Recents in Beach

નવી યામાહા R3 આકર્ષક ફીચર્સ અને સ્ટાઇલિશ લુક સાથે આ કિંમતે…લોન્ચ કરવામાં આવી જાણો અહીં|New Yamaha R3 with exciting features and stylish looks

 

New Yamaha R3 Price


New Yamaha R3 Price:  યામાહા મોટરસાઇકલ ઇન્ડિયાએ તેના સેગમેન્ટમાં વિસ્તરણ કરીને તેની સૌથી શક્તિશાળી મોટરસાઇકલ Yamaha R3 ભારતમાં રૂ 4.64 લાખ એક્સ-શોરૂમમાં લોન્ચ કરી છે. જો તમે આ મોટરસાઇકલ ખરીદવા માગતા હોવ તો આ મોટરસાઇકલનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે અને તેની ડિલિવરી આવતા વર્ષની(૨૦૨૪) શરૂઆતમાં થવાની આશા છે.

 

નવા યામાહા આર3 ફીચર્સ| New Yamaha R3 Features

 

નવી યામાહા R3ના ફીચર્સમાં સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્પીડોમીટર, ટેકોમીટર, ટ્રીપ મીટર, ગિયર પોઝિશન, ફ્યુઅલ ગેજ, સર્વિસ ઈન્ડીકેટર, સ્ટેન્ડ એલર્ટ અને સમય જોવા માટેની ઘડિયાળ જેવી સ્ટાન્ડર્ડ ફીચર્સ રજૂ કરવામાં આવી છે. જો કે યામાહાએ સ્માર્ટફોન કનેક્ટિવિટી, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન સિસ્ટમ જેવા આધુનિક ફીચર્સ તેમાં ઉમેર્યા નથી, તેમ છતાં તે તેના શાનદાર સ્પોર્ટી લુકથી લોકોને આકર્ષિત કરશે.


 

New Yamaha R3 Price

Feature

Description

Price

INR 4.64 lakhs (ex-showroom)

Booking Status

Open, with deliveries expected to start at the beginning of next year

Engine

321cc single-cylinder, liquid-cooled engine

Power

41.4bhp at 10,750 rpm

Torque

29.5Nm peak torque at 9,000 rpm

Transmission

6-speed gearbox with slipper and assist clutch

Suspension

USD telescopic forks at the front and mono-cross rear suspension

Brakes

Disc brakes on both wheels

Safety Features

Dual-channel ABS (Anti-lock Braking System), traction control

Rivals

TVS Apache RR310, BMW G310 RR

 

 

નવું યામાહા R3 એન્જિન| New Yamaha R3 Engine

જો આપણે Yamaha R3 ના એન્જિન વિશે વાત કરીએ તો તેમાં 321 cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 10,750 rpm પર 41.4bhpનો પાવર અને 9,000 rpm પર 29.5nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 6 સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે. તેમાં સવારી માટે સ્લિપર અને આસિસ્ટ ક્લચનો ફાયદો છે.

 

નવું યામાહા R3 સસ્પેન્શન અને બ્રેક્સ| New Yamaha R3 Suspension And Brakes

 

Yamaha R3 ના હાર્ડવેર અને સસ્પેન્શન ફંક્શન આગળના ભાગમાં USD ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનો-ક્રોસ રિયર સસ્પેન્શન દ્વારા નિયંત્રિત થાય છે. અને તેના બ્રેકિંગ કાર્યો કરવા માટે, તેના બંને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક ઉમેરવામાં આવી છે. અને તેના સેફ્ટી ફીચર્સમાં તમને ડ્યુઅલ ચેનલ ABS, એન્ટી લોકીંગ બ્રેકીંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ મળે છે.

 

નવી યામાહા R3 હરીફ

નવી Yamaha R3 ભારતીય બજારમાં TVS Apache RR310 અને BMW G310 RR સાથે સ્પર્ધા થશે.



KTM ને ટક્કર આપતી બાઈક વિશે જાણો અંહી..


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ