Recents in Beach

ગુજરાતી માત્રામેળ છંદનાં પ્રકાર|Gujarati Matra Mātrāmēḷa chhnd


 

માત્રામેળ છંદોમાં કાવ્યની દરેક પંક્તિની કુલ માત્રાઓ નક્કી હોય છે. એમાં લઘુ માત્રા માટે ‘ અને ગુરુ માત્રા માટે ‘દા સંજ્ઞા વપરાય છે. આ છંદમાં દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા એકસરખી ન હોય પણ માત્રાની કુલ સંખ્યા નિયત કર્યાં પ્રમાણેની હોય છે. માત્રા મેળ છંદોમાં ત્રણ, પાંચ, સાત એમ જુદી જુદી માત્રાસંખ્યાના એકમના આવર્તન થતાં હોય છે. આ આવર્તનને અંતરે તાલ આવતો હોય છે. માત્રામેળ છંદોમાં તાલનું ઘણું મહત્ત્વ હોય છે.

 માત્રામેળ છંદોમાં લઘુ અક્ષર માટે ૧ માત્રા અને ગુરુ અક્ષર માટે ૨ માત્રા ગણવામાં આવે છે.


 

Gujarati Matra Mel Chhnd



૧. ચોપાઈ

ચરણ: ચાર

બંધારણ: દરેક ચરણમાં ૧૫ માત્રા.

યતિ: ૧૫મી માત્રા પછી.

તાલ: પહેલી પછી ચાર ચાર માત્રાએ, છેલ્લા બે અક્ષર ગુરુ-લઘુ

 

ઉદાહરણ

 

લાંબો જોડે ટૂંકો જાય, = ૧૫

મરે નહીં તો માંદો થાય. =૧૫

 

૧) મળી આપણ જણ બંને બેન;

સંપી રમીએ તો સુખચેન.

૨) વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,

ભટૂરિયાં શા તારલિયા લૈ ચંદા આભે રમવા જાય.

૩) કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય.

 

 

૨. દોહરો

 

ચરણ: ચાર

બંધારણ: પહેલાં અને ત્રીજા ચરણમાં 13- 13

બીજા અને ચોથા ચરણમાં ૧૧- ૧૧.

તાલ: પહેલી, પાંચમી અને નવમી માત્રાએ, છેલ્લા બે અક્ષરો ગુરુ-લઘુ.

 

ઉદાહરણ

 

દીપકના બે દીકરા, (ચરણ-૧, માત્રા-૧૩) કાજળ ને અજવાશ; (ચરણ-૨, માત્રા-૧૧)

એક કપૂત કાળું કરે; (ચરણ-૩, માત્રા-૧૩) બીજો દિયે પ્રકાશ. (ચરણ-૪, માત્રા-૧૧)

 

૧) કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય,

વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.

૨) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,

ચાર ચાર ગાઉં ચાલતાં, લાંબો પંથ કપાય.

૩) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,

જેમાં સુખદુઃખ વામીએ, સો લાખનમાં એક.

 

 

૩) સવૈયા

 

ચરણ: ચાર

બંધારણ: દરેક પંક્તિમાં ૩૧ કે ૩૨ માત્રા

યતિ: ૧૬, ૨૧ માત્રાએ.

તાલ: પહેલી પછી ચાર ચાર માત્રાએ; છેલ્લે અનુક્રમે ગુરુ-લઘુ કે બે ગુરુ.

સંધિ: ચાર માત્રાનો સંધિ સાત વાર + ત્રણ માત્રાનો સંધિ એક વાર અથવા ચાર માત્રાનો સંધિ આઠ વાર.

 

ઉદાહરણ

 

દેખ બિચારી બકરીનો પણ કોઈના જાત પકડે કાન, =૩૧

એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. =૩૧

 

૧) ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળોકેર ગયા કરનાર.

પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર.

૨) આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ.

૩) સૂરજદેવે આંખ ઉઘાડી હિંગળોક શી ઊગતે પહોર;

બિવરાવીને રાત ભગાડી મૂકી કાજળ કાળી ઘોર.

 

(નોંધ: સવૈયા એકત્રીસ અને સવૈયા બત્રીસાનું બંધારણ એક જ છે, બત્રીસામાં છેલ્લે બે ગુરુ જોઈએ.)

 

 

૪. હરિગીત

 

ચરણ: ચાર

બંધારણ: દરેક ચરણમાં ૨૮ માત્રા.

તાલ: ચૌદમી અને છેલ્લી માત્રાએ.

 

ઉદાહરણ

 

સુખ સમયમાં છકી નવ જવું, (ચરણ-૧, માત્રા-૧૪)

દુઃખમાં ન હિંમત હારવી; (ચરણ-૨, માત્રા-૧૪)

સુખદુઃખ સદા ટકતાં નથી; (ચરણ-૩, માત્રા-૧૪)

એજ નીતિ ઉર ઉતારવી. (ચરણ-૪, માત્રા-૧૪)

 

૧) જ્યાં જ્યાં નજર મારી ઠરે; યાદી ભરી ત્યાં આપની.

૨) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી?

૩) ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે.

 

 

 

૫. ઝૂલણા

 

ચરણ: ચાર

બંધારણ: દરેક ચરણમાં ૩૭ માત્રા.

યતિ: ૭, ૧૦મી માત્રાએ.

 

ઉદાહરણ

 

૧) જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનુમાં કોણ જાશે?

૨) આજ આકાશના મંડપે મેઘના,

નૃત્યનાં ચંડ પડછંદ ગાજે.

૩) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે.

૪) શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે નથી અહીંયા કોઈ કૃષ્ણ તોલે.


વધુ.... અક્ષરમેળ છંદ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ