Recents in Beach

ગુજરાતી ભાષા વિજ્ઞાન M.A Sem-2 MCQ|Bhasha Vigyan M.A

 

ગુજરાતી ભાષા વિજ્ઞાન એમ.એ. VNSGU Sem-2 MCQ


 

૧. જીભનું મુખ્ય કાર્ય કયું છે?

-સ્વાદ પારખવાનું અને તેની સાથે ખોરાકને વલોવવાનું છે.



 

૨. વાણીના અવયવોમાં જીભના વિવિધ ભાગો જણાવો.

-જીભનું ટેરવું, જીહ્વા પશ્વ, જીહ્વા અગ્ર, જીહ્વા મૂળ, જીહ્વા મધ્ય વગેરે.. (આ ઉપરાંત જીભના બંને પાશ્વ પણ ધ્વનિ ઉચ્ચારણમાં સહાયક નીવડે છે.

 



૩. દંત્ય ધ્વનિ જણાવો.

-ત, થ, દ, ધ, ન



 

૪. વત્સર્ય ધ્વનિઓ કયા છે?

-ન, સ, ર, લ.



 

૫. મૂર્ધન્ય ધ્વનિઓ જણાવો.

-ટ, ઠ, ડ, ઢ, ણ.

 



૬. તાલવ્ય ધ્વનિ એટલે શું?

-જે કઠોર તાળવું અને જીભનો અગ્રભાગ હવાને અવરોધન કરે તેને તાલવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. (ચ, છ, જ, ઝ, શ, ય.)

 



૭. કંઠ્ય ધ્વનિ કયા છે?

-ક, ખ, ગ, ઘ, ઙ.

 


૮. સ્વર તંત્રીની કેટલી અવસ્થા છે?

-પાંચ (ઘોષ, અઘોષ, કાક્લ્ય સ્પર્શ-કંઠ્ય સ્પર્શ ધ્વનિ, ફૂસ્ફૂસ, મર્મર ધ્વનિ)



 

૯.ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર કોને કહેવાય.

-ધ્વનિનું સ્વરૂપ દર્શાવી આપનાર શાસ્ત્રને ધ્વનિ વિજ્ઞાનમાં ધ્વનિ સ્વરૂપ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.

 



૧૦. ધ્વનિ એટલે શું?

-હવા જ્યારે કાન સાંભળી શકે તેવા આંદોલનો રૂપે અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેને ધ્વનિ કહેવામાં આવે છે.

 



 

૧૧. ધ્વની સ્વરૂપ શાસ્ત્રના અભ્યાસની કેટલી શાખાઓ છે? કઈ કઈ?

- ત્રણ શાખાઓ છે: ૧.ઉચ્ચારણ મૂલક, ૨.સંવહન મૂલક, ૩.શ્રવણ મૂલક.




How many alphabet in Gujarati kakka?

 

સ્વર(11)

અ આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ

 

વ્યંજન (36)

 ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ળ ક્ષ જ્ઞ

 




૧૨. ‘ઢ’ એ કેવા પ્રકારનો ધ્વનિ છે?

-ઘોષ-મહાપ્રાણ

 

 

૧૩. નાદતંત્રીઓ કેવી હોય છે?

-સ્થિતિ સ્થાપક

 

૧૪. ભાષાની કાચી સામગ્રી કયા ઘટકઅંગને કહેવાય છે?

-રૂપઘટક

 

 

૧૫. યાદ્ર્ચ્છીકતા’ એટલે શું?

-મરજિયાત

 

૧૬. ભાષા વર્ગીકરણની મુખ્યત્વે કેટલી પદ્ધતિ છે?

-બે

 

૧૭. એતિહાસિક વર્ગીકરણને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

-આનુંવશિક વર્ગીકરણ

 

૧૮. ‘સંસારમાં એવો કોઈ વ્યવહાર નથી જે ભાષા વગર સંભવ હોય’- આ વિધાન કોનું છે?

-ભર્તુહરિ

 

૧૯. ભાષાની વિશેષતા કઈ છે?

-પરિવર્તનશીલ

 

૨૦. ‘શબ્દરૂપી જ્યોતિ નાં હોત તો જગત કેવળ અંધકારમય હોત’- આ વિધાન કોનું છે?

-દંડી

 

 

૨૧. ‘લ’ એ કેવા પ્રકારનો ધ્વનિ છે?

-પાશ્વિક

 

૨૨. ભાષા ઉચ્ચારણમાં માનવીના કેટલા અંગો કામ કરે છે?

-અઢાર (૧૮)

 

 

૨૩. પશુ-પંખીઓની ભાષા કેવી હોય છે?

-નૈસર્ગિક

 

 

૨૪. શબ્દ અને અર્થનો સબંધ કેવો હોય છે?

-પરસ્પર આશ્રિત

 

૨૫. માન્ય ગુજરાતી સ્વરો કેટલા છે?

-આંઠ

 

 

૨૬. ભાષા અધ્યયનની પદ્ધતિઓ કેટલી?

-ત્રણ

 

 

૨૭.ભાષા શું છે?

-સામાજિક સર્જન

 

 

૨૮. વર્ણનાત્મક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર પ્રથમ કયા દેશથી થયો?

-અમેરિકા

 

 

૨૯. ભાષાના ધ્વનિઓ કેવા હોય છે?

-યાદ્ર્ચ્છિક

 

 

૩૦. લિપિ એવ ભાષાનું કેવું સ્વરૂપ છે?

-નિષ્પ્રાણ

 

 

  અનુઆધુનિક સાહિત્ય પેપર-9  એમ. એ. MCQ Click Her


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ