને સામાજિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે

૨. આર્થિક સતાનું કેન્દ્રીયકરણ અટકાવવા માટે

૩. આયોજનની અગ્રીમતાઓ પ્રમાણે બેન્કોના નાંણાકીય સાધનોની ફાળવણી કરવા માટે

૪. કૃષિ, નાના તથા ગૃહઉદ્યોગો અને અર્થતંત્રના અન્ય ઉપેક્ષિત વિભાગોની નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવા માટે

૫. બેન્કિગ વિકાસમાં વિભાગીય અને ભોગોલીક અસમતુંલાઓ દુર કરવા માટે

૬. ડીરેક્ટરોની આંતર-ગુથણીનું અનિષ્ટ નિવારવા માટે

૭. બેંક ભંડોળનો થતો દુરુપયોગ અટકાવવો

 

રાષ્ટ્રીયકરણ પછીના સમયગાળા દરમિયાન ભારતમાં બેન્કોનો વિકાસ:

૧. બેન્કોની સંખ્યા

૨. બેન્કોની શાખાઓમાં નોંધપાત્ર વધારો

૩. થાપણોમાં થયેલો વધારો

૪. બેંક ધિરાણનું વિસ્તરણ તથા તેમાં આવેલા ગુણાત્મક ફેરફારો


 

બેંક રાષ્ટ્રીયકરણ બાદ ઉદભવેલા કેટલાક પ્રશ્નો

૧. બેંકીગ સવલતો હજુ પણ અપૂરતી છે.

૨. ગ્રામ્ય શાખાઓમાં વિસ્તરણમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો

૩. શાખા વિસ્તરણમાં પ્રાદેશિક અસમતુલા

૪. ગ્રામ્ય વિસ્તારોમાંથી થાપણો એકત્રિત કરવા માટે વધુ સક્રિય પ્રયાસની જરૂર

૫. ખેતી અને અગ્રીમ ક્ષેત્રો માટે થયેલા ધિરાણ ક્ષેત્રો માંથી ઉદભવેલા કેટલાક પ્રશ્નો

૬. બેન્કિગ સેવાઓનું કથળેલું ધોરણ

૭. બેંકો સાથે છેતરપીંડી અને બેંક લૂટના વધતા જતા બનાવો.

૮. જાહેર ક્ષેત્રની બેન્કોની નફાકારકતા.

૯. બેન્કિગ કામકાજમાં રાજકારણનું વધતું જતું પ્રભુત્વ

૧૦. ઔદ્યોગિક ગૃહો અને શેર દલાલો સાથે રાષ્ટ્રીય કૃત બેન્કોની સાંઠગાંઠ.


 

બેન્કિગક્ષેત્રે તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓ.

૧. બેંકો એ જાળવવું પડતું કાયદેસરનું પ્રમાણ અને રોકડ અનામતનું તરલતા.

૨. ધિરાણ અને થાપણોપરના વ્યાજના દરમાં સાનુકુળ ફેરફાર

૩. આસ્ક્યામતોના વર્ગીકરણ તથા આવડતી માન્યતા માટેના નવા ધોરણો તથા પાકા સર્વેયા અને નફા નુકસાન ખાતા માટેનાં સુધારેલા પત્રકો.

૪. મૂડી પર્યાપ્તતાનાં ધોરણો

૫. જાહેરક્ષેત્રની બેન્કોને મૂડી બજારમાંથી શેર મેળવવા માટે અપાયેલી મંજુરી

૬. શાખા પરવાના નીતિમાં ફેરફાર

૭. બેન્કિગ ક્ષેત્રે ખાનગી બેન્કોની સ્થાપના માટેની છૂટ (ખાનગીકરણ)

૮. સ્પેશિયલ ટ્રીબ્યુનલની રચના

૯. નાંણાકીય નિરીક્ષણ માટે બોર્ડની સ્થાપના

૧૦. ખોટ કરતી બેકોનું નફો કરતી બેંકો સાથેનું જોડાણ.

૧૧. જાહેરક્ષેત્રની બેન્કોને સ્વતંત્ર ભરતી કરવાની છૂટ.

૧૨. જાહેરક્ષેત્રની બેન્કોને અપાયેલી વધુ સ્વાયતતા.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ