Recents in Beach

TAT Mains Exam ચર્ચાપત્ર|મુખ્ય પરીક્ષા TAT GPSC


કોઈ પણ વિષય કે વિચાર વર્તમાન પત્રમાં રજૂ થતાં કે રજૂ કરવા ચર્ચાનો મુદ્દો રજૂ કરતો છપાતો પત્ર

  વર્તમાન સંદર્ભમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓનું ભારણ સંદર્ભનું ચર્ચાપત્ર તેયાર કરો.



અબક

સરનામું-૧,

સરનામું-૩.

તારીખ: ૦૨-૦૭-૨૦૨૩

પ્રતિ,

તંત્રીશ્રી,

ગુજરાત સમાચાર,

સરનામું-૩,

પીનકોડ-૧૨૩૪૫૬.

વિષય:- આપના વર્તમાનપત્રમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત.

માનનીયશ્રી/શ્રીમાન,

                વર્તમાન સંદર્ભમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓનું ભારણ સંદર્ભનું ચર્ચાપત્ર આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર પ્રકાશિત કરવા આપશ્રીને નમ્ર વિનંતી છે.

લી.

અબક

બીડાણ:- ચર્ચાપત્ર.

“વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું ભારણ”

 

  WHO’નાં એક અહેવાલ મુજબ ભારતના વિદ્યાર્થીઓ સૌથી વધારે આત્મહત્યા કરે છે. વર્તમાન સંદર્ભની સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓનો પણ આત્મહત્યાનો આંકડો વધતો રહ્યો છે.

 

  આત્મહત્યા કરવા પાછળના કારણો જોઈએ તો, વર્તમાનમાં વિદ્યાર્થીઓની ડિગ્રી પાછળ આંધળી દોટ. વર્તમાનમાં કોઈ યુનિવર્સિટી કે કૉલેજમાં પ્રવેશ મેળવવા ટકાવારીનું મૂલ્યાંકન થવું. વિદ્યાર્થીઓ પર માતા-પિતાનો કે સમાજનો પરીક્ષા પરનો દબદબો, સમાજમાં શિક્ષણની પ્રતિષ્ઠા કે મુલ્યોને ગણના. વિદ્યાર્થીની આખા વર્ષની મહેનત વર્ષના અંતે આવેલા ગુણથી મપાય છે. વિદ્યાર્થીને પ્રવેશ ગુણના આધારે આપવામાં આવે છે. દરેક જગ્યા પર ટેસ્ટ દ્વારા પ્રવેશ આપવામાં આવતો નથી.

 

  ઉપરોક્ત જે કારણો જોવા મળે છે એની અસરો આ પ્રમાણે થતી હોય છે.

વર્તમાનમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના ભારણથી શારીરિક ઈજાગ્રસ્ત થતા હોય છે, શારીરિક દુર્બળતા આવતી હોય છે.

વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે, માનસિક બીમારીનો ભોગ બનતા હોય છે.

વિદ્યાર્થીઓ પરીક્ષાના ભારણથી જડ બની જાય છે, એકલા રહેવાનું વધારે પસંદ કરતા હોય છે.

વિદ્યાર્થીઓ પર માતા-પિતા કે સમાજનું દબાણ વધારે હોય છે, કે પરીક્ષામાં સારા ગુણ લાવવા, તે તેમના માટે સમાજમાં પ્રતિષ્ઠા હોય છે.

 

 

 વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું જે ભારણ છે એને ઓછું કરવા માટે આપણે શું શું કરી શકીએ.

વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું ભારણ ઓછું કરવા માટે સામાજિક જાગૃતિ લાવવી જોઈએ.

બાળકનું જે રીતે મૂલ્યાંકન થતું હોય છે તેના અંદર સુધારો લાવવો જોઈએ.

વિદ્યાર્થીઓને ડિગ્રીને બદલે કોશલ્યનું મહત્ત્વ સમજાવવું જોઈએ.

મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ.

ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ.

બાળકો પર માતા-પિતાનું કાઉન્સેલિંગ હોવું જોઈએ.

 

  NEP-2020 ઉલ્લેખ કરે છે કે શિક્ષણ મૂલ્યવાન હોવું જોઈએ. શિક્ષણ ભાર વિનાનું હોવું જોઈએ. શિક્ષણને સાર્વત્રિક બનાવવું જોઈએ.

વર્તમાનમાં વડાપ્રધાનશ્રી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા ટી.વી. પર કાર્યક્રમ કરવામાં આવે છે. સરકાર પણ આ પગલાં હાથ ધરી રહી છે.

સરકાર દ્વારા ‘મનોદર્પણ’ નામનું પોર્ટલ ચાલુ કરાયું છે, જેમાં માનસિક તણાવ અનુભવતા બાળકોને સારવાર અપાય છે.

 

  સરકારશ્રીના આ બધા પગલાંથી સમાજમાં જાગૃતિ આવી રહી છે. પરંતુ આપણે હજુ પણ આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે.  

 

 વર્તમાનપત્ર:- ગુજરાત સમાચાર 

 લિ.

અબક

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ