Recents in Beach

ગોવર્ધનયુગનાં સાહિત્યને પ્રેરનારા પરિબળો તે યુગની સાહિત્યિક લાક્ષણિકતા|Pandit yugna lakshno

 

પંડિતયુગ/સાક્ષરયુગ/ગોવર્ધનયુગનાં સાહિત્યને પ્રેરનારા પરિબળો જણાવી તે યુગની સાહિત્યિક લાક્ષણિકતા જણાવો.

 

 

  ઈ.સ.૧૮૮૫ પૂર્વે નર્મદયુગમાં આપણા દેશના અનેક પ્રાંતોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક જાગૃતિની અનેક સંસ્થાઓના પાયા મજબૂત બની ચુક્યા હતા. દેશના ભણેલા-ગણેલા લોકોમાં આત્મ ગોરવ અને આત્મવિશ્વાસ જાગી ચુક્યો હતો, રામ કૃષ્ણ ભંડાર, લોક માન્ય તિલક જેવા મહાપુરુષો ભારતીય તત્વજ્ઞાનની, પ્રાચીનતા અને ભારતની વિવિધતાથી વિશ્વને મુગ્ધ કરી શક્યા.આર્ય સમાજ પ્રાર્થના સમાજ, થિયોસોફીકલ સોસાયટી અને રામકૃષ્ણ પરમહંસ એના જ શિષ્ય સ્વામી વિવેકાનંદ વગેરેની પ્રવૃત્તિથી ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાહિત્ય જીવન રીતી અને આધ્યાત્મિકતા પ્રત્યે ગોરવનો ભાવ જાગ્યો. નર્મદયુગની પશ્ચિમી સંસ્કૃતિ, સભ્યતા અને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યેનો આંધળો મુગ્ધભાવ ધીમે ધીમે ઓછો થયો એમાંથી પંડિતયુગમાં સમન્વય સિધાંતનો સમન્વય થયો. પંડિતયુગને ઘડવામાં કેટલાંક ધ્યાન આકર્ષક પરિબળો નીચે પ્રમાણે છે.


 

૧. યુનિવર્સીટીનાં શિક્ષણમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષાને મળેલું સ્થાન:-


 

  ૧૯મી સદીના મધ્યમાં એક ફેરફાર એ થયો કે ૧૮૫૭માં મુંબઈ, મદ્રાસ અને કલકતા જેવા શહેરોમાં યુનિવર્સીટીઓમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી જેવી ભાષાઓને સ્થાન આપી પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરુઆત કરવામાં આવી. આમ, નવી કેળવણીના મંડાણ થયાં, નવી પેઢી, સુધારકો, રાજકીય નેતાઓ, સાહિત્યકારો અને વિદ્વાનોમાં નવી ભાવના જાગૃત થઇ. વિશ્વ વિદ્યાલયે આપેલા શિક્ષણના પ્રભાવથી નવ દ્રષ્ટિ ઘડાય. પ્રાચીન ભારતીય કલા સાહિત્ય, તત્વચિંતન, વ્યાકરણ વગેરેનો નવો પરિચય પ્રાપ્ત થયો.સંસ્કૃત ભાષાનું અધ્યયન પ્રાચીન પંડિતની જેમ વ્યાકરણના અભ્યાસ પુરતું મર્યાદિત રહ્યું નહિ. વિવેક બુદ્ધિની નવી દ્રષ્ટિથી સંસ્કૃતનો અભ્યાસ થવાને કારણે આપણા પ્રાચીન વારસાની નવેસરથી ઓળખ થઇ. વૈજ્ઞાનિક વિચારશ્રેણીના લીધે સમાજ જીવનના પ્રશ્નોને વિચારવાની નવી પદ્ધતિ અને નવી દ્રષ્ટિ મળી જેથી આપણામાં માનવતાવાદી દ્રષ્ટિબિંદુ આવ્યું. જગત અને મનુષ્ય સાહિત્ય કેન્દ્રમાં આવ્યા.

 

  ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહ રાવ, રમણલાલ, ન્હાનાલાલ, કાન્ત, કલાપી વગેરેઓ યુનિવર્સીટી શિક્ષણ પામેલા સાહિત્યકારો હતાં. અંગ્રેજી સંસ્કૃત અને ફારસી ભાષા સાહિત્યના પરીશીલનના સંસ્કારો તેમના સાહિત્યને સર્જવામાં અગત્યનો ફાળો મળે છે.

 

દા.ત.:-

   ગોવર્ધનરામ, આનંદશંકર ધ્રુવ અને મણિલાલનું સંસ્કૃત ચિંતન, નરસિંહરાવનું ભાષા શાસ્ત્રીય સંશોધન, કાન્ત અને કલાપીએ કરેલા સંસ્કૃતવૃતાનતોના વિશિષ્ટ પ્રોયોગો જોવા મળે છે.

 


  યુનિવર્સીટીમાં અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત ભાષાને મળેલા સ્થાનના ફળ સ્વરૂપે ૧૮૮૫ના અરસામાં નવ શિક્ષિતોનો ફાળ ઉતાર્યો. એમાંથી આપણા દેશને નવા નેતાઓ મળ્યાં. ભારતીય યુવાનોને પશ્ચિમના વિચારકો અને ચિંતકોના સંપર્કમાં આવ્યા. સ્વતંત્રતા, રાષ્ટ્રીયતા, સ્વરાજ વિશેના પશ્ચિમના વિધવાનોના વિચારોથી તેઓ પરિચિત થયા. આમ, વિદ્યા વિસ્તારથી અંગ્રેજોએ કલ્પનાઓ પણ ન કરી હોય એવું પરિણામ આવતું ગયું.

 



૨.રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના:-

  પાશ્ચાત્ય કેળવણીએ આ દેશના નવશિક્ષિતોને વિવેક પૂર્ણ નવી દ્રષ્ટિ આપી, સ્વતંત્રતાની ભાવના જગાડી. રાષ્ટ્રીય અસ્મિતા કેળવી અને વૈજ્ઞાનિક શોધખોળોનો લાભ મળતાં એ ભાવના પ્રસરતી ગઈ તેથી આપણા દેશને પાયમાલ કરનારી સરકારની આર્થિક નીતિ, આર્થિક શોષણ અને કોમવાદની કટુભાવના, પોતાના અધિકાર માટે વિચારતા થયા. વિક્ટોરિયાનાં ઢન્ઢેરામાં આપણા દેશને જે – તે વચનો આપવામાં આવ્યા હતાં. તેનો સદતર ભંગ થતો ગયો. એ આશા પરિપૂર્ણ થવાની નથી એવી શક્તિ જન સમુદાયના હતાશાની અને આઘાતની લાગણી બળવંતર બનતી ગઈ. આ દેશમાં બ્રિટીશો સામેના અસંતોષને વાચા આપતાં હિંસાના અવાર-નવાર છૂટા છવાયા બનાવ બનતા હતા. બ્રિટીશ સામ્રાજ્યને હિંસક ઉપાય જ શ્રેષ્ઠ છે એવું જ માનનારા આ દેશમાં હતાં ત્યારે રાજા-પ્રજા વચ્ચે સેતું બનાવવાના ઉદેશથી ભારતીય રાષ્ટ્રીય સભાની સ્થાપના કરવામાં આવી હતી.


 

  ઈ.સ.૧૮૮૫માં એ.ઓ. હ્યુમ નામના એક અંગ્રેજના સંગીન પ્રયાસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રકૃતિ, આંદોલનો વગેરેનો ઈતિહાસ અને ભારતના રાષ્ટ્રીય ભાવનાના વિકાસનો ઈતિહાસ અને ભારતના રાષ્ટ્રીય ભાવનાના વિકાસનો ઈતિહાસ એ.ઓ. હ્યુમ બ્રિટીશ સામ્રાજ્ય બનાવવા કે દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને નવો ઓપ આપવા કોંગ્રેસની સ્થાપના કરી. કોંગ્રેસની પ્રવૃત્તિના મુખ્ય બે ઉદ્દેશો હતાં. તે પ્રથમ ઉદેશ એ હતો કે ભારતના સાચા સેવકોને એકત્ર કરી તેમને એક રાષ્ટ્રીય મંચ પર એકઠા કરવા તેમનામાં ગાઢ સંપર્ક સબંધ સ્થાપી તેમનામાં મૈત્રીય ભાવના કેળવવી. બીજો ઉદ્દેશ એ હતો કે નાત, જાત અને ધર્મ સમાજના ભેદભાવ મટાડી રાષ્ટ્રીય ભાવના કેળવવી, રાષ્ટ્રીય એકતા સ્થાપવી અને દેશના વિકાસ માટે શાસનમાં સુધારા કરવા માટેની યોજનાઓ ઘડવી. એ.ઓ. હ્યુમે તો માત્ર સામાજિક વિષયોપરના વાદ-વિવાદ માટે કોંગ્રેસની સ્થાપના કરી હતી. પરંતુ દેશના વિવિધ પ્રાંતોમાંથી શિક્ષિત સુધારકો, જાગૃત નેતાઓ જ્યારે કોંગ્રેસના તખ્તા ઉપર આવ્યા ત્યારે રાજકીય વિષયો ઉપર પણ વિચારો થવા લાગ્યા. દેશના નેતાઓનો ગાઢ સંપર્ક થતા જતાં કોંગ્રેસનું કાર્ય ક્ષેત્ર સીમિત ન રહેતા ક્રમશઃ વિસ્તરતું ગયું. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થયા પછી રાષ્ટ્રીય એકતા તથા બોદ્ધિક, આર્થિક, નૈતિક સાધનોમાં સંઘટન અને વિકાસનો સુયોગ પ્રાપ્ત થયો. વિભિન્નતામાં એકતાનો સિદ્ધાંત રાષ્ટ્રીયવાદીઓને જીવન મંત્ર બની ગયો.

 



૩. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ નુતન હિન્દુ ધર્મ પ્રબોધ:-


   સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને તેના શિષ્ય સ્વામી વિવેકાનંદએ હિંદુ ધર્મની સમાલોચના કરી હિંદુ ધર્મ દર્શનનું અર્વાચીન યુગ સંદર્ભમાં નવું અર્થઘટન કર્યું અને હિંદુ અને તેમજ વિશ્વને સ્વ ધર્મનો તેમણે ભાન કરાવ્યું. હિંદુ ધર્મ અને તત્વજ્ઞાન ઉપર જામેલી ધૂળ એમણે ખંખેરી હિંદુ ધર્મના સનાતન મુલ્યો પ્રમાણે એમણે જીવી બતાવ્યું. હિંદુ ધર્મની ઉદારતા સહિષ્ણુતા, આધ્યાત્મિકતા અને અતીતના ગોરવપ્રદ વારસાનું ભારતના રાષ્ટ્ર રોગની એમણે ચિકિત્સા કરી જેમણે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વમાં પ્રતિનિધિત્વ કર્યું. એમણે એ પણ બતાવ્યું કે ભારતે પશ્ચિમ પાસેથી ઘણું શીખવા જેવું છે. ભોતિક રીતે ભારત સમૃદ્ધ નથી જ્યારે પશ્ચિમના દેશો આધ્યાત્મિક ક્ષેત્રે રસિક છે. સ્વામી વિવેકાનંદએ વેદાંતમાં વિશ્વ ધર્મ બનવાની શક્તિ જોઈ હતી. શિક્ષણ સેવા અને સમાજ સેવા માટે સ્વામીજીએ આપણા દેશમાં ઠેરઠેર ‘રામકૃષ્ણ મિશન’ પ્રવૃત્તિમાં શ્રીગણેશ કર્યાં. ભારતને અને વિશ્વને એમણે આધ્યાત્મિક દિશા સિધી બતાવી. વિવેકાનંદ આપણા રાષ્ટ્રના યુવાનોને ‘રાષ્ટ્ર સેવા’ શુદ્ધ ચરિત્ર અને સર્વ ધર્મ સમભાવની દિશા આપી.


 

  ૧૯મી સદીના ઉતાર્ધમાં થયેલા આ ધર્મ સચલનએ સમગ્ર દેશમાં અને વિશ્વમાં એનો તીવ્ર પડઘાઓ પાડ્યા હતા. જેથી આ મહાપ્રયાણોનો ગુજરાતના સ્વામીઓ ઉપર પ્રભાવ પડે તે સ્વાભાવિક છે એમાંથી કેટલાક પ્રયાણોની સિદ્ધ પ્રત્યક્ષ અસર એમના પર થયેલી જણાય છે, તો કેટલાકની અપરોક્ષ અસર પણ થઇ છે. આ સમગ્ર પ્રવૃતિનો એક સર્વ સામાન્ય પ્રભાવ તેમના પર પડ્યો. આ પ્રયાણોએ આપણા દેશના અને ગુજરાતમાં ધર્મમંથન કરવાની એ નવી જ પ્રેરણા આપી તેનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પર પડ્યો જેથી સોને ચિંતનવર્તા કર્યા અને રાષ્ટ્રીય ભાવના પ્રબળ બનતી ગઈ.

 

 


૪. પૂર્વ સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વયનો સિદ્ધાંત:-

 

   યુનીવર્સીટીઓના અભ્યાસક્રમમાં અંગ્રેજી, સંસ્કૃત, ફારસી ભાષાઓને મળેલા સ્થાનને કારણે આ યુગમાં ત્રણ પ્રકારના સાક્ષરો જોવા મળે છે.

 

  મણિલાલ નભુભાઈ મનસુખલાલ ત્રિપાઠી, આનંદ શંકર ધ્રુવ જેવા સાક્ષરો સનાતન આર્ય સંસ્કૃતિના જ માત્ર ઉપાસક હતા. તેવો આપણા ધર્મ સંસ્કૃતિના પ્રાચીન ગોરવને નવેસરથી સ્થાપના કરવા માંગતા હતા. પશ્ચિમના ધર્મ સંસ્કૃતિથી સામ્યને ભારતના પ્રાચીન સંસ્કૃતિને વારસાને ગુમાવવો ન જોઈએ. એમ માનતા તેથી આ સાક્ષરો ‘સરંક્ષક’ના ગણાયા.

 

  રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, કાન્ત, કલાપી જેવા સાક્ષરો અર્વાચીન પશ્ચિમની સંસ્કૃતિના હિમાયતી હતા. ભારતની પ્રાચીન સંસ્કૃતિ ધર્મને તેઓ સ્વીકારવા તેયાર ન હતા. આપણા ધર્મ સંસ્કૃતિના વારસામાંથી એમણે ખાસ સ્વીકારવા જેવું જણાતું ન હતું. આ પક્ષના સાક્ષરો ‘ઉચ્છેદક પક્ષ’માં ગણાય.

 

  ત્રીજા પક્ષે ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ જેવા સાક્ષરો પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમ આ ત્રણ સંસ્કૃતિનો સમન્વય સાધીને ભારતમાં નવો યુગ સ્થાપવામાં તેઓ હિમાયતી હતા. પ્રાચીન આર્ય સંસ્કૃતિમાં જે સારા મુલ્યો છે, તે વિવેક બુદ્ધિથી સ્વીકારવા જોઈએ. ભારતીય અને પશ્ચિમની સંસ્કૃતિમાં પણ જે કઈ સારું છે તે બધું સ્વીકારીને ભારતનો નૈતિક, ભોતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધવામાં માનનારા આ વિદ્ધવાનો સમન્વયવાદી પક્ષના ગણાય.

 


  ગોવર્ધનરામ, આનંદશંકર ધ્રુવ, મણિલાલ નભુભાઈ વગેરે સંસ્કૃતિ ભાષા સાહિત્યના બહુ ઊંડા અભ્યાસી હતા. મણિલાલ પ્રાચીન આર્ય ધર્મ સંકૃતીનો ગોરવ સ્થાપવા અભ્યાસ સિદ્ધાંત-સાર અને આનંદ શંકર ધ્રુવ આપણો ધર્મગ્રંથ, તલ સ્પર્શી ચિંતન કરતો ગ્રન્થ આપ્યો છે. નરસિંહરાવનો કાવ્ય સંગ્રહ ‘કુસુમમાળા’ ગુજરાતી કવિતાના વિકાસમાં સીમાં ચિહ્ન ગણાયો હતો. કુસુમમાળામાં નરસિંહરાવે અંગ્રેજી ઊર્મિ કવિતાનું સફળતાથી અનુસરણ કર્યું છે. તો ગોવર્ધનરામે સરસ્વતી ચન્દ્રમા પ્રબોધે છે. ગોવર્ધનરામ આ યુગના સર્વ શ્રેષ્ઠ સંસ્કૃતિના સમન્વય દ્વારા તેઓ ભારતના નૈતિક, ભોતિક અને આધ્યાત્મિક એમ ત્રિવિધ ઉત્કર્ષની ઝાંખી મહાનવલ ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ ૧ થી ૪ માં કરાવે છે.    

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ